રસજ્યોત – ન્હાનાલાલ

એક જ્વાલા જલે તુજ નેનનમાં,
………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું;
એક વીજ ઝલે નભમંડળમાં,
………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું.

મધરાતના પહોર અઘોર હતા,
………….. અન્ધકારના દોર જ ઓર હતા;
તુજ નેનમાં મોરચકોર હતા,
………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું.

અહા ! વિશ્વનાં દ્વાર ખુલ્યાં-ઉછળ્યાં,
………….. અહા ! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા;
અહા ! લોચન લોચન માંહી ઢળ્યાં,
………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું.

દગ્બાણથી પ્રારબ્ધલેખ લખ્યા,
………….. કંઈ પ્રેમીએ પ્રેમપથી પરખ્યા;
અને આત્માએ આત્મનને ઓળખ્યો,
………….. રસજ્યોત નિહાળી નમું, હું નમું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંયુક્ત કુટુંબના ‘તોડી નાખે’ એવા ફાયદા ! – ડૉ. નલિની ગણાત્રા
ગઝલ – નીતિન વડગામા Next »   

1 પ્રતિભાવ : રસજ્યોત – ન્હાનાલાલ

  1. sunil U S A says:

    અધ્યાત્મતા સભર રચના આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.