નવોદિત સર્જકોની રચનાઓ – સંકલિત

[1] ત્રિપદી – મનિષા ‘અસ્મિ’

[ રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા માટે મનિષાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે manisha.0002@rediffmail.com સંપર્ક કરી શકો છો.]

કોઈ પગલાં સચવાયા,કોઈ ભુંસાયા,
આ તો સ્મરણોની સડક હતી,
નિત નવા પગલાં અંકાયા.
*****

કરતાં ક્ષિતિજનો પીછો,
અમે પહોંચ્યા કેટકેટલા પડાવો પર,
હવે જિંદગીને ફરક નથી ઉતારો-ચઢાવ પર.
******

બસ, એટલું અમે પામ્યા દિલની મજાર પર,
સઘળું ગુમાવી આજે અમે ઊભા છીએ,
સ્વપ્નોના ભંગાર પર.

[2] દૈનિક પત્રો – ગોવિંદ શાહ

[ રીડગુજરાતીને આ રચના મોકલવા માટે શ્રી ગોવિંદભાઈનો (વલ્લભ વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9375012513 અથવા આ સરનામે sgp43@yahoo.co.in સંપર્ક કરી શકો છો.]

કોણ કહે છે આ દૈનિકપત્રો છે ?
આ તો વિષ ભરેલા કટોરા છે.

માતમની મહેફીલ રોજ મનાવે છે
ચ્હા સવારની કાયમ બગાડે છે.

દાવાઓ સત્યના પ્રચારના થાય છે
પણ જૂઠાણાઓની ભરમાર હોય છે.

પેલા કસાઈથી પણ વધારે ક્રૂર છે
ઝેર આપે છે રોજ, મારે છે ધીરે ધીરે

બિચારા ઉકરડાને શા માટે ભાંડો છો ?
કચરો તો દુનિયાભરનો
તમારી આંખ આગળ પડેલ છે !

[3] ખ્વાબમાં (ગઝલ) – જ્યોતિ હિરાણી

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે જ્યોતિબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : hiranijyoti@gmail.com ]

એક સુરજ ઝળહળે છે ખ્વાબમાં
નામ કોઈ સળવળે છે ખ્વાબમાં

ધુમ્મસો ઓઢીને ઉભા આયના
ને સમય પાછો વળે છે ખ્વાબમાં

એક ચહેરો એક અટકળ સ્વપ્નમય
યાદના દીવા બળે છે ખ્વાબમાં

બર્ફ સમ થીજી ગયા સંબંધ જ્યાં
લાગણી ટોળે વળે છે ખ્વાબમાં

ઝાંઝવા થાકીને સુતા આંખમાં
ને હરણ પાછું વળે છે ખ્વાબમાં

આપણા હોવાપણાના ખ્યાલમાં
કેટલા સુરજ બળે છે ખ્વાબમાં

[4] ચહેરાનો ઓછાયો – ગૌરાંગી પટેલ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે ગૌરાંગીબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : gaurangi_patel2000@yahoo.co.in ]

મારા સપનાનો તું ચહેરો,
તારા ચહેરાનો હું પડછાયો,
ન કદી ડંખે તને સૂર્યનો ઓછાયો….
અભ્યર્થના સાંભળી મારી
સૂર્ય પણ મલ્કાયો,
જાણે અક્ષુણ્ણ વરદાન આપી મને,
એ વાદળની સોડ મંહી સંતાયો !

[5] કરી જોઈએ…. – હાર્દિક યાજ્ઞીક

[ દૂરદર્શન પર સમાચાર વાચક તરીકેની ફરજ બજાવતાં યુવાસર્જક હાર્દિકભાઈનો આ રચના મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે hardikyagnik@rediffmail.com અથવા આ નંબર પર +91 9879588552 સંપર્ક કરી શકો છો.]

ચાલ ગરબડ જરા ગ્રંથોમાં કરી જોઇએ
રામાયણમાં રહિમ અને કુરાનમાં ક્રિષ્ન લખી જોઇએ

ફર્ક શું પડશે એમાં એમની મહાનતાને ?
અદલાબદલી થોડી ઉપરવાળાની કરી જોઇએ

આઝાન પછી મંદિરના ભૂંગળે દેવાય
મસ્જીદે આરતી અલ્લાહની કરી જોઇએ

મૂર્તિ આગળ મહોમ્મદની પ્રેમથી
ચાલીસા પયગંબરની કરી જોઇએ

કોઈ મુબારક રમઝાનના દિવસે
નમાઝ કૃષ્ણ નામની પઢી જોઈએ

જયાં ન હોય કોઈ બંધન ને ફતવા
ચાલ ને એવો ધર્મ જીવી જોઈએ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બચાવ – દિલીપ મોદી
તારલિયા – જયંતીલાલ દવે Next »   

23 પ્રતિભાવો : નવોદિત સર્જકોની રચનાઓ – સંકલિત

  1. Bhaumik Trivedi says:

    nice..love the 2nd 1 most..true

  2. Sandhya Bhatt says:

    બધી જ રચનાઓ સુંદર છે. આ રીતે જ બીજી રચનાઓ મળતી રહે તેવી અપેક્ષા.

  3. mohammad govani says:

    હાર્દિકભાઈ, સરસ વિચારો છે..!

    વંદે માતરમ્…

  4. “KARI JOIA” Hardik Yagnik.
    Superb !!! Excelant !!!. What a wonderful poem !!!!!!!!
    Look forward to see some more in coming days.

    Karsan Bhakta Texas usa

  5. Veena Dave. USA says:

    સરસ .
    સર્વેને અભિનંદન્.

  6. paresh says:

    હાર્દિક યાગ્નીક્
    ખુબ જ સરસ રચના છે. આપની બીજી રચનાઓ માણવા મળે તેવી આશા છે.
    અદભુત વિચાર ને ખુબજ સરળતાથી દર્શાવ્યો છે….
    પરેશ ના અભીનદન્…

  7. sunil u s a says:

    હાર્દિકભાઈ અભિનન્દન

  8. Thanks a LOT,Mrugeshbhai!
    “Chaal gadbad…” Hardikbhai,ADBHOOT!! Abhinandan!

  9. nayan panchal says:

    બધી જ રચનાઓ ખૂબ જ સુંદર.

    હાર્દિકભાઈના વિચારો સવિશેષ ગમ્યા. દરેક કવિ અને કવિયત્રીને અભિનંદન.

    આભાર,
    નયન

  10. SHRIDEVI says:

    HARDIKBHAI,ABHINANDAN….ITS TRUE SECULARISM…..

  11. hiral says:

    અતિ સુંદર. બધાને ખૂબ અભિનંદન.
    હાર્દિકભાઇની કવિતા તો વાહ….મૃગેશભાઇ, એક નાનકડું સુચન કરું છું. તમે વાર્તા-સ્પર્ધાની જેમ કવિતાની સ્પર્ધા પણ યોજી શકો તો કેવું? આવી નવીન કવિતાઓ આપણાં સાહિત્યને મળશે. ઃ)

  12. Jagruti Vaghela(USA) says:

    બધાજ કાવ્યો સુંદર.
    દરેક નવોદિત કાવ્ય સર્જકોને અભિનંદન.

  13. Hardik N Chauhan says:

    તમારો ખુબ ખુબ આભાર

  14. trupti says:

    હાર્દિકભાઈ,

    બહોત ખૂબ…..જો તમે કરેલી કલ્પના સાચી પડે તો, મજહબના નામે જે ખાના-ખરાબી થાય છે તે એક ઈતિહાસ બની જશે.

    તમારી રચના ઊત્તમ.

  15. દરેક મીત્રો કે જેમને મારી રચના ગમી તેમનો હ્રદયસ્થ આભાર
    હાર્દિક ના વંદન…..

  16. હર્દિક ભૈ, પેશ કર્તા રહોઃ)

  17. ભુમીશ says:

    “હિંદુ ને બાળ્યા ને મુસ્લિમ ને દાટ્યા,
    મૂળ તો સચવાયા ત્યાં સુધી,
    કે જ્યાં સુધી આ શ્વાસ ચાલ્યા,
    બાકી તો આ તમામ લાશો માં,
    લોન રામ અને રહી થી ઓળખાયા?”

    • ભુમીશ says:

      “હિંદુ ને બાળ્યા ને મુસ્લિમ ને દાટ્યા,
      મૂળ તો સચવાયા ત્યાં સુધી,
      કે જ્યાં સુધી આ શ્વાસ ચાલ્યા,
      બાકી તો આ તમામ લાશો માં,
      કોન રામ અને રહીમ થી ઓળખાયા?”

  18. Hey, we met yesterday…See, I had already appreciated your poem, on this, BEFORE we met…I could recollect the poem to have read before, buy somehow, did not realise it was you, the same poet…Uuuuffff:)
    Once again, keep on writing such..we need them

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.