નેત્રાનું ફ્રોક – પૂજા તત્સત્
[‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2011માંથી સાભાર.]
‘છોડો, એને છોડી દો પ્લીઝ, આઈ રિક્વેસ્ટ….’
એના હાથમાં પરસેવો. આખું શરીર રેબઝેબ. હાંફ. હાંફતા શ્વાસ. શબ્દો ગળામાં અટકી ગયેલા. ઘોઘરા સાદે એ બોલવા પ્રયત્ન કરી રહી હતી. આજુબાજુ પણ કોઈ ન હતું જેને સાદ પાડીને એ બોલાવી શકે. એ લોકો નેત્રાને પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા. પણ કોણ હતા એ લોકો ? એ અંધકારના ઓળાઓ ? માણસો કે પછી માત્ર પડછાયા ? ઉમાનું ગળું સુકાઈ રહ્યું હતું. અને નેત્રા શું બબડી રહી હતી ? હા, મોમ જસ્ટ લીવ. આઈ વિલ બી ઓલરાઈટ. શું ધૂળ ઓલરાઈટ ? એ લોકો તને લઈ જઈ રહ્યા છે ને ઓલરાઈટ ? ઉમા હાંફી રહી હતી. આંખ ખૂલી. ના ના, આ તો બીજું કંઈક. કદાચ સ્વપ્ન. એ પથારીમાં બેઠી થઈ ગઈ. આખું શરીર રેબઝેબ. એસી ચાલુ હતું તોય. નાઈટ લેમ્પનું અજવાળું પ્રસરી રહ્યું હતું. ટેબલ કલોકમાં બાર ને પિસ્તાલીસ થઈ હતી. નેત્રા હજુ આવી નહીં. નહીં આવે કે શું ? નહીં આવે તો….. એ જે બોલીને ગઈ છે…… વિક્રાન્તને ઉઠાડું. પણ વિક્રાન્ત ક્યાં એ તો બોમ્બે….. હાંફ-શ્વાસ હવે ધીમે ધીમે રેગ્યુલર થઈ રહ્યા હતા. એ પાણી પીવા ઊભી થઈ. ફરી ડ્રોઈંગ હોલની વોલકલોકમાં જોયું. બાર ને પચાસ. હજી ન આવી. પાણી પીધું. કિચનથી પાછા ફરતાં એ અનાયાસે નેત્રાના રૂમમાં પ્રવેશી.
લેમ્પ ચાલુ કર્યો. આખા રૂમમાં નજર ફેરવી રહી. સત્તર વર્ષની દીકરીનો અસબાબ નિહાળી રહી. પથારીમાં ફેંકેલી જીન્સની કેપ્રી. ઊંધું લટકતું ટી-શર્ટ સીધું કરીને ઉમાએ સંકેલ્યું. સ્ટડી ટેબલ પર મેથ્સ, બાયોલોજીની બુક્સ ને છૂટાંછવાયાં કાગળિયાં. ઉમા થપ્પી કરીને બધું ગોઠવવા લાગી.
‘બેટા, તારો રૂમ તો જો. જરા ગોઠવ…’ બોલતાં અટકી ગઈ. જવાબમાં નેત્રાનો અવાજ.
‘મોમ પ્લીઝ, એ બધું એમ જ રહેવા દે. હું કરી લઈશ. મારા કામના કાગળો છે, ખોવાઈ જશે……’ અને બધું ગોઠવતા ઉમાના હાથ અટકી ગયા. નેત્રા ત્યાં ક્યાં હતી કે બોલે ? આ તો એનો ભ્રમ. એની નજર પથારી પર ગઈ. ઊંધી પડીને ચશ્માં પહેરેલી વાંચતી નેત્રા.
‘બેટા, ઊંધા પડીને ન વંચાય. એક તો ડોઘલાં આવ્યાં છે ને….’
‘ડોઘલાં….’ નેત્રા ખડખડાટ હસી પડી, ‘ડોઘલાં તો સ્ટાઈલ સ્ટેટમેન્ટ કહેવાય મોમ…’ પણ નેત્રા નથી. આ તો વળી પાછો એની હાજરીનો ભ્રમ. પણ એ તો હમણાં આવશે. ‘આવશે જ ને વળી ક્યાં…..’ વિચારતી ઉમા દીવાલ પર કાચના કબાટમાં ગોઠવેલ પુસ્તકોની હારમાળા જોઈ રહી. ખલીલ જિબ્રાનની ‘પ્રોફેટ’ ને અડોઅડ શોભા ડેની ‘સિસ્ટર્સ’ પછી ‘મિલ્સ એન્ડ બુન્સ’નો આખો સેટ ને પાછી ‘એક્સપરિમેન્ટ્સ વિથ ટ્રુથ.’
‘તારી આ શોભા ડે વાંચવાની ઉંમર નથી….’
‘કમ ઓન મોમ, આઈ એમ સેવન્ટીન….’ વાળમાં હાથ ફેરવીને સ્ટાઈલથી નેત્રા બોલતી.
ખરી વાંચવાની શોખીન. પણ હમણાંથી તો ભણવા-ટ્યુશનમાંથી જ નવરી નહોતી પડતી. એના બેડની પાછળની દીવાલ પર લગાવેલ વિશાળ સોફટ બોર્ડ પર નજર પડી. બંને ભાઈબહેનના ચિત્રવિચિત્ર પોઝમાં ફોટાઓ, સુવાક્યો, કવિતાઓ. અઢી વર્ષે સ્કૂલમાં મૂકી ત્યારે પહેલા દિવસનો બાય બાય કરતો નેત્રાનો ફોટો. ઉમા એને આંગળીઓથી સ્પર્શી રહી. પહેલી વાર ટીચરે નામ પૂછ્યું હતું :
‘નેત્લા ભત્ત…’
‘તોતડું બોલે છે ?’ ટીચર હસી પડ્યાં હતાં.
‘ના, ખાલી એનું નામ જ તોતડું બોલે છે. બાકી બધું ચોખ્ખું બોલે છે….’ ઉમાને યાદ આવતાં હસવું આવ્યું.
ટક….ટક….ટક… સ્ટડી ટેબલ પરના ઘડિયાળે ફરી યાદ અપાવી. એક ને પંદર. વળી પાછી સજાગ થઈ ગઈ. સવા વાગ્યો હજી ન આવી. નેત્રાના બેડ પરથી એ સફાળી ઊભી થઈ ગઈ. નહીં આવે તો…. એવું કહીને તો ગઈ છે…. એક તો એના ડેડી નથી ને હું શું કરીશ, આ છોકરીનું શું કરશે, કેવું બોલી મને પેલો છોકરો… એની સાથે… ના…ના એવી નથી. મારું લોહી છે.
‘મોમ, હી ઈઝ જસ્ટ અ ફ્રેન્ડ….’
‘ફ્રેન્ડશિપ બરાબર છે પણ તું હજી નાની છે…’
‘હું જરાય નાની નથી. બધાને ફ્રેન્ડઝ છે. મારે પણ છે…’
‘પણ એના ફોન હમણાંથી બહુ આવે છે. કાલે રાત્રે દસથી અગિયાર ફોન ચાલેલો. તારું ભણવાનું…..’
‘હું મારું ભણવાનું ડિસ્ટર્બ કર્યા વિના ફ્રેન્ડશિપ મેઈન્ટેઈન કરી શકું છું. ને તું મારી જાસૂસી કરે છે ? ધિસ ઈઝ ટૂ મચ મોમ…’
‘ધ્યાન તો રાખવું પડે ને….’
‘કોઈ જરૂર નથી. આ જમાનામાં છોકરીઓ પોતાનું ધ્યાન જાતે રાખી શકે છે….’
‘જમાનો ખરાબ છે એટલે જ કહેવું પડે છે. છાપામાં આજકાલ કેવું…. ને તું પાછી ઈમોશનલ છે, ક્યાંક ભોળવાઈ જાય….’
‘એ છોકરો સારા ઘરનો છે.’
‘પણ આ ઉંમરે આવું બધું…. તારું મન ડહોળાઈ જાય ભણવામાંથી, બીજે ધ્યાન દોરાય….’
‘એવું નહીં થાય. હું રિઝલ્ટ લાવી બતાવીશ…’
‘શું ધૂળ રિઝલ્ટ ? કાલે તારું ટેસ્ટ પેપર જોયું મેં. કેટલા ઓછા માર્કસ ? ક્યાં ગઈ એ કલાસમાં ફર્સ્ટ-સેકન્ડ રેન્ક લાવતી નેત્રા ?’ ઉમાના અવાજમાં સખતાઈ આવી ગઈ.
‘ભાઈને પણ યુએસમાં ફ્રેન્ડઝ- ગર્લફ્રેન્ડઝ છે. એને તો તું કંઈ કહેતી નથી ?’
‘એ તારા કરતાં મોટો છે, મેચ્યોર છે. એન્ડ હી ઈઝ અ બોય…’
‘આ તું બોલે છે મોમ ? વીમેન્સ રાઈટિંગમાં એમ.એ. થયેલી મોમ….’
‘તારા વિશે વિચારતાં તો મને ઘણી વાર ગભરામણ થઈ જાય છે. શું થશે ?’ ઉમાએ અવાજમાં પરાણે મૃદુતા લાવતાં કહ્યું.
‘મોમ, મને લાગે છે તું મારા બદલે તારા મેનોપોઝની ચિંતા કરે તો વધારે સારું….’
‘ફરી પાછો તમારો મા-દીકરીનો કકળાટ શરૂ થયો ?’ વિક્રાન્ત ઑફિસથી ધસમસતો ઘેર આવ્યો.
‘ઉમા, વ્હાય ડોન્ટ યુ લીવ હર એલોન….’
‘વિક્રાન્ત, તું નહીં સમજે. હું મા છું. પળે પળે ચિંતા થાય છે. તું સવારે બેગ લઈને ઓફિસ જવા નીકળે પછી પાછળ શું થાય છે એ વળીને જોવા….’
‘પાછું વળીને જોવા જઉં તો કોઈની સાથે ભટકાઈ જઉં રાઈટ, નેત્રા ડાર્લિંગ ?’
‘યસ ડેડ….’ નેત્રાએ પપ્પાને તાળી આપી.
ઘણી વાર વાત આમ હળવાશથી સમેટાઈ જતી. પણ ઉમાનું મન અશાંત રહેતું. હમણાંથી તો નેત્રાના સેલફોન પર એસ.એમ.એસ.ની ટ્યુન વાગે તોય એ બેબાકળી થઈ ઊઠતી. કોનો એસ.એમ.એસ. હશે ? આ છોકરી બહુ ટાઈમ બગાડે છે. ગઈ કાલની જ વાત. ટ્યુશન ગઈ હતી. આઠને બદલે સાડાઆઠ વાગી ગયા તોય ન આવી. એની ફ્રેન્ડને ત્યાં ફોન કર્યો. ત્યાં પણ નહોતી. ઉમાને પાછો પરસેવો, ફફડાટ, ગભરાટ. પોણાનવે ઘેર આવી ત્યારે ઉમા ધૂંઆપૂંઆ થઈ ગયેલી.
‘આટલું મોડું. ભાન નથી પડતું કેટલી ચિંતા….’
‘રિલેક્સ મોમ. મેથ્સમાં થોડી ડિફિકલ્ટી હતી એટલે સરને પૂછવાનું હતું. મારી સાથે બીજી પણ ફ્રેન્ડઝ….’
‘ફોન ન કરાય ? મોબાઈલ તો છે શું જખ મારવા….’
‘મોમ, ગમે તેમ ન બોલીશ…’
‘તું ગમે તેમ વર્તીશ તો હું ગમે તેમ બોલીશ. પેલાને ત્યાં ફોન કર્યો એ પણ નહોતો….’
‘એટલે તું એવું કહેવા માગે છે કે હું એની સાથે…. ગિવ મી અ બ્રેક….. ટૂ મચ…. હું જ્યારે એની સાથે હોઉં છું ત્યારે તને ખબર જ હોય છે કે અમે ક્યાં મળીએ છીએ. અને મોટે ભાગે તો અમે ગ્રુપમાં જ હોઈએ છીએ…’ નેત્રા એક એક શબ્દ છૂટો પાડીને બોલી. હમણાંથી એના અવાજની દઢ સ્થિરતા ઉમાને ચચરતી હતી.
‘મને સામા જવાબો ન આપીશ. ઓળખું છું આ બધા નબીરાઓને….’ ઉમાએ હાથમાં પકડેલ નેપ્કિનમાં ગુસ્સાને મસળ્યો.
‘ઓહ ગોડ…. તું મેડિટેશન કર, જિમ જોઈન કર, કંઈક કર પણ મને છોડ. બસ મારી પાછળ પડી ગઈ છે…’ નેત્રા પગ પછાડીને સીધી રૂમમાં ચાલી ગઈ.
છેલ્લા થોડા સમયથી મા-દીકરી સામસામે આવી જતાં. એ બંને જે રૂમમાં હોય ત્યાં તંગદિલી છવાઈ જતી. ઉમાને ગુસ્સો ને રોવું બંને એકસાથે આવતાં. હમણાંથી આ છોકરી ઘણી વાર કેવી ગૂમસૂમ થઈ જાય છે ? એનો અવાજ, બોલવાની રીત, ઊઠવા-બેસવાની સ્ટાઈલ બધું બદલાઈ ગયું છે. હેર સ્ટ્રેઈટનર ને આઈલાઈનર પાછળ શું કામ સમય વેડફતી હશે ? આ ચોટલી બાંધીને ભણવાનું વર્ષ છે. આ બધી ટાપટીપ પછી ન કરાય ? આમ તો છોકરો સીધો લાગે છે. એના બોલવાચાલવા પરથી. પણ કંઈ કહેવાય નહીં. અને આ કોઈ ઉંમર છે આ બધાની ? સત્તર વર્ષ… ‘સત્તર વર્ષની છે આખી’ બોલતી ઉમા સોફટ બોર્ડ પર નજર ફેરવતી રહી. ફોટાઓ, સુવાક્યોની વચ્ચે નેત્રાએ લગાવેલ એક અંગ્રેજી કવિતા – ‘ચિલ્ડ્રન આર લાઈક કાઈટ્સ’ બાળકો એટલે પતંગ ને માતાપિતા એટલે પતંગધારકો. પતંગધારક જાળવીને ઢીલ આપીને પતંગને આકાશમાં ઊડતાં શીખવે છે. પતંગ ઊંચે જાય એટલે હરખાય છે. પછી…. અચાનક આ શું ? પતંગ હવે એટલો ઊંચે છે કે હવે એને કદાચ પતંગધારકની જરૂર નથી રહી. એ સ્વતંત્ર રીતે આકાશમાં વિહરી શકે છે. અને પતંગધારકના આનંદમાં વિષાદ ભળે છે. સંતાનોનું ઊર્ધ્વગમન એટલે માતાપિતા પરનાં અવલંબનનો અંત. કેટલું સત્ય….
અચાનક કંઈક લસરીને પડવાનો અવાજ. ઉમા કાવ્યતંદ્રામાંથી ઝબકી. એક કાર્ડ એના પગ પાસે આવીને પડેલું. ફોર અ ફ્રેન્ડ. અંદર હાર્ટ ને ફ્રેન્ડશિપનું લખાણ. આઈ લવ યુ શોધવાનો ઉમાએ પ્રયત્ન કર્યો પણ જડ્યું નહીં. આ ચોક્કસ પેલાનું જ. મન ફરી એક વાર સાબદું બની ગયું. ‘ચિંતા તો થાય જને વળી’ બબડતી એ નેત્રાની પથારીમાં તકિયાને અઢેલીને બેઠી. આશરે ચારેક કલાક પહેલાં નેત્રા સાથે થયેલ સંવાદને ફરી યાદ કરી રહી. રાત્રે નવેક વાગ્યે નેત્રા બર્થડે પાર્ટીમાં જવા તૈયાર થતી હતી. ત્યારે ઉમા પાછળ જઈને ઊભી.
‘નીચે લેગિંગ્સ તો પહેર, ફ્રોક બહુ શોર્ટ છે….’
‘અમે બધાએ આવું જ પહેરવાનું નક્કી કર્યું છે. નો લેગિંગ્સ….’ પાર્ટી તો એની એક ફ્રેન્ડની હતી. પણ પેલો ચોક્કસ આવશે. ફરી પાછા ધબકારા.
‘અત્યારે આવી બધી પાર્ટીની કોઈ જરૂર ખરી ભણવાની વચ્ચે…..’
‘મોમ, મારી ફ્રેન્ડ એકઝામના છેલ્લા દિવસે જતી રહેવાની છે. એના પપ્પાની અચાનક ટ્રાન્સફર…’
‘પેલો આવવનો હશે….’
‘બધા જ આવવાના છે….’
‘તારે પરણવું હશે તો એની સાથે પરણાવી દઈશું, પણ આ વર્ષે ભણી લેજે. વર્ષ ન બગાડીશ. મારી ઉપર દયા કરજે….’ ઉમાએ દાંત કચકચાવીને બે હાથ જોડ્યા.
‘તું વધારે પડતું મન પર લઈ રહી છે મોમ. બહુ થયું. બહુ સાંભળી લીધું. હવે ઘરે પાછાં આવે એ બીજાં. ભૂલી જજે મને….’ નેત્રાનો અવાજ સખત બન્યો. ઉમાએ મુઠ્ઠીઓ વાળી. બસ આ જ સાંભળવાનું બાકી હતું.
‘તો શું તું પેલા સાથે….’ અડધા શબ્દો એ ગુસ્સા સાથે ગળી ગઈ.
‘મારે જે કરવું હોય તે કરીશ. ઈટ્સ માય લાઈફ. મારે ભણવું હશે તો ભણીશ, નહીં ભણવું હોય તો નહીં ભણું. યુ કાન્ટ ફોર્સ મી. તારે પોતે જોબ કરવી હતીને ? કેમ ન કરી ? મારા બધા ફ્રેન્ડઝની મમ્મીઓ જોબ કરે છે. તારાં સ્વપ્નાંનો ભાર મારા પર શા માટે……’
ઉમા બારસાખ પકડીને ધ્રૂજતી ઊભી હતી. એ ન બોલી શકી કે ‘તારા માટે જોબ ન કરી, જીવ ન ચાલ્યો.’ ન બોલી શકી કે જોબ શરૂ પણ કરી હતી. મોટો ભાઈ તો સ્કૂલે જતો થઈ ગયેલો પણ નેત્રા…. નેત્રાને આયા પાસે મૂકીને ઘરની બહાર નીકળતાં પગમાં મણ મણનો ભાર તોળાતો હતો. એક વાર ઘરની બહાર નીકળીને આગળ ક્યાંક વાછરડું જોયું. એની મોટી ભોળી કાળી આંખોમાં જોયું તો નેત્રા. બાવરી બનીને ઘરે પાછી ફરી. ફોન કરી દીધો. નહીં ફાવે. નહીં આવું. અને અઠવાડિયામાં નોકરી સમેટાઈ ગઈ – પણ ઉમા આ બધું ન બોલી શકી. એમની એમ બારસાખ પકડીને પથ્થરની જેમ ઊભી રહી. નેત્રા જતી રહી પછી પણ. દીકરો યુ.એસ. ભણવા ગયો તે દિવસે હવામાં જે ગૂંગળામણ હતી તેવી જ અત્યારે લાગી. વિક્રાન્તને ફોન કરાય તેવું હતું નહીં. અને કદાચ કર્યો હોત તો કહેત, ‘ડોન્ટ પેનિક. શી વિલ કમ બેક. તું વધારે પડતી ચિંતા….’ અને બાર વાગ્યા સુધી સ્તબ્ધતા અને આઘાતનાં વમળમાં ચકરાવા લઈને માંડ સૂતી ત્યાં તો પેલું દુઃસ્વપ્ન. શું ખરેખર નેત્રા સાથે સ્વપ્નમાં હતું એવું કંઈ…. ના…ના… નેત્રા-ફ્રોક-લેગિંગ્સ-પાર્ટી-મેથ્સ-બાયોલોજી-પુસ્તકો-હાર્ટવાળું કાર્ડ-પેલો છોકરો-મૂંઝારો-બગાસાં…. અને ઊંઘ…..
સવારે બારીમાંથી મોં પર અજવાળું પડ્યું ત્યારે આઠ વાગી ગયા હતા. બાપરે, ઊમા સફાળી બેઠી થઈ ગઈ. અરે, અહીં પોતે નેત્રાના રૂમમાં ક્યારે…. બાજુમાં નેત્રા એના ઘસાયેલા ટી-શર્ટ અને કેપ્રીમાં સૂતી હતી. એનો એક હાથ અને એક પગ ઉમા પર નાખીને. નાનપણની ટેવ. ઉમાએ એના મોં પરથી વાળ ખસેડ્યા. પછી સ્વગત બોલી ‘નેત્લા ભત્ત’ અને હસી પડી. રાતનો અંધકાર ગાયબ થઈ ગયો હતો. નેત્રાનું પાર્ટીવાળું ફ્રોક સ્ટડી ચેર પર લટકતું હતું. ચારેબાજુ ખોબે ખોબે અજવાળું વેરાયેલું હતું.
Print This Article
·
Save this article As PDF
Pujaben,
wonderful
You have express mother nature very nicely.
very good,
raj
ખુબ સુંદર વાર્તા. એક માની ને દીકરીના સંવાદોને મથામણ…સુંદર રીતે વ્યક્ત કરાઇ છે.
nice illustration of generation gap….
Simply ..nice one…
સરસ, આજના ટાઈમ મા મારા મતે દરેક માતા આવા મનો મંથન અને સંવાદો થી પસાર થતી હશે.
yes, agreed.
એકદમ સુંદર વાર્તા…આજના જમાનામાં ધ્યાન રાખવા જેવું તો છે જ પણ જોકે હવે છોકરીઓ મેચ્યોર થઇ ગઇ છે.
this one too is just as wonderfully written as I expected it to be. Pooja Tatsat does this all the time.
I hope my congratulations reaches you.
I have bookmarked your tag here so that I never miss reading your stories ma’am.
ખુબ જ સુંદર વાર્તા છે. મા-દીકરી વચ્ચેની વાતચીત તાદ્રશ રીતે વર્ણવી છે.
આજની તરુણીઓની આ જ સમસ્યા છે. તેઓ પોતાની જાતને બહુ વહેલાં મેચ્યોર સમજવા લાગે છે. પરંતુ અસાવધાની ને કારણે કંઈ અજુગતું થઈ જાય તો ભાંગી પડે છે. તેમની સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે બહુ પાતળી ભેદરેખા રહી જાય છે.
ખુબ સુન્દર્ લેખ્..મજા આવિ..
આજની યુવા તાશીર વર્ણવતી સુંદર વાર્તા
આજના ટીવી ઇન્ટર્નેટ્ના યુગમાં બાળકો પહેલાં કરતાં વ્હેલા સમજણા થઇ જાય છે, બધી જ પ્રકારની સમજ, તેમની જાત સંભાળ સહિત આવા સંજોગોમાં નવા જમાનાના માવતરે ટેવાવું પડશે, નહિતર તેમની સાથેની ખાઇ વધતી જશે.
What an amazing story….. Hats off….
બહુજ મસ્ત
ખૂબ જ સુંદર વાર્તા ! એક ‘મા’ના મનમાં યુવાન પુત્રી માટે ઉઠતી સ્વાભાવિક કલ્પનાઓ, ચિંતાનું સરસ શબ્દ ચિત્ર. લેખિકા પૂજાબેનને અભિનંદન ! !
સાંપ્રત સમયની તાસીર નું માવજતભર્યું નિરુપણ. મા બાપને ખબર હોય છે કે તેમનું સંતાન અને સંસ્કાર કેવા છે પણ જમાના વિષે તેઓ કઈ રીતે ખાતરી મેળવી શકે?
પણ એક વાત જરા બંધબેસતી ન લાગી. .જ્યારે — ટ્યુશન ગઈ હતી. આઠને બદલે સાડાઆઠ વાગી ગયા તોય ન આવી. એની ફ્રેન્ડને ત્યાં ફોન કર્યો. —ત્યારે નેત્રા પાસે મોબાઈલ હોવા છતાં સીધો નેત્રાને ફોન કેમ ના કર્યો ?
Very well expressed mother daughter, typical generation gap relations and concerns.
We are doing the wright things, they labeled us as an “OVER PROTECTIVE PARENTS.
We say half full- they say half empty, theory.
Bottom line we must live with it with no other choice.
very well written…. its too good…
superb pujaben….. we want more from u
બે પેઢી વચ્ચેનુ વિચાર અંતર સરસ રીતે લખ્યુ છે.
મા ની ફરજ કચકચ કરવાની નહિ પણ ભયસ્થાનો તરફ ધ્યાન દોરવાની અચુક છે.
ખુબજ સમજવા લાયક અને વર્તમાન સમયને અનુરુપ.
સાંપ્રત સમસ્યા ની સુંદર વાર્તા
ખુબ જ સરસ….
સરસ વાર્તા.
આપણામાંથી ઘણા ને આ સમસ્યા માંથી પસાર થવું પડેલું હોય છે ! ખુબ બારીકાઇ થી સંવાદ સાથે નો આબેહુબ ચિતાર ! સંતાનો ગમે તેટલા પુખ્ત થાય પિતા કરતા માતાને માથે તેમની સતત નાની નાની ચિંતા સતાવતી હોય છે ! પિતા નોકરી ધંધા ની જવાબદારી થી અચૂક ઘેરાયેલા હોય – ઘરમાં માતા ને જ બધાની કચકચ સાંભળવી પડે છે ! તે છતાય માં હસતી ને હસતી…………છોરું કછોરું થાય…….માવતર કમાવતર નાં !!!!!!!!થાય !!!!!!!!
હા પછી “Mothers’ Day” ઉજવવા સંતાનો હરખપદુડા !!!!!!!!!!!
સરસ વાર્તા….
બે પેઢી વચ્ચેના અન્તરનુ સચોટ નિરુપણ.
this is really nice story my mom is also like umaben.
ખુબજ સુન્દર વર્તા છે. એક એક સન્વાદ મા રડવુ આવી જાય છે.
આભાર પુજા બેન્
પાયલ્.
Aaj mara dikra mate khub chintit hati, matra 2 varas no chhe ane hu job karu chu.
Mara and husband na ghar ma badha nu pressure chhe ke ene emni pase rakhu, jyare mara to vichar ma ja e door jay che to aankh ma thi aansu nikali jay chhe.
Khub sari rite nayika sathe hu relate kari saku chu, ke emne job kem chhodi didhi…..
Ms. Pooja Tatsat, you have wonderfully expressed a mother’s feelings, emotions and thoughts in this story. It was so nice to read it. The conversations between mother and daughter in the story are also so realistic.
This story reminded me of the relation between my youngest sister and my mother. My sister is very innocent, pretty and has an attractive personality. My parents have definitely given us very good values, but in this modern world, you never know what can happen. Especially the teen agers and young girls are fascinated and carried away easily. My mother keeps giving advice to her so that in worst case, she can recall all my mother’s advices and stay alert at all times. My mother even tries to stay very friendly with my sister, so she can easily share all her thoughts and feelings with her and my mother can guide her to the right direction.
Poojaji, once again, accept my thanks for writing such a beautiful story. Keep writing and keep sharing.
આજના સમયમાં દરેક માતા આવી જ ચિંતા અનુભવતી હોય છે.
સચોટ નિરુપણ.
યુવાનીના ભયસ્થાનોથી દરેકના મા-બાપ (ખાસ કરીને દીકરીના) ચિંતિત થાય એ સ્વભાવિક છે. પરંતુ તેને હેન્ડલ કરવાની ઉમાની રીત સર્વથા અયોગ્ય. આમ પણ મોટાભાગના યુવાઓ Rebel without a cause હોય છે.
વાર્તા સારી છે, અને યુવાનોને કઈ રીતે હેન્ડલ કરવા તેનુ વિચારબીજ રોપી જાય છે.
આભાર,
નયન
કદાચ પહેલા દસ વર્ષોમા જે શિખવાડવાનુ છે તે શિખવાડી દીધા પછી બાળકોને મિત્રો બનાવી દેવા જોઈએ…
Ashish Dave
વીમેન્સ રાઈટ્સ મા એમ્ એ. કરેલી મમ્મી એની દીકરી સાથે આવી ભાષા મા વાત કરે? મને નિરાશ કર્યો. ના ગમી આ વાર્તા.
યોગેશ્.