Archive for 2011

તૂટતી શ્રદ્ધાનું ગીત – ઉશનસ્

નાથ, રમો નહીં આવી રીતે મુજ વિશ્વાસની સાથે, ખતરનાક આ ખેલ છે મારા નાજુક શ્વાસની સાથે, ખેંચ ખેંચ કરો મા ઝાઝું, તૂટી જશે એ તંત, બિસથીયે નાજુક છે, એને છેડોના ભગવંત ! કઠણ કરો ના કો અજમાઈશ મુજ કુમળાશની સાથે…. શ્રદ્ધા મારી તૂટી જશે જો તમ ચરણોથી નાથ ! ખીલો મારો છૂટી જશે તો આ […]

મને વ્હાલાં લાગે – અનુપસિંહજી પરમાર

મને વ્હાલાં લાગે, હૃદય મહીં ઊંડે વસી ગયાં અહો, ક્ષેત્રો મારાં-ઘરથી નીકળી ખેતર પળું, ધસે મારી સામે, લળી લળી મને હેત કરતાં, વધાવી લે જાણે હરખથી મને બાથ ભરતાં ! મજાનું છે મારું ઘર પણ, રૂડો ચોક પણ છે. ખળી છે, વાડો છે, કલમ પણ ને પુષ્પ પણ છે; અને ગાલ્લી યે છે, બળદ પણ […]

પિયાલો પાયો – મણિલાલ ન. પટેલ ‘જગત મિત્ર’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] હિરદે નિજાનંદ છાયો, ગુરુજીએ મારા એવો રે પિયાલો એક પાયો ! કિરપા કરી એવી જ્યોત્યું જગી ને ભાગ્યા રે હઠીલા અંધાર, સૂરતા જાગી છોડી ભેદ-ભરમને સોળે સજી રે શણગાર ! રગેરગ શો હરખ ઊભરાયો, ગુરુજીએ મારા અમર પિયાલો એક પાયો ! નિરભે થઈને હું મોજભવનમાં ચોગરદમ શું મ્હાલું ! એક રે મૂકીને […]

જોઈએ – પ્રફુલ્લા વોરા

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.] કો’ક દિન આ જાતને વાંચી, ઉકેલી જોઈએ, હુંપણાના ભારને નીચે ફગાવી જોઈએ. કેટલીયે ચાલ ચાલ્યા જૂઠના પહેરા નીચે, સાવ સાચકલા કદી આ દાવ માંડી જોઈએ. સૂર્યના અજવાસની પામી શકાશે ક્ષણ પછી, આંખમાં થીજેલ વાદળને હટાવી જોઈએ. લ્યો, જુઓ, ટાંગ્યા બધા શણગારને ખીંટી ઉપર, રંગ પોતીકો ફરી પાછો ચડાવી જોઈએ. આપણાં બરછટપણાંનો તાગ જોવો […]

અંધત્વનું અજવાળું – રમણલાલ સોની

[ બાળસાહિત્ય તેમજ અન્ય અનેક પ્રકારનું સાહિત્ય સર્જનાર આપણા સૌના આદરણીય સાહિત્યકાર શ્રી રમણલાલભાઈ સોની જ્યારે સો વર્ષની ઉંમરની આસપાસ હતા ત્યારે કાગળ પર ટેકા માટે ફૂટપટ્ટી મૂકીને ખૂબ ઓછું દેખતી આંખે પણ તેમણે લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું. એ અવસ્થામાં લખાયેલા ઉત્તમ ચિંતનાત્મક અને અધ્યાત્મિક લેખોનો સંગ્રહ એટલે ‘અંધત્વનું અજવાળું’. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા […]

ત્રણ સંસ્થાઓ – વિનોબા ભાવે

આપણી વૃત્તિ પ્રસન્ન તેમ જ મોકળી રહે એમ આપણે ઈચ્છતા હોઈએ તો આપણે આપણા વર્તનને બાંધી લેવું જોઈએ. આપણો નિત્ય કાર્યક્રમ કોઈ પણ એક ચોક્કસ નક્કી કરેલી ભૂમિકા પરથી ચાલવો જોઈએ. તે મર્યાદામાં રહીને, તે એક ચોક્કસ કરેલી નિયમિત રીતથી આપણું જીવન ચાલે તો જ મન મોકળું રહી શકે. નદી છૂટથી, મોકળાશથી વહે છે પણ […]

જરાક – રવીન્દ્ર પારેખ

[મનુષ્યના સ્વભાવની વિચિત્રતા એવી છે કે એને બધું રોજ એકધારું ચાલ્યા કરે તો ન ગમે અને ક્યારેક અચાનક બદલાવ આવે તો તે પણ ન ગમે ! રોજિંદા એકધાર્યા નિત્યક્રમ અને ક્યારેક થતા આ આકસ્મિક બદલાવથી તે મૂંઝાઈ જાય છે; અટવાઈ જાય છે. આ પરિસ્થિતિમાંથી પસાર થતા માણસના મનમાં જે તરંગો ઊઠે છે તેનું લેખકે આબેહૂબ […]

‘નેટ’-લગ્ન અને ભેટ જુદાઈ – ગાર્ગી વૈદ્ય

[‘નયા માર્ગ’ સામાયિક માર્ચ-2011માંથી સાભાર.] આજકાલ ટીવી ચેનલો પર એક જાહેરખબર ખૂબ જોવા મળે છે. દશ્યાવલિમાં એક પિતા અને એક પુત્રી જોવા મળે છે. પુત્રી ખાસ્સી ઉંમરલાયક થઈ છે એટલે સ્વાભાવિક જ પિતાને એનાં લગ્ન કરવાની ઈચ્છા છે. આથી એ મૂરતિયા બતાવવા માંડે છે. જાહેર ખબરમાં આ બાબતને પ્રતિકાત્મક રીતે દર્શાવવામાં આવી છે. પિતા લગ્નની […]

ઘરને ઉંબર – ઈલા આરબ મહેતા

[આદરણીય ધીરુબહેન પટેલ દ્વારા સંપાદિત ‘ઈલા આરબ મહેતાનો વાર્તાવૈભવ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’ (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.] લીલા ભીના ઘાસમાંથી જાણે સાપ સળવળતો જતો હોય એમ એ વાત અદિતિના મનમાં સળવળે છે. ને આંખે દેખાય, ન સ્પર્શ થાય, માત્ર એના અસ્તિત્વનો તમને […]

ભય – વસુધા ઈનામદાર

[પ્રસ્તુત વાર્તા ‘અનુજા’ વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે લેખિકા વસુધાબહેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +1 731-372-2774. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે. ] રાતના દસેક વાગ્યા હતા. સીમાને સુવાડીને સુજાતા પાછી પોતાના બેડરૂમમાં આવી ત્યારે સાર્થક એની રાહ […]

ગિફટ વાઉચરની વ્યથાકથા – રતિલાલ બોરીસાગર

[‘ૐ હાસ્યમ્’ પુસ્તકમાંથી સાભાર.] કેટલાક સમય પહેલાં એક મિત્રને એમની સાહિત્યિક પ્રવૃત્તિમાં મેં થોડી મદદ કરેલી. મેં કરેલી મદદ તો ઘણી સામાન્ય હતી, પણ મિત્રે એના બદલામાં મને અમદાવાદની એક બહુ જાણીતી પુસ્તકોની દુકાનનું ગિફટ વાઉચર ભેટ આપ્યું. હું ઈચ્છું ત્યારે સાડાત્રણસો રૂપિયાની કિંમતનાં પુસ્તકો આ ગિફટ વાઉચર દ્વારા એ દુકાનમાંથી મેળવી શકું – એવી […]

કુદરતના લય સાથે સાહચર્ય – વીનેશ અંતાણી

[‘કોઈક સ્મિત’ પુસ્તકમાંથી સાભાર.] સફળ જીવન જીવવા માટેની ચાવીઓ આપતા વિચારકો ચિંતા કરે છે કે અત્યારના સમયમાં માનવજીવન તકલાદી બની ગયું છે. એમની ચિંતા યાંત્રિક બની ગયેલા જીવન અંગે છે – ને તે ચિંતા પાયા વિનાની નથી. માત્ર વયસ્કોના જ નહીં, બાળકોના જીવનમાં યાંત્રિકતા આવી ગઈ છે. બાળકોને બાળસહજ બાળપણ જીવવા મળતું નથી. વયસ્કોનું જીવન […]

ઉભયાન્વયી નર્મદા – કાકાસાહેબ કાલેલકર

[ભારતભરનાં અનેક તળાવો, સરોવરો, નદીઓ અને સમુદ્રોના અત્યંત સુંદર વર્ણનોનું રસપાન કરાવતા કાકાસાહેબ કાલેલકરના પુસ્તક ‘જીવનલીલા’માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખને અંતે આપવામાં આવી છે.] આપણો દેશ હિંદુસ્તાન મહાદેવની મૂર્તિ છે. હિંદુસ્તાનનો નકશો જો ઊંધો પકડીએ તો એનો આકાર શિવલિંગ જેવો દેખાય છે. ઉત્તરનો હિમાલય એ એનો પાયો અને દક્ષિણનો કન્યાકુમારીનો ભાગ એ એનું શિખર. […]

મારો બાળપણનો ખોરાક – શંભુભાઈ યોગી

[‘અખંડ આનંદ’ સપ્ટેમ્બર-2008માંથી સાભાર.] મારો જન્મ મહેસાણા જિલ્લાના પાટણ તાલુકાના મણુંદ ગામમાં ઈ.સ. 1922માં થયો હતો. ગાયકવાડી રાજ્યના આ ગામના પછાત અને ગરીબ રાવળ પરિવારમાં મારો જન્મ થયો ત્યારે જ્ઞાતિના લોકો કામ-ધંધા, મજૂરી, રોજગારી માટે ભટકતા રહેતા. ગધેડાં અને ઊંટ દ્વારા મજૂરી કરવાનો ધંધો વધારે સ્વીકૃત બન્યો હતો. મારા પિતાજી શિક્ષક હોવાથી મને મજૂરી નહીં […]

આદર કોનો ? – ભાણદેવ

[‘અધ્યાત્મ-કથાઓ’ પુસ્તકમાંથી સાભાર.] જાપાનમાં ઈકો નામના એક ઝેન ગુરુ હતા. એક વાર વિચરણ કરતાં કરતાં ઈકો એક ગામમાં ગયા. જાપાનના લગભગ બધા જ લોકો ઈકો ગુરુને જાણતા હતા. પોતાના ગામમાં ગુરુ પધાર્યા છે તે જાણીને ગામના લોકો ખૂબ રાજી થયા. ગામના લોકોએ ખૂબ ઉમંગથી ઈકો ગુરુનું સ્વાગત કર્યું. તે ગામમાં એક શ્રીમંત માણસ રહેતો હતો. […]

જેવી મતિ તેવી ગતિ – વિઠ્ઠલભાઈ મથુરભાઈ પટેલ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] કહે છે કે માણસની અંતિમ વેળાએ જેવી મતિ હોય તેવી ગતિ થાય છે. આને કેટલાક લોકો વિનોદમાં કે સ્વાર્થમાં એવી રીતે મૂલવતા હોય છે કે જિંદગી આખી ગમે તેમ કરો, છેવટે પ્રભુનું નામ લઈ લેવાનું એટલે બેડો પાર. દલીલ તરીકે વાત તો વજૂદવાળી છે પણ એ શક્ય છે ખરું ? જો એમ […]

ચાલો વિકસીએ, ચાલો વિકસવા દઈએ – હસમુખ પટેલ

[તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ચાલો વિકસીએ, ચાલો વિકસવા દઈએ’ પુસ્તકના સર્જક શ્રી હસમુખભાઈ આઈ.પી.એસ અધિકારી બન્યા બાદ પોલીસ અધિકારીના હોદ્દે (ડી.એસ.પી તરીકે) હાલમાં ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. અભ્યાસે તેઓ એન્જિનિયરિંગની માસ્ટરડિગ્રી ઉપરાંત અનેક ડિગ્રીઓ ધરાવે છે. તદુપરાંત, સાહિત્યક્ષેત્રે તેમણે અનેક સુંદર પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમનું આ પુસ્તક જીવનવિકાસ માટેની ઘણી બાબતોને આવરી લે છે. […]

રાજકારણ અને કાયદો – સંકલિત

[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-3માંથી સાભાર.] [1] રાજકારણનું કંપનીકરણ – હેમંતકુમાર શાહ ગ્રાહક સુરક્ષાની ચળવળના પ્રણેતા અમેરિકાના રાલ્ફ નાડરે કહ્યું છે કે, સરકાર આજે ઉદ્યોગધંધા ક્ષેત્રના એજન્ટ જેવી બની ગઈ છે. લોકો ભલે તેમના પ્રતિનિધિઓને સંસદમાં ચૂંટીને મોકલતા હોય, પણ અમેરિકામાં સરકાર તો કંપનીઓ કહે છે તે જ કરે છે… શું આ પરિસ્થિતિ માત્ર અમેરિકાની છે […]

ઉડવા મળ્યું આકાશ – સં. જતીનભાઈ ભરાડ, શોભાબેન ભરાડ

[‘જ્ઞાનતુલા અભિયાન’ શ્રેણી અંતર્ગત ‘ભરાડ ફાઉન્ડેશન’ દ્વારા પ્રકાશિત થયેલ ‘ઉડવા મળ્યું આકાશ’ પુસ્તક માંથી આ પ્રેરક પ્રસંગો સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] વ્યસનમાંથી મુક્તિ મહારાષ્ટ્રના પુના શહેરમાં એક ડૉક્ટર રહે. નામ એમનું અણ્ણાસાહેબ પટવર્ધન. આખા શહેરમાં તેઓ અત્યંત લોકપ્રિય વ્યક્તિ હતા. શહેરના તેઓ એક આદરણીય અને સન્માનીય […]

તોરણ – નાનાભાઈ હ. જેબલિયા

[‘ધક્કો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] ‘ઓહો ! આવો, આવો, ભાભી !’ જશુભાભીને જોઈને હીરાલાલ અરધા અરધા થઈ ગયા, ‘મને ખબર હતી કે જશુભાભી આવશે જ’ હીરાલાલે હાથમાં રાખેલાં સૂડી-સોપારી, ઝૂલા પર રાખેલી ચાંદીની નકશીદાર પાનપેટીમાં મૂકી અને આછું, […]

આવકાર – તંત્રી

પ્રિય વાચકમિત્રો, છેલ્લા ઘણાં દિવસોથી આપના નિયમિત વાચનમાં ખલેલ પડી હશે. હું સમજી શકું છું કે આપ કેટલી આતુરતાથી નવા લેખોની રાહ જોઈ રહ્યા હશો. અનેક વાચકમિત્રોના ઈ-મેઈલ અને ફોન મળ્યા. ઘણા વાચકમિત્રોએ જણાવ્યું કે વાંચ્યા વગર અમારો દિવસ સારો નથી જતો. મારા મનમાં પણ એમ જ હતું કે હવે જેમ બને તેમ જલદીથી બધું […]

મારી નાનીમા – ડૉ. ભદ્રાયુ વછરાજાની

[ કલોલની ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ દ્વારા પ્રકાશિત થતા ‘સંપર્ક’ સામાયિકમાંથી સાભાર. આપ ડૉ. ભદ્રાયુભાઈનો (રાજકોટ) આ સરનામે bhadrayu@rediffmail.com અથવા આ નંબર પર +91 281 2588711 સંપર્ક કરી શકો છો.] મા કરતાં નાનીમા પાસે ઉછરવાનું ઝાઝું બન્યું છે. હજુ આજે પણ કોઈ પૂછે કે : ‘મા કેવી હોવી જોઈએ ?’ તો તરત શબ્દો સરી પડે કે […]

જાહેર ખબરોમાં બાળકો – ડૉ. હર્ષિદા રામુ પંડિત

[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] નાનાં નાનાં ભૂલકાંઓને માટેની અવનવી ચીજો અત્યારના ઉત્પાદકો બનાવે છે એટલે એક જમાનામાં ભારતીય માતા-પિતાએ અમુક વસ્તુઓ પરદેશથી પોતાના સગાસંબંધીઓ પાસેથી મંગાવવી પડતી હતી એ સ્થિતિ ટળી છે એટલે એનો આનંદ સૌ કોઈને થાય એ સમજી શકાય છે. આજે આપણા દેશમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ બાળકો માટેની ઘણી વસ્તુઓ બનાવે છે અને એનું વેચાણ […]

કેટલીક ટૂંકી વાર્તાઓ…. – હરિશ્ચંદ્ર

[ ‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] [1] ઘવાયેલું બાળમન ‘ધારો કે ભગવાન તમારા ઉપર પ્રસન્ન થાય. માગ, માગ, માગે તે આપું ! તો તમે તેની પાસે શું માગો ?’ શિક્ષકે વર્ગમાં પૂછ્યું. કોઈકે કંઈક માગ્યું અને કોઈકે કાંઈક. ત્યાં રાજુ ઊભો થઈ બોલ્યો : ‘રિવોલ્વર’ ‘રિવોલ્વર ?’ ‘હા, રિવોલ્વર – ત્રણ ગોળી ભરેલી.’ ‘પણ શા માટે […]

ગુજરાતી લઘુકથાસંચય (ભાગ-2) – સં. મોહનલાલ પટેલ, પ્રફુલ્લ રાવલ

[ સાહિત્યમાં લઘુકથાનું સ્વરૂપ અનોખું છે. તે થોડામાં ઘણું કહી જાય છે. ક્યારેક તેનો અંત ચોટદાર અને આશ્ચર્યચકિત કરી મૂકે તેવો હોય છે. આ લઘુકથાના જનક એવા શ્રી મોહનલાલ પટેલનું લઘુકથાના આરંભ અને વિકાસમાં મહત્વનું યોગદાન છે. તેમણે શ્રી પ્રફુલ્લભાઈ રાવલ સાથે મળીને કુલ 76 જેટલી સુંદર લઘુકથાઓ ચૂંટીને ‘ગુજરાતી લઘુકથાસંચય’ રૂપે આપણને આ સુંદર […]

Copy Protected by Chetan's WP-Copyprotect.