વૈશાખી તાપ – મુકેશ જોષી

[‘વિચારવલોણું’ સામાયિક માંથી સાભાર.]

ઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ,
…….. આવી તે હોય કંઈ મજાક
લીલેરા વન જાય ઓચિંતા સળગી ને
…….. રણની ફેલાઈ જાય ધાક.

ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી
…….. ફેફસામાં ભરવી બળતરા
કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે
…….. એવા તે હોય કંઈ અખતરા
ખોબો એક છાંયડાને તરસો તમે ને
…….. તો ય ચપટી મળે ના જરાક…. લીલેરા…

હોઠ પર ફરકે ના ક્યાંયથી પરબ
…….. એવા પહેરાઓ લાગે તરસના
આયખામાં રણ એમ ઓગળતું જાય
…….. ને રેતી વહે નસેનસમાં
મોસમની ઓળખાણ કેવી
…….. વૈશાખના વરસે જ્યાં ધોધમાર તાપ… લીલેરા…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝિંગ અને છોડનું બીજ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
જોવું જોઈએ – ભરત વિંઝુડા Next »   

4 પ્રતિભાવો : વૈશાખી તાપ – મુકેશ જોષી

 1. MARKAND DAVE says:

  પ્રિય શ્રીમુકેશભાઈ,

  ખુબ સુંદર અભિવ્યક્તિ, અભિનંદન.

  માર્કંડ દવે

 2. અશોક જાની 'આનંદ' says:

  ખુબ હ્રદયસ્પર્શી અને ચોટદાર ગીત્,

  ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી
  …….. ફેફસામાં ભરવી બળતરા
  કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે
  …….. એવા તે હોય કંઈ અખતરા
  ખોબો એક છાંયડાને તરસો તમે ને
  …….. તો ય ચપટી મળે ના જરાક…. લીલેરા…
  આ યાદ રાખવા જેવું…….

 3. govind shah says:

  Very beautiful

 4. nayan panchal says:

  સુંદર રચના. અભિનંદન મુકેશભાઈ.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.