ભાતભાતના લોકો – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.]

[1] સર્વજ્ઞ !

મારા લંગોટિયા દોસ્ત માધવે આંતરજ્ઞાતિય લગ્ન કર્યાંને ત્રણ વરસ થયાં. એનો સંસાર કેવો ચાલતો હશે એ જાણવાની મને ભારે ઉત્કંઠા હતી. એ સુખી થયો હશે કે પછી ઘણાં પ્રેમલગ્નોમાં બને છે તેમ… આ બધું નજરોનજર જ જોઈ આવવા હું દિલ્હી એને ઘેર પહોંચ્યો.
‘આવ આવ, પ્રકાશ !’ કહેતોકને સોફા પર આડો પડેલો માધવ બેઠો થયો. તેની પડખે નાનું બાળક સૂતું હતું. આ અનપેક્ષિત દશ્ય જોઈને હું જરા અકળાયો. રાધા સાથે હસતા હસતા ઊભેલ માધવને જોવાની મારી કલ્પનાને ઠેસ વાગી. અહીં તો થાકેલો, હારેલો, અશક્ત માધવ દષ્ટિગોચર થયો.
‘આમ કેમ ? રાધા ક્યાં ?’
‘માંદો છું. રાધા તેની એક બહેનપણીને ત્યાં ગઈ છે.’
મારી શંકા ખરી પડી તેનું મને દુઃખ થયું. અહીં પતિ પથારીએ પડ્યો છે, અને નાના છોકરાનેય એને હવાલે કરીને સહિયરને ત્યાં મહાલવા ગઈ છે !
‘તને તાવ હોવા છતાંય ?’ મારાથી પુછાઈ ગયું.
‘ના રે ! આજે બે મહિને બિચારી….’

એટલામાં તો મોહક સ્મિત સાથે રાધા પ્રવેશી. હું મનોમન બબડ્યો : આ સુંદરતાની જાળમાં ફસાઈને જ માધવ બિચારો… પછી શરબત આવ્યું. આટલાં વરસે આવેલ મિત્રને પ્યાલા શરબતથી પતાવીને હકાલપટ્ટી કરવાનો વિચાર હશે. ત્યાં ખાલી પ્યાલો હાથમાં લેતાં એ બોલી, ‘બે-ચાર દિ’ રહેશો ને !’
વાહ ! કેવું આતિથ્ય ! કદાચ ‘ક્યારે જશો ?’ – એવું પૂછવાનો હેતુ હશે.
‘પ્રકાશને કાંઈ નાસ્તો ?’ માધવ બોલ્યો.
‘રસોઈ જ કરું છું. હમણાં નાસ્તો આપીશ તો તેમની ભૂખ મરી જશે.’ મને થયું : ખરી ચાલાક લાગે છે ! એવાં તે કયાં પકવાનન્ન કરવાની હશે, તે મારી ભૂખ મરી જશે ! પછી અમે ગામગપાટાં માર્યાં. વચ્ચે વચ્ચે માધવ રાધાનાં ખૂબ વખાણ કરતો રહ્યો. મને થયું કે પોતાની પત્ની વિશે મારો મત સારો કરવાનો એનો આ પ્રયાસ છે.

ખાવાનું ખૂબ સ્વાદિષ્ટ હતું. પણ વિવિધ વાનગીઓ જોઈ મને થયું કે પાછલે દરવાજે હોટેલમાંથી જ બધું મંગાવી લીધું હશે. મેં ઝીણી નજરે જોવા માંડ્યું. જો બધી રસોઈ અહીં જ કરી હોય તો રસોડું આટલું સ્વચ્છ ન હોય ! અને મારી શોધક દષ્ટિએ ઓસરીના ખૂણામાં પડેલ ટિફિન શોધી કાઢ્યું. હં ! તો આમ છે ! મારો તર્ક ખોટો હોય જ નહીં ને !
‘તમે તો કાંઈ ખાતા જ નથી ને ! કદાચ રસોઈ બરાબર નહીં થઈ હોય !’ એનો સ્વાગત માટેનો પ્રયત્ન ચાલુ હતો. પણ ટિફિન તરફ નજર જતાં મારું મન ખાટું થઈ ગયું : ખોટ્ટાડી !
‘રાધાને ખબર છે, તને ગળ્યું ખૂબ ભાવે છે, અને તેથી તારું નામ અમે મિત્રોએ મંકોડો પાડેલું.’ રાધા હસી પડી. ‘અને હવે તો હું પણ ખૂબ મિષ્ટાન્ન ખાતો થઈ ગયો છું. બે-ચાર દિવસે અમારે ત્યાં કાંઈ ને કાંઈ હોય જ.’ માધવ બોલ્યો. અને મને થયું, કરકસરપૂર્વક ઘર ચલાવનાર આ સ્ત્રી નથી જ. પગલો માધવ !

રાતે હું પથારીમાં પડ્યો. રાધાએ ચાવીના ઝૂડાથી કબાટ ખોલી નવોનકોર ધાબળો મારી પથારીમાં મૂક્યો. ઓહ ! તો ઘરની બધી ચાવીઓ મહારાણીના જ કબજામાં લાગે છે : મારું મન બબડ્યું. આ આધુનિક મોહિનીની પકડમાં આવીને માધવ બિચારો અનહદ યાતના સહન કરતો હશે ! સમાજને લાત મારી લગ્ન કરવાને કારણે કેટલાનીયે સહાનુભૂતિ ગુમાવી બેઠો હશે ! 99 ટકા પ્રેમલગ્ન આવાં જ ! તેવામાં શયનગૃહમાં થતા વાર્તાલાપે મારા કાન સરવા કર્યા :
‘તું ખૂબ થાકી હોઈશ. ક્યારેક મને થાય છે કે કોઈ આવે જ નહીં તો ?’ મને મારા કાન ઉપર વિશ્વાસ ન બેઠો. માધવ જેવો માધવેય બદલાઈ ગયો ?
‘છી ! છી ! એવું ન બોલો. તમારો જિગરજાન દોસ્ત છે. કામ કરવાથી શરીર થોડું જ ઘસાઈ જવાનું છે ? અને આ લો, બે ગોળી ખાઈ લો !’
‘શેની ગોળી ? ક્યાંથી આણી ?’
‘ડૉક્ટરે આપી છે.’
‘હં ! બહેનપણીનું નામ દઈ ડૉક્ટરને ત્યાં ગઈ હતી ?’
‘હા, વળી. સાચું કીધું હોત તો તમે થોડા જવા દેત ?’
‘ડૉક્ટરને ફોન કર્યો હોત તો ? એ જાતે જ આવી જાત.’
‘નાહકના ફોનના ચાલીસ પૈસા અને વિઝિટ ફી જુદી.’
‘કરકસરની કાંઈ સીમા ખરી કે નહીં ?’
‘છોડો એ બધું ! પણ તમારો મિત્ર આવ્યો, અને હું ઘેર નહોતી તે એમના મનમાં કેવું થયું હશે ?’
‘અરે, ના રે ના, પ્રકાશ એવો નથી. અમે બાળપણના ગોઠિયા. હું જેમને વહાલ કરું એ બધાં એનાં પ્રિયજન. એના પત્ર વાંચીને તું જ નહોતી કહેતી કે આવી મૈત્રી તો અનેક જન્મોનું ફળ !’

વળી સંભળાયું….. ‘રઘુ જમવા ન આવ્યો ?’
‘આવ્યો હતો, પણે એ રહ્યો સ્વાભિમાની. તમારા મિત્રને જોઈને કદાચ એ શરમાત. તેથી આજે મેં એને ટિફિન ભરી આપ્યું.’ મને યાદ આવ્યું કે આ રઘુ તો અમારા ગામની રાજઅમ્માનો છોકરો. રાધા રોજ એને જમાડતી હશે ? અને મારી આંખ સામે ટિફિન ચક્કર ચક્કર ફરવા માંડ્યું. મારો માંહ્યલો મને કોચવા લાગ્યો : નામદાર સર્વજ્ઞ ! જોયું ને આપનું સર્વજ્ઞપણું ?

(શ્રી સુશીલા મૂર્તિની કન્નડ વાર્તાને આધારે)
.

[2] નિમ્મીની મા

નિમ્મીએ વાસણ માંજીને અભરાઈએ ગોઠવી દીધાં. રસોડું ઝાડુએ ઘસી-ઘસીને ચોખ્ખું ચટાક કરી નાખ્યું. પછી પોતાના ખાટલામાં જઈ પુસ્તક લઈને બેઠી. થોડી વારે મા પાસેથી નીકળી, તો સંભળાવતી ગઈ, ‘લ્યો બેઠાં ખાટલે ચઢીને ! અમારા નસીબમાં તો ક્યાં છે આટલી ફુરસદ ?’
‘મા, વાસણ તો માંજી નાખ્યાં, રસોડુંયે સાફ કરી નાખ્યું છે.’
‘બસ, તેં તો તારાં કામ ગણાવી દીધાં. અમે રાત ને દહાડો એક કરીએ છીએ, પણ ચૂં નથી કરતાં ! અમારા નસીબમાં તો ઘાણીના બળદની જેમ જોતરાઈ રહેવાનું છે જિંદગીભર.’

બીજે દિવસે નિમ્મી વહેલી ઊઠી ગઈ. નિશાળે જતી ત્યારે તો બાર વાગે જવાનું થતું. એટલે રસોડામાં ઘણી મદદ કરતી. પણ હવે કૉલેજમાં સવારમાં જવાનું હોવાથી ઝાઝો સમય નથી મળતો. આજે વહેલી સવારે તૈયાર થઈને રસોડામાં પહોંચી ગઈ. ‘મા, રોટલી વણાવું ? રમા, કિશોર, મુન્નીને તો તૈયાર કરી દીધાં છે મેં.’
‘લે, વણ ! અમારા તો હાથમાં રોટલી વણતાં-વણતાં ગોટલા ચઢી ગયા.’
નિમ્મીની કામની ઝડપ બહુ હતી. જોતજોતામાં તો વણેલી રોટલીનો ઢગલો થઈ ગયો. મા છણકી. ‘જા, ઊઠ ! મારે નથી વણાવવી રોટલી. અમે શું મશીન છીએ કે એક સાથે આટલી રોટલી શેકી નાખીશું ? ઊઠો, બહુ કર્યું કામ તમે !’
નિમ્મીને ઘણું ખરાબ લાગ્યું. પણ શું બોલે ? સાંજે કૉલેજથી આવીને પોતે ચા બનાવવા રસોડામાં ગઈ. એને થયું, માને પણ પૂછવું જોઈએ. ‘તું ચા પીશે કે મા ?’
‘અમારા કરમમાં પગ પર પગ ચઢાવીને ચા પીવાનું ક્યાં લખ્યું છે ? મોટાં ભણેશરી થયાં છો તે ભણી આવ્યાં, હવે બેસીને ચા પીઓ !’ નિમ્મી બિચારી મૂંગી જ થઈ ગઈ.

એક દિવસ સાંજે આવીને બધી રસોઈ નિમ્મીએ બનાવી નાખી. એને હતું કે આજે તો માને શાંતિ થશે. ખાવા પીવાનું શાંતિથી પત્યુંયે ખરું. પણ રાતે પાછી મા બબડી, ‘લોકો એમ માને છે કે એક ટંકની રસોઈ કરી નાખી એટલે જાણે શુંયે કરી નાખ્યું ! અમે ઢસરડો કરીને મરી જઈએ છીએ તેનું કાંઈ નહીં. અરે, હમણાં ઢગલો વાસણ માંજ્યાં, તો આ ટાઢમાં મારી તો આંગળીઓ જકડાઈ ગઈ છે.’ કાયમની આ ટકટકથી નિમ્મી વાજ આવી ગઈ હતી. ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે આમાંથી છોડાવ. અને ભગવાને એની પ્રાર્થના સાંભળી. લગ્ન થયાં અને એ સાસરે ગઈ. સાસરું એ જ શહેરમાં હતું.

નિમ્મી બહુ ખુશ હતી. ઘરમાં પતિ-પત્ની બે જ હતાં. એટલે બિલકુલ સ્વતંત્ર. વળી મદદમાં એક નોકર પણ હતો. પરંતુ એકાદ વરસમાં જ માને બોલાવવાની જરૂર ઊભી થઈ. માના સ્વભાવને કારણે નિમ્મી ગભરાતી હતી, પણ બીજો ઉપાય નહોતો. મા આવી એટલે નિમ્મી પ્રેમથી કહેવા લાગી, ‘મા નોકર છે એટલે તને ઘણી મદદ મળશે. તારા પર બોજ નહીં પડે.’
પણ માએ તો એનો ઊધડો જ લીધો : ‘નોકર નોકરનું કામ કરે, એ થોડો જ ઘર ચલાવી લેશે ? અને તને શું ખબર, નોકરની તો આપણે ચાકરી કરવી પડતી હોય છે. એના ઉપર ચોવીસ કલાક નજર રાખો. જરા આઘાપાછા થયા કે બીડી ફૂંકતા કે તમાકુ ખાતા બેઠા રહે. બળ્યું, એના કરતાં તો જાતે કરી લેવું સારું !’ ત્યાર પછી રોજ પણ નોકરના કામમાં ખણખોદ ચાલ્યા કરતી, ‘પીટિયાએ દૂધી ઝીણી ઝીણી સમારી નાખી !…. વાસણ તો કેવાં ઠીકરાં જેવાં કરી નાખ્યાં છે !….. કપડાંની ઘડી આવી તે થતી હશે ?….. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા !’

છતાં ગમે તેમ બે-ત્રણ મહિના નીકળી ગયા. સુવાવડ કરાવીને પાછાં જતાં વળી મા બબડી, ‘ગમે તેટલું કરું પણ મારા ભાગમાં જશ નથી. પ્રશંસાના બે શબ્દ આ કાને સાંભળ્યા નથી.’ નિમ્મીએ નક્કી કર્યું કે હવે ગમે તેમ નિભાવી લેવું પણ માને ન બોલાવવી. દીકરાનો પહેલો જન્મદિવસ ઊજવવાનો આવ્યો, ત્યારે પતિએ ઘણું કહ્યું પણ નિમ્મીએ માને ન બોલાવી. આડોશી-પાડોશીની મદદ લઈને અને ઘરે કંદોઈ બોલાવીને બધી તૈયારી કરી. જન્મદિને મા આવી તેવી જ ઊકળી, ‘અમે તો કાંઈ થોડાં જ સગાં છીએ ? બીજાની જેમ અમનેય આગલે દિવસે જ આમંત્રણ મળ્યું.’
‘મા, તું જિંદગીભર કામ કરી-કરીને થાકી છે એટલે મને થયું, આ વખતે તારા પર કશો બોજ નથી નાખવો.’
‘હા, હા, તમારે શું કામ જરૂર પડે ! નોકર-ચાકર, રસોઈયા-કંદોઈ ! પણ યાદ રાખજે, પૈસા ખરચતાં મા નથી મળતી.’ કહેતાં કહેતાં આંખમાં આંસુયે આવી ગયાં ! આખો વખત માનું મોઢું ચઢેલું જ રહ્યું. જતી વખતેય પાછી કહેતી ગઈ, ‘હવે તારાં અવસર-કારજ તું જ ઉકેલજે. મને ક્યારેય ન બોલાવતી !’

નિમ્મી ઉંબરે સૂનમૂન ઊભી જ રહી.

(શ્રી શશિપ્રભા શાસ્ત્રીની હિંદી વાર્તાને આધારે)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધરતીનો છેડો ઘર – પ્રા. તુલસીભાઈ પટેલ
પહેલો શત્રુ પાડોશી – હરિપ્રસાદ વ્યાસ Next »   

29 પ્રતિભાવો : ભાતભાતના લોકો – હરિશ્ચંદ્ર

  1. raj says:

    very nice,both story
    thanks
    raj

  2. બન્ને વાર્તા ખુબ સુંદર.

  3. Kinjal Thakkar says:

    Aa duniya ma gani var eva manso jova male ke emni feeling ne samjvi ashakya lage…kadach emne joyelo sangarsh ne expectations gani vadhi gayo hoy etle eu thatu hoy 6e eu hu manu 6u….description excellent

    Both stories are amaizinggggg…. 🙂

  4. trupti says:

    ૧………ઘણિવાર આપણે માનસને ઓળખવા મા કેટલી બધી ભૂલ કરી નાખીયે છીએ કે પાછળ થી જ્યારે તે વ્યક્તિ નો ખરો પરિચય થાય ત્યારે પસ્તાવો થાય છે, આવુ થવાનુ ખરુ કારણ, આપણો પૂર્વુગ્રહ છે. આપણે એક ચોક્ક્સ વ્યકતિ કે જાતિ પ્રત્યે એક મન મા ચિત્ર ખડુ કરિલુ હોય છે ને તેની અસર એટલૉ જોરદાર હોય છે કે આપણે તે દિશા શિવાય બિજી કોઈ દિશા મા વિચારીજ નથી શકતા.

    ૨……..ઘની વ્યક્તિ ઓને કાયમ નો અસંતોષ જ રહે છે ને તેઓ તેમને રચેલિ અસંતોષ ની દુનિયામાથી બહારજ નથી આવિ શકતા, તમે તેમને માટે સારુ વિચારી ને કાંઈ સારુ કરો તો પણ તેમને તેમા કોઈ ખોડ દેખાય છે. દા.ત. તમારી કોઈ ઘરની વ્યક્તિ જેવિ કે બહેન કે ભાઈ સારુ કમાતા હોય અને ઘર બહુજ સરસ રિતે સજાવેલુ હોય અને દરેક લક્ઝરી ના માલિક હોય અને તે તમને ખાલી તેમની ખુશિ મા સામિલ કરવા કે પોતાના સમજી ને જાણ કરવા તેમને લીધેલી વસ્તુ નુ તમારી સામે વર્ણન કરે અને તમે તેજ વાત તમારા પતિ ને કે સાસરા વાળા ને કરો, જેમા તમારો હેતુ તમારા વર ને કે ઘરના ને પિનપોઈન્ટ કરવાનો ન હોય પણ જો તમારા ઘરના ના સ્વભાવ વાંકુ વિચારસરણિ વાળો હોય તો તેઓ તમારા સગાની ખૂશીમા સહભાગિ થવાને બદલે કહેશે કે તેમને જલાવવા માટે આવાત કહેવા મા આવિ રહી છે અને જો ન કહેસે કે, “અમને જણાવ્યુ પણ નહીં, અમે કાઈ તેમની વસ્તુ છિનવી થોડા લેવાના હતા” એટલે ઘણિવાર સિચ્યુએશ એવિ હોય કે એક બાજુ દરિયો અને બીજી બાજૂ ખાઈ, જવુ તો ક્યાં જવુ મિસિબત મા? આવિ વ્યક્તિઓ પોતે તો દુખી થતી જ હોય છે પણ બીજા ને પણ દુખિ કરતિ હોય છે.

    • Bhavin Shah says:

      મને લાગે છે કે તમે તમારા સાસરે બહુ સહન કર્યુ છે. દરેક આર્ટિકલમા આ પ્રકારની કોમેન્ટ તો હોય જ છે.

      • trupti says:

        ભાવિનભાઈ,
        નસિબજોગે મારા સાસરા મા મારી પ્રગતિની ઈર્ષ્યા કરવા વાળુ કોઈ નહતુ. હું મારી કમેન્ટ મા ફક્ત મારા જ નહીં મારી આજુ-બાજુ ના લોકો ના કે મિત્રો ને થયેલા અનુભવો પણ શેર કરુ છુ. જરુરી નથી કે જયારે પણ હું અભિપ્રાય આપુ ત્યારે હું ચોક્કસ વ્યક્તિ નુ નામ લઈ ને આપપુ. ઘણિવાર એવુ થાય છે કે ઘણા બધાન ને કોમન અનુભવ થયેલા હોય છે માટે જનરલી જે આપણે જોતા હોઈ એ છીએ અને સાંભળતા હોઈ એઅ છીએ તે શબ્દો મા મુકવાની મારી કોશિશ હોય છે. મારા મતે દરેકે જીવન મા તડલી છાંયી તો જોઈ જ હોય છે પણ દરેક વખતે તમારા દુખડા તમે ના રડી શ્કો.

    • Jay says:

      ભાવિન – અત્યારે સમાજ માં “રેટ રેસ” ચાલે છે. આજે માણસ તેની આજુબાજુ અને સંબધિત વ્યક્તિ ઓ ને સ્પર્ધક તરીકે જોવે છે. બીજા નો મહેલ જોઇને પોતાની ઝુપડી બળવા તૈયાર થઇ જાય છે. એવા સમાજ માં કોઈની પણ આર્થીક સ્થિતિ ના વખાણ એ ચાબખા ની જેમ વાગે છે. હું તૃપ્તિબેન ની વાત સાથે સહમત છું… કે બીજા ની પ્રગતિ ને પણ વધાવવી એ પણ એક સારો ગુણ છે જે આપણ ને આ “રેટ રેસ” થી દુર રાખી અને અનેરી માનસિક અને સામાજિક સ્વસ્થતા આપશે.

      • Bhavin Shah says:

        તમારી વાત સાચી છે કે બીજા ની પ્રગતિ ને પણ વધાવવી એ પણ એક સારો ગુણ છે પણ એ સાથે આજ ના જમાના મા સ્પર્ધક બનવુ પણ જરુરી છે. કેમ કે બીજા કરતા કઇક વધારે કરી બતાવા ની મનોવ્રુતિ જ માનવી ને પ્રગતી અપાવે છે. અહી હુ એટ્લુ જરુર ઉમેરીશ કે સ્પર્ધક વ્રુતિ એની હદ મા હોવી જોઇએ. અને જો તમે એમા નિષ્ફળ જાઓ તો મીજાજ પર અન્કુષ રાખવો જોઇએ. પણ ઘણી વાર એવુ બને છે કે અમુક લોકો ને પોતાના કે પોતાના કહેવાતા સંબધિત વ્યક્તિઓની આર્થિક સ્થીતી ના વખાણ કરવાની આદત હોય છે અને એ પાછળ નો ઉદ્દેશ બીજા લોકો ના મન મા ઇર્ષ્યા પેદા કરવાનો હોય છે અને એમા એ લોકો ને મજા આવ છે.

  5. જગત દવે says:

    ૧. કોમેન્ટ બહુ તાકાતવાન હથિયાર છે….બહું જુજ જગ્યાએ તે નિષ્ફળ જાય છે. ઉ. ત. કોઈ અજાણી વ્યક્તિ તમારી તરફ આવી રહી હોય અને તમારી બાજુનો માણસ તેનાં વિષે તેનો સારો કે નરસો અભિપ્રાય આપશે તો આપનું મન તરત જ તેનાં વિષે એક પૂર્વગ્રહ બાંધી લેશે. તમે જાણ્યે અજાણ્યે તે કોમેન્ટ ને માનીને અને તેને જ આધાર બનાવી તે વ્યક્તિ ને મૂલવવાનો પ્રયત્ન કરશો. ઓફીસ, મિત્ર વર્તૂળ અને પરિવારોનાં પોલીટીક્સમાં ઘણી વ્યક્તિઓ આનો કુશળપૂર્વક ઊપયોગ કરતાં જોવા મળે છે.

    અહી વાર્તાનાં સુત્રઘારે તેનાં આવા પૂર્વગ્રહનો નિખાલસ એકરાર કર્યો છે. જે વાસ્તવમાં બહું જુજ લોકો જ કરી શકે છે.

    ૨. જીવન ને કડવા પ્રસંગોથી ભરી દેતાં અનેક લોકોમાંનું એક પાત્ર. હું આવા લોકો ને મજાકમાં “વાંધણીયા” કહું છુ. 🙂 જેને વાત વાતમાં વાંધો પડે છે અને તેમનાં વાંધાથી તમારા દિલ ને વીંધી નાખે છે.

  6. Deval Nakshiwala says:

    બંને વાર્તાઓ સરસ છે. વાંચવાની ખુબ મજા આવી.

  7. Jay says:

    બંને પ્રસંગો ખુબજ સુંદર રીતે જીવન ના મુલ્યો શીખવાડી જાય છે.
    ૧) કોઈ પણ વ્યક્તિ પર પુર્વાહ્ગ્રહ રાખવો નહિ, અને દરેક વ્યક્તિ સંજોગો પ્રમાણે વર્તન અને વિચારો બદલી શકે છે. સાથે સાથે … બીજું સત્ય એ પણ છે કે – આપણા સમાજ માં હજુ પણ “પ્રેમ-લગ્ન ” ને સમાજ… ભવિષ્ય નો એક નિષ્ફળ શારીરિક આકર્ષણ ના સંબંધ તરીકે જુવે છે. મારા અનુભવ પ્રમાણે “પ્રેમ-લગ્ન” માં વધારે સહિષ્ણુતા અને સમર્પણ જોવા માં આવે છે… જે તેમના જીવન ને માનસિક, શારીરિક અને આર્થિક રીતે સંમૃદ્ધ બનાવે છે.
    ૨) જીવન માં કોઈપણ કાર્ય કરતા પહેલા કે પછી તે કાર્ય નું મૂલ્ય કે પરિણામ ના વિચારો … ફક્ત સારી રીતે તે કાર્ય કરો. કોઈને સારું લગાડવા નહિ પણ તમારા સંતોષ માટે તમારી રીતે તે કાર્ય કરો. આ પ્રસંગ માં નિમ્મી પ્રશંસા સંભાળવા ની આશા એ તેને દુખ દીધું છે…. તે કાર્ય તેને સ્વયમ માટે કે નીજ્જાન્ન્દ માટે કર્યું હોત તે કયારેય માનસિક રીતે દુખી ના થાત. આપણે લોકો ને સુધારવા માટે પ્રયત્ન કરવા કરતા તેમને તેમની રીતે સ્વીકારી લેવા માં વધારે મજા છે. માં નો સ્વભાવ જાણ્યા પછી તેમની વાતો પર મન માં ખરાબ લગાડવું તે મૂર્ખાઈ ભર્યું છે.

  8. nayan panchal says:

    બંને પ્રસંગો ખૂબ જ સુંદર.

    અનુભવે એટલુ સમજાયુ છે કે કોઈના વિશે ક્યારેય પૂર્વધારણા બાંધવી નહીં. દરેકને ખુશ રાખવા મુશ્કેલ જ નહિ અશક્ય છે.

    ખૂબ આભાર,
    નયન

  9. જય પટેલ says:

    બન્ને વાર્તાઓ સમાજમાં જોવા મળતી માનસિકતાઓનું પ્રતિબીંબ.

    ગ્રહ કરતાં પૂર્વગ્રહ મોટો.
    પૂર્વગ્રહથી પિડાતા માણસ પર દયા રાખવી જોઈએ. જે માણસ પૂર્વગ્રહથી પિડાઈને પોતાની જ
    શક્તિ અને સમયનો વ્યર્થ કરે તેને બદલવો અશક્ય છે.

    બીજા પ્રસંગમાં માની કચકચ સાસુ જેવી લાગી. વાર્તામાં દિકરીને અજંપો કરતી મા પુત્રવધુ સાથે શું ના કરે
    તે કલ્પના કરવી અશક્ય નથી.

    પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય.
    ( આજના જમાનામાં ઘરડાં ઘરમાં જાય )

  10. લેખનું શિર્ષક જોઈને તુલસીનો એક દોહરો યાદ આવ્યોઃ

    તુલસી ઈસ સંસારમેં – ભાત ભાત કે લોગ
    હીલીયે મીલીયે પ્રેમસે – નદિ નાવ સંયોગ

    ૧. ગ્રહો કદાચ નડે કે ન નડે પણ પૂર્વગ્રહો નડે નડે અને નડે જ

    ૨. જો આ જગતમાં આપણે લોકોને મૌન ન રાખી શકતાં હોઈએ તો બહેતર છે કે આપણે શ્રવણ-ફીલ્ટર ની શોધ કરીએ – એટલે કે વાતમાંથી સાર ગ્રહણ કરીને બાકીના શબ્દોને જવા દેવાના. અને જો આવું ન થઈ શકે તો નીમ્મી જેવી હાલત થાય. નિમ્મીની મા ને તો ન સુધારી શકાય પણ નીમ્મીએ શ્રવણ-ફીલ્ટર પહેરવા જોઈએ.

  11. jasama says:

    some times mother is as mother -in-law.what can she do? real life is 2 stories. jasama.

  12. Anila Amin says:

    ૧. માણસના મો પરથી એના ગુણોનુ કથન માત્ર જ્યોતિષીજ કહી શકે ,સામાન્ય માણસ તો એમા નિષ્ફળ જ જાય.

    ૨. પ્રાણ અને પ્રક્રુતિ સાથેજ જાય. થોડા વખત પછી આપણને એમ લાગેકે ચાલો સમય પ્રમાણે માણસ બદલાયો હશે પણ

    આપણૉએ ભ્રમ જ હોયછે. પેલી બોધકથા યાદ આવે કે— એક ઋષિએ નદીમા તણાતા વીછીને જોયો અને તેને હાથમા

    લઈને બચાવ્યો ,વીછીએ ઋષિને ડન્ખ માર્યો . વારમ્વાર ઋષી બાચાવે અને દરેક વખતેવીછી ડન્ખ મારે, આમ પોતપોતાનો

    સ્વભાવ કોઈએ ન છોડ્યો એમ નિમ્મીની માનો સ્વભાવ ન બદલાયો. પડી પટોળે ભાત ફાટે પણ ફીટૅ નહી.

  13. Nirav says:

    Few peoples mentality’s impossible to change. na matter how much you do for them they will still be not satisfied.

  14. Vaishali Maheshwari says:

    In the first story we learn a lesson, that what we should never judge people in first instance. What we see and think at first might not be always true. We should try to do some research and then reach to a conclusion about good or bad.

    In the second story, it is very sad to think about the people who have to stay with people like Nimmi’s mom. We learn a lesson that we should not be rude with anyone and appreciate all the little help that we get from our friends or family members.

    Thank you for these wonderful stories.

  15. Very good inspirational stories.
    To me “KABIRJI” one doha is realy a reflections of menkind.

    ‘ Boora jo dekan me chala, bura na miliya koi,
    jaa kar khoja mujko, mujse boora na koi”

  16. Jagruti Vaghela says:

    સરસ વાર્તા. બંને વાર્તાઓમાંથી સારી શીખ મળે છે.

  17. Jayesh Shah says:

    i enjoyed the stories….. many people experience such thing.

  18. Hitesh Mehta says:

    બન્ને વાર્તા સારી….. માનસ ને પોતાનો સ્વભાવ નદે……..

  19. Rachana says:

    મને બન્ને વાર્તાઓ ગમી….

  20. Mahek Bhanushali says:

    upar ke sabhi frnd ka comment bahut badiya he..2nd story he use me maa ki jagah koi sash ka behivar aaisa ho sakta he..

  21. Ashish Dave, Sunnyvale, California says:

    પહેલી વાર્તા વાંચતા થયુ કે સોથી વધારે નડતો ગ્રહ એટલે પુર્વગ્રહ… અને બીજી વાર્તા વાંચતા થયુ કે આતો અપર મા જ નીકળશે… પુરી વાર્તા પુર્વગ્રહથી વાંચી ગયો…

    Ashish Dave

  22. sonali says:

    જે લોકો જેવા હોય એવા જ સ્વીકારી લેવા …બધુ બદ્લી શકાય માણસ નો સ્વભાવ નહિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.