ઘરને નિશાળ બનાવી ન મૂક – રઘુવીર ચૌધરી

[‘જિંદગી જુગાર છે ?’ ટૂંકીવાર્તાના પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘રંગદ્વાર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તના અંતે આપવામાં આવી છે.]

સોસાયટીના ચૉકમાં આવેલા ગોળાકાર ઓટલા પર મીનુબેન એકલાં બેઠાં છે એ જોઈ દાદીમાને હસવું આવે છે. એ જોઈ મીનુની મમ્મી લલિતા રાજી થતી નથી. એ પોતાની કાયમી ફરિયાદ દોહરાવે છે : ‘આ છોડી અગિયાર વરસની થઈ પણ એવી ને એવી રમતિયાળ રહી.’
‘તું રમ્યા વિના મોટી થઈ હતી લલિતા ?’
‘પણ મોટી થયા પછી તો હું રમતી નથી ને !’
‘મનથી પણ મોટાં થવું પડે.’
‘તમારે જેમ, ખરું ને ! છોકરાંને જુદાં મૂકી દો, પછી ભલે નાપાસ થાય.’
‘મીનુ એકેય વાર નાપાસ થઈ છે ?’
‘આ વખત થશે. એની બધી બહેનપણીઓ પોતપોતાના ઘરમાં પુરાઈને પરીક્ષાની તૈયારી કરી રહી છે ને તમારી મીનુ ચૉકના ઓટલે બેસીને કશોક ગણગણાટ કરે છે.’

‘આવતી કાલે ગુજરાતીની પરીક્ષા છે, કવિતા ગાતી હશે. એક કવિતામાં ભૂલ પડતી હતી, પાકી કરતી હશે.’
‘તમને શી ખબર ?’
‘મારી આગળ પરીક્ષાનું રીહર્સલ કરીને ગઈ છે. મેં પૂછેલા બધા પ્રશ્નના એણે સાચા ઉત્તર આપેલા.’
‘પ્રશ્ન પણ એણે જ નક્કી કર્યા હશે ને ? મને પણ એ પ્રશ્નો નક્કી કરીને જણાવે છે. હું પોતે પૂછવા જાઉં તો કહી દેશે, મમ્મી મારે એમ.એ.ની પરીક્ષા નથી આપવાની, છઠ્ઠા ધોરણની આપવાની છે. સમજી !’
‘બહુ હોશિયાર છે મીનુ !’
‘મહેનત કરે તો પહેલો નંબર ન લાવે ?’
‘તને આ પહેલા નંબરનું વ્યસન ક્યાંથી લાગ્યું ? તું કેટલામો નંબર લાવતી ?’
‘હું નહોતી લાવી શકતી માટે તો ઈચ્છું છું કે મારી દીકરી મારાં અરમાન પૂરાં કરે.’
‘તો તું તારાં અરમાન સુધાર. એ ગોખણપટ્ટી કરવાને બદલે વિકસે, ગુણવાન બને….’
‘માબાપનું કહ્યું કરવું એ ગુણ ન કહેવાય ?’
‘કહેવાય. માબાપનાં માબાપનું કહ્યું કરે એ પણ ગુણ કહેવાય.’
‘તમે ખોટાં લાડ લડાવો છો. મીનુના પપ્પાને એ પસંદ નથી.’
‘અમે એને લાડકોડથી ઉછેર્યો એનું ખરાબ પરિણામ આવ્યું છે ? કેમ બોલતી નથી લલિતા ?’
‘મારાથી એમની ટીકા ન થાય.’
‘એ જ રીતે મીનુની પણ ન થાય. જો, પેલો બાબલો દોડતાં દોડતાં પડી ગયો, એને મીનુએ ઉપાડી લીધો, છાનો રાખ્યો. જોડે બેસાડ્યો. હવે એ એને વાર્તા કહી હસાવશે !’
‘વાર્તા-બાર્તા એને બહુ જ યાદ રહે છે.’
‘એથી એ ઠોઠ સાબિત થાય કે હોશિયાર ?’
‘તમને નહીં પહોંચાય. આ વખત એ પાંચ-છ ટકા ઓછા ન લાવે તો મને કહેજો.’
‘મા થઈને દીકરીને આવી શુભેચ્છા અપાય ?’
‘ચેતવું છું.’
‘મને ચેતવ, એને રમવા દે.’

લલિતા એની નારાજગી છુપાવીને રસોડામાં ગઈ. મીનુને પસંદ વાનગી બનાવીને બોલાવશે. પકડાઈ જશે પછી પરીક્ષાની તૈયારી કરવા બેસાડશે. નાસ્તો કરી, બાળભેરુઓ માટે ડિશમાં લઈ મીનુ ઊપડી ગઈ. ઘેર કંઈ પણ ખાવા કે પીવામાં મનવર કરાવતાં એ ત્રણ ટીનિયાં આખી ડિશ સાફ કરી ગયાં. હાથ ઊંચા કરી લલિતાને થૅન્ક યુ આન્ટી કહેવા લાગ્યાં. લલિતા ગુસ્સે. એ ગુસ્સો બાળકોને બતાવવાને બદલે સાસુ ભણી વળી.
‘તારાથી આભાર પણ વેઠાતો નથી, વહુ ?’
‘આભાર તો ભગવાનનો કે એક બાજુ તમે મળ્યાં ને બીજી બાજુ મીનુ ! મેં આ માટે નાસ્તો બનાવ્યો હતો કે મીનુને ભણવા બેસાડવા ?’
‘બેસશે, ભણવા પણ બેસશે, ધીરજ રાખ લલિતા. અંધારું થતાં મીનુ ઘરમાં આવીને અજવાળું કરશે.’

દાદીમાની આગાહી સાચી પડી પણ થોડીક મોડી. અંધારું થતાં મીનુ પેલાં ભૂલકાંને એક પછી એક એમને ઘેર મૂકી આવી. લાઈટ કરી મહેમાનની છટાથી સૉફામાં બેઠી. ‘મમ્મી, રીમૉટ ક્યાં ?’ લલિતાએ જવાબ ન આપ્યો. ફરી પૂછ્યું. ગુસ્સે થઈ કહ્યું : ‘તારા ભેજામાં.’ સાંભળી દાદીમા સંમત થયાં. નક્કી, મીનુના ભેજામાં રીમૉટ છે. નહીં તો એ આપણને આમ ફેરવ્યા ન કરે.
‘તારા પપ્પાને આવવા દે !’
‘હજી કેમ ન આવ્યા ? ચાલ, હું ફોન કરું….’ અને સાચે જ મીનુએ ફોન કર્યો. પપ્પા રસ્તામાં હોય ત્યારે કદી ફોન ઉપાડતા નથી. લોકો બબ્બે કિલોમીટર લાંબી વાતો ફોન પર કરી લે છે. પોતાની વાતનો કશો પડઘો પડતો નથી એ જોઈ મીનુએ છાપાંની ઢગલી નીચેથી રીમોટ શોધી કાઢ્યું. ફૂલો વિશે કાર્યક્રમ આવતો હતો. એમાં મીનુને રસ પડ્યો. ફૂલો બાગનાં કે કાગળનાં……
પપ્પા આવતાં બારણું ખોલી મીનુએ આવકાર આપ્યો. બેગ લઈ લીધી. ‘મમ્મી, પપ્પા માટે ચા બનાવ.’ કહેતાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. પપ્પાને ફૂલોમાં રસ પડ્યો. ‘મીનુનો ટેસ્ટ ઊંચો છે…’ કહેતાં પપ્પાએ મીનુને માથે હાથ મૂક્યો.
‘પણ નિશાળના ટેસ્ટનું શું ?’ લલિતાએ ચાની તપેલી પર સાણસીની પકડ મજબૂત થાય એમ પકડતાં કહ્યું.

‘ટેસ્ટ પતી ગઈ બેટા ?’ પપ્પાએ પૂછ્યું.
‘એક દિવસમાં પતતી હોત તો કેવું સારું !’
‘હાસ્તો ! તું તો બધાં પેપર એક જ દિવસમાં લખીને છુટ્ટી થઈ જાય, ખરું ને !’ લલિતાએ ચાનો કપ પતિશ્રીને પકડાવતાં કહ્યું. પછી અવાજમાં ફરિયાદનો ભાવ ઉમેરતાં કહ્યું : ‘મીનુની બધી બહેનપણીઓ અત્યારે પરીક્ષાની તૈયારી કરે છે, જ્યારે તમારી લાડલી ટીવી જુએ છે અને એ પણ તમારી જોડે બેસીને.’
‘મને લાગે છે કે આવતી કાલે ફૂલો વિશે નિબંધ પુછાશે.’ દાદીમા ગૅલેરીમાંથી અંદર આવ્યાં, ‘બીજાં બાળકો પરીક્ષાને અનુસરે છે, જ્યારે આપણી મીનુને પરીક્ષા અનુસરે છે.’
‘બા, તમે મારાં વખાણ કર્યાં કે ટીકા ?’ મીનુ ગંભીરતાથી પૂછે છે.
‘એમણે તારી ટીકા કરી હોત તો જોઈતું’તું જ શું ! ટીકા કરવી હશે તો મારી નહીં કરે !’
‘લલિતા, બા પોતાની જવાબદારી બરાબર સમજે છે, તું તારું કામ કર.’
‘બા કહે છે કે બીજાને સલાહ આપવાને બદલે દરેક માણસ પોતાનું કામ કરે તો આ દેશના મોટા ભાગના પ્રશ્નો ઊકલી જાય.’ કહેતાં મીનુ ટીવી દાદીમા માટે ચાલુ રહેવા દઈ ઊઠી. ગણિતનો એક દાખલો ફાવતો ન હતો, પપ્પાને પૂછ્યો. તુરત જવાબ કહી દેવાના ઉત્સાહથી નોટબુક હાથમાં લીધી. જવાબ આવતો ન હતો. ‘રકમ ખોટી હશે.’ કહી દીધું. ઊઠ્યા.
‘બા, તમને તો ક્યાંથી આવડે ?’
‘પણ તને આવડશે. આવ, અહીં બેસ. નોટને બદલે પાઠ્યપુસ્તક કાઢ. એ રીતના બીજા દાખલા જો.’ આ પ્રક્રિયામાં વિશ્વાસ ન હોય એમ લલિતાએ હસ્તક્ષેપ કર્યો, ‘આવતીકાલે ગુજરાતીનું પેપર છે કે ગણિતનું.’
‘ગણિતનું પેપર તો પતી ગયું આજે.’
‘તો એનું શું છે ?’
‘લે કર વાત, ન આવડ્યું હોય એ શીખવાનું નહીં ?’ – ફરી પાછી એ દાદીમાને પડખે લપાઈને દાખલામાં ખોવાઈ ગઈ. દસેક મિનિટમાં દાખલો સમજાઈ ગયો. માત્ર સાક્ષીભાવે જોડે બેસીને સાથ આપી રહેલાં દાદીમાને મીનુ ગુરુતુલ્ય માન આપી, ટીવી પર પોતાની પસંદગીની શ્રેણી જોવા લાગી. દાદાજી આવ્યા ત્યારે શ્રેણી પૂરી થઈ ગઈ હતી. દાદાજી પણ એ શ્રેણી જોતા હોય છે. આવતી કાલે એ અંગે મીનુ એમને ખ્યાલ આપી દેશે. હવે ફટાફટ જમી લેશે. અડધો કલાક વાંચશે. પછી દાદીમાને પડખે લપાઈને ઊંઘી જશે.
‘આ વખતે કેવું રીઝલ્ટ લાવે છે મીનુ જોજો ! તમને કહી કહીને થાકી કે ટ્યુશન રાખો, ટ્યુશન રાખો…’
‘કોના માટે ?’ ધીમો સ્નેહભર્યો સ્વર ! ગુસ્સો શાંત.

બધાં બાળકોનાં વાલી પરિણામના દિવસે શાળાએ ગયાં હતાં. આ વખતે લલિતાએ સાસુજીને પોતાનાં પ્રતિનિધિ તરીકે ઠેલ્યાં. પરિણામ વિશે આગાહી પણ કરી. ‘મીનુ નાપાસ થશે તોય તમને આઘાત નહીં લાગે.’ મીનુને પંચ્યાશી ટકા માર્ક્સ મળ્યા હતા. એથી લલિતા રાજી ન થઈ. ‘મારી સલાહ મુજબ વાંચ્યું હોત તો નેવું ટકા ન આવત ?’
‘એણે આનંદથી પરીક્ષા આપી એની કદર નથી ? ગોખવાને બદલે શીખતી ગઈ એનો સંતોષ નથી ? આપણને શું નથી આવડતું એની ખબર પડે એ જ સાચું શિક્ષણ. મીનુ નિશાળમાં હોય છે ત્યારે છએ છ કલાક એનું મન ત્યાં જ હોય છે. મહેરબાની કરી તું આ ઘરને એને માટે ઘર રહેવા દે.’

[કુલ પાન : 142. કિંમત રૂ. 70. પ્રાપ્તિસ્થાન : રંગદ્વાર પ્રકાશન. 15, ગ્રાઉન્ડ ફલોર, યુનિવર્સિટી પ્લાઝા, દાદા સાહેબનાં પગલાં પાસે, અમદાવાદ-380009. ફોન : +91 79 27913344]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તારલિયા – જયંતીલાલ દવે
લાફિંગ મોલ – ડૉ. નલિની ગણાત્રા Next »   

16 પ્રતિભાવો : ઘરને નિશાળ બનાવી ન મૂક – રઘુવીર ચૌધરી

 1. Tamanna says:

  superb,

  aa story tamacho 6e ava mata pita mate 6e potana badako na mate ghar jail kari nakhe 6e

  khub sundar.

 2. Chhaya Mehta says:

  Very good story

 3. જીતેન્દ્ર તન્ના says:

  એકદમ સાચુ. ખુબ સરસ વાર્તા. નાના બાળકોને કદાચ થોડા ટકા માર્ક્સ ઓછા આવે તો શું ફરક પડી જવાનો છે? પરંતુ નહિં આજની માતાઓનો આ ‘ઈગો” પ્રોબ્લેમ છે. મારી વાઈફ પણ આમ જ કરે છે. આપણા બાળકો જ્યારે એના વ્યવસાયમાં જશે ત્યારે તો કોણ જાણે કેટલી કોમ્પીટીશન વધી ગઈ હશે. તો અત્યારે શા માટે એમને એમનું બચપણ માણવા ન દેવુ?

 4. trupti says:

  આજના વાતાવરણ અને સમય ને યોગ્ય કથા.
  આજે મા-બાપ ને પોતાના છોક્રરાઓ ના ટકાવારી મા રસ ફ્ક્ત તેમના ભવિષ્ય ના ભણતર માટે કરતા સ્ટેટસ સિંબોલ માટે વધારે હોય તેવુ વધારે લાગે. એમ થાય કે ફલાણા ના છોકરાને ૯૦-૯૫% આવ્યા ને પોતાના બાળક ને ઓછા આવશે તો તેમનુ નાક કપાશે માટે પણ પોતાના બાળક પર પ્રેશર લાવે. પણ જો ગોખિ ને વધારે માર્ક લાવે પણ પ્રેકટીકલ જ્ઞાન ઝિરો હોય તો વધારે આવેલે ટકા વાસ્તવિક લાઈફ મા શું કામ આવવાના? એવા ઘણા દાખલા જોયા છે કે ૧૦-૧૨ મી સારા માર્ક લાવી ને બાળાક મેડીસિન મા કે એન્જીનિયરીંગ મા એડમિશન તો લઈ લે છે પણા ગોખણીયુ જ્ઞાન ત્યાં કામ નથી લાગતુ અને તેઓ આવા અઘરા વ્યાવસયિક ભણતર ને ન્યાય નથી આપી શકતા અને અડધે થી છોડી દે છે અને આવા કોર્સો જ્યાં સીટૉ લિમીટેડ હોય છે અને એક-એક માર્ક નુ મહત્વ હોય છે અને ડિસર્વીંગ બાળક ને એડમિશન નથી મળતુ અને અડધે થી આવી સિટૉ ખાલી પડે છે અને જરુરીયાતવાળુ બાળક શિક્ષણથી વંચિત રહી જાય છે.
  બાળક ને જે કરવુ હોય અને જે ભણવુ હોય તેની છુટ દરેક મા-બાપે આપવિ જોઈએ અને પોતાની ઈચ્છા અને આકાંક્ષા ઓ પોતાના બાળક પર થોપવી ન જોઈએ. આજે ભારત મા શિક્ષણ ક્ષેત્રે ઘણિ ક્રાંતિ આવી છે અને બાળકો માટે ઘણા બધા ઓપશનો છે જેમા બાળક પોતાની કારકિર્દિ બનાવી શકે છે. મા-બાપ ફકત ગાઈડીંગ ફેકટર જ રહેવા જોઈએ.
  મારી દિકરી ધો.૮ મા આવી ત્યાં સુધી તેના ભણતર માટે ના વિચારો દરરોએજ બદલતી રહેતી હતી,પણ ધો.૮ ના શરૂઆતથી તેને તેનુ ડિસીઝન લો (વકિલાત) નુ ભણવા માટે નુ જણાવિ દિધુ હતુ તે આજે ૨ વરસ થયા તે વાતને અને તે અકબંધ છે, આજકાલ લો મા પણ ઘણા ઓપસન છે માટે તેમાં તે થોડી કન્ફ્યુસ હતી અને ઘડી મા તેને કોરપોરેટ લો ને લગતુ કંપની સેક્રેટરી નુ ભણાવુ હતુ તો ઘડિક મા ઈન્ટરનેશલ પ્રોપર્ટી રાઈટસ નુ ભણવુ હોય અને એક દિવસ તો કહે કે તેને ક્રિમીનલ લો નુ ભણવુ છે, ત્યારે મે અને મારા વરે તેને સમજાવી કે,”બેટા અમારુ મન તને આ ફિલ્ડ મા મોકલવા માનતુ નથી” અને થોડા કાંઉસીલીંગ બાદ તેને સમજાયુ કે અમે શામાટે ના પાડીયે છીએ. હવે તેને તેનુ સારુ મન ઈન્ટરનેસનલ લો ભણવા માટે લગાવી દિધુ છે, જેની ઈન્સ્ટીટ્યુટ બેંગલોર અને હૈદ્રાબાદ મા છે. બાળક ને સમજાવો પણ તમારી ઈચ્છાઓ તેમના પર થોપો નહીં.

  • angel says:

   Its true that parents should not burden on child regarding their choice, but guide them, help them to find goal & hit them. Parents not allow to watch TV & go outside on exam time but its not proper way, they treat in way that on exam day just have to refer the book & practice them for day to day reading & it make not hectic. Last day many student & parents(for company) don’t sleep for the whole night they are just uttering., & when cum out from exam room feel so happy that I attend the question & wrote it same to same as our books, I get the answer of sum (say that I just read it yesterday so today I attend it & I remember it that its the same sum which I read yesterday)but after some years if you ask some formula or etc. they do not know. So parents, children & teachers understand the important & method of education. Mostly teacher teaches student that this is most important, ‘ane to gokhi j nakhjo, exam ma avse j-MIMP’, teacher makes the student exam oriented not learn the basic of lesson. Moreover our education system should change, I found that many teachers teach that if you are not able to remember whole answer just remember 1st & last para. between you adjust with answer, you can get minimum marks & then after student habituated by this formula. I am not able to understand that a teacher who teaches in the school start his own coaching classes , his school student don’t go school & go to tuition, parents also don’t think on that & allowed go their & pay high fees for the teacher who don’t give important to student in school but learn & give practice material in classes.
   Is they professional? Or in school time teachers learn the lesson & due to short of term time not able to completes course so start tuition classes?

  • Jagruti Vaghela(USA) says:

   તૃપ્તિબેન
   સાચી વાત છે કે બાળકોને જે ફિલ્ડમાં રસ હોય તેમા જ જવા દેવા જોઈએ. મારા ભાઈને નાનપણથી ગણિતમાં જરા પણ રસ ન્હોતો. બીજા વિષયોમાં તેના હાઈએસ્ટ માર્ક્સ આવતા પણ ગણિતમા નાપાસ થાય. મારા મમ્મીપપ્પાએ ટિચરને કહીજ રાખુ હતુ કે એને આગળ ગણિત ની લાઈન લેવાની નથી એટલે બહુ બોધર ન કરે. પછીતો તેણે આર્ટ્સની લાઈન લઈને ઈંગ્લિશ લિટરેચરમાં PhD કર્યુ અને આજે કૉલેજમા પ્રોફેસર છે.
   પરાણે ના ગમતી લાઈન લે તો આગળ જતા ક્યારેક નહી ઘરના કે નહી ઘાટના એવી સ્થિતિ થાય.

 5. hardik says:

  To learn the learning is an art. Very good story. We teach our kids to learn the facts not the meta rules.
  Could that be reason even with news papers or media our knowledge decreases instead of increasing.
  As George Carlin says, at least teach your kids to question the events?

 6. Deval Nakshiwala says:

  સારી વાર્તા છે. આજના જમાનામાં માતા-પિતાઓ પોતાના સંતાનોને તેમની ક્ષમતા કે રસ જાણ્યા વગર ધાર્યા ટકા લાવવા માટે દબાણ કરે છે અને બીજા સાથે તેમની સરખામણી કરવાની એક પણ ત્ક છોડતાં નથી તેમના માટે આંખો ઉઘાડનારી છે.

 7. pradipsinh says:

  વાહ…! ખુબ સરસ વાર્તા છે. આજ ના વાલીઓ માટે તો ખાસ… તો પછી …..ચાલો ને બાળકોને બચપણ આપીએ…..

 8. shilpa merai says:

  very nice story

 9. Veena Dave. USA says:

  સરસ વાત્.

 10. Rajni Gohil says:

  બાળકો આપણા કહ્યા પ્રમાણે વર્તે તે આગ્રહ બાળકોનો યોગ્ય વિકાસ થવા દેતો નથી. સમજ પૂર્વક પ્રેમથી સમજાવી તેમને જાતે વિચારી વિકસવાની સવલત પુરી પાડવી જોઇએ. આ વાત શ્રી રઘુવીર ચૌધરીએ આજના જીવનને અનુરુપ સરસ રીતે સમજાવી છે. તેમને અભિનંદન.

  રાખીએ કે મા-બાપ તેમના છોકરાઓને પ્રેમથી ( ખોટા લાડ નહીં) ભણવાની સવલત પુરી પાડે, ઘરને નિશાળ બનાવીને નહી!

 11. umesh says:

  સારી વાર્તા છે.

  બાળકો આપણા કહ્યા પ્રમાણે વર્તે તે આગ્રહ બાળકોનો યોગ્ય વિકાસ થવા દેતો નથી,
  મા-બાપ તેમના છોકરાઓને પ્રેમથી ( ખોટા લાડ નહીં) ભણવાની સવલત પુરી પાડે, ઘરને નિશાળ બનાવીને નહી!

 12. nayan panchal says:

  મને લાગે છે કે મા-બાપને ભણાવવા માટેની શાળા ખોલવાનો સમય પણ આવી ગયો છે. અત્યારના સમય માટે એકદમ પ્રસ્તુત લેખ.

  ખૂબ આભાર,
  નયન

 13. jayesh shah says:

  Very good story. Every child has his/her own way of thinking.. let them hv free world. The time has changed.

 14. Vaishali Maheshwari says:

  Nice story at the right time. In today’s competitive generation, almost all parents want their kids to be on the top most position. But as depicted in this story, grandmother has said it right, that it is not important that Minu scored 90% or no, but it is important that she enjoyed and learned simultaneously.

  આપણને શું નથી આવડતું એની ખબર પડે એ જ સાચું શિક્ષણ.

  Thank you for writing this wonderful story Shri Raghuvirji Chaudhari.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.