સુખ દુઃખનાં બંધાણી – ભાવેશ ભટ્ટ

[‘ગુજરાત’ દીપોત્સવી અંકમાંથી સાભાર.]

અમે તો સુખ દુઃખનાં બંધાણી
દરિયો ઉલેચવા ને અમને મળી હથેળી કાણી
અમે તો સુખ દુઃખનાં બંધાણી

ઢગલા બાજી માથા ઉપર કાયમ રમતું કોક
તડકા ઉતરે, છાંયા ઉતરે હાથમાં મોટી થોક

સમજી લેજો જશો જીવ થી રમત ગયા જો જાણી
અમે તો સુખ દુઃખનાં બંધાણી

સ્મિત અજાણ્યા પારકા આંસુ વેશ બદલતા શ્વાસ
રોજ ઠારતા ‘રોજ સળગતો’ જન્મારાનો ભાસ

રોજ-રોજ કરવાની જ્યાં-ત્યાં ‘હોવા’ની ઉઘરાણી
અમે તો સુખ દુઃખનાં બંધાણી

દરિયો ઉલેચવાને અમને મળી હથેળી કાણી
અમે તો સુખ દુઃખના બંધાણી

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જિગર મળે – જલન માતરી
સાહિત્ય-મંદિરનો ભક્ત – જયંત દળવી Next »   

1 પ્રતિભાવ : સુખ દુઃખનાં બંધાણી – ભાવેશ ભટ્ટ

  1. sunil u s a says:

    ખુબ જ સુન્દર આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.