સુરજને આવકારો – દર્શક આચાર્ય

સૂરજ વિના અમારે કરવી હતી સવારો,
અમથા સમયની માથે કરતા નથી પ્રહારો.

કોલાહલો ભલેને લોકો કરે નગરમાં,
ટૌકા કરીને પંખી આપે મને સહારો.

અસ્તિત્વને તમારા કરવું જો હોય ઝળહળ,
ઝાકળ બની સવારે સૂરજને આવકારો.

પામી જશો પરમને મિત્રો તમેય પળમાં,
જો ભીતરે તમારી ધખતો હશે ધખારો.

માણસને શોધવામાં ભૂલી જવાય ખુદને,
તારા નગરના એવાં મોટાં હતાં બજારો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – વજુભાઈ પુનાણી ‘સુસ્તી’
વરસાદનું ચિત્ર – ડૉ. સિલાસ પટેલિયા Next »   

3 પ્રતિભાવો : સુરજને આવકારો – દર્શક આચાર્ય

 1. Sandhya Bhatt says:

  સરસ સંવેદનો લઈને આવતી ગઝલ. દર્શકભાઈની ગઝલો અવારનવાર વાંચવાની મળે છે અને મઝા આવે છે.

 2. nayan panchal says:

  પામી જશો પરમને મિત્રો તમેય પળમાં,
  જો ભીતરે તમારી ધખતો હશે ધખારો.

  સરસ પંક્તિ.
  આસમાન મે ભી છેદ હો શકતા હૈ, બસ એક પથ્થરતો તબિયતસે મારો.

  આભાર,
  નયન

 3. PUNIT RAVAL says:

  દર્શક.
  તમારે માથે ગઝલ્ના આશિર્વાદ વર્સે , વર્સતા રહે….
  – પુનિત રાવલ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.