ગઝલ – અલ્પેશ પાઠક ‘પાગલ’

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]

સમજું છું અલ્પેશને થોડું-ઘણું,
એટલું પોલું છે આ હોવા-પણું.

તરબતર છઈયે હવે તો આપણે,
કેટલું અદ્દભુત છે આ ખાલી-પણું.

એક ઘરમાંથી કશે ગુમ થઈ ગયાં,
ભીંત, ફળિયું, ઓસરી ને બારણું.

શબ્દ વિસ્ફોટક બન્યો છે એટલે,
અર્થ જાણે બોંબમાં બેઠો અણુ.

એ કદી ઠરવા નહીં દે જાતને,
દોસ્ત, ગાંડી માથે બેડું આપણું.

‘પાગલ’ આ ચ્હેરે કરચલી એટલે,
શિલ્પ ઘડતું આ સમયનું ટાંકણું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મહાભારત વિષે – દક્ષા વિ. પટ્ટણી
પથારી છે – નીલેશ પટેલ Next »   

3 પ્રતિભાવો : ગઝલ – અલ્પેશ પાઠક ‘પાગલ’

 1. ખુબ સરસ વાત..

  “‘પાગલ’ આ ચ્હેરે કરચલી એટલે,
  શિલ્પ ઘડતું આ સમયનું ટાંકણું”…સમયનું ટાંકણું શિલ્પ ઘડતું જાય છે..ને અનુભવની કરચલીઓ છોડતું જાય છે.

 2. અશોક જાની 'આનંદ' says:

  સુંદર ગઝલ…

 3. PURNA says:

  nice gazal mindbloing

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.