પૂરી પાંચ ભૂલ….! – ડૉ. શરદ ઠાકર

[‘જનકલ્યાણ’ નવે-ડિસે.-2010માંથી સાભાર.]

ડૉ. સુકુમાર શાહ સ્વભાવે માખણ જેવો કોમળ માણસ અને જમાદાર રાયસંગ એટલે ચપ્પાની તેજ ધાર જોઈ લો ! એની સામે નજર માંડો તોયે ઘસરકો કરી નાખે. આમ તો આ બંને અલગ વ્યવસાયના માણસો; એક ધોળા એપ્રોનમાં ફરતો દેવદૂત અને બીજો ખાખી વર્દીવાળો જમદૂત ! એકબીજાને મળવા માટેનું કોઈ કારણ ન મળે. ન મળાય તો ન મળાય; કદાચ આખી જિંદગી પણ નીકળી જાય. અને છતાં ત્રણ વાર મળવાનું શક્ય બન્યું. ત્રણેય મુલાકાતો ઐતિહાસિક બની ગઈ.

પહેલી વાર એ બેય મળ્યા ચોર્યાશીની સાલમાં. ત્યારે ડૉ. સુકુમાર હજી નવાસવા ડૉકટર બન્યા હતા. સરકારી દવાખાનામાં નોકરીએ રહ્યાને માંડ એકાદ વરસ થયું હશે. એક દિવસ સાંજે સાડા છ વાગ્યે પોલીસ સ્ટેશને જઈને ઊભા રહ્યા. રાયસંગ જમાદાર માટે સાંજ એટલે સુવર્ણયુગ જેવી ગણાય. એ સમયે ઉપરી અધિકારી હાજર ન હોય; એટલે રાયસંગ રંકમાંથી રાય બની ગયા હોય. બગાસું ખાય ત્યાં બહાર ઊભેલી લારીવાળો ચાનો કપ લઈને હાજર. બૂટને અને ચામડાના પટ્ટાને પોલીશ પણ આ જ અરસામાં થઈ જાય. ઘર માટેનું શાકપાંદડું આવી જાય. જમાદાર ખુરશીમાં લાંબા થઈને પડ્યા હોય ત્યારે કામ કાંટા જેવું લાગે. પછી ભલેને એ કાંટો કોમળ હોય – ડૉ. સુકુમાર જેવો !

પટ્ટાવાળા હિંમતે જમાદારના સોનેરી સમયને પિત્તળનો કરી મૂક્યો : ‘કોઈ ફરિયાદી છે. અંદર મોકલું સાહેબ ?’ જમાદાર ખુરશીમાં સહેજ સળવળ્યા. સામે જોયું તો બારણામાં કોઈ સજ્જન ‘ઈસમ’ ઊભો હતો. ‘હા’ પાડવી પડી. ડૉ. સુકુમાર અંદર આવ્યા. ગજવામાંથી પોતાના નામવાળું વિઝિટિંગ કાર્ડ કાઢી ટેબલ પર મૂક્યું. જમાદારે કાર્ડને હાથ પણ ન લગાડ્યો. જ્યાં સુધી જીભ હલાવવાથી કામ પતે ત્યાં સુધી હાથ શા માટે હલાવવા !
‘શું કરો છો ?’ એમણે પૂછ્યું.
‘ડૉકટર છું !’
‘અહીં કોઈ બીમાર નથી.’
‘હું સારવાર કરવા નથી આવ્યો; ફરિયાદ નોંધાવવા માટે આવ્યો છું.’
‘આગળ બોલો.’
‘હું ફિલ્મ જોવા ગયો હતો; બપોરના ત્રણથી છના શોમાં…..’
‘ફિલ્મ ખરાબ હોય તો એની ફરિયાદ અમે લેતા નથી.’
‘ફિલ્મ ખરાબ નહોતી, સારી હતી, ઘણી સારી.’
‘તો એની વધામણી ખાવા માટે અહીં સુધી ધક્કો ખાધો ?’
‘ના; શૉ છુટ્યા પછી મેં મારું કાયનેટીક સ્કૂટર ચાલુ કરવા કોશિશ કરી. ત્યારે ખબર પડી કે એની બેટરી કોઈ ચોરી ગયું છે.’
‘તો ?’
‘ચોરી થાય એટલે ફરિયાદ તો નોંધાવવી જ પડે ને ? અને તમારી પણ ફરજ છે કે….’
‘પોલીસખાતાને એની ફરજ ન શીખવો. તમે તમારી ભૂલ સુધારો એટલે બસ.’ જમાદાર હવે બેઠા થઈ ગયા.
‘મારી ભૂલ ?’
‘હા, તમારી ભૂલ…! એક નહીં પણ પાંચ પાંચ ! ગણાવી બતાવું ?’ ડૉ. સુકુમાર પૂતળું બનીને સાંભળી રહ્યા.

‘પહેલી ભૂલ તો એ કે તમે ફિલ્મ જોવા ગયા જ શા માટે ? મને તો મફતમાં જોવા મળે છે તોયે હું નથી જાતો. બીજી ભૂલ સ્કૂટર લઈને ગયા તે. ચાલીને ગયા હોત તો પગ ઓછા ચોરાઈ જાત ? ત્રીજી ભૂલ અહીં આવવાની કરી. તમને એમ છે કે આ રાયસંગ નવરો બેઠો છે તે તમારી બેટરી શોધી આપશે ? મને આજે સવારે મારું પાકીટ જ નથી મળ્યું, એક કલાક સુધી ઘરમાં શોધ્યું. છેવટે એના વગર આવ્યો છું. આમાં તમારી બેટરી ક્યાંથી મળવાની ? ચોથી ભૂલ તમારી સમજણ અંગેની છે. તમે એમ માનો છો કે ચોરાયેલી બેટરી એમ ને એમ મફતમાં મળી જશે ? એ મેળવતાં નાકે દમ આવી જશે દમ. બીજી પાંચ બેટરી જેટલો ખર્ચ થઈ જશે. અને પાંચમી ભૂલ કઈ એ સમજ્યા ? કે એ પણ મારે જ કહેવી પડશે ?’
‘તમે કહેશો તો જ ખબર પડશે ને ?’ સુકુમાર સાવ નરમઘેંશ હતો.
‘અરે, ડૉક્ટર ! તમને એટલું ભાન નથી ? ચોર ખાલી બેટરી જ ચોરી ગયો છે ને ? સ્કૂટર તો હેમખેમ મૂકી ગયો છે ને ? જાવ, માતાજીના મંદિરે શ્રીફળ વધેરીને ઘરભેગા થઈ જાવ. ઘરવાળી માટે પેંડાયે લેતા જજો.’ પછી પાછા ખુરશીમાં લાંબા થઈને ડૉક્ટર સાંભળે એમ બબડ્યા : ‘માણસો પણ માથાના મળે છે ને કાંઈ ! શું જોઈને ફરિયાદ કરવા ચાલ્યા આવતા હશે ? મારી તો કારણ વગર સાંજ બગાડી નાંખી ને ?’ ડૉ. સુકુમાર પાનખરના ઝાડ જેવા, ઈસ્ત્રી કર્યા વગરના કપડાં જેવા, શૂન્ય રનમાં આઉટ થયેલા બેટ્સમેન જેવા થઈને પાછા ફર્યા. આ એમની જમાદાર સાથેની પહેલી મુલાકાત.

બીજી મુલાકાત લેવી પડે એવા સંજોગો ઊભા થયા પૂરા બાર વર્ષ પછી; એ પણ રાત્રે દોઢ વાગ્યે ! ડૉ. સુકુમાર સરકારી દવાખાનામાં નોકરી કરતા હતા. ઘરે સ્કૂટરને બદલે કાર હતી. છન્નુના ડિસેમ્બરની એક રાત્રે નાટક જોવા માટે ગયા. રાત્રે એક વાગ્યે છૂટ્યા. ગાડીમાં બેસવા જતા હતા, ત્યાં એમણે એક લાલ રંગની મારુતિવાનને પૂરઝડપે રીવર્સમાં આવતી જોઈ. મારુતિવાળા પણ નાટક જોવા જ આવ્યા હશે. ડ્રાઈવરને અંધારામાં ઊભેલી ડૉક્ટરની કાર દેખાણી નહીં હોય એટલે જોરથી અથડાઈ. ધમાકાના અવાજથી ચોંકીને મારુતિવાળાએ ગાડી ભગાવી મૂકી. ડૉકટરની ગાડીમાં મોટો ગોબો પડી ગયો. ડૉક્ટરે નાસતી મારુતિનો નંબર નોંધી લીધો અને સીધા પહોંચી ગયા પોલીસ સ્ટેશને. જમાદાર રાયસંગ અત્યારે નાઈટડ્યુટી પર હતા. રીટાયર્ડ થવા આડે હવે માંડ એકાદ વરસ બચ્યું હતું. જોકે પ્રેક્ટિકલી સ્પીકિંગ તો રાયસંગ નોકરીમાં જોડાયા અને બીજા દિવસથી જ નિવૃત્તિ ભોગવી રહ્યા હતા. આરામ જ્યારે આદત બની ગયો હોય ત્યારે ફરિયાદી નખની નીચે વાગેલી ફાંસ જેવો લાગે એ સ્વાભાવિક છે.

‘બોલો, શું આવ્યા છો ?’થી વાતનો આરંભ થયો ને પાંચ ભૂલો ગણાવવા સાથે ડૉક્ટરની ફરિયાદનો નિકાલ આવ્યો. એમાં પણ પાંચમી ભૂલ તો એમણે ડૉ. સુકુમારની ખોપરીમાં ખીલો ઠોકતા હોય એમ ઠોકી : ‘ગાડીમાં ખાલી આવડું અમથું પતરું જ બેસી ગયું છે, આખી ગાડી તો ભાંગીને ભૂકો નથી થઈ ગઈ ને ? શૂળીનો ઘા સોયથી ટળ્યો એમાં ભગવાનનો પાડ માનો. જાવ, મંદિરે શ્રીફળ વધેરીને ઘરભેગા થઈ જાવ. સો-બસો રૂપરડીના નુકશાનમાં અમારી ઊંઘ ખરાબ કરવા શું જોઈને દોડ્યા આવતા હશો ?’ માખણ જેવા માણસની ચાકુ સાથેની બીજી મુલાકાત આ સંવાદ સાથે પૂરી થઈ.

બીજા બે વર્ષ પસાર થઈ ગયાં. રાયસંગ હવે જમાદાર મટી ગયા હતા. નિવૃત્ત થઈ ગયા હતા. કપડાં પર ચડાવેલી આર ઓસરી ગઈ હતી. ચા-ખાંડ કે પાન-બીડી માટે હવે નાણાં ખર્ચવા પડતા હતા. ત્રણ દીકરીઓને સાસરે વળાવી દીધી હતી. એક હજી કુંવારી હતી. દીકરો નોકરી વગર રસ્તા માપતો હતો. એવામાં જ રાયસંગના માથે આભ તૂટી પડ્યું. જુવાન દીકરી શોભના બહુ રૂપાળી હતી. એક દિવસ એની બહેનપણીઓ જોડે ગામ બહાર આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા ગઈ તે પાછી જ ન આવી. બહેનપણીઓએ રડતાં રડતાં સમાચાર આપ્યા કે શોભનાને કોઈ ગુંડાઓ ઉઠાવી ગયા. ગાડીમાં આવ્યા, શોભનાને ખેંચી લીધી અને ગાડી ભગાવી મૂકી. કાં તો નરી હવસનું પરિણામ, કાં તો જમાદાર સાથેની જૂની અદાવત !

પોલીસખાતાની દોડધામ પછી પણ પત્તો ન લાગ્યો. ત્રીજા દિવસે શોભના પીંખાયેલા કબૂતર જેવી હાલતમાં ઘરે પાછી આવી. પોલીસ કેસ તો હતો જ; શારીરિક તપાસ માટે એને સરકારી દવાખાને લઈ ગયા. રાતના સાડા બાર વાગ્યા હતા. ડૉ. સુકુમાર ઊંઘમાંથી ઊઠીને આવ્યા. રાયસંગને એક નજરમાં ઓળખી ગયા. ખુરશીમાં બેસીને પગ લાંબા કર્યા. પછી બગાસું ખાઈને પૂછ્યું :
‘શું છે ?’
‘સાહેબ, આ મારી દીકરીને ગુંડા ઉઠાવી ગયા. અઢી દિવસ એને ગોંધી રાખી. એની ઉપર બળાત્કાર કર્યો. તમે સર્ટિફિકેટ આપો એટલે કેઈસ આગળ વધે….’
‘જમાદાર, હું ડૉક્ટર છું, એટલે મારી ફરજ તો નિભાવીશ જ; પણ પહેલાં તમને એક વાત કહી દઉં. આમાં ભૂલ તમારી છે. એક નહીં, પણ પૂરી પાંચ ! તમે સાંભળો કે ન સાંભળો પણ મારાથી ગણાવ્યા વગર નહીં રહેવાય. દીકરીને પેદા શા માટે કરી ? એ જુવાન થઈ ગઈ ત્યાં સુધી કુંવારી શા માટે રાખી ? ઘરમાંથી બહાર કેમ કાઢી ? ગુંડાઓ એને ઉપાડી ગયા એમાં પોલીસ ફરિયાદ શા માટે કરી ? તમે એમ માનતા હતા કે પોલીસખાતું એને શોધી કાઢશે ? અને છેલ્લી ભૂલ તમારી સમજશક્તિની છે. હજી તો શોભના પર બળાત્કાર જ થયો છે ને ? એ પ્રેગ્નન્ટ તો નથી ને ? એમ માનો કે શૂળીનો ઘા સોયથી ટળ્યો. જાવ, માતાજીને શ્રીફળ વધેરીને……’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક સાંજ ભૂલી પડી – વર્ષા તન્ના
ઈસ રૂટ કી સભી લાઈનેં વ્યસ્ત હૈ ! – ડૉ. નલિની ગણાત્રા Next »   

37 પ્રતિભાવો : પૂરી પાંચ ભૂલ….! – ડૉ. શરદ ઠાકર

 1. tamanna says:

  superb,

  dr.sharad thakar rocking

 2. પોતે કરેલા ખરાબ વ્યવહારનું પલ્લું જ્યાએ ભરાઇ જાય ત્યારે એ સામે આવે જ

 3. ખુબ જ સરસ………..!

 4. Mayur says:

  આને કેવાય જેવા સાથે તેવા
  સરાસ વાર્તા

 5. unmesh mistry says:

  nehle pe dehla…..good…

 6. Labhshankar Bharad says:

  પોલિસ સ્ટેશનમાં સ્વાભાવિક રીતે જ સૌને થતાં અનુભવોનુ આબેહુબ શબ્દચિત્ર ! તેમજ નિવૃત જમાદારની મનોદશાનું વાર્તામાં સુંદર વર્ણન. ડૉ. ઠાકર સાહેબને સાહિત્ય સેવા માટે અભિનંદન ! !

 7. payal says:

  As always story is good from Dr’s pen.. but my heart goes for poor Shobhna.. Innocent victim became collateral damage.

 8. Payalsoni says:

  Tit For Tat. It is always right. But In this case Sobhna is very innocent.

  thanks Dr. Thakker

  Payal

 9. અશોક જાની 'આનંદ' says:

  રાબેતા મુજબ ડૉ. શરદ ઠાકરની ઉમદા અને ચોટદાર વાર્તા, આને કહેવાય જેવા સાથે તેવા,.કે પછી શેરને માથે સવાશેર….!!!!!.

 10. maitri vayeda says:

  tit for tat !!!!

 11. Moxesh Shah says:

  Tit For Tat by Doctors, also???

  જેવા સાથે તેવા ન થવાય. ક્ષમાઃ વિરસ્ય ભૂષણમ!!

  My heart also goes for poor Shobhna.. Innocent victim became collateral damage.

  • Navin N Modi says:

   મોક્ષેશભાઈ,
   ‘જેવા સાથે તેવા ન થવાય. ક્ષમા વિરસ્ય ભૂષણમ !!’
   આપની એ વાત સાવ સાચી છે. અને વાર્તામાં ડોક્ટરે એમ જ કર્યું છે – પણ એ સાથે એમણે જમાદારને એમણે કરેલ ભૂલો બદલ ચાબખા માર્યા છે જેથી જમાદારને તેના અયોગ્ય વર્તનનો ક્યાલ આવે. ડોક્ટરે સૌ પ્રથમ જ કહ્યું છે કે ” હું ડોક્ટર છું, એટલે મારી ફરજ તો નિભવીશ જ. ”

  • ઈન્દ્રેશ વદન says:

   It’s a fictional story with fictional events and characters. There was no victim in actuality.

  • જય પટેલ says:

   શ્રી મોક્ષેશભાઈ

   આપની જેમ મારૂ પણ માનવું છે કે દાકતર સાહેબ ૧૨ વર્ષ પહેલાં બનેલી ઘટનાનો મનમાં ખાર રાખી
   શોભનાની નાજુક અને મનોઃસ્થિતીને નજર અંદાજ કરી નફ્ફટ જમાદારને ભાષણ આપી દાકતરી જમાદાર થયા.
   દાકતર પણ આખરે માણસ છે પણ તે દાક્તર હોવાથી ઈર્ષા..રાગદ્રેષથી પણ મુકત હોય તો જ દર્દીની ચિકીત્સા
   યોગ્ય રીતે કરી શકે અને તેથી જ ભારતીય સંસ્કારમાં દાક્તરને ઈશ્વરનો પ્રતિનીધી માનવામાં આવે છે.
   પ્રસ્તુત વાર્તામાં દાકતર પોતાની ફરજ ભુલ્યો.

   આનાથી વિરૂધ્ધ જમાદારની રજ સાંભળતાં જ જૂની વાતોને એક જ બાજુ પર શોભનાની સંભાળ તુરંત લીધી હોત તો
   મુઠ્ઠી ઉંચેરો માનવી ગણાત..!! દાકતરે તક ગુમાવી.

 12. nayan panchal says:

  સમયથી બળવાન કંઈ જ નથી. સત્તા, યુવાનીના મદમાં શા માટે છકી જવુ? વળી, કર્મનો સિદ્ધાંત પણ કામ કરે જ છે.

  સારી વાર્તા, આભાર.
  નયન

 13. Deval Nakshiwala says:

  સરસ છે. ડો. શરદની વાર્તાઓનો કાયમી પ્રશંસક રહ્યો છું એટલે વાંચવાની મજા તો આવવાની જ હતી.

 14. dhiraj says:

  વાર્તા તરીકે બરાબર છે
  પણ
  “અવેરે શમે વેર, ના શમે વેર-વેરથી”
  ડોકટર તો ભગવાન પછી બીજા નંબરે છે

 15. Pravin Shah says:

  આમાથિ પોલિસખાતાને સુધરવાની પ્રેરણા મળી શકે.

 16. Dr.Sharadbhai
  Portrait both charectors Very nicely.
  Keep it up the good work.

 17. Veena Dave. USA says:

  સરસ.
  ડો. ઠાકર, ડો. વિજળીવાળા અને શ્રી પરાજિત પટેલની વારતાઓ, સત્ય ઘટનાઓ હંમેશા સારા બોધવાળી, પ્રેરણાદાયી અને હકારાત્મક અંતવાળી હોય છે જે વાંચી મનને પણ શાતા મળે .

 18. Anila Amin says:

  પોલિસ ખાતાની ફરજ પ્રત્યેની ઉદાસિનતા અને બફિકરાઈ સામે પક્ષે ડો.ની ફરજ પ્રત્યેની સભાનતા તેમના પહેલા વાક્યમા

  દેખાઈ આવે છે સાથે ફોજદારને સણસણતો જવાબ આપ્યો એ યોગ્યજ કર્યુજછે . સરસ વાર્તા.

 19. Vaishali Maheshwari says:

  It is a very nice story. It teaches, “As you sow, so shall you reap”. Your deeds, good or bad, will repay you in kind.

  One should never try to misuse the power and authority one possesses. We all should try to help everyone as much as we can. We never know – what is going to happen next at any point in our life!

  Thank you for sharing this story.

 20. Vraj Dave says:

  સહુ જાણે તો છે જ પણ અમલ કરતા નથી.

 21. Gayatri dekavadiya says:

  Good story:-)tit for tet

 22. Parth Gol says:

  વાર્તા ખુબ જ ગમી
  ડો.શરદ ઠાકર ની દરેક વાર્તા મને ગમે છે કારણ કે હુઁ એ મહાન વ્યક્તિત્વ થી હમેઁશા અઁજાયેલો રહ્યો છુ…

 23. Gunjan says:

  i am a big fan of urs dr. thakar so i obviously liked story…. keep it up…

 24. really a nice story by dr. thakar

 25. ડો. શરદભાઇ ઠાકરની વાર્તાઓ એકદમ સરસ હોય છે.સસ્પેન્સ તો છેલ્લે જ ખુલે.જેથી વાર્તામાં જકડાઇ રહેવાય….
  ખુબ સુંદર વાર્તા

 26. digvijay says:

  afsos ni vaat che ke pita na karmo putri e bhogava padya, aa nyay jeva sathe teva no na kehvay, nyay to tyare that jyare tholiyo gambhir bimari ma patkat ne sukumar ni pase javu pade, pan film ni script ni bhul kadhi sakay bhagvan ni lakeli script ni bhul kadhva thi kai fer nai pade, kare koi ne bhogve koi

 27. ranjan pandya says:

  ઊપરવાળાની લાઠીમાં થી અવાજ નથી આવતો……..

 28. hitesh devnani says:

  ઃઃઃઃઃઃ હે માનવ તુ ના કર ગુમાન ;;;;;;;;
  સમય કરાવે સહુને ભાન્
  સમય ની છૅ ન્યારી વાત્
  સમયનુ કરજો સન્માન્ઃઃઃઃઃઃઃઃ

  • RIDDHISH DOBARIYA says:

   નહિ મિત્ર
   ” સમય સમય બલવાન હે નહિ મનુશ બલવાન
   કાબે અર્જુન લુટ્યો વહિ ધનુશ વહિ બાન “

 29. RIDDHISH DOBARIYA says:

  again a good story published by a good person dr.sharad thakar i am a one of the best fane of sharad thakar his colam “ran ma khilyu gulab” & “dr. ni dairy” are also gooooooooood.thanks a lot of dr.sharad thakar.

 30. આને કેવાય જેવા સાથે તેવા
  i like it very much.

 31. Pinky Vijay says:

  I LIKE IT VERY MUCH.I AM A ONE BIGGEST FANE OF YOU MR.SHARAD THAKAR.PLZZZZZ I WANT TO TALK WITH YOU.YOUR NOVEL DR.NI DAYARI AND RANMA KHILYU GULAB ALSO GOOD.

 32. bhavesh dadaga says:

  વેરિ નાઈસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.