અહમ, સ્હેજેય…. – હરેશ ‘તથાગત’

કોણ કે’ છે – ‘કોઈ પણ રસ્તો નથી ?’
હામ હો તો પ્હાડ પણ નડતો નથી !

આંગણાનાં ફૂલથી સંતોષ બહુ,
આભને અડવા કદી મથતો નથી !

પ્રેમપત્રો ઓળખું છું રોજ હું,
એ જુદી છે વાત, મોકલતો નથી !

જોતજોતા આયખું તો ઓગળ્યું,
કાં અહમ, સ્હેજેય ઓગળતો નથી ?!

કોણ આવીને લખાવી જાય છે ?
હું ગઝલ ક્યારેય ખુદ લખતો નથી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વરસાદનું ચિત્ર – ડૉ. સિલાસ પટેલિયા
બે બાળવાર્તાઓ – રમણલાલ સોની Next »   

14 પ્રતિભાવો : અહમ, સ્હેજેય…. – હરેશ ‘તથાગત’

 1. Ankit says:

  સુંદર રચના
  અંતિમ પક્તિઓ સાચેજ દિલ માં કઐક સળવળાટ કરી ગઇ.
  આમય આપણે શું કરી શકીએ છીએ?
  બસ બધુ થઈ જાય છે.
  અને આપણે તો નિમીત બની જૈએ છીયે.

  વાહ હરેશભાઈ વાહ!!!
  કોણ આવીને લખાવી જાય છે ?
  હું ગઝલ ક્યારેય ખુદ લખતો નથી

 2. sunil U S A says:

  સુન્દર અતિસુન્દર. આભાર.

 3. Labhshankar Bharad says:

  ગઝલની અંતિમ બન્ને પંક્તિઓ ખૂબ જ સરસ છે. અહમ્‌ને ઓગાળવામાં કદાચ આયખાઓ પણ ઓછા પડે ! જો કે કવિએ ગઝલ પોતે ક્યારેય લખતા નથી, કોઈ લખાવી જાય છે તેમ કહી તેપનો અહમ્‌ ઓગળી ગયાનો એહસાસ ચોક્કસ કરાવી દીધો છે.

 4. અશોક જાની 'આનંદ' says:

  સુંદર ગઝલ,

  આ ખૂબ ગમ્યું…. કોણ આવીને લખાવી જાય છે ?
  હું ગઝલ ક્યારેય ખુદ લખતો નથી ! મારી અનુભુતિ પણ કંઇક આવી જ છે…..

 5. Vraj Dave says:

  વાહ. તારીફ કરું ક્યા ઉસકી જીસને તુમ્હે બનાયા……!!!!!

 6. darshna says:

  wow wonderful……..

 7. Jagruti Vaghela says:

  સુંદર ગઝલ. બધી પંક્તિઓ સરસ.

 8. Rachana says:

  આંગણાનાં ફૂલથી સંતોષ બહુ,
  આભને અડવા કદી મથતો નથી ……….સરસ ગઝલ

 9. Rachana says:

  આંગણાનાં ફૂલથી સંતોષ બહુ,
  આભને અડવા કદી મથતો નથી ……..સરસ રચના

 10. Hiren Patel shihol says:

  વાહ હરિશભાઈ
  એમના સિવાય કોણ લખાવે

 11. vinodbhai baria says:

  આપનિ ગજ સર લાગિ

 12. vinodbhai baria says:

  good..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.