ઉત્કટ જીવનરસ – અવંતિકા ગુણવંત

[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-2010માંથી સાભાર. આપ શ્રીમતી અવંતિકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.]

મારાં પાડોશી સરુબહેન સ્વભાવે ખૂબ પ્રેમાળ અને મળતાવડાં. ગમે ત્યારે એમના ઘેર જાઉં, કાયમ ભાવભર્યો આવકાર મળે. મને એમની સોબત ખૂબ ગમે. વખત મળે ત્યારે હું એમના ઘેર પહોંચી જાઉં, હીંચકે ઝૂલતી જાઉં અને એમની વાતો સાંભળતી જાઉં. એમનાં ઘર, કુટુંબ અને ખાસ તો એમનાં દાદીની વાતો તેઓ ખૂબ હોંશ અને ઉમંગથી કરે. તેઓ કહે, ‘મારાં દાદી બાર વરસની ઉંમરે પરણીને સાસરે આવ્યાં હતાં. લગભગ સત્તાણું વરસની ઉંમરે ગયાં, પણ છેક સુધી હાલતાં ચાલતાં, પોતાનું કામ જાતે જ કરે. એમની યાદશક્તિ સતેજ, કાન સરવા અને હાથમાં લાકડી તો આવી જ ન હતી.

જ્યારે જુઓ ત્યારે આનંદમાં હોય. એમને દરેક વાતમાં રસ પણ કદી કોઈને ચિત્રવિચિત્ર સવાલો પૂછી પૂછીને અકળાવે નહિ. એમને પૂછો તો જ તમને સલાહ આપે. ઘરમાં ત્રણ ત્રણ દીકરાઓ, એમની પત્નીઓ અને બાળકો. માણસોથી ભર્યું ભર્યું ઘર અને ઘરનાં વડીલ દાદી. મારા દાદાને અવસાન પામે તો વરસો થઈ ગયેલાં, દાદીએ જ દીકરાઓને ભણાવેલા, પરણાવેલા અને બધા વ્યવહારો કરેલા. પણ પોતે કંઈક વિશેષ કર્યું છે એવો ભાવ નહિ. કોઈની પર સત્તા ચલાવવા પ્રયત્ન નથી કર્યો, વણમાગ્યાં સૂચનો ના કરે કે કદી વ્યંગ કે કટાક્ષમાં બોલે નહિ. વરસો સુધી એકલા હાથે ઘર ચલાવ્યું એવું કહી બતાવે નહિ. એમના જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા હતા, મુસીબતો આવી હતી, પણ કદી બેબાકળાં બ્હાવરાં ના થાય. કદી નકારાત્મક વિચારે નહીં. જ્યારે જુઓ ત્યારે પ્રસન્ન હોય. કોઈ વાતે અધીરાઈ નહિ, ધમાલ કે ઉતાવળ નહીં. એમના જીવને અપરંપાર શાંતિ જ હોય. કાયમ શુભમંગલ જ વિચારે.

આવા સ્વભાવના લીધે તેઓ ઘર, કુટુંબ અને આડોશપાડોશમાં સૌને પ્રિય. એમના દીકરીઓ એક પછી એક પરણતા ગયા. ઘરમાં વહુઓ આવતી ગઈ એમ દરેકને જવાબદારી સોંપતા ગયાં. દરેક વહુને ઘર પોતાનું લાગે એવું એમનું વર્તન. હવે બન્યું એવું કે મારાં નાનાં કાકી રોજ રાત્રે સૂતી વખતે એમના ગળામાં પહેરવાનો નેકલેસ કાઢીને પલંગની બાજુની ટિપોઈ પર મૂકે અને સવારના નાહીને પહેરી લે. પરંતુ એક સવારે તેઓ નેકલેસ પહેરવાનું ભૂલી ગયાં. છેક અગિયાર વાગે તેમને યાદ આવ્યું અને દોડતાં એમની રૂમમાં ગયાં. ટિપોઈ પર નેકલેસ ના મળ્યો. એ બેબાકળાં થઈને બૂમો મારી મારીને બોલવા લાગ્યાં કે કામવાળી રતન એ રૂમમાં કચરાપોતું કરવા ગઈ હતી, એણે જ નેકલેસ લીધો હશે. એના સિવાય બીજું કોઈ એ રૂમમાં ગયું જ નથી. કાકી તો રતનને ધમકાવવા જ માંડ્યા ‘તેં જ નેકલેસ લીધો છે. ચૂપચાપ નેકલેસ આપી દે નહિ તો પોલીસ બોલાવીશ.’ રતન તો રડતી જાય અને એના એકના એક છોકરાના સોગંદ ખાઈને બોલતી જાય, ‘મેં તમારો નેકલેસ જોયો નથી. દસ વરસથી તમારા ઘેર કામ કરું છું. પૂછો દાદીને, એક સળીને ય મેં હાથ અડાડ્યો છે ? હું તો મારા કામથી કામ કરું છું, તમારી ગમે એટલી મોંઘી ચીજ પડી હોય મારે શું ?’ પરંતુ કાકી તો નેકલેસ, નહિ જડવાથી એવાં બ્હાવરા બની ગયાં હતાં કે તેઓ એક જ વાત બોલતાં હતાં, ‘તો નેકલેસ જાય ક્યાં ?’

ઘરમાં બીજાં બધાં મૌન હતાં, દરેકને રતનની પ્રમાણિકતા અને સચ્ચાઈ પર વિશ્વાસ હતો, પણ કોઈ એના માટે ખુલ્લંખુલ્લા એનો પક્ષ લઈને બોલ્યું નહિ. ત્યારે દાદીએ શાંતિથી પણ મક્કમ સૂરે કાકીને કહ્યું, ‘રતનને તેં નેકલેસ લેતાં જોઈ નથી માટે એની પર આરોપ મૂકતાં પહેલાં વિચાર કર. કામ કરનાર ઘર-નોકરોને તો પ્રમાણિકતા એ જ એમની લાયકાત ગણાય. કામ કરવાની આવડત ન હોય તો ચલાવી લેવાય પણ એ ચોર હોય તો ચલાવી ના લેવાય. આપણી સોસાયટીમાં રતનની આબરૂ છે. તેની પર તું બટ્ટો ના લગાવ. ચૂપચાપ તું એને જવા દે. પોલીસને બોલાવવાની વાત ભૂલી જા. બહાર કોઈનાય મોંએ તું નેકલેસ ગુમ થયાની વાત ન કર, નહિ તો રતન વગર મફતની વગોવાઈ જશે. ગરીબને અન્યાય ના થાય એની તકેદારી રાખ.’ દાદીનો પ્રભાવ એવો હતો કે કાકી બોલતાં બંધ થઈ ગયાં. રતન અમારા ઘેર કામ કરતી બંધ થઈ ગઈ. સોસાયટીમાં કોઈએ વાત જાણી નહિ, સોસાયટીનાં બીજાં કામ એનાં ચાલુ રહ્યાં.

અમે તરત ઘરમાં બીજા કોઈ કામ કરનારને રાખ્યો ન હતો, બધું કામ અમે જાતે જ કરતાં હતાં. બે-ત્રણ દિવસ પછી કાકીનો પલંગ ઝાટકતાં પલંગનાં બે પાટિયાં વચ્ચે નેકલેસ ભરાઈ ગયેલો મળ્યો. પેલા દિવસે કાકીએ ટિપોઈના બદલે પલંગ પર એમની ગાદી નીચે જ મૂક્યો હશે અને ત્યાંથી લાકડાનાં બે પાટિયાં વચ્ચે સરકી ગયો હશે. નેકલેસ મળ્યા પછી કાકીને ઘણો પસ્તાવો થયો હતો અને દાદીને કહ્યું, ‘સારું થયું તમે તે દિવસે મને કડકાઈથી શાંત પાડેલી, નહીં તો રતન ચોર છે એમ હું બોલ્યા કરતી હતી અને ચારેબાજુના લોકોએ જાણ્યું હોત તો કેવડો મોટો અનર્થ થઈ જાત.’ કાકીએ રતનની ગળગળા અવાજે માફી માગેલી. એ સમયે દાદીએ કાકીને શિખામણના બે શબ્દય નહીં કહેલા. દાદી સમજતાં હતાં કે કાકીને ખરેખર પસ્તાવો થાય છે ત્યારે એને વધારે છોભીલી ન પડાય. એ પ્રકરણ સમાપ્ત જ કરી દેવું જોઈએ. પછી કદી એ વાતનો ઉલ્લેખે ન હતો કર્યો. દાદી કહે, ‘બોલતાં પહેલાં વિચાર કરો. કોઈની પર આરોપ મૂકતાં પહેલાં સો વાર વિચાર કરો. ચારિત્ર એ અમૂલ્ય સંપત્તિ છે, એની પર દાગ લાગવો ન જોઈએ. તમારી બેદરકારી બીજાને તકલીફમાં મૂકી દે એવું ન બનવું જોઈએ, માટે ખૂબ સાવચેત રહો.’

વરસો વીતતાં ગયાં, દાદી વૃદ્ધ થતાં ગયાં, સંતાનો મોટાં થતાં ગયાં. સૌ પોતપોતાની પ્રવૃત્તિઓમાં ગળાબૂડ રહેવા માંડ્યાં. દાદી પાસે બેસીને વાતો કરવાનો સમય બધાંને ખાસ મળતો નહિ. ત્યારે ય દાદીને ખરાબ ન લાગે, એ કદી ફરિયાદ ન કરે કે મોં ના બગાડે. એમણે પોતાના માટે પોતાને મનગમતી પ્રવૃત્તિ શોધી કાઢી હતી. આંગણામાં ઊગતાં છોડ, વેલીઓ અને વૃક્ષો પર ધ્યાન આપવા માંડ્યું. ક્યારામાં બિનજરૂરી ઊગેલી વનસ્પતિ ચૂંટતા, તણખલાં વીણી લેતાં, પક્ષીઓને ચણ નાખતાં અને પછી પગથિયાં પર સ્કેચબુક લઈને બેસી જતાં. ઝાડપાન અને પંખીઓનાં સ્કેચ કરતાં. દાદીનો ઉત્સાહ જબરો હતો. પોતે વૃદ્ધ થઈ ગયાં છે, હવે આ ઉંમરે ચિત્રો કરવાથી શું ફાયદો મળશે એવું એ વિચારતાં નહિ. એ તો કહે ચિત્રો કરવાનાં મને બહુ ગમે પણ નાનપણમાં અને યુવાનીમાં અનુકૂળતા ના મળી તો ના શીખી, હવે અત્યારે શીખું છું. શીખવા માટે ઉંમર ના જોવાય. દાદી રોજ સુગમ સંગીત સાંભળે અને ગાય પણ ખરાં. જાણે ફરી એક વાર મુગ્ધાવસ્થામાં પ્રવેશી ગયાં હતાં. દાદી જે પ્રવૃત્તિ કરે એ દિલ રેડીને કરતાં.

દાદીનો જન્મ ઉત્તર ગુજરાતના અંતરિયાળ ગામમાં થયેલો. ત્યાં નિશાળ જ ન હતી. દાદી નિશાળે ગયાં ન હતાં પણ વાંચતાં-લખતાં જાતે ને જાતે શીખી ગયેલાં – કહે આંધળો ને અભણ બેઉ સરખાં, ગમે ત્યાં અથડાઈ પડે. અરે, જોડાક્ષર ઉકેલતાં ના ફાવે તો અમને પૂછતાં ય સંકોચ ના પામે. પાછલી ઉંમરમાં એ બહાર જઈ શકતાં નહિ ત્યારે કહેતાં, ‘આજ સુધી બહુ દોડાદોડી કરી હવે પગથી નહિ મનથી દેશ પરદેશની સફર કરવાની. એ પુસ્તકો વાંચીને સફરનો આનંદ લેતાં. દરેક વિષયમાં એમને રસ પડે. મનથી એ યુવાન હતાં. એ વાંચતાં, વિચારતાં અને અમને ય વાતો કહેતાં. ઊતરતી અવસ્થાએ એમની ઊંઘ ઓછી થઈ ગઈ હતી, ત્યારે પથારીમાં પાસાં ઘસવાના બદલે ઊઠીને બારી પાસે બેસે. શીતળ હવાનો સ્પર્શ પામીને તાજગીસભર બને અને પછી વાંચવા બેસે. તેઓ કહેતાં પુસ્તકો તો આપણને પાંખો આપે છે. એ પાંખો વડે આપણે ધારીએ ત્યાં જઈ શકીએ. દાદીનું હૈયું હેતપ્રેમથી છલકાતું હતું. શિયાળાની એક ઠંડી રાત્રે દાદીના રૂમની બારી ખુલ્લી જોઈને મેં પૂછ્યું : ‘દાદી, બારી બંધ કરી દઉં ?’
તો દાદી કહે, ‘ના મારું મીંદડું આવવાનું બાકી છે.’ મીંદડું એટલે બિલાડીનું બચ્ચું. દાદીએ એને પાળ્યું ન હતું, પણ બચ્ચું દાદી જોડે એટલું હળી ગયેલું કે રાતે દાદીની ગોદમાં સૂઈ જાય. બચ્ચું ના આવે ત્યાં સુધી દાદી એની રાહ જુએ, આવે એટલે થાબડીને સૂવાડે.

અમે નાનાં હતાં ત્યારે દાદીની ગોદમાં જ સૂઈ જતાં, પણ મોટાં થતાં ગયાં એમ એમની સાથે સૂઈ રહેતાં નહિ, તો દાદી બચોળિયાને પોતાની ભેગું સુવાડતાં અને ખુશ રહેતાં. દરેક પરિસ્થિતિને એ હસતા મનથી સ્વીકારી લેતાં. દાદીને અવસ્થા પ્રમાણે પ્રેમ વરસાવવા પાત્રો બદલાતાં ગયાં, પ્રેમાળ દાદીને નવાં નવાં પાત્રો મળી રહેતાં. એમ દાદીના પ્રેમની સરવાણી અક્ષુણ્ણ રહી, અને સૌને પરિપ્લાવિત કરતી રહી. દાદીના સાન્નિધ્યમાં અમે સૌ સુખચેનથી રહેતાં. આજે તો દાદી નથી પણ એમની વાતો અમને હેતપ્રેમથી રહેવાની પ્રેરણા આપે છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાંધી-ગંગાનું આચમન – સં. મહેન્દ્ર મેઘાણી
ધૌલા છિના – ભાણદેવ Next »   

26 પ્રતિભાવો : ઉત્કટ જીવનરસ – અવંતિકા ગુણવંત

 1. sunil u s a says:

  ખુબજ પ્રેરણા આપતોલેખ અભિનન્દન

 2. Dhruti says:

  ખુબ જ સરસ લેખ.

 3. Sonia@7spice says:

  દાદી નું પાત્ર બહુ જ સુંદર છે. ખુબ સરસ લેખ!

 4. trupti says:

  અમને દાદી નો પ્રેમ કેવો હોય તેનો જાત અનુભવ નથી કારણ તેઓ જ્યારે પપ્પા ૧૦ વરસ ના હતા ત્યારે અવસાન પામ્યા હતા. નાની ની હુંફ બહુ સાંપડી નહીં કારણ તેમને કુલ મળી ને ૧૯ પૌત્રો-પૌત્રીઓ તેમા દોહિત્રા અને દોહિત્રીઓ પણ આવી જાય માટે તેમનો પ્રેમ વહેંચાઈ જતો, કારણ અમે ૧૬ જણ તો સરખે સરખા. હાં મામા ના છોકરા ઓ ને તેમનો અસિમ પ્રેમ સાંપડ્યો કારણ તેમન બાળકો અમારા કરતા ઘણા નાના. દાદી પર નો આ સુંદર લેખ વાંચી ને આંખમા પાણી આવિ ગયા અને પ્રેમ થી વંચિત રહી ગયા તેને માટે દુઃખ પણ થયુ. પરંતુ મારી દિકરી આ બાબત મા બહુ નશિબ વાળિ છે, તેને દાદી નો તો નહીં પણ નાની નો અસિમ પ્રેમ સાંપડ્યો છે અને હજુ પણ આ અસિમ ધારા વહેતી જ રહે છે.

  અવંતિકા બહેન નો સુંદર લેખ આપવા બદલ આભાર.

 5. payal says:

  khub sundar lekh……….

 6. Deval Nakshiwala says:

  દાદીના પાત્રનું વર્ણન અને નિરુપણ ખુબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. આવા આનંદી અને સમજદાર માણસો દુનિયામાં મળવા મુશ્કેલ છે.

 7. અશોક જાની 'આનંદ' says:

  દાદીમાનું ચરિત્ર્ય જીવનમાં ઉતારવા જેવું છે, આ રીતે જીવીએ તો કુટુંબમાં કલેહ કંકાસ વિના હળવા ફૂલ થઇ રહી શકાય્.

 8. Pravin Shah says:

  ખુબ જ સરસ વાત. મારા પપ્પા ના એક કાકી હતા, તે આવા જ સ્વભાવના હતા.આ
  વાન્ચી ને મને મારા એ કાકી યાદ આવી ગયા.

 9. nayan panchal says:

  ખૂબ જ સુંદર પ્રેરણાસ્પદ લેખ. દાદીને શત શત પ્રણામ. દાદીમાની પ્રેમ કરવાની ક્ષમતા જાણીને તેમના માટે ખૂબ ખૂબ માનની લાગણી થઈ.

  ઘણો આભાર અવંતિકાબેન.
  નયન

 10. Charulata Desai says:

  ખૂબજ પ્રેરણાદાયી અને લાગણીસભર વાત. મને પણ મારા દાદી યાદ આવી ગયા. આવા વડિલોને વંદન.

 11. devina says:

  my dadi is also like her i m proud of her always

 12. Rajni Gohil says:

  આ પ્રેરણાત્મક વાર્તા વાંચીને કેટલાકને એવું થતું હશે કે જો આપણું મન દાદી જેવું હોય તો કેવું સારું ? Attitude is a little thing but it does make a big difference.
  ઇશ્વર અને પોતાની જાત પર સંપૂર્ણ વિશ્વાસ રાખી સકારાત્મક વિચારવાથી સહેલાઇથી દાદી જેવા બની શકાય.

  આ પ્રેરણાદાયી વાર્તા જીવન, કુટુંબ, સમાજ, અને દેશને ઉત્કૃષ્ટ બનાવવા સક્ષમ છે. અવંતિકાબેનનો આભાર માની તેટલો ઓછો છે.

 13. Dharmesh makwana says:

  To the good the world appears good. Excellent article
  Thank you.

 14. Veena Dave.USA says:

  અખંડઆનંદ મને મળતા પહેલા એક લેખ અચુક મને અહિ વાંચવા મળી જાય છે એ માટે ભાઈ શ્રી મૃગેશનો ખુબ ખુબ આભાર.

 15. yogesh says:

  આ લેખ વાન્ચી ને એવુ કોઇ પણ નઈ હોય જેને એમ ના બા, દાદા, કે દાદી યાદ ના આવી જાય્,

  ક્યારેક નાની પણ યાદ આવિ જતિ હોય છે. ઃ-)

  મારા શાન્તા બા પણ બિલ્કુલ આ વાર્તા ની દાદી જેવા છે.

  આભાર્

  યોગેશ્.

 16. મને પણ દાદીમા યાદ આવી ગયા. ચહેરો નજરસામે તરવા લગ્યો. નાનીમાં ને તો જોયા નથી..આંખો ભીની થૈ ગૈ.
  આભાર.

 17. vipul says:

  બહુજ સરસ લેખ આ લેખ વાચિને મને મારા દાદિ યાદ આવિ ગયા. ખુબ ખુબ આભર આપનો

 18. saziya says:

  very nice artical..
  i really like it…
  U know my grand mother is also like this.
  she care a lot 4 me more than my mother.

 19. we have always liked the articles written by Avantika Gunvant.Indeed an inspiring article.please convey our sincerial regards to her
  mahendrabhai nilanben babariya
  dubai

 20. Deval Shah says:

  khub j saras chhe.
  tame karelu dadinu varnan classic chhe.

 21. janak says:

  બહુ જ સરસ દરેક સન્જોગ મા કઇ રિતે ઝિક ઝિલવિ તે સમજાવવા મા આવ્ય

 22. Ashish Dave, Sunnyvale, California says:

  દરેકને પોત પોતાના વડિલો યાદ આવી જાય તેવો સુન્દર અને પ્રેરણા આપતો લેખ…

  Ashish Dave

 23. Vaishali Maheshwari says:

  It is a truly beautiful story. I wish we all would have thinking and attitude like “Dadima”. It is a very inspirational story.

  Thank you Ms. Avantika Gunvant for this wonderful story.

 24. sonali says:

  very nice…

  દાદી ની યાદ આવી ગઈ

 25. the aged people ,the retiredones,need only time for them.I have seen in great big houses in bungalows in most luxripous flats ,these type of people are avoided,negleclted,they feel as unwanted persons.Just give them time and one csan gets the advantages of their experiences and selfless love,and last but not least self satisfaction

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.