જોવું જોઈએ – ભરત વિંઝુડા
[ સૌ વાચકમિત્રોને નવા વર્ષની શુભકામનાઓ. ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક સપ્ટેમ્બર-2008માંથી સાભાર.]
સામસામે આવી જોવું જોઈએ,
જાતને અટકાવી જોવું જોઈએ !
આંખ પહેલાં કોની ઝૂકી જાય છે,
દેખવું અજમાવી જોવું જોઈએ.
હું તને ચાહું ને તું ચાહે મને,
દિલ હવે બદલાવી જોવું જોઈએ.
માણસો સમજે નહીં તો આખરે,
મનને પણ સમજાવી જોવું જોઈએ.
સ્વપ્ન ઊડી જાય તે ચાલે નહીં,
આંખમાં દફનાવી જોવું જોઈએ.
તું કહે કે જોઈએ છે આ મને,
એ જ મારે લાવી જોવું જોઈએ.
હોય ભીતરમાં તો હોંકારો ય દે,
બારણું ખખડાવી જોવું જોઈએ.
Print This Article
·
Save this article As PDF
હુ તને – શેર સરસ લાગ્યો. સ્વપ્ન -વાળો શેર ગઝલ નો સૌથિ નબળો લાગ્યો.
hi,
GAMYU…….Varas ni sharuat saras thayi.
Re
Manisha
સુંદર
“હું તને ચાહું ને તું ચાહે મને,
દિલ હવે બદલાવી જોવું જોઈએ”
“સ્વપ્ન ઊડી જાય તે ચાલે નહીં,
આંખમાં દફનાવી જોવું જોઈએ”
સ્વપ્ન ઊડી જાય તે ચાલે નહીં,
આંખમાં દફનાવી જોવું જોઈએ.
હોય ભીતરમાં તો હોંકારો ય દે,
બારણું ખખડાવી જોવું જોઈએ.
વાહ…!!!! સુંદર ગઝલ નાં સુંદર શે’ર……..
માણસો સમજે નહીં તો આખરે,
મનને પણ સમજાવી જોવું જોઈએ
સુન્દર શેર !! જિવન મા ઉતારવા જેવો શેર !
કવિતા ગમી.
હોય ભીતરમાં તો હોંકારો ય દે,
બારણું ખખડાવી જોવું જોઈએ.
આ શેર એક ગઝલ બરાબર છે .
સુંદર ગઝલ!
મૃગેશભાઈ આપને તથા સૌ વાચક મિત્રોને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
વાહ વાહ્… very fine GAZHAL.