પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે – મૃગેશ શાહ

દૈનિક જીવનમાંથી થોડી ફૂરસદ મળે એટલે પ્રવાસનો વિચાર આપણને પહેલો આવે. ખાસ કરીને તહેવારોની રજાઓ કે વેકેશનના દિવસોમાં ઘરમાં બેસી રહેવું કોને ગમે ? થોડાક દિવસો માટે એમ થાય કે ક્યાંક ફરી આવીએ… પરંતુ આજના સમયમાં પ્રવાસ એટલો સરળ નથી કે બેગો ભરીને સ્ટેશને પહોંચી ગયા ! હવે તો પ્રવાસનું બરાબર આયોજન કરવું પડે છે. મહિનાઓ પહેલાં ટૂર ઑપરેટરને મળીને જુદા-જુદા પેકેજોની માહિતી મેળવવી પડે. ટ્રેન-પ્લેન અને હોટલોના બુકિંગ કરાવવા પડે. આ બધા માટે સારી એવી કિંમત ચૂકવવી પડે અને તે પછી પ્રવાસ દરમિયાન અન્ય ખર્ચ તો વધારામાં… ! ઘણાં મોંઘા પેકેજો માટે તો લૉન લેવી પડે ! સરવાળે, થોડા સમયના આનંદ બાદ ફરીથી એની એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહે.

ઘણીવાર પ્રવાસના નામે આપણે ફક્ત દોડધામ કરીને પાછા આવીએ છીએ. ત્યાં કઈ સુવિધા હતી અને કઈ સુવિધા નહોતી, ક્યા ટૂર ઑપરેટરે બે વસ્તુ વધારે બતાવી અને કઈ જગ્યા જોવાની રહી ગઈ ? – એ બધામાં આપણે પ્રકૃતિનું સાંનિધ્ય માણવાનું ચૂકી જઈએ છીએ. મોટાભાગનો સમય ફોટોગ્રાફ્સ લેવામાં કે એકમેક સાથે ગપ્પાંબાજી કરવામાં વીતી જાય છે. આ બધા કારણોને લીધે જે તે સ્થળને આપણે બરાબર આત્મસાત કરી શકતાં નથી. આ પ્રકારના પ્રવાસોના ખર્ચને સરભર કરવા માટે આગામી બે-ત્રણ વર્ષ સુધી ઘરમાં પુરાઈ રહેવું પડે એ તો નફામાં ! એને બદલે જો ખરેખર પ્રકૃતિનું સામીપ્ય માણવાની ઝંખના હોય તો આપણા જ શહેરની આસપાસ એવા કેટલાંય સ્થળો આવેલાં હોય છે જ્યાં સાવ નજીવા ખર્ચે સરસ મજાના પ્રવાસનું આયોજન કરી શકાય છે. આજે એવા જ એક સ્થળ વિશે મારે આપને વાત કરવી છે, જેની મેં તાજેતરમાં મુલાકાત લીધી હતી.

વડોદરાથી માત્ર 15 કિ.મી.ના અંતરે (એટલે કે આમ તો વડોદરામાં જ !) સિંધરોટ મુકામે આવેલ આ સ્થળનું નામ છે ‘નેચર એજ્યુકેશન પાર્ક’. મોટે ભાગે તે ‘પ્રકૃતિ ઉદ્યાન’ નામથી ઓળખાય છે. મહી નદીના કોતરોમાં વસેલું વડોદરા નજીકનું આ એક માત્ર જંગલ છે. વધતો જતો શહેરનો વ્યાપ હજુ અહીં સુધી પહોંચી નથી શક્યો. ‘નેચર પાર્ક’ અનેક એકરમાં ફેલાયેલું ગાઢ જંગલ છે. ખૂબ જ શાંત, રમણીય અને ઓછો જાણીતો આ વિસ્તાર છે. વડોદરાથી ગોત્રી તરફ થઈને સિંધરોટના વાંકાચૂંકા ભેખડોવાળા રસ્તે ફક્ત 20-25 મિનિટમાં ત્યાં પહોંચી શકાય છે. બરાબર નાના પુલને પાર કરતાં ‘નેચર એજ્યુકેશન પાર્ક’નું બોર્ડ દેખાય છે. ત્યાંથી એકાદ કિલોમીટર અંદર જંગલના રસ્તે આ સંસ્થાની ઑફિસ સુધી પહોંચી શકાય છે. આમ જોવા જઈએ તો આ ઉદ્યાન પર્યટન સ્થળ નથી. આ પાર્કનો ઉદ્દેશ પ્રકૃતિને ઓળખવાનો, તેનું જતન કરવાનો અને પ્રકૃતિના વિવિધ સ્વરૂપોને નજીકથી માણવાનો છે. પરંતુ તેમ કરતાં એ સાથે એક નાનકડા પ્રવાસનો આનંદ તો સહજ પણે મળી રહે છે.

‘નેચર પાર્ક’નો સમય સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધીનો છે. વિવિધ પ્રકારના પક્ષીઓને સાંભળવા માટે સવારનો સમય ઉત્તમ છે. આથી અમે સવારથી જ ત્યાં જઈ પહોંચ્યા. અહીં પ્રવેશતાની સાથે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. સાવ સામાન્ય નોંધણી ફી ચૂકવ્યા બાદ અહીં આખો દિવસ પસાર કરી શકાય છે. મુલાકાતીઓ પોતાનું ભાથું સાથે લઈને આવી શકે છે. તદુપરાંત, જો વધારે વ્યક્તિઓનો સમુહ કે સંગઠન મુલાકાત લેવા ઈચ્છતા હોય તો તેઓ માટે તંબૂમાં રાત્રિ રોકાણ, કેમ્પ ફાયર અને નાસ્તો-ભોજનની તમામ વ્યવસ્થા સામાન્ય દરથી કરી આપવામાં આવે છે. જંગલના વિસ્તારોમાં પરિભ્રમણ કરવા માટે, વન્સ્પતિ-ઔષધિઓ અને પક્ષીઓની ઓળખ માટે ‘નેચર પાર્ક’ તરફથી સાથે માર્ગદર્શક પણ આપવામાં આવે છે.

અહીં પ્રવેશ કરતાંની સાથે જાણે કોઈ શાંત ઉપવનમાં આવી પહોંચ્યા હોઈએ એવો અનુભવ થાય છે. ન તો કોઈ વાહનોની અવરજવર કે ન તો કોઈ પણ પ્રકારનો શહેરી ઘોંઘાટ ! માત્ર પક્ષીઓના કલરવ સિવાય બીજું કશું જ નહીં. ગીચ વૃક્ષોની વનરાજીમાંથી ગળાઈને આવતો સવારનો કૂણો તડકો, વૃક્ષો ફરતે માટીની ઓટલીઓ, આસપાસ દેખાતી નાની ઝૂંપડીઓ આપણા ગ્રામ્ય જીવનને તાદર્શ કરે છે. એક તરફ મુલાકાતીઓના રાત્રિ રોકાણ માટે તંબુઓ બાંધેલા છે તો બીજી તરફ નજીકમાં સંસ્થાની ઑફિસ આવેલી છે. ‘નેચર પાર્ક’ની પ્રવૃત્તિઓ, તેની સ્થાપના તેમજ તેને પ્રાપ્ત થયેલા એવોર્ડ્સ વિશેની માહિતી અહીંથી મળી શકે છે. આ વિસ્તારમાં ક્યા ક્યા જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે, તેની યાદી અહીં મૂકવામાં આવી છે. ઑફિસની પાછળના ભાગમાં બાળકો માટે વૃક્ષોની ડાળીએ ઝૂલા બાંધવામાં આવ્યા છે. નાના-નાના મનોરમ્ય તળાવોની રચના કરવામાં આવી છે. બાર વર્ષથી નાના બાળકો માટે ‘છબછબિયાં’ નામનો તરણકૂંડ આવેલો છે. છેક પાછળની બાજુએ કોતરોના વિસ્તાર પાસે કાથીના ખાટલા મૂકવામાં આવ્યા છે. લીમડાંની છાયામાં, પક્ષીઓના કલબલાટ વચ્ચે આ ખાટલા પર સૂતાં હોઈએ ત્યારે પ્રકૃતિની ગોદ કોને કહેવાય તેનો અહેસાસ થાય છે. ત્યાંથી સહેજ આગળ જતાં કોતરો અને કંદરાઓનો આરંભ થાય છે. અમે સૌ એ જંગલની કુંજ કુંજ ભમવા માટે પહેલેથી સજ્જ હતાં.

સવારનું શિરામણ આરોગીને અમે તૈયાર થયાં એટલે ગાઈડ મેલસિંગ અમારી સાથે જોડાઈ ગયા. ઝાડી-ઝાંખરાવાળા સપાટ પ્રદેશને વટાવીને અમે સહેજ આગળ વધ્યાં ત્યાં દૂર નીલગાયનું એક ઝૂંડ જોવા મળ્યું. એ પછી અમારો પહેલો મુકામ ‘વૉચ ટાવર’ પાસે હતો. આશરે ત્રણેક માળ જેટલા ઊંચા ટાવર પરથી આસપાસનું દશ્ય મનોરમ્ય હતું. દૂર દૂર સુધી ફેલાયેલી વનરાજી અને પક્ષીઓના ટહુકાઓથી ભરેલા આકાશ સિવાય કશું જ નજરે ચડતું નહોતું. ત્યાંથી આગળ વધીને મેલસિંગ સાથે અમે નાની કેડીઓના રસ્તે કોતરોમાં ઊતરવાનું શરૂ કર્યું. ક્યાંક નીચે ઊતરવાનું તો ક્યાંક સીધું ચઢાણ. ક્યારેક ડાળીઓ પકડીને તો ક્યારેક બેસતાં-બેસતાં ઊતરવું પડે એવા ઢોળાવો પસાર કરીને અમે ગીચ જંગલમાં સરી રહ્યાં હતાં. સૌના શ્વાસોશ્વાસ તીવ્ર બન્યાં હતાં. મેલસિંગ અમને વિવિધ પ્રકારની વનસ્પતિઓની ઓળખ આપી રહ્યાં હતાં. અમુક વિશિષ્ટ પ્રકારના વૃક્ષો અને વન્ય ઔષધિઓ અંગે ઘણી રસપ્રદ માહિતી અમને જાણવા મળી. કેટલાક વૃક્ષનાં થડ તો જાણે ઍરકન્ડિશન લગાડ્યું હોય એવા ઠંડા હતાં ! અમુક વૃક્ષોને કાતરા લાગ્યાં હતાં. ક્યાંક જંગલી ઉંદરના તો ક્યાંક સસલાનાં દર જોવા મળતાં હતાં. આ પ્રદેશમાં શિયાળ, ઝરખ, શાહુડી સહિત અનેક પ્રકારનાં અન્ય નાના-મોટાં જીવોની વસ્તી છે. ક્યારેક મોરના ટહુકા સાંભળવા મળે છે તો ક્યારેક વાંદરાઓનું ઝૂંડ આસપાસના વિસ્તારને ગજવી મૂકે છે. વન્ય પ્રાણીઓ માટે અંદરના વિસ્તારોમાં નાના-મોટાં વહેળાં ગાળવામાં આવ્યા છે. નાની કેડીઓ પરથી પસાર થતાં એક ઊંચા ટેકરા પર અમને નર નીલગાયના ઝૂંડ જોવાં મળ્યાં. વિવિધ પ્રકારના રંગબેરંગી પક્ષીઓ અને પ્રાણીઓની આ અદ્દભુત દુનિયાને માણતાં માણતાં અમે આ રીતે એક કલાકની સફર પૂરી કરી. ત્યારબાદ ભોજન કરીને વૃક્ષોની છાંયમાં મધ્યાહ્નની નીરવ શાંતિનો અનુભવ કર્યો.

અહીં જે વન્યપક્ષીઓ જોવા મળે છે તેમાં નાનો કલકલિયો, ટિટોડી, ફૂલ સુંઘણી, દેવચકલી, સોનેરી લક્કડખોદ, મોર, ઢેલ, કંસારો, ટપકીલી નાચણ, મોટો કશ્યો, પતરંગો, ગીરનારી કાગડો, લીલી બગલી, બુલબુલ, કોયલ, કાબર, ચકલી, દૈયડ, ખેરખટ્ટો, ભોંયચકલી, કાળી કંકણસાર વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રાણીઓમાં નીલગાય, પાટલા ઘો, સસલાં, વિવિધ જાતિના સર્પો, શિયાળ, શાહુડી વગેરે અહીં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વૃક્ષો અને વન્સ્પતિઓ વિશે વાત કરીએ તો અહીં ખાટી આમલી, ગાંડો બાવળ, બોરસલ્લી, ચંદન, ગોરસઆમલી, શંખપુષ્પી, બોરડી, રૂખડો, આવડ, સીતાફળ, ગુગળ, ગરમાળો, કંકાસણી, કેસુડો, કંબોઈ વગેરે જાતિના વૃક્ષો અને વનસ્પતિઓ જોવા મળે છે. અહીં આ વન્ય સંપત્તિનું ખૂબ કાળજીપૂર્વક જતન કરવામાં આવે છે. તેમને કોઈ પણ રીતની ખલેલ ન પહોંચે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. અહીંના ચીફ એજ્યુકેશન ઓફિસર શ્રી મુકેશભાઈ પાઠક જણાવે છે કે : ‘આ વન્ય સંપત્તિનું રક્ષણ એ જ અમારા માટે સર્વસ્વ છે. હવે ફક્ત આટલો જ વિસ્તાર બચ્યો છે. જે રીતે જંગલો કપાઈ રહ્યા છે તે જોતાં ખૂબ દુઃખ થાય છે. આ જંગલ વિસ્તરતું રહે અને વિકસતું રહે એ માટે અમારે ખૂબ મહેનત કરવી પડે છે. અમે ઈચ્છીએ છીએ કે શહેરના શિક્ષિત લોકો અહીં આવીને આ જંગલને માણે. તેઓ પોતાના બાળકોને પ્રકૃતિનો પરિચય કરાવીને જંગલોની જાળવણી માટે જાગૃત કરે. પરંતુ હંમેશા એમ નથી બનતું. ક્યારેક ફક્ત પિકનિકના દષ્ટિકોણથી તેનો દૂરઉપયોગ થાય ત્યારે અમને લોકપ્રચારથી દૂર રહેવાની ઈચ્છા થાય છે. આ આપણી સૌની અમૂલ્ય સંપત્તિ છે. નવી પેઢી જો એની કિંમત નહીં સમજે તો આ જંગલોને કોણ બચાવશે ?’

‘નેચર પાર્ક’ જેટલું વનદર્શન માટે જાણીતું છે એટલું જ એક અભ્યાસકેન્દ્ર તરીકે સુપ્રસિદ્ધ છે. મોટા ટેલિસ્કોપ દ્વારા અહીં રાત્રે આકાશદર્શન કરાવવામાં આવે છે. તારાઓની દુનિયા, એમની ભ્રમણકક્ષાઓનો પરિચય આપવામાં આવે છે. નિશાચર પ્રાણીઓના અવાજો ઓળખવા માટે તેમજ જંગલનું રાત્રિસૌંદર્ય માણવા માટે કેટલાક અભ્યાસુઓ અહીં રાતવાસો કરતાં હોય છે. જમીનને કોઈપણ જાતની દખલ કર્યા વિના, ઢોરો અને માણસોથી રક્ષણ આપીએ તો કુદરત પોતાની જાતે જ કેવું જંગલ ઊભું કરે છે તેની માહિતી અહીં આપવામાં આવે છે. આખું આ ‘પ્રકૃતિ ઉદ્યાન’ સૂર્યઊર્જા પર ચાલે છે. અહીંની લાઈટોથી લઈને રસોઈ બનાવવા સુધીના તમામ સાધનો સૂર્યઊર્જાથી સંચાલિત છે. માત્ર એટલું જ નહિ, અહીં સૂર્યપ્રકાશ પર આધારિત ઘડિયાળ પણ બનાવવામાં આવી છે. વળી, અહીં હવામાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. તેની મદદથી પવનની દિશા, હવામાં રહેલો ભેજ, વરસાદની સ્થિતિ વગેરે જેવી માહિતી મેળવવામાં આવે છે અને બાળકોને આ અંગે જ્ઞાન આપવામાં આવે છે. ઘણી શાળાઓ તેમજ પ્રકૃતિના અભ્યાસીઓ આ સ્થળની મુલાકાત લેતાં રહે છે.

‘નેચર પાર્ક’ની તમામ પ્રવૃત્તિઓ ‘ગુજરાત નેચર કોન્ઝર્વેશન સોસાયટી’ હેઠળ કાર્યરત છે. આ સોસાયટીની સ્થાપના 1984માં કરવામાં આવી હતી. આ બિનનફાકીય હેતુથી કાર્ય કરતી સંસ્થા છે. તેનો ઉદ્દેશ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં રહેલી વન્યસંપત્તિ તથા પ્રકૃતિની જાળવણી, તેનો અભ્યાસ અને વિકાસનો છે. આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અહીં જુદા જુદા કેમ્પ, શૈક્ષણિક કાર્યક્રમો તથા પ્રાકૃતિક શિબિરોનું આયોજન થતું રહે છે. આ ઉદ્યાન તરફથી ‘પાંદડું’ નામનું માસિક પ્રકાશિત કરવામાં આવે છે જેમાં અહીંની વિવિધ પ્રવૃત્તિઓ અને શિબિરો વિશે જાણકારી તો મળે જ છે પરંતુ તે સાથે ક્યા પક્ષીએ ઈંડા મૂક્યાં છે, ક્યા વિદેશી પક્ષીઓનું આગમન થયું છે, ક્યા પ્રાણીઓએ સ્થળાંતર કર્યું છે તથા ક્યા વૃક્ષને કેવા પ્રકારનાં ફળ લાગ્યાં છે….જેવી રસપ્રદ માહિતી પણ આપવામાં આવે છે. ‘નેચર પાર્ક’ આ રીતે લોકજાગૃતિ માટે સતત કાર્યરત રહે છે.

કુદરતને ખોળે આખો દિવસ પસાર કરીને જ્યારે અમે સમીસાંજે પરત ફરી રહ્યાં હતાં ત્યારે જાણે માથેરાન-મહાબળેશ્વરનો પ્રવાસ કર્યો હોય એટલો આનંદ સૌના મુખ પર વર્તાતો હતો. શહેરથી સાવ નજીક પરંતુ શહેરી ઘોંઘાટથી એકદમ દૂર રહીને પ્રકૃતિનો આનંદ માણતાં વન્ય જીવસૃષ્ટિ સાથે સંવાદ સાધવા માટે ‘નેચર પાર્ક’ એક આદર્શ સ્થળ છે. વડોદરા આવો ત્યારે તેની મુલાકાત ચોક્કસ લેવા જેવી છે. ‘નેચર પાર્ક’નું સરનામું આ પ્રમાણે છે : ગુજરાત નેચર કોન્ઝર્વેશન સોસાયટી. પો.ઓ. સિંધરોટ. જિ. વડોદરા-391330. ફોન : +91 265 2972601. ત્યાંના ચીફ એજ્યુકેશન ઑફિસર શ્રીમુકેશભાઈનો આ નંબર પર સંપર્ક કરી શકાય છે : +91 9327233176. ‘નેચર પાર્ક’ વિશે વધુ માહિતી માટે આ જુઓ : http://gncsvadodara.com અથવા ઈ-મેઈલ કરો :
mukeshmpathak@yahoo.co.in
.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પુરુષ સ્ત્રી-સમોવડો થઈ શકશે ? – મોહમ્મદ માંકડ
આનું નામ તે સુહૃદ ! – જયશ્રી Next »   

61 પ્રતિભાવો : પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે – મૃગેશ શાહ

 1. bina p warier says:

  namesta mrugesh bhai, i am very close to to this picnic point i deefinate vist with my family and frinds. i like to say for coming 2011 is just a few days away….remember, life is short, break the rules,forgive and forget quickly,love truly,laugh uncontrollably,and neverregreat anything that made u smile send to all the people that u like and love and do not want to lose forever, including me wish you a very happy holidays.

 2. ખુબ સુંદર….આટલા નજીક ના સ્થળ વિશે માહિતિ ન હતી. ક્યારેક ચોક્ક્સ મુલાકાત લઇશું.

 3. Upendra says:

  Thank you Mrugeshbhai for good information. I have not seen, so earlier pass through sindh road, next time definately see this lovely place. In gotri road ‘Pujya Vinoba Bhave’s Ashram’ I have seen.
  Namaste!

 4. Rakesh Pandya says:

  Dear Mrugeshbhai,
  Thank you very much for mailing this articles.
  Nature Education Park information is a worth information we got from your articles and beautiful Photographs.
  ગુજરાત નેચર કોન્ઝર્વેશન સોસાયટી. is doing great jobs for Public. My request is you should suggest on behalf of us to shri Narendra Modiji and Our Education Minister that they should send circular to all Pvt and govt. schools of Gujarat as all school management should arrange students ( for Jr kg to 12 th student ) visit to Nature Education Park.
  Now days craze for school managements to take student for picnic to some Hotel Resorts.which is also costly for most of the parents. so it is better they can take student s to this kind of goods places.
  Thanks &Rgds
  Rakesh

 5. nilam doshi says:

  very nice article… nicely eક્ષ્pressed too…

  abhinandan…

 6. જીતેન્દ્ર તન્ના says:

  વાહ મૃગેશભાઈ, આર્ટેકલ તો ખુબ જ સરસ છે જ પરંતુ સાથે એટેચ કરેલા ફોટોગ્રાફ્સ પણ ખુબજ સરસ છે. આભાર.

 7. Thanks Mrugeshbhai for nature – article..
  We all love Prakruti Udyan very much – not as picnic point – but with full respect towards their concept for nature..
  I passed my all the weekends for wandering around Mahisagar banks..
  Sindhrot & surrounding area on Mahisaagar banks has beautiful forestry in revines …Unfortunately major part was captured by farmhouses…The govt. or NGO still can develop forest & scinic points like PU….to balance environment over Chemical/petrochemical industry zone…

 8. જગત દવે says:

  વર્ષો પહેલાં (૧૯૯૩-૯૪માં) મિત્રો સાથે લગભગ બે ત્રણવાર મુલાકાત લીધી હતી…. ઈચ્છા હતી દિપડો જોવાની પણ તે તો ન જોવા મળ્યો પણ શિયાળ અને નીલગાય જરુર જોયેલાં. જો કે આપે રજુ કરેલાં ફોટાઓ જોતાં હવે વધારે આયોજનબધ્ધ થયું હોય તેમ લાગી રહ્યું છે.

  ત્યારે….. પાર્કમાં ઠેર ઠેર મચાનો પણ ગોઠવેલી અને એમાંનાં એક પર રાત્રિ-મુકામ પણ કરેલો….. જંગલની રાતનો સન્નાટો…..તારાઓનું અજવાળુ……તમરાઓનું રાત્રી-ગાન…..ગુલાબી ઠંડક……વૃક્ષોનાં પર્ણોનું સંગીત…… સવારે મોરનાં ટહુકા અને અન્ય પક્ષીઓનાં અવાજથી ઊઠવાની મજા તો કેમ ભુલાય.

  આભાર…….ફરી એ યાદોં તાજી કરાવવા બદલ. હવે બાળકોને લઈ ને જવું પડશે……એ પહેલાં કે તેનાં પર બિલ્ડરોની નજર પડે.

 9. Jignesh D says:

  Dear All,

  Surprisingly, we have some thing similar here at Mumbai also apart from National Park, this place is hardly 5 Km from Goregaon Highway…to know more visit

  One can really enjoy the dense jungle with wildlife in just 15-20 mints of drive from Dindoshi, Goregaon

  https://cecbnhs.wetpaint.com/

  Reagrds,
  Jignesh D

 10. ઘણી વખત આપણી નજીકમાં જ આવા સુંદર સ્થળો હોય છે પણ અજ્ઞાનને કારણે તે અજ્ઞાત રહી જતા હોય છે. ભાવનગરમાં વિક્ટોરીયા પાર્ક પણ આવું એક સરસ સ્થળ છે. વચ્ચે જમીન લે-વેચ કરનારાઓની તેના પર નજર પડી હતી પણ હજુ સુધી તો તે અકબંધ જળવાઈ રહ્યું છે.

  આપનું વર્ણન અને ફોટોગ્રાફને લીધે જાણે પ્રત્યક્ષ પ્રવાસ કર્યો હોય તેવી અનુભુતી થઈ.

 11. Kirtikant Purohit says:

  ખરેખર સરસ માહિતિ. શહેરોમાઁ અત્યઁત જરૂરી સ્થાન્ વડોદરાએ રાજમહેલ કમ્પઔન્ડ ગુમાવ્યા પછી ખૂબ ઉપયોગી.

 12. Chintan says:

  બહુ સરસ આર્ટિકલ અને સાથે રસ્પ્રદ સમ્પુર્ણ માહિતિ આપવા બદલ ખુબ ખુબ આભાર

 13. Pathik Shah says:

  Hi Mrugesh bhai,

  Thanks a lot for the lovely information. I’ve never visited this place but after seeing your views and snaps, now I’m waiting for seeing this place and I hope I can visit this place very soon. Thanks a lot for providing information.

 14. Very nice arti cal thoda vadhu photo graphps mukya hot to maza avi hot

 15. Hi Mr.Mrugesh
  I read your Article really its really very good but if u had atteched more no. of photo than it will be GREAT Article

 16. Pragnesh says:

  અમે લોકો ત્યા ૩ વર્શ પેહલા ગયા હતા. ખુબ મજા કરિ હતિ. લોકોને આ જગ્યા નિ ખબર નથિ અભાર .

 17. Kiran says:

  well written article.

 18. nayan panchal says:

  આભાર મૃગેશભાઈ, એક નવી જગ્યાનો પરિચય કરાવવા બદલ.

  તક મળતા જ ચોક્કસ જઈશુ.

  ખૂબ આભાર,
  નયન

 19. Maheshchandra Naik says:

  શ્રી મૃગેશભાઈ,
  વડોદરા પાસે કુદરતી સૌંદર્યની જાણ કરાવવા બદલ આપનો આભાર, સરસ રીતની રજુઆત ફોટોગ્રાફ્સ સાથે હોવાથી જવાનુ નક્કી જ કરવુ જ પડે, પક્ષીઓના કલરવ હવે સાંભળવા હોય તો આવા સ્થળો જ પંસદ કરવા રહ્યા………………સરસ આલેખન, સરસ વિષય, સરસ રજુઆત, અભિનદન્………………..

 20. Vijay Solanki says:

  ઘણેી સરસ મહિતેી. મુલાકાત લેવા માટે પ્રેરક. આભાર.

 21. Ami Patel says:

  This place should be advertised more.

 22. Pravin Shah says:

  અમે વડોદરાથી આણંદ આ રસ્તે સીન્ઘરોટ અને મહી નદીના કોતરોમા થઇને ઘણી વાર ગયા છીએ, પણ આ પાર્ક વિષે ખબર ન હતી. હવે અમે જરુર આ પાર્ક જોવા જઇશુ. મૃગેશભાઇનો લેખ અને ફોટોગ્રાફ્સ ખુબ જ સરસ છે.

 23. raj says:

  Respacted Mrugeshbhai,
  Thank you, for such a nice article and infermation,
  we will try ti visit very soon
  thanks
  raj

 24. Anila Amin says:

  શહેરની સારી પ્રતિષ્થિત શાળામા વર્ષોસુધી કામ કર્યુછે, દરવર્ષે ક્લાસ ટુર (વન ડે) ફરજીયાત લઈ જવી પડતી હતી

  એટલે વડોદરાની આજૂબાજુના સો કિલોમિટર વિસ્તાર ના બધા સ્થળૉ જોયાછે પણ આ સ્થળ નથી જોયુ. હવે ઈન્ડિયા આવીશ

  ત્યારે અવશ્ય આ સ્થળનિ મુલાકાત લઈશુ

  આ સ્થળ્નુ આપે કરેલુ આબેહૂબ વર્ણન અને સાથે મૂકેલા આલ્બમથી સમ્પૂર્ણ માહિતી જાણીને મન ત્યા પહોચી ગયુ. હવે ચર્મચક્ષુથી

  નિહાળવાનુ રહ્યુ. ખૂબ ખૂબ આભાર આવાસરસ વર્ણન અને માહિતી બદલ્.

 25. Jagruti Vaghela says:

  I enjoyed reading this article and pictures.

 26. Viranchi.C.Raval says:

  શ્રી મૃગેશભાઈ,
  સરસ લેખ નવી જગ્યાનો પરિચય થયો ફોટોગ્રાફ્સ પણ સરસ મુકેશભાઇ પાઠક નો અભિગમ પણ સરસ

 27. Mrugeshbhai ! Sundar ne Prakrutik Udhyan ni Mahiti Aapi ne Khubaj saras Karya karyu 6 1

 28. Raja Solanki says:

  શ્રી મૃગેશભાઈ,

  આપણા ગુજરાતનું પેરીસ એટલે થનગનતી ગુજરાતની નવયૌવના ના પાયલના ઝણકાર સમી ઐતિહાસિક સંસ્કારી નગરી વડોદરા.

  અને એમાં પ્રકૃતિ ઉદ્યાન નું મહત્વ સમજાવતી આપની જ્ઞાન સભર સુંદર માહિતી આપીને આપે વિશ્વ ની સમગ્ર ગુજરતી પ્રજા અને ભારતીય પ્રજા પર ખરે ખર ઉપકાર કર્યો છે.

  વડોદરા ના પ્રવીસીઓ માટે આ એક આવકારદાયક આમંત્રણ છે – જેનો શ્રેય આપને શિરે છે એમ હું માનું છું – અને અમેરિકા અને બીજા વિદેશ માં વસતા ગુજરાતીઓ અને બિનગુજરાતી પ્રવીસીઓને આ પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત જરૂરથી લેવી જોઈએ એવી હું વિનંતી કરું છું – જેથી કરીને શ્રી મૃગેશભાઈ નો નમ્ર પ્રયાસ લેખે લાગશે अस्तु!

  રાજા સોલંકી (કેલીફોર્નિયા યુએસએ)

 29. Akbarali Narsi says:

  શ્રી મ્રૂગેશ ભાઈ
  નવું ઉધાન વેબ પર મુકવા માટે અભિનંદન
  ભારત (ગુજરાત) આવવાનું થશે ત્યારે વડોદરા નગરી અને પ્રક્રૂતિ ઉધાનની જરૂર
  મુલાકાત લેશું.
  હાલ પાકિસ્તાન ઓરિજન હોવાનાં કારણે us સીટીજન ને વીઝા મળતા નથી.
  અકબરઅલી નરસી

 30. જય પટેલ says:

  પ્રકૃતિને માણી સ્વને જાણવાનો સુંદર પ્રયાસ.

  પ્રકૃતિનું ચુંબકીય તત્વ માણસની પ્રકૃતિને પોતાનામાં ભેળવી દે છે.
  પાદરથી સીમમાં જઈ અનેક વખત પ્રકૃતિને માણી છે.
  બસ..કોઈ જ પ્રયોજન વિના અમસ્તુ ટહેલવાનું અને વૃક્ષોના સાનિધ્યમાં ગોઠિયાઓ સાથે
  પ્રકૃતિના ખોળામાં રમતા તે દિવસો કેમ ભૂલાય ?

  વડોદરા પાસેનું રમણીય સ્થળ ઓછું જાણીતું છે તે પ્રકૃતિના લાભમાં છે..!!
  પ્રકૃતિ સાથે સંવાદ કરવા દ્રષ્ટિ અને શિસ્ત જોઈએ.
  આભાર.

 31. Mitesh Gandhi says:

  Dear mukeshbhai,

  very nicely embrodaried this naturepark detail.As we see it we immediately think of visiting it,Any way it is our goodluck when we visit this park.

  But normally we always donot have knowledge for this type of information and place which is nearby to us,
  I think this place looks as good as PANCHMADHI.

  But I request to maintain cleanness and Nature

  From,
  Mitesh

 32. Dr.Bipin Doshi says:

  મ્રુગેશ્ભાઈ

  બહુજ સુન્દર્

  ડો.બિપિન દોશિ

 33. અરુણ ચૌધરી says:

  મ્રુગેશભાઇ
  ખુબ જ સુન્દર આલેખન,જોવાની ઇચ્છા રોકી ન શકાય એવુ વર્ણન, જંગલ જોવાની ઇચ્છા પરિપુર્ણ થાય અને લોકોમાં વડોદરાની વચ્ચે આવેલ રાજ મહેલ કંપાઉન્ડમા આવો સુંદર ઉદ્યાન વીકસે તેવી ભાવના જાગ્રત કરાવે એવો વીચાર સ્ફ્રુરે , લોક ચેતના જાગ્રત થાય, અને બીલ્ડરોના મનમાં સદવિચાર પેદા થાય ……… વ્રુક્ષો બોલે અને આપણે સાંભળીએ, ઝાડ કપાતું જોઇને બાંયો ચડાવી કાપનાર સામે લડવાનું ઝનુન આવે તો આવું રમણિય સ્થળ બચાવી શકાશે.
  આભાર,,,,,,,,
  અરુણ ચૌધરી.

 34. Vaishali Maheshwari says:

  I thank you Mrugeshbhai for making us aware about this beautiful place along with pictures. Hope to see this place soon.

 35. Pranav says:

  Respected Mrugeshbhai,

  very nice information from you, we will sure visit to this beutiful place.

  Thanks

 36. bhageerathy mithani says:

  thanks for ur good photos and detailed information about the park
  hope to visit when we visit Baroda in the near future

 37. NINA says:

  THANKS TO INFROM US IT IS REALY BEAUTIFUL PLACE. N WE WILL VISIT VERY SOOON,

  REG
  NINA

 38. jaimin trivedi says:

  very nice………..excelent………

 39. Mrugeshbhai deserves our profound gratitude for making available to us details of the nature Park so close to Vadodara.The narration is lucid and all-encompassing, and the pictures are enchanting.Such less-publicised places of immense natural beauty in Gujarat need to be visited and thereby patronised by us in order to espouse the cause of preserving nature and its beauty, not only for our recreation but also for maintaining the integrity of ecology of the state.
  I will look forward to a visit to the park for personal knowledge, in addition to aesthetic enrichment.

  • ખુબ જ સરસ માહિતિપ્રદ પ્રવાસ નો લેખ. આવા સરસ પ્રવાસ નિ જગ્યા પર જરુર મિત્રો સાથે જઈશ્… ચિત્રો જોઈ ને ખુબ જ આનન્દ થયો….. માહિતિ સારુ આભાર..

 40. jayesh patel says:

  આભાર મૃગેશભાઈ, એક નવી જગ્યાનો પરિચય કરાવવા બદલ.

  તક મળતા જ ચોક્કસ જઈશુ.

 41. Anil Goletar says:

  પ્રકૃતિવિષયક બાબતો મારો મનગમતો વિષય છે. ખુબ મજા આવી.

 42. Maurvi Pandya says:

  Thank You Mrugeshbhai for introducing us wiht such a wonderful palce. Actually i had to read this articles three days back, but i couldn’t.
  Luckily we had two days break on 25-26 December. We had been to Jambughoda Wild Life Park. That place is also beautiful. There is a plafe named Kada Dam and its full of natural beauty. That time if i would have read this article, we could visit this nice place too….but never mind i will wiat for another coulpe of holidays and surely explore this natural park.

 43. દેવાંગ પ્રજાપતી says:

  ખુબ જ સરસ જાણકારી આપવા બદલ આપનો આભાર્……..

  જય જય ગરવી ગુજરાત , જયહિઁદ

 44. aniket telang says:

  આભાર મૃગેશભાઈ, એક નવી જગ્યાનો પરિચય કરાવવા બદલ.

  તક મળતા જ ચોક્કસ જઈશુ.

 45. hardik says:

  આભાર મૃગેશભાઈ,

  હુ, હાલમા જ વડોદરા શિફ્ટ થયો છુ. ચોક્કસ આ સ્થળની મુલાકાત લઈશુ.

 46. ishvar rathod says:

  BEAUTIFUL AND WELL INFORMATIVE.

 47. Lax.v.vora says:

  ખરેખર ખુબ જ સુન્દર અને તે પણ પાછુ ગુજરાતમા. કેવોઆનન્દ થાય સામ્ભળીને!આવા સુન્દર ઉદ્યાનની આમ મુલાકાત કરાવવા માટે આભાર.

 48. Ashish Dave, Sunnyvale, California says:

  Thanks Mrugeshbhai for article, pictures and the website…

  Ashish Dave

 49. dinesh master says:

  સરસ માહિતિ મળી. જરુર થી પ્રોગ્રામ બનાવી મુલાકાત લઈશુ.

 50. Dear All,
  Firstly, Thank you very much to Mrugeshbhai for publishing such a greenful article on Nature Education Park run by Gujarat Nature Conservation Society. Am also thankful to all, who commented their views for. The GNCS assure you that the conserved green belt will remain Green and maintaind Green to feel the beauty of the nature.
  GNCS again invite u all at the Park to understand the laws of nature. Enjoy with conservation of nature. Welcome all. Thank you very much again.
  Mukesh Pathak
  CEO – GNCS.

 51. shanker says:

  Very informative and environment friendly.

 52. KAUSHIK R.BHANSHALI says:

  કૌશિક્ભાઈ ભણશાલી કહે છે કે,

  શ્રી મ્રુગેશ ભાઇ

  પ્રકુતિ ને માણવા અને જાણવા ની સાથે જ્ણાવવાની આપની શૈલિ પણ માણવા જેવી છે,
  પ્રકુતિ ને માણવા મનને મજ્બુર કરે તેવી ફૉટાસભર,માહિતીસભર લેખ મળ્યા બાદ,
  હવે ક્યારે જ્વાશે તેની કાગડોળે રાહ જોઇએ છે.

 53. yogesh trikmani says:

  ખુબ સરસ પરિચય આપ્યો તમે મ્રુગેશભાઈ. ખરેખર આવા નજિકના સ્થલો નિ માહિતિ હોય તો પ્રવાસ નો શોખ સન્તોશાય અને વધુ ખર્ચ પન ના થાય આભાર

 54. sanjay says:

  thank you bahot hi achha he

 55. મૃગેશભાઈ ગાંધીનગરમાં ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પણ સરસ પ્રાકૃતિક વાતવરણમાં બનાવેલું છે . ઉદ્યાનમાં ડાયનોસોર પાર્ક બનાવવામાં આવ્યું છે . ત્યાં જુરાસિક પાર્ક જેવા ડાયનાસોર મુકવામાં આવ્યા છે તથા ડાયનાસોરના ઇંડા પણ મૂકવામાં આવ્યા છે . નદી કિનારે લગભગ ૨૫૦ થી પણ વધુ હેકટરમાં ફેલાયેલું છે .ત્યાં અંદર ફરવા માટે ભાડે સાયકલ ની પણ વ્યવસ્થા છે . ઉદ્યાનમાં એક મોટી વ્હેલ માછલીનું હાડપિંજર પણ જોવા માટે મુક્યું છે . ઉદ્યાનમાં મોર ઢગલાબંધ જોવાથી મન ખુશ થઇ જાય છે અને આવું ઘણું બધું જોવા અને માણવા માટે છે .

 56. RAMESH SARVAIYA says:

  ખુબજ સુન્દર જગ્યા નો પરિચય કરવ્યો મુર્ગેશભાઇ જરુર થી મુલાકાત લઇશુ
  રમેશ સરવૈયા {સુરત }

 57. VAYASKO MAATE MUSHKEL TO PAN AA
  STHALNI MULAAKAAT BANASHE TO ..
  TAMAARI SAATHE LAISH.TAMARU
  VARNAN ADBHUT ANE RASAAL CHHE.
  CHITRO JOI KHOOB AANAND THAYO.
  SHRI. PATHAKBHAINE NAMASKAAR !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.