શૈશવની પ્રીત – જિતુ એલ. ચુડાસમા ‘જિત’

[‘તાદર્થ્ય’ સમાયિકમાંથી સાભાર.]

ભણતરમાં ક્યાંય મારું ખોવાયું બાળપણ;
………………. ને ઓચિંતું આવી ચડ્યું ગીત.
ક્યાંથી શોધું હું ? મને સાંભર્યાં કરે;
………………. મારા ભૂલકણાં શૈશવની પ્રીત.

આંખોમાં આજ્યું’તું મેઘધનુષ એવું;
કે વહ્યાં આંસુ બનીને બધાં રંગો.
સાંકડા પ્રવાહમાં પાંદડું તણાય એમ;
પળમાં તણાય મારા અંગો.

ક્ષણે-ક્ષણે સામે આવી ઘૂરક્યાં કરે;
………………. પેલું આથમી ગયેલું અતીત.
ક્યાંથી શોધું હું ? મને સાંભર્યાં કરે;
………………. મારા ભૂલકણાં શૈશવની પ્રીત.

રમવાને કાજ હું ભટક્યા કરું છું;
મળે કોઈ નહીં ગાંઠ ત્યારે વીફરું.
મેલના થર હવે જામી ગયા છે.
કોઈ લાવી દ્યો’ બાનું મને ઠીકરું.

‘દાનો’ કહી કોઈ પોકારતું નથી;
………………. ને મને ઉછીનું નામ મળ્યું ‘જિત’
ક્યાંથી શોધું હું ? મને સાંભળ્યાં કરે;
………………. મારા ભૂલકણાં શૈશવની પ્રીત.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – ગણપત પટેલ ‘સૌમ્ય’
પાર્થક્ય – રવીન્દ્રનાથ ટાગોર Next »   

6 પ્રતિભાવો : શૈશવની પ્રીત – જિતુ એલ. ચુડાસમા ‘જિત’

 1. Anila Amin says:

  કવિશ્રીનુ કાવ્ય વાચીને અનેક ગીતો અને કાવ્યો યાદ આવી ગયા અને તેમાય મારૂ પોતાનુ બાળપણ્ એમાય કવિની જેમ

  ઘણુ બધુ યાદ કરવા મથુ છુ પણ યાદ નથી આવતુ કારણ પિતાજીની સરકારી નોકરી બેબે ત્રણત્રણ વરસે બદલી થાય.એક જગ્યાએ

  ઠરી ઠામ થઈએ ના થઈએ ત્યતો ડેરા ત્મ્બુ ઊઠાવવાના થાય અને નવા મિત્રો ને નવા વાતાવરણમા જાતને ગોઠવવાની થાય.ાનુભવો

  તો ઘણામળ્યા, અઢાર ગામના પાણી પીધાછે એમ ગર્વથી આજે પણ કહી શકીએ છીએ પણ બાળપણ ખોવાયુછે તે કોણ શોધી

  આપે? આવા સમયમા જગજીતસિહની ગઝલ , “વો કાગઝ કી કશ્તિ વો બારિશ કાપાની” અને આપનૂ આકાવ્ય જરૂર યાદ આવશે

  ખૂબ ખૂબ સરસ કાવ્ય.આવુ કાવ્ય લખવુ એ પણ એક અવિસ્મરણિય અનુભવ કહેવાય .ધન્યવાદ.

 2. સુંદર કાવ્ય

  “આંખોમાં આજ્યું’તું મેઘધનુષ એવું;
  કે વહ્યાં આંસુ બનીને બધાં રંગો.
  સાંકડા પ્રવાહમાં પાંદડું તણાય એમ;
  પળમાં તણાય મારા અંગો”

  મેઘધનુષ આંજેલી આંખોના વિસ્મૈને આપણે ક્યારેક પારખી શકતા નથી….ને એ તાપ નીકળતા માં અદ્ર્શ્ય થઇ જાય છે.

 3. neeta jadeja says:

  મને બાલપનની યાદ આવી ગઈ

 4. Manish says:

  ખુબ સરસ.

  દરિયા કિનારે પડી સઢવાળ હોડી જોઇ,
  મન મા ઉમટ્યા છે ઊંમન્ગ,
  નાનકડિ નાવ લઇ, પાસ એનિ જઇને,
  અડિ આવુ શિતિજ ના એ રન્ગ્,
  શૈશવની આ વ્યથા કોને જઇ સમ્ભળાવુ,
  ભડ્કે બળે છે આજ “મન્”

  મનુ.

 5. DEVENDRA says:

  ખુબ સરસ, મનીયા…….!

  ડી.બી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.