જિગર મળે – જલન માતરી

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]

જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે,
દિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે.

નાગણ સમી આ રાત સલૂણી બની રહે,
મુજને ફરી જો તારા મિલનની ખબર મળે.

જીવનમાં એજ આશ છે મન હો તો કર કબૂલ,
દુનિયા મને મળે જો તમારી નજર મળે.

સંધ્યા-ઉષાના તો જ તમાશા થશે ખતમ,
ધરતી મહીં ગગનને જો રહેવાને ઘર મળે.

છે દિલની માંગ કે મળે, છુટકારો ગમ થકી
છે ગમની માંગ એ કે ‘જલન’નું જિગર મળે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પથારી છે – નીલેશ પટેલ
સુખ દુઃખનાં બંધાણી – ભાવેશ ભટ્ટ Next »   

3 પ્રતિભાવો : જિગર મળે – જલન માતરી

  1. sunil u s a says:

    માતરીસાહેબ તમારી ગઝલો ખુબજ સુન્દર હોય છ.આપ માતરગામ નુ ગૌરવ છો.

  2. payal says:

    સારુ લાગ્યુ…..

  3. kuldeep says:

    જલન માતરીની ગઝલ વાચવી એ જ સદભાગ્ય છે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.