કશુંક – ગઢવી સુરેશ ‘વરસાદ’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

પાંખાળું પૂર એક જોયું,
………. હો રાજ ! મેં તો પાંખાળું પૂર એક જોયું.
સમણાંને ઢોલિયાંમાં ખોયું
………. હો રાજ ! મેં તો સમણાંને ઢોલિયામાં ખોયું.

અલબેલો રંગ કોઈ આવી મળીને
………. મારા રુદિયામાં પીછાં ઉમેરે,
અલ્લડ આ ઓરતાને આઘા ઠેલું
………. ને તોય આવી – આવીને એ જ ઠેરે
આજ હૈયું હરખનું રે ઘોયું !
………. હો રાજ ! મેં તો પાંખાળું પૂર એક જોયું.

વીણી-ચૂણીને માંડ ભેળા કર્યા છે
………. મેં તો મારા તે કેટલાય હિસ્સા,
કૂંપળને કાનમાં જઈને કે’વા છે
………. મારે મારા આ વરસાદી કિસ્સા
માંહ્ય મ્હોર્યું છે કોઈ વ્હાલસોયું
………. હો રાજ ! મેં તો પાંખાળું પૂર એક જોયું.

વાંસતી સપનાંને અપલક
………. ઉજાગરાની વાતો તે કેટલીક કરવી ?
સમદરની સેલ્લારા કરતી આ
………. લેર્યુંને શબ્દોમાં કેટલીક ભરવી ?
તો ય હૈયાંને વાણીમાં પ્રોયું
………. હો રાજ ! મેં તો પાંખાળું પૂર એક જોયું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જોવું જોઈએ – ભરત વિંઝુડા
ઊંચે નભ ગોખ… – ઊજમશી પરમાર Next »   

4 પ્રતિભાવો : કશુંક – ગઢવી સુરેશ ‘વરસાદ’

 1. Labhshankar Bharad says:

  હૈયાની ઉર્મિઓને કવિએ સુંદર રીતે શબ્દોમાં પરોવી, ‘પાંખાળા પૂર’ ને વર્ણવ્યું છે. શમણાંઓ ઢોલિયામાં ખોયાનું દુ:ખ છે સાથોસાથ અંતરના અલ્લડ ઓરતાને આઘા ખસેડવાના પ્રયત્નો છતાં ઠેરના ઠેર છે તેનો હરખ પણ દર્શાય છે.

 2. Anila Amin says:

  શુ કવિશ્રીને મસ્તી ચઢી છ્રે? આપે તો બીજાઓને પણ ભૂતકાળ યાદ કરાવીને મસ્તીએ ચઢાવીને , આનદઘેલા બનાવી

  મૂક્યા. કવિશ્રી આનન્દના ભાવો અને હ્રુદયની ઉર્મિઓને રોકી નહિ શક્યા હોય, કૈક છુપાવવાનુ શક્ય નહોય ત્યારે રોમરોમમા

  અને નસે નસમા પ્રગટેલા ભાવો કાવ્યમા શબ્દો બનીને રેલાઈ જાય. હૈયામા ઉમટેલા પૂર ઘૂઘવતા ઘૂઘવતા ઉન્માદ્દથી સાગર

  સાથે મળીને મોજા બનીને હિલ્લોળે ચઢીને સાગરને થકવવાની અદમ્ય ઇચ્છા રાખે એમ કવિનુ હૈયુ આજે ઝાલ્યુ નથી રહ્યુ.

  આ કાવ્ય વાચીને કવિશ્રી કાન્તનુ “સાગર અને શશી” કાવ્ય યાદ આવ્યા વગર ના રહે. અદભુત ઉર્મિઓ.

 3. Anila Amin says:

  માફ કરશો. ઉપરનો મરો પ્રતિભાવ –ઉચે નભ ગોખ માટૅનો છે કવિ ઉજમશી પરમાર માટે , પણ ભૂલથી અહિયા

  લખાઈ– સબમિટ થઈ ગયો છે.

 4. nayan panchal says:

  સૌ આવા પાંખાળા પૂરમાં તરબતર થઈ જાય એવી પ્રાર્થના.

  સુંદર શબ્દો.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.