અજબ ગજબનું જંતર – લલિત વર્મા

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

અજબ ગજબનું જંતર કાયા અજબ ગજબનું જંતર,
વાદક છેડે તાર તો બોલે, નહીંતર મૂગું મંતર….કાયા…

શ્વાસ શ્વાસના તાર ને નાનો હૃદય નામનો ટેકો,
અદીઠ નખલી છેડે સૂર તો લયમાં ભળે છે ઠેકો,
મંદ્ર, મધ્ય, ને તારમાં વાગે, નખશિખ સૂરિલ નિરંતર
……………………………………………. અજબ ગજબનું જંતર….

તાર ચડે તો ચડત સૂરમાં, તાર ઢીલા તો બોદું,
તાર બરાબર મળે ન ત્યાં લગ મૂળ ષડજ ક્યાં શોધું ?
સાંગોપાંગ સમજમાં ના’વે, સૂરતાલનું તંતર
……………………………………………. અજબ ગજબનું જંતર….

તજો વિવાદી, વાદી, સંવાદીને લયમાં સાધી,
અલખ, અનાદિ નાદ સધાતાં લાગે સૂર સમાધિ,
ધીરે ધીરે ઘટે ‘લલિત’ અવ ખાલી, સમનું અંતર.
……………………………………………. અજબ ગજબનું જંતર….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગળ્યાં ગળ્યાં કારેલાં ! – ગુણવંત શાહ
પજવે છે હણહણાટી – સંજુ વાળા Next »   

3 પ્રતિભાવો : અજબ ગજબનું જંતર – લલિત વર્મા

 1. તજો વિવાદી, વાદી, સંવાદીને લયમાં સાધી,
  અલખ, અનાદિ નાદ સધાતાં લાગે સૂર સમાધિ,
  ધીરે ધીરે ઘટે ‘લલિત’ અવ ખાલી, સમનું અંતર.
  ……………………………………………. અજબ ગજબનું જંતર….

  વાહ !

  “રીડ ગુજરાતી” ને ૧૧૧૧/- રૂ. નો પુરસ્કાર “ભજનામૃત વાણી” તરફથી ગુજરાતી સાહિત્યની નિઃસ્વાર્થ સેવા કરવા બદલ આપવામાં આવે છે. ૧૪ જાન્યુઆરી ૨૦૧૧ ના રોજ ૧૧૧૧/- રૂ. નો ચેક લખીને “રીડ ગુજરાતી” ને મોકલી આપવામાં આવશે.

  શ્રી મૃગેશભાઈ – ફૂલ નહી તો ફૂલની પાંખડી જેવી આ રકમ સાહિત્યના પ્રચાર પ્રસારના આપના કાર્યમાં અમારી ભાવના અને શુભેચ્છા રુપે સ્વીકારવા વિનંતી છે.

  આપને ચેક ક્યાં નામે અને ક્યાં સરનામે મોકલી આપું તે જણાવવા વિનંતી.

 2. મુકેશ પંડ્યા says:

  સંગીત અને સાધનાનો સુમેળ.

  તજો વિવાદી, વાદી, સંવાદીને લયમાં સાધી,
  અલખ, અનાદિ નાદ સધાતાં લાગે સૂર સમાધિ,

  વાહ મજા પડી ગઈ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.