Archive for January, 2011

દષ્ટાંત કથાઓ – રવિશંકર મહારાજ

[ મૂકસેવક રવિશંકર મહારાજના ભૂદાન તેમજ અન્ય સામાજિક કાર્યો વિશેના જીવનપ્રસંગો પર આધારિત ‘મહારાજના મુખેથી અને બીજી વાતો’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન મહારાજના અંતેવાસી શ્રી મગનભાઈ પટેલે કર્યું છે. લોકજીવન, સમાજજીવન અને ઉચ્ચ વિચારોનું સુંદર ભાથું આ સંપાદનમાં સમાયેલું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] એક સંસ્કારી નારી હું એક […]

આંતરછીપનો ઉજાસ – સંકલિત

[1] માનવતાનો વારસો – રવીન્દ્રનાથ ટાગોર બ્રિટિશ સામ્રાજ્યની ચુંગાલમાંથી એક દિવસ ભાગ્યનું ચક્ર ભારતને છોડાવશે, પણ અંગ્રેજો કેવું ભારત મૂકી જશે…. બસો વર્ષના તેમના શોષણવાળા વહીવટથી સુકાયેલું કંગાળ ભારત !….. એક સમયે હું માનતો હતો કે યુરોપમાંથી ચારે તરફ સંસ્કૃતિનો ઉદય થશે, પણ આજે જ્યારે હું જગતમાંથી વિદાય લેવામાં છું ત્યારે મારી એ શ્રદ્ધા મારામાં […]

લોકોત્તર માનવચેતનાનો પ્રભાવ – મહિમ્ન પંડ્યા

[આજે ‘મહાત્મા ગાંધી નિર્વાણ દિન’ નિમિત્તે ગાંધીજીના જીવનમૂલ્યોનું સ્મરણ કરાવતો આ લેખ રીડગુજરાતીને મોકલવા માટે શ્રી મહિમ્નભાઈનો (ધ્રાંગધ્રા) ખૂબ ખૂબ આભાર. તેઓ ધ્રાંગધ્રા કૉલેજ ખાતે ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. આપ તેમનો આ નંબર પર +91 9979133977 સંપર્ક કરી શકો છો.] 30મી જાન્યુઆરી આવે એટલે શહીદદિનની ઊજવણીના પ્રસંગે આપણને ગાંધીજી યાદ આવે છે. […]

ડુંગળીની આત્મકથા – રૂપેન પટેલ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે શ્રી રૂપેન ભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે સંપર્ક કરી શકો છો : rppatel1in@gmail.com ] હું એક ડુંગળી છું. મારો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના ડિંડોરી ગામમાં થયો હતો. મારા જન્મ માટે ખેડૂતે ખૂબ જ મહેનત કરી હતી. મારા જન્મ સમયે ખેડૂત અને તેનો પરિવાર ઘણો […]

પંખીઓ – મણિલાલ હ. પટેલ

પંખીઓ ગાય છે ને થાય છે કે એ તો મારે માટે ગાય છે બાકી તો પડછાયા આવે ને જાય છે પંખીઓ ગાય છે તો અજવાળું થાય છે બાકી તો અંધારે સઘળું લીંપાય છે કોઈ કહે છે કે પંખી તો ઝાડ માટે ગાય છે એટલે તો કૂંપળની કળી બની જાય છે કોઈ કોઈ એવું પણ કહે […]

લીલા લ્હેર છે – પ્રણવ પંડ્યા

રોજ કોઈ ઝંખના મનને છળે છે, ……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે. શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે, ……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે. સૂર્ય ઊગે કે નગર આખુંય તમને, ……………….. હર ક્ષણે રઝળાવવા નીકળી પડે. ખુદનો પડછાયોય સૌ સાથે ભળે છે, ……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે. થાકને […]

મહાભારત વિષે (ભાગ-2) – દક્ષા વિ. પટ્ટણી

[ વિષયપ્રવેશ : રીડગુજરાતીની આ સાહિત્યયાત્રામાં કેટલાક લેખો યાદગાર બન્યા છે, જેમાં ‘મહાભારત વિષે’ અગાઉ પ્રકાશિત થયેલા લેખનો પણ સમાવેશ થાય છે. એ લેખ વાંચીને અનેક વાચકોના ફોન, ઈ-મેઈલ મળ્યાં. સૌએ તેનો બીજો ભાગ વાંચવાની ઉત્કૃષ્ટ ઈચ્છા દર્શાવી. ખૂબ જ વિસ્તૃત લેખ હોવાને કારણે સમય અભાવે તુરંત એ શક્ય ન બન્યું, પરંતુ આજે તેનો આ […]

આધુનિક વિક્રમ-વેતાળ – વિનોદ ભટ્ટ

[‘વિનોદકથા’ પુસ્તકમાંથી સાભાર.] [1] સંબંધોનો બંધ હંમેશની ટેવ મુજબ આજેય મડાને, સિદ્ધ વડ પરથી ઉતારી, ખાંધે નાખી રાજા વિક્રમે ઉજેણી ભણી મોં ફેરવ્યું ને મડાએ ખડખડ હસતાં આ વારતા શરૂ કરી : કોઈ એક નગરમાં સુધારાસિંહ નામે યુવક રહેતો હતો. સુધારા ખાતર વિધવા સ્ત્રી સાથે જ પરણવાની તેને ધૂન હોઈ કોઈ યોગ્ય સ્ત્રી વિધવા બને […]

અંધકારમાં દીવો – અવંતિકા ગુણવંત

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] કંગના એન્જિનિયર થઈ અને ત્રણેક મહિનામાં એના લગ્ન શ્રીરાજ સાથે થયાં. લગ્ન પહેલાં એણે કેટલીક કંપનીઓમાં જોબ માટે અરજી કરી હતી ને એકાદ-બે ઠેકાણે ઈન્ટરવ્યૂ આપી આવી હતી. એમાંથી એક કંપનીનો એપોઈન્ટમેન્ટ લેટર આવ્યો. કંગનાના આનંદનો પાર ના રહ્યો. સાંજે બધા બેઠા હતા ત્યારે એણે હરખાતા હૈયે પોતાને જોબ મળી છે […]

પાકીટની અદલાબદલી – રતિલાલ બોરીસાગર

[‘ભજ આનન્દમ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી રતિલાલભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9925111301 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] નોકરી માટે મારે રોજ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અપડાઉન કરવાનું હોય છે. આમ તો, દરરોજ બૅગ લઈને ઑફિસે જવાનો ક્રમ રહેતો, પણ […]

ધીરજ – કાન્તિલાલ કાલાણી

[ સૌ વાચકમિત્રોને ‘પ્રજાસત્તાક દિન’ના વંદન. શ્રી કાન્તિલાલ કાલાણીના કેટલાક લેખોના સંચયમાંથી પ્રસ્તુત લેખ અહીં પુનઃપ્રકાશિત કરવામાં આવે છે.] ધીરજ વિશે ઘણું કહેવાયું છે અને વિજ્ઞાન જેમ આગળ વધતું જશે તેમ ધીરજનું મહત્વ વધતું જશે અને તેનો મહિમા ગવાયા કરશે. આશ્ચર્ય એ છે કે સાધનો નો અભાવ હતો ત્યારે લોકો ઘણી ધીરજ રાખી શકતા હતા […]

હાસ્ય ઝરમર – સંકલિત

શિક્ષક : ‘વિદ્યાર્થી મિત્રો ! આજે તમને ચંદ્રગ્રહણ જોવા મળશે.’ વિદ્યાર્થી : ‘એમ સર ? કઈ ચેનલ પર ?’ ******** છગન : ‘મારો ભાઈ હજુ તો દોઢ જ વર્ષનો છે, છતાં પોતાનું નામ સવળું અને અવળું બોલતાં તેને આવડી ગયું છે !’ મગન : ‘એમ ? શું નામ છે એનું ?’ છગન : ‘નયન.’ ******** […]

વહાલથી વાળી લો – કામિની મહેતા

[‘જન્મભૂમિ પ્રવાસી’ અખબારમાંથી સાભાર.] બ્રેકફાસ્ટ ટેબલ પર પાછી આજે બાપ-દીકરી વચ્ચે ચકમક ઝરી ગઈ. અનુષ્કાને મોબાઈલ લેવો હતો અને વિશાલ ના પાડતો હતો. ‘સ્કૂલ ગોઈંગ છોકરીને મોબાઈલનું શું કામ ?’ ‘પણ ડૅડી, મારા બધા જ ફ્રેન્ડ પાસે છે.’ ‘બધા પાસે છે એટલે તારેય જોઈએ ?’ ‘બટ ડૅડી, યૂ કેન અફોર્ડ ઈટ.’ ‘જો અનુષ્કા, વાત અફોર્ડની […]

વ્યક્તિ અને સમાજ – સંકલિત

[1] સમાજઋણ – મીરા ભટ્ટ મને ઘણી વાર થાય છે કે આપણા દેશમાં આટઆટલી ગરીબી છે, અભાવ છે, અજ્ઞાન છે. બીજી બાજુ લખપતિઓ, કરોડપતિઓની સંખ્યા વધી રહી છે, યુનિવર્સિટીઓમાંથી થોકબંધ સ્નાતકો દર વર્ષે બહાર પડે છે. કેમ કોઈને સમાજના અજ્ઞાન અને અભાવના ખાડા પૂરવાની પ્રેરણા નથી થતી ? શા માટે મકાનોના માળા પર માળા બંધાતા […]

સોના ઈંઢોણી રૂપા બેડલું – વર્ષા અડાલજા

‘ફરી તમે દેશમાં ચાલ્યાં ?’ કોઈએ પૂછ્યું. બેગમાં કપડાં ભરતાં મેં ઉલ્લાસથી માત્ર હોંકારો ભણ્યો. એમણે બડબડાટ કર્યો : ‘ઓહો ! આ દેશમાં તે શું દાટ્યું હશે ?’ ‘દેશમાં દાટ્યું છે મારું મન.’ મેં હસી પડીને કહ્યું. મન તો સાચે જ દાટીને આવી હતી બાના આંગણાના ઘટાટોપ બીલીના વૃક્ષની નીચે. કહીને આવી હતી બાને કે […]

ગાંધીજી અને ભાવનગર – ગંભીરસિંહ ગોહિલ

[‘મહાત્મા ગાંધી નિર્વાણ દિન’ નજીક છે ત્યારે સ્મરીએ ગાંધીજીના ભાવનગર સાથેના સંસ્મરણો, ‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.] ગાંધીજીએ 1888માં એક સત્ર શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો તે પછી ભાવનગર સાથેનો તેમનો લાગણીનો સંબંધ વધતો જ રહ્યો. મુંબઈ અને રાજકોટમાં, ઈંગ્લેન્ડથી બેરિસ્ટર થઈ આવીને વકીલાત કરી, ટૂંકી મુદતમાં જ દક્ષિણ આફ્રિકા જવાનું થયું અને 1914માં વકીલાત, અધિકારની લડતો […]

સબૂરી કર – સંજુ વાળા

તારી વાત હવે તું પૂરી કર મારે પણ કંઈ કહેવાનું છે. …………… એ પણ સાંભળ, સ્હેજ સબૂરી કર …………… ઢોલ-નગારાં પીટવાથી કાંઈ …………… રચી શકાતા નથી અવિચળ કાંડ …………… ચપટી તું વગાડે તેથી …………… કોણ કહે છે ખળભળશે બ્રહ્માંડ હું એક હું – નો છેડો ઝાલી …………… ના અમસ્તી ફેલ-ફિતૂરી કર …………… તારી વાત હવે […]

કોઈ નહીં આવે ? – ચંદ્રકાન્ત શેઠ

તરસ્યું પાણિયારું, ભૂખ્યું રસોડું, ટાઢે થરથરતો ચૂલો, અંધાપામાં અટવાયેલો ગોખલો, આંખો ફાડી ફાડી રાહ જોઈ જોઈ ઢબી ગયેલી બારીઓ અને ઉંબરાયે બારણે બેઠા બેઠા કંટાળેલા-થાકેલા ! ક્યાં સુધી આમ મારે પડ્યા રહેવું પડછાયાના પડદે ? શું ચણિયારેથી ઊતરી પડેલું બારણું મારે ચડાવવાનું નહીં ? ઊખડેલા પગથિયાને ફરી પાછું સરખી રીતે ગોઠવવાનું નહીં ? ગાડીને તો […]

માગો તે જરૂરથી મળશે – ગોવિંદ શાહ

[વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરનાર એક અમેરિકનની અનુભવ કથા ‘રીક ગેલીન’ નામના લેખકે લખી છે. શ્રી ગોવિંદભાઈએ (વલ્લભ વિદ્યાનગર) આ અંગ્રેજી લેખનો ભાવાનુવાદ કર્યો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9375012513 અથવા આ સરનામે sgp43@yahoo.co.in સંપર્ક કરી શકો છો.] બદલાતા અમેરિકન સમાજમાં ખાસ કરીને […]

ઝૂરાપો એટલે… – નીલમ દોશી

[રીડગુજરાતીને આ લઘુકથા મોકલવા માટે શ્રીમતી નીલમબેનનો (આંધ્રપ્રદેશ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.] ‘આ બાપા યે ખરા છે. એ ધૂળવાળા ગામડાનો મોહ છૂટતો નથી. કહી કહીને થાકી ગયો….પણ….’ મને અહીં ન ગમે…. ગામ વિના મને બધે ઝૂરાપો લાગે… ત્યાં બધા આપણા પોતાના હોય – એવી રટ લગાવીને બે […]

વાર્તારસ – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’માંથી સાભાર.] [1] અમારા કાગડાભાઈ ! અમારા નવા ઘરમાં રસોડામાં ઓટલા પાસે એક બારી છે. બહાર જમરૂખી. તેની એક ડાળ બારીની સાવ નજીક આવેલી. મેં બે-ત્રણ દિવસ જોયું કે એક કાગડો ડાળ પર આવીને બેસે. ત્રાંસી ડોક કરી રસોડામાં જોતો રહે. જુદા જુદા એંગલ બદલીને જુએ. મારી દરેક હિલચાલ પર જાણે તેની નજર છે […]

વિનોબાની વાણી – સં. રમેશ બી. શાહ

[ વિનોબાજીના સમગ્ર સાહિત્યમાંથી ચૂંટેલા લેખો પર આધારિત પુસ્તક ‘વિનોબાની વાણી’માંથી એક પ્રકરણ અહીં સાભાર લેવામાં આવ્યું છે. વિનોબાને સમજવા તેમજ ઊંડાણમાં જવા માર્ગદર્શન ઈચ્છાનારને માટે આ સંપાદન ખૂબ ઉપયોગી થાય તેમ છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] મનુષ્ય દ્વારા જે કાંઈ થાય છે તે એના મન દ્વારા થાય છે. જે માધ્યમ […]

વિદ્યાર્થીઓને માર્ગદર્શન – કેદારનાથજી

[ શ્રી બબાભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘વિદ્યાર્થી ઉપનિષદ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] સંસ્કાર ગ્રહણ કરવાનો સમય : આખા જીવનમાં વિદ્યાર્થીજીવનનો કાળ ખૂબ આનંદનો અને સુખનો માનવામાં આવે છે. માણસ મોટો થયા પછી દુનિયાદારીની અનેક આપત્તિઓ અને મુશ્કેલીઓથી ત્રાસે […]

ત્યારે કરીશું શું ? (ભાગ-2) – લિયો ટોલ્સટોય

[જે પુસ્તકની પ્રસ્તાવના મહાત્મા ગાંધીજી અને કાકાકાલેલકર સાહેબે લખી હોય, જેનું સંપાદન સાહિત્યના આજીવન ભેખધારી શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ કર્યું હોય અને લોકમિલાપ જેવા ટ્રસ્ટે જેનું પ્રકાશન કર્યું હોય તે પુસ્તકનો વળી પરિચય શું આપવો ? શ્રી નરહરિભાઈ પરીખ દ્વારા અનુવાદિત થઈને સંક્ષેપ રૂપે પ્રકાશિત થયેલા આ પુસ્તકમાં ટોલ્સ્ટોયે ગરીબોની વેદનાથી દ્રવિત થઈને પોતાના જીવનનું સુકાન […]

રીવા – ચન્દ્રકાન્ત બક્ષી

[ શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા દ્વારા સંપાદિત ‘ગુજરાતી આત્મકથાલેખન’ પુસ્તકમાંથી સાભાર.] રીવાના બાલ્યકાળનાં એ વર્ષો સ્મૃતિપટ પર તાદશ્ય છે. બાળકને ત્રણ-ચાર-પાંચ-છ વર્ષનું થતું જોવું, એની સાથે જીવવું, જીવનને બાળકની આંખે સમજવું એક અભૂતપૂર્વ અનુભવ હતો. મોટા થવું સહેલું છે, પ્રયત્ન વિના પણ સમયના વહનની સાથે માણસ મોટો થતો જાય છે, પણ નાના થતા જવું, નાના થઈ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.