ગઝલ – વજુભાઈ પુનાણી ‘સુસ્તી’

[‘નયામાર્ગ’ સામાયિકમાંથી સાભાર.]

હજારો હાથ ફેંકે, સાફ બે હાથે અમે કરતા,
નથી ગણતા તમે માણસ, જુલમ માથે તમે કરતા.

પચાવ્યો ના તમે નરશી, ન ગાંધીને તમે સમજ્યા,
અમારા આયખામાં, ઝેરને સાથે તમે ભરતા.

હવે વર્તન થકી ક્યાં, વેર રાખો છો અમારાથી,
ભીતરમાં ભેદનાં કુપા, ભરી ભાથે તમે ભરતા.

નથી ઈશ્વર અજાણ્યો, આ તમારી પાપ-લીલાથી,
છતાં એના જ નામે આ બધું જાતે તમે કરતાં.

સમય સાથે બધું બદલાય ‘સુસ્તી’ તોય સારું છે,
નહીંતર આ નરકની, વેદના સાથે અમે મરતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાત ‘દીન’ – ડૉ. હિતેષ બી. શાહ
સુરજને આવકારો – દર્શક આચાર્ય Next »   

2 પ્રતિભાવો : ગઝલ – વજુભાઈ પુનાણી ‘સુસ્તી’

  1. nayan panchal says:

    અહીં સમય સાથે બધુ બદલાય તો છે;
    સારુ નથી થતુ પણ વધુ ખરાબ થાય છે.

    સારી ગઝલ.
    નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.