રીવા – ચન્દ્રકાન્ત બક્ષી

[ શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા દ્વારા સંપાદિત ‘ગુજરાતી આત્મકથાલેખન’ પુસ્તકમાંથી સાભાર.]

રીવાના બાલ્યકાળનાં એ વર્ષો સ્મૃતિપટ પર તાદશ્ય છે. બાળકને ત્રણ-ચાર-પાંચ-છ વર્ષનું થતું જોવું, એની સાથે જીવવું, જીવનને બાળકની આંખે સમજવું એક અભૂતપૂર્વ અનુભવ હતો. મોટા થવું સહેલું છે, પ્રયત્ન વિના પણ સમયના વહનની સાથે માણસ મોટો થતો જાય છે, પણ નાના થતા જવું, નાના થઈ જવું એક આયાસ માગી લે છે. એકસાથે આટલાં બધાં વર્ષોની બાદબાકી, ધુમ્મસ છંટાવાની સાથે નદીનો સર્પાકાર પટ, એક પૂરો મૈદાની ઈલાકો, દૂરનું ગામ, નાનાં મકાનોમાંથી ઊડતા જુદા જુદા ધુમાડાઓ, તડકાનું ખૂલવું, નદીનું આકાશી ચમકવું, એક બિખરાવનું ઝૂલીઝૂલી જવું, રીવાનો બાલ્યકાળ એ વર્ષો છે મારે માટે….. અતીતનો એક લૅન્ડસ્કેપ.

અને એક દિવસ મેં એને એક જ થપ્પડ મારી હતી જોરથી, એ ટાઈ અને યુનિફોર્મ પહેરીને, બૅગ લઈને, પાણીની બૉટલ લઈને તૈયાર થઈ હતી અને એને સ્કૂલે જવું ન હતું. કારણ કે મારે અડધી રજા હતી અને હું ઘેર હતો. અને આ રીતે એક સપ્તાહ પહેલાં પણ એ સ્કૂલે ગઈ ન હતી. અને એ થપ્પડની એને કલ્પના જ ન હતી. ડૅડી મારી શકે, એના નાના સુંવાળા ગાલ પર મારો વજનદાર હાથ પડી જાય… બધું જ ઊડી ગયું, પાણીની બૉટલ, બૅગ, એ એટલી બધી ચમકી ગઈ કે રડી પણ શકી નહિ. એ દિવસ હું જિંદગીભર ભૂલી નહિ શકું. બકુલાએ એને સંભાળી લીધી પણ એ દિવસે એની નાની આંખોમાં હું ગુનેગાર હતો. બપોરે સ્ટોર પર ગયો. સાંજે વહેલો આવી ગયો, મારી ભૂલ માટે, પ્રાયશ્ચિત માટે, માફી માગવા માટે. પણ મારી સાથે કંઈ ન હતું. એ આખો દિવસ હું બેચેન થઈ ગયો. બધા જ ખરાબ વિચારો આવી ગયા. બચ્ચાંને આંખ પર, મગજ પર કંઈક અસર થઈ જશે તો ? આટલા નાના ચાર વર્ષના નિરીહ બાળકને પણ મારે મારવું પડે છે ? નાની નાની બેબીઓને મારનારા પાપાઓ મને સૌથી ક્રૂર અને બર્બર માણસો લાગ્યા છે. બસ, એ એક અપવાદ સિવાય મારો હાથ ક્યારેય એના પર ઊપડ્યો નથી. બાળકની આંખોમાં પિતા ઈશ્વરથી મોટો હોય છે…….

દરેકને નાનપણના એ દિવસો યાદ રહી જાય છે જે દિવસોમાં પિતાની આંગળી પકડીને ફર્યા હતા, મજા કરી હતી. મજાનું બીજું નામ છે : યાદ. રીવાની સાથે સ્મૃતિઓનો એક સમુદ્ર વહી રહ્યો છે – એનો આગલો દાંત હાલતો હતો, એનાં સૅંડલ નાનાં પડી ગયાં હતાં, એના વાળની પોની બાંધી શકાતી હતી, એને દરવાજાનો નૉબ ખોલતાં આવડી ગયો હતો, એ પોતાની મેળે ફ્રોક કાઢી શકતી હતી, એને નવો નાઈટ સૂટ પહેરવાને લીધે ઊંઘ આવતી ન હતી, એને ઍર-લેટરમાં મેં પેન્સિલની લીટીઓ દોરી આપી હતી કે જેથી એ સીધા અક્ષરો લખી શકે, ઈંડાની પાસે બે કબૂતરો જોઈને એણે કહ્યું : ‘ઈંડાનાં ડૅડી અને મમ્મી આવી ગયાં !’ અને એ દિવસો જ્યારે પ્લેન ન્યૂયોર્કના જ્યોર્જ એફ. કેનેડી ઍરપૉર્ટથી લંડન આવવા ઊડ્યું ત્યારે નીચે ઝળહળતો પ્રકાશ બતાવવા માટે એણે મારી આંખો ખોલાવી હતી : ‘ડૅડી, જુઓ !’ અને જ્યારે કેલેથી પૅરિસ જતી બસમાં ફ્રેંચ પુલિસમૅન અમારો પાસપોર્ટ લઈને ચાલ્યો ગયો અને બસ ઊપડી ત્યારે એણે મને પર્સ આપીને કહ્યું હતું : ‘આપણા પાસપોર્ટ ? ઊભા રહો, મને ડ્રાઈવરને કહેવા દો !……’ અને એ પાસપોર્ટ લઈ આવી હતી. અને પ્લેનમાં લૅંડિંગ વખતે હું અસ્વસ્થ થઈ ગયો ત્યારે, મારી પીઠ પર હાથ ફેરવીને ડિસ્પોઝલ બૅગ ખોલીને, ઍર-હૉસ્ટેસ પાસે કોકનાં કેન મંગાવીને એણે કહ્યું હતું : ‘ડૅડી ! રિલેક્સ….! કંઈ થાય છે તમને ?’
નાની હતી ત્યારે એ પૂછતી : ‘રાતે બત્તીઓ બંધ થાય પછી માછલીઓ સૂઈ જાય ?’
હવે એ સમજે છે. એક રાતે બત્તીઓ બંધ થશે. ડૅડી પણ સૂઈ જશે.

એનું એક આખું નાનપણ હું એની સાથે જીવ્યો છું અને મને ખૂબ જ સકુન મળ્યો છે. પોતાના જ સંતાન માટે જેને પ્રેમ નથી, પોતાના જ સંતાન માટે જેની પાસે સમય નથી એવા લોકો માટે મને આદર નથી. અને એવા લોકોમાં ગાંધીજી પણ આવી જાય છે. એક પિતા અને પતિ તરીકે મારી દષ્ટિએ ગાંધીજી તદ્દન નિષ્ફળ મનુષ્ય હતા. જે પિતા એના બાળકનાં રમકડાંઓ સાથે રમી શક્યો નથી, સાંજે એની સાથે ફરી શક્યો નથી, રાત્રે લાઈટોના રોમાંચમાં એની સાથે ખુશીમાં તરબોળ થઈ શક્યો નથી, ઘેર પાછાં ફરતાં એને માટે કંઈ લાવી શક્યો નથી એ ક્યા પ્રકારનો પિતા છે ! સંતાનનો પ્રેમ પણ દરેક પિતાના કિસ્મતમાં હોતો નથી.

સર્કસ, ઝૂ, ફેસ (ક્રિસમસ સમયે અને શિયાળામાં કલકત્તામાં થતી રમતો અને રોશનીનો મેળો), નદીકિનારો… રીવાને લઈને હું ખૂબ ફર્યો છું. કલકત્તાનું ચિડિયાખાનું કે ઝૂ ભારતનું શ્રેષ્ઠ છે. ઝૂના દરવાજામાં કૅન્ડી-ફલોસ લઈને ખાતાં ખાતાં રીવા પૂછતી;
‘ઝૂમાં કાગડો હોય ?’
‘ના બેટા, ઝૂમાં કાગડો ન હોય.’
ઝૂમાં એક કાળું હંસ હતું જે પાસે આવીને ચાંચ ખોલીને ગુલાબી જીભ થરથરાવતું ઊભું રહી જતું હતું. વાંદરો પગ લંબાવીને, પગથી મગફળી લઈને, ફોલીને ખાઈ જતો હતો. શરીર પર રુવાંટીવાળું હાથીનું એક બચ્ચું હતું. બિલ્લીના બચ્ચાને આંગળી અડાડીને એ હાથ ખેંચી લેતી હતી. ઝૂમાં સફેદ વાઘ જોવાની લાઈન બહુ મોટી હતી, એને ખભા પર બેસાડીને લાઈનમાં ઊભો રહ્યો હતો.
‘તને પાંજરામાં વ્હાઈટ ટાઈગર દેખાય છે ?’
‘હા….! મોટ્ટો છે….!’ એ મારી સામે જોયા વિના જ જવાબ આપતી.

હું વાર્તાઓ બનાવી બનાવીને કહ્યા કરતો, લગભગ રોજ રાત્રે ! એક બંદર ઝૂમાંથી ભાગી ગયો. પછી હોટેલમાં ગયો, આઈસ્ક્રીમ ખાવા.
‘કયો આઈસ્ક્રીમ, ડેડી ?’
‘વેનીલા !….’
‘નહીં, સ્ટ્રૉબેરી !…’
‘હા બેટા, સ્ટ્રૉબેરી !….’
‘નહિ નહિ, ટુટી-ફ્રૂટી !…’
‘હા… ટુટી-ફ્રૂટી !…’ વાર્તાઓ રોજ ખૂલતી જતી હતી…. ખૂબ બરફ પડ્યો. એક બતકનું બચ્ચું હતું. રસ્તો ભૂલી ગયું. બચ્ચું સફેદ. નદી સફેદ. પાણી સફેદ. ઝાડ સફેદ…
‘પછી ડૅડી ?’
‘બતકની મમ્મી જ ન દેખાય !’
રીવા કહેતી : ‘ડૅડી ! એવી વાર્તા નહિ કરવાની…..!’
‘અચ્છા, હવે તારે પોએટ્રી ગાવાની…’ અને એ એનાં પ્રિય જોડકણાંઓમાંથી બે ચાર ગાતી…. :

ડીપ ડીપ ડીપ
માય બ્લ્યૂ શીપ
સેઈલિંગ ઈન ધ વૉટર
લાઈક અ કપ ઈન સોસ
ડીપ ડીપ ડીપ….

અને એ બધું જ યાદ છે, ઘડિયાળ પહેરાવી હતી, કાનમાં કટકટ સંભળાવ્યું હતું, ટાઈમ-પીસનું ઍલાર્મ વગાડ્યું હતું, રંગીન છત્રી ખોલીને ઘર ઘર રમાડ્યું હતું, નંબરો શીખવ્યા હતા. રંગોનાં નામ કહ્યાં હતાં. આઈસ સંદેશ અને ખસનું શરબત અને કુલફી. એક વાર હું એને નદીકિનારે આઉટ્રામઘાટ પર ફ્લોટિંગ બફે નામની તરતી હોટલમાં આઈસ્ક્રીમ ખાવા લઈ ગયો હતો. એક લૉંચ આવી, જેટીને ધક્કો લાગ્યો, ફલોટિંગ-બફે હાલી, રીવાનો આઈસ્ક્રીમ એના ફ્રૉક પર પડી ગયો. લાકડાનાં પગથિયાં નદીના પાણીમાં ઊતરતાં હતાં ત્યાં બેસીને અમે મગફળી ખાતાં હતાં. શિયાળાના લગભગ દર રવિવારે હું એને સવારના તડકામાં વિક્ટોરિયા મેમોરિયલ લઈ જતો. એ હંમેશાં ઘાસ છોડીને કાંકરીઓના ગ્રૅવલ-માર્ગ પર નીચું જોઈને ચાલતી કારણ કે ચાલવાનો અવાજ થતો હતો ! હું એની સાથે સહેલા અંગ્રેજીમાં થોડું થોડું બોલતો કે જેથી એ શીખી શકે. હું પીઠ પાછળ હાથ રાખીને ચાલતો એટલે એ પણ પીઠ પાછળ હાથ રાખીને ચાલતી. એને બેંચ પર ઊભી રાખીને હું ફોટા પાડતો, અને એને બેંચ પરથી ઊતરતાં આવડતું ન હતું. પહેલી વાર ચશ્માં લાવ્યા હતા અને એક ફુગ્ગો લાવ્યો હતો અને પહેલે જ દિવસે ઘરમાં પહેલી જ મિનિટોમાં ફુગ્ગાને બદલે એણે ચશ્માં ઉડાવી દીધાં હતાં….. ફોટામાં પાણી જોઈને એણે કહ્યું હતું : ‘ડૅડી ! સંભળાતું નથી ! પાણી હાલે છે :’…… અને 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે બ્લૅક-આઉટ થતો ત્યારે એ કહેતી : ‘ડૅડી ! સંભળાતું નથી !’

સુખ કે સુખનો થાક કે સુખના થાકનો ગર્વ…. કોઈ જ વસ્તુની સમજ ન હતી. એ દિવસો હતા ગર્વ વિનાના, ઈર્ષ્યા વિનાના. નાની રીવા એક જોડકણું ગાતી જે મને બહુ ગમતું :
ચબી ચિક્સ
ડિમ્પલ્ડ ચીન
કર્લી હેર
વેટી ફેર
આઈઝ આર બ્લ્યૂ
લવલી ટુ
મમ્મીઝ પેટ

ઈઝ ધેટ યૂ ?….. અને એ બાજુમાં સૂઈ જતી ત્યારે અંધારામાં હું વિચાર કરતો રહેતો કે હું બદમાશ જીવન જીવ્યો છું. ઈચ્છું છું કે મારો જમાઈ સારો માણસ હોય, મારા જેવો ન હોય કમથી કમ…!

(બક્ષીનામા ભાગ-3 : 1988)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અજય-દેવનો ગણ – ડૉ. કમલેશ આવસત્થી
ત્યારે કરીશું શું ? (ભાગ-2) – લિયો ટોલ્સટોય Next »   

29 પ્રતિભાવો : રીવા – ચન્દ્રકાન્ત બક્ષી

 1. trupti says:

  દિકરી ને પિતા ના સંબધો ને લાગણીઓ ને વાચા આપતી સુંદર ક્રુતિ.

 2. Kinjal Thakkar says:

  Darek Pita ni ichha hoy che ke teni dikri ne tena thi vadhu saro jivansathi male….Ek nirdosh rajuat Dikri ane pita na kuna kuna sambandho ni…..!!!

  • સાચી વાત ચે તમારિ દરેક પીતા પોતની દીકરી માટે સારો જીવનસાથી સોધતા હોય ચે જે તેની દીકરીને સમજિ સકે અને તેનિ કાળજી લઇ સકે

 3. rathod shwetketu says:

  બહુ સરસ ચે

 4. rathod shwetketu says:

  very very imotional this is very attractive and ya every father want that his daughter get a person who love his daughter more that he!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 5. unmesh mistry says:

  nicely presented relationship of daughter & father……Dikri Vhal no Dariyo hoi j chhe……

 6. જગત દવે says:

  બાળકને ત્રણ-ચાર-પાંચ-છ વર્ષનું થતું જોવું, એની સાથે જીવવું, જીવનને બાળકની આંખે સમજવું એક અભૂતપૂર્વ અનુભવ છે……હું હાલમાં મારી દિકરીઓ સાથે એ અનુભવી રહ્યો છુ.

  ઈશ્વર દરેક દંપતિને એક દિકરી આપે. -દુનિયા ઓછી ક્રુર થશે.

 7. kishor joshi says:

  I read again this article. first when the book Baxinama was published., when i was a young boy. Today i read it and understand the real meaning to be a father of a girl, because i have two charming girls and i think myself among the lucky persons who have girl child. Without a girl no Man can be a complete father.

 8. ખુબ સુંદર. હજી મારી સ્મૃતિમાં મારુ બાળપણ જીવે છે.

 9. Ramesh Shah says:

  ખુબ જ હ્રદયદ્રાવક. વાંચતાં સહેજે આંખ ભરાય આવે. મારે દિકરી નથી પણ બે દિકરાઓ છે પણ મારી પૌત્રિઓ મને ખોટ નથી સાલવા દેતી.
  Thank God.

 10. Hetal Vyas says:

  જે પિતા એના બાળકનાં રમકડાંઓ સાથે રમી શક્યો નથી, સાંજે એની સાથે ફરી શક્યો નથી, રાત્રે લાઈટોના રોમાંચમાં એની સાથે ખુશીમાં તરબોળ થઈ શક્યો નથી, ઘેર પાછાં ફરતાં એને માટે કંઈ લાવી શક્યો નથી એ ક્યા પ્રકારનો પિતા છે ! સંતાનનો પ્રેમ પણ દરેક પિતાના કિસ્મતમાં હોતો નથી ………..ખુબ સાચિ વાત

 11. Ranjan K. Joshi and Kamlesh K. Joshi says:

  એક દિકરી ની લાગણી ને આપ પૂર્ણપણે સમજી શક્યા સર.

  આવા લેખો લખતા રહે જો.. અમારા માઁ ઉર્જા સન્ચાર કરતા રહે જો.

 12. nayan panchal says:

  દીકરી અને પિતાના સંબંધો ખરેખર અદભુત હોય છે. પુરુષોના કઠણ હ્રદયને પીગળાવવાનુ ગજુ પુત્ર કે પત્નીનુ નહીં, એ કામ તો દીકરી જ કરી શકે.

  ખૂબ આભાર,
  નયન

 13. Jinal says:

  ખુબ જ ભાવવાહી.
  મને હમણા જ ક્યાક સાંભળવા મલ્યુ. “A father is not a father untill he has a daughter” . કેટ્લુ સાચુ અને કેટલુ મીઠુ.!!

 14. Rachana says:

  બાળકની આંખોમાં પિતા ઈશ્વરથી મોટો હોય છે…….ચન્દ્રકાંત બક્ષી ની ઘણી નવલકથા માં પિતા પુત્રિ ના સબંધને ખુબજ સુન્દર રીતે પ્રસ્તુત થતો વાંચવા મળ્યો છે…….

 15. I really missed my daughter. Because She is one and half year old and I never meet her after her birth, becasue I am in UAE since 2 years. I daily listen her voice bye telephone. I remembered my daughter too much my reading this story. Thank you very much.

 16. Anila Amin says:

  આખો લેખ વાચ્યા પછી મને મારા પિતા અને મારી પૌત્રી જે અત્યારે ઇન્ડિયામા છે મને એની ખોટ બહુ સાલેછે .રોજ ફોન

  કરેછે અને કહેછે બા તમે જલ્દી પછા આવી જાઓ. અહીયા તમારા વગર કઈ સારુ છે જ નહિ .ત્યારે પેલો નીદા ફઝલીનો શૅર

  યાદ આવેછે કે—” ઘર સે મન્ઝીલ તો બહોત દૂર હૈ, ચલો યુ કરદે કીસી રોતે બચ્ચેકો હસાયા જાય”.

 17. Veena Dave. USA says:

  આજે મારા પપ્પાનો જન્મદિવસ છે. મારા પપ્પાતો હયાત નથી પણ પપ્પાની સાથેની સ્મૃતિઓ હમણા જ મારા ભાઈ સાથે વાગોળી. મારા પપ્પા સ્ટેશન માસ્તર હતા એટલે અનેક વખત હુ મારા પપ્પા સાથે એન્જીનમા (વરાળવાળા) ઉભી રહીને વટવાથી મણિનગર જતી. ભવ્ય અને અજાયબ સ્મૃતિ છે આ મારા માટે.
  સરસ લેખ.

 18. Dhruti says:

  touchy….luv it.

 19. dhiraj says:

  એનો આગલો દાંત હાલતો હતો….. થી …..ડૅડી ! રિલેક્સ….! કંઈ થાય છે તમને ?.. સુધી ની આવી કેટલીક ક્ષણો આપણે પણ જીવ્યા હોઈશું પણ આવું અવલોકન નથી કર્યું .

  ગાંધીજી પિતા તરીકે નિષ્ફળ હતા અને તેજ રાષ્ટ્રપિતા પણ છે.
  આકાશ માં ઉડવા માટે પંખીએ પાંજરું છોડવું પડે છે,
  અંતરીક્ષ માં જવા માટે રોકેટે ધરતી છોડાવી પડે છે.
  સ્વામી વિવેકાનંદ ભારતમાતા ના લાડકવાયા પુત્ર છે પણ એમને પણ પોતાની માતા નો ત્યાગ કરવો પડ્યો હતો.
  સમષ્ટિ સાથે જોડાનારે પરિવાર છોડવો પડે છે.

  • sanket says:

   એમાં બક્ષી સાહેબ ના પણ નથી પાડતા. અહિયા એક પિતા તરીકેનું ગાંધીજીનું ચિત્ર દોર્યું છે. બાકી બક્ષી પોતે જ કહેતા કે.. ગાંધીજી વિષે કોઈ જેમ તેમ બોલે તો મારો પ્રતિભાવ બહુ હિંસક કોય છે. હું હિંસક ગાંધીવાદી છું.

 20. AISHWARYANAND says:

  I have been a great fan of Mr.Bakshi…
  and the description for each and every activity of child is great narration ……
  I wish I will have a daughter………

 21. Manish Raval says:

  બ હુ જ સરસ

 22. Jagruti Vaghela(USA) says:

  લેખ વાંચતા મને મારા પપ્પાની યાદ આવી ગઈ અને આંખમાં આંસુ આવી ગયા.

 23. charmi says:

  hi missing dad…… out of india for 10 yr but still any little thing need ask dad…. dad is like god. missing dad. lots of love charmi. if i make cloths of my skin and give it to him its not enough… what he did for me. love this article…

 24. the article has reminded me of the song BACCHA MAN KEY SACHCH A YA HAI NANA HAI FOOL JO LAGTA MAN KAY PAYARA BHAGWAN KO LAGTA PYARA>>>>NICE

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.