પોતાની એક નાનકડી દુનિયા – વર્ષા અડાલજા
ગરમીની ઋતુમાં મુંબઈ છોડી જવું ન ગમે. દેવગઢ અને રત્નાગીરીની હાફૂસ બીજે ક્યાં મળે ? ને તો ય બહારગામ જવાનું તો થયું જ અને તે ય મોટરમાં. મનમાં ઉમળકો ન રહ્યો. વહેલી સવારે અમે ચાર-પાંચ મિત્રો નીકળ્યા ત્યારે પ્રકાશ હજી અંધકારને વિદાય આપતો હતો અને રાત્રિએ ધીમે ધીમે અંધકારની બિછાત સંકેલવા માંડી હતી. એના ખોબામાંથી દડી પડેલા થોડા તારા હજી ઝગમગતા હતા.
હું બારી પાસે માથું ટેકવી મોં પર પવન ઝીલતી હતી. થોડી સિલકમાં રહી ગયેલી ઊંઘ આંખોમાં અલપઝલપ આવી જતી હતી. બીજા મિત્રો વાતોએ ચડ્યા હતા, અને સૌ મસ્તીમાં હતા અને મારા મનમાં ઉનાળામાં પરાણે કરવી પડતી મુસાફરી પ્રત્યેની એક છૂપી સૂગ હતી. સૂરજનો તડકો બરછીનું ધારદાર તીક્ષ્ણ ફણું બની વાગે એ પહેલાં અમે એક નાના શહેરમાં પહોંચી ગયા અને અમારી સાથેનાં એક મિત્રના પરિચિતનું ઘર હતું, ત્યાં ગાંસડા-પોટલા સાથે ધામો નાંખ્યો. અમારા મિત્ર સિવાય અમને કોઈને ન ઓળખવા છતાં પતિ-પત્નીએ અમને બધાને ખૂબ સ્નેહથી આવકાર્યા. મારા મનમાં ઉમળકો તો હતો જ નહીં, એમાં અણગમો ય ઉમેરાયો. હું એમને જરાય ઓળખું નહીં, અને આમ ચડી આવવું, માથે પડ્યા જ કહેવાઈયે ને ! પછી આખો દિવસ એમની સુકેતુભાઈ અને ચિત્રાબહેનની અનેક નાની નાની ક્રિયાઓને હું ઝીણી નજરે જોતી રહી. ક્યાંય પણ અમે આવી ચડ્યાના રંજની ઝીણી ફાંસ મનમાં ઊતરી ગયેલી દેખાય છે ? પણ બંનેમાં એટલો ઉલ્લાસ હતો, ખુલ્લાં મન હતાં કે હું જ સંકોચ પામી ગઈ.
સાંજે એમનાં ઘરમાં ખૂબ ધમાલ હતી. ચિત્રાબહેન આટલા બધાની રસોઈમાં વ્યસ્ત હતા, ત્યાં અચાનક મારી નજીક આવી, મારો હાથ પકડી મને કહે, ચાલો. હું નવાઈ પામી ગઈ. ઘરની પાછલી બાજુના આંગણામાં જઈ એ ઊભાં રહ્યા. આંગણું તો હતું હથેલી જેવડું, પણ મન ઠરે એવું. નાનો સરખો તુલસી ક્યારો, અનેક નાનાં મોટાં ફૂલોના છોડ હતા, એક નાના વૃક્ષ ફરતે ગારમાટીનો ઓટલો હતો, એની નીચે ઝુલતી ડાળે પાણી ભરેલી માટીની ઠીબ બાંધી હતી. ચિત્રાબહેને મને કહ્યું, બેસો, હું ઊભડક જીવે બેઠી.
‘મારું કંઈ કામ છે ?’ મેં સંકોચાતા પૂછ્યું.
‘ના, કેમ એમ પૂછો છો ?’ આશ્ચર્યથી એમણે પૂછ્યું.
‘તો પછી અહીં કેમ આવ્યા ?’ હું ઊભી થઈ ગઈ.
‘બસ એમ જ.’ એમણે અત્યંત સરળતાથી કહ્યું, ‘થોડીવાર બેસવા.’
‘પણ કેટલું કામ બાકી છે ?’
એ હસી પડ્યાં. ‘કામ ક્યારે નથી હોતું ? પણ જાતની સાથે થોડો સમય ન ગાળું, તો મને ચેન ન પડે. અહીં આવવાનું આ નાનું બારણું છે, પેલું જોયું ? બસ એ બંધ કરી દઉં એટલે આ મારી નાનકડી દુનિયા ! અહીં ફૂલો સાથે વાતો કરું, આ વૃક્ષની ઘટામાં ઝુલતાં પંખીઓને જોયા કરું અથવા માત્ર કોઈ સરસ કવિતાનું પુસ્તક લઈ આ ઓટલા પર બેસી વાંચ્યા કરું. ઘણાં વર્ષો પહેલાં કોલેજમાં ભણી હતી તે મેઘદૂતની ભૂલાયેલી પંક્તિઓ અચાનક, હવાની લહેરની જેમ મનમાં ફરકી જાય, ત્યારે મુગ્ધ પ્રણયીની જેમ રોમાંચિત થઈ ઊઠું. અહીં આવીને થોડીવાર બેસું. મનને કોઈ અજબ શાતા વળે. આ મધુર એકાંતની થોડી પળો પણ ગમે એટલી ધમાલને પહોંચી વળવાનું મને સામર્થ્ય આપે છે. કુદરત સાથે સંવનનનો આ થોડો સમય પણ ન ચોરી લઉં તો બાપ રે, હું સંસારમાં ખૂંપેલી એક સામાન્ય જડ વ્યક્તિ જ બની જાઉં. મારું કુતૂહલ અને મારી મુગ્ધતા એ બે મારી કીંમતી મૂડી છે. હું ક્યારેય એનો સોદો કરવા તૈયાર ન થાઉં.’
મારી સામે ધીમું હસી, એ મારો હાથ પકડી, પાછા ઘર તરફ ચાલ્યાં, ત્યારે મારી મૂર્છિત ચેતનાને કળ વળી ગઈ હોય, એમ હું ય હસી પડી – અકારણ. ચિત્રાબહેન કહેતાં હતાં એવું જ.
Print This Article
·
Save this article As PDF
સુંદર વાત….જાત સાથે થોડો સમય આપણને રોજિંદા કામકાજ થી થોડી ક્ષણો માટે મુક્તિ આપે છે ને થોડી જગ્યા પડે છે આપણા વિશે વિચારવા માટે પણ.
ગમ્યુ…………..
સાચી વાત છે … સતત ભાગદોડવાળી વ્યસ્ત જીવનશૈલીમાં આવો થોડો પોતાની જાત સાથે કાઢેલ સમય આપણો રોજબરોજ નો થાક દુર કરી સ્ફુર્તિ અને ઉત્સાહ આપનાર હોય છે……
સરસ….
It is true . Be with our self it is good for everybody.we should spend little time for our self. It makes good different in our life.
Very Nice…….People living in city should learn from this……….Good one….
જેવિ રિતે આપ્ને બધા આવિ વર્ત આચિને રેલક્ષ થઈઅએ તેવિરિતે
ખુબ સુન્દર વાત્..હુ પોતે આવિ રિતે થોડો સમય પોતાના માટે ગમે તે રિતે નિકાળિ લઊ છુ…
some times life wants rest. jasama.
જેને પોતાનામાં જ ખોવાઈ જવાની કળા સિધ્ધહસ્ત હોય તેને સ્વની ઓળખાણ માટે મથવું નહિ પડે.
શહેરી વર્ગ માટે લેખ ખુબ ઉપયોગી.
આભાર.
‘કુદરત સાથે સંવનનનો આ થોડો સમય પણ ન ચોરી લઉં તો બાપ રે, હું સંસારમાં ખૂંપેલી એક સામાન્ય જડ વ્યક્તિ જ બની જાઉં. મારું કુતૂહલ અને મારી મુગ્ધતા એ બે મારી કીંમતી મૂડી છે. હું ક્યારેય એનો સોદો કરવા તૈયાર ન થાઉં.’ આ વિચાર આત્મસાત થાય તો ઘણા પ્રશ્નો સહેલા ઇથી ઉકલી જાય
એકાન્ત વિચારોને દફનાવી દૈ શાંતી પામવાની જગ્યા આપે છે.
સરસ વાત…..
સરસ વાત. એકાંત પણ સ્વસ્થતા ટકાવી રાખવા માટે એટલો જ જરૂરી છે.
ખૂબ આભાર,
નયન
Mr. Nayan
U R Right, Sometimes We need loneliness For Our self only
Thanks
Payal
પોતાના માટે થોડો સમય તો કાઢવો જ જઈયે જ તે જિવન માટે ખુબજ જરુરી છે.