પજવે છે હણહણાટી – સંજુ વાળા

[‘શબ્દસૃષ્ટિ’ માંથી સાભાર.]

રોમાંચ ઓ તરફ છે આ બાજુ કમકમાટી
હે સુજ્ઞજન ! આ ક્ષણને આછી કહું કે ઘાટી ?

કોની સ્થિતિમાં હલચલ, છે સ્થિર કઈ સપાટી ?
આ કઈ દિશાથી આવી પજવે છે હણહણાટી ?

જાહેરમાં નહીં તો તું કાનમાં કહી જા –
પથ્થર થયો તે પહેલાં પાણી હતો કે માટી ?

વેચું દરેક વસ્તુ હું તોલ-મોલ વિના
છું હાટડી વગરનો સૌથી જુદો જ હાટી.

છે સૂક્ષ્મ કિન્તુ સક્ષમ આ કાવ્ય નામે ઔષધ
ચાખો, પીઓ કે ચાટો, ખાંડી, દળી કે વાટી.

સંભવ છે એ જગાએ મેળો ભરાય કાલે
નિર્મમપણે જ્યાં આજે ખેલાયું હલદીઘાટી

અક્ષરને એ ના જાણે ના અંકનીય ઓળખ
ભણતર આ એનું કેવું કોરી રહે જ્યાં પાટી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અજબ ગજબનું જંતર – લલિત વર્મા
દ્વિદલ – સંકલિત Next »   

5 પ્રતિભાવો : પજવે છે હણહણાટી – સંજુ વાળા

 1. Prabuddh says:

  બહુ સરસ .. આ શેર સવિશેષ ગમ્યો.
  “સંભવ છે એ જગાએ મેળો ભરાય કાલે
  નિર્મમપણે જ્યાં આજે ખેલાયું હલદીઘાટી”

 2. khub sundar and effective Gazal lakhi chhe

  જાહેરમાં નહીં તો તું કાનમાં કહી જા –
  પથ્થર થયો તે પહેલાં પાણી હતો કે માટી ? aa line mane khubaj gami

 3. sudhir patel says:

  કવિ મિત્ર સંજુ વાળાની ખૂબ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 4. મુકેશ પંડ્યા says:

  ખૂબ જ સુંદર રચના.

  વેચું દરેક વસ્તુ હું તોલ-મોલ વિના
  છું હાટડી વગરનો સૌથી જુદો જ હાટી.

  વાહ મજા પડી ગઈ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.