ઝૂરાપો એટલે… – નીલમ દોશી

[રીડગુજરાતીને આ લઘુકથા મોકલવા માટે શ્રીમતી નીલમબેનનો (આંધ્રપ્રદેશ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો.]

‘આ બાપા યે ખરા છે. એ ધૂળવાળા ગામડાનો મોહ છૂટતો નથી. કહી કહીને થાકી ગયો….પણ….’ મને અહીં ન ગમે…. ગામ વિના મને બધે ઝૂરાપો લાગે… ત્યાં બધા આપણા પોતાના હોય – એવી રટ લગાવીને બે મહિનામાં બાપુજી ભાગી ગયા. અહીં ન ગમવા જેવું શું હતું ? ગામડામાં વળી પોતાનું કોણ છે ? કોનો ઝૂરાપો લાગે છે ? અને આ ઝૂરાપો વળી કઇ બલા છે ? અહીં આટલી સાહ્યબી છે….શાંતિથી રહ્યા હોત તો ? ત્યાં શું દાટયું છે ? સાજા માંદા થાય તો ત્યાં કોણ ? ગામડામાં શું સગવડ મળવાની હતી ? પણ માને કોણ ? પોતે એક માત્ર દીકરો છે તે અહીં છે. પછી આ શેની રટ લગાવીને બેઠા છે બાપુજી ? આ કયા ઝૂરાપાની વાત કરે છે ? ઝૂરાપો એટલે શું કોઈ સમજાવશે તેમને ?….. અનિકેતના મનમાં સવાલ ઉઠયો. પણ બાપુજી તો હવે કયાં રહ્યાં હતાં ? કોને પૂછે તે ? એવી બધી વેવલી વાતો માટે અહીં સમય જ કયાં છે ?

જો કે આજકાલ તો તેની પાસે સમયનો તોટો નથી. ચાર દિવસથી તેને તાવ છે. ઘરમાં કોઇને ખાસ જાણ નથી. એનાને રાત્રે કહ્યું હતું તો…..
‘ઓહ….અનિ, યુ ટેઇક સમ મેડીસીન…ઓર ગો ટુ હોસ્પીટલ…આઇ એમ નોટ ડોકટર…અને આમ પણ કાલે મારે મિસ્ટર સ્મિથ સાથે લંચ છે…સોરી..ડાર્લિંગ…’ બગાસું ખાતી એના પડખું ફરી સૂઈ ગઈ. સવારે ‘ટેઇક કેર.. ઓકે.. બાય…ગેટવેલ સુન….’ કહી ફૂલનો બંચ મૂકી તે ભાગી. દીકરી અને દીકરો તો વહેલી સવારે જ કયાંક ચાલી ગયા હતાં.
બપોરે અનિકેતનો તાવ વધ્યો. શરીર આખું ધ્રૂજતું હતું. એકલો ડ્રાઇવ કરી તે હોસ્પીટલે માંડ માંડ પહોંચ્યો અને હવે વોર્ડમાં આંખો બંધ કરી તાવના ઘેનમાં તરફડતો હતો. આસપાસ કોઇ નહોતું દેખાતું. પણ ના…ના….આંખો બંધ કરી ત્યાં બાપુજી હાજરાહજૂર…..આ દેખાય ! તે એકલો કયાં હતો ? હવે તો બાપુજીના શબ્દો પણ કાનમાં આ પડઘાયા…
‘જરા વાર તું સૂઇ જા. હું પોતા મૂકું છું. કાલે પણ તું આખી રાત સૂઈ નથી….’
દસ વરસના અનિકેતના ધીકતા કપાળ પર સતત પોતા મૂકતી બાને બાપુજી કયારના કહી રહ્યાં હતાં. પરંતુ બા માનતી નહોતી. અનિકેતના ફિક્કા બની ગયેલ ચહેરા પર આજે વરસો પછી પણ સ્મિતની લહેરખી અનાયાસે ફરી વળી…… બા બાજુમાં છે…..બાપુજી છે…..હાશ..! હવે શાંતિ..આરામથી સૂવાશે. નાનો હતો ને પરીક્ષા વખતે કે કોઈ પણ કામમાં હિંમત હારી જાય ત્યારે બાપુજી મોરચો સંભાળી લેતાં. આજે પણ એ જ સંભાળશે. મારે શું ? એ બધી ચિંતા કરવાનું કામ કંઈ મારું થોડું છે ? હવે બાપુજી જાણે ને એનું કામ જાણે. હું તો આંખો બંધ કરીને આ સૂતો.

અને અનિકેતે જોશથી આંખો મીંચી દીધી. ત્યાં તો… એકલા બાપુજી જ નહીં….બા પણ હાજર….
‘ના, ના, આખો દિવસ તો તમે જ પોતાં મૂકયા છે. હવે થોડીવાર આરામ કરો. હું છું ને ?’
‘બેટા, આ બે ચમચી મોસંબીનો જયુસ પી લે… સારું લાગશે.’ બાપુજી જાતે જયુસ કાઢી પુત્રને પીવડાવવાની માથાકૂટ કરી રહ્યા હતા. અનિકેતનો હાથ આ ક્ષણે પણ અનાયાસે લંબાયો… પણ….! એ વખતે છ દિવસ સુધી બા-બાપુજી કોઈ અનિકેત પાસેથી આઘું નહોતું ખસ્યું.
‘તમારે કામ હોય તો થોડીવાર દુકાને જઇ આવો….આજે તો અનિને થોડું સારું છે અને હું અહીં જ બેઠી છું…’
‘ના, ના, દુકાને જઈશ તો પણ મારો જીવ અહીં જ રહેશે. દુકાન કંઈ અનિકેતથી વધારે થોડી છે ? એવી તો કૈંક કમાણી દીકરા પર ઓળઘોળ છે….’

‘ઓહ…..ડેડ……વી હેવ નો ટાઈમ….યુ ટેઈક રેસ્ટ…..અમે અહીં બેસીને શું કરીએ ? વી આર નોટ ડોકટર….ઓકે..બાય….’ આ કયા શબ્દો ભેળસેળ થઈ રહ્યાં હતાં અનિકેતના કાનમાં….?
અનિકેતની દ્રષ્ટિ સામે દેખાય છે…..
તાવ ઉતર્યા પછી ઉનાળાના તાપમાં ખુલ્લા પગે માતાજીની દેરીએ માનતા પૂરી કરવા જતી મા… અને નાનકડા અનિકેતને સાથે લઈ તેના હાથે બાલાશ્રમના બાળકોને ભોજન કરાવતા પિતાજી…! અચાનક અનિકેતની આંખો ખૂલી ગઈ. બા, બાપુજી હમણાં તો અહીં હતા. આટલીવારમાં કયાં ગાયબ થઈ ગયા ? બેબાકળા બની ઉઠેલા અનિકેતે આસપાસ નજર ફેરવી. પરંતુ કોઈ દેખાયું નહીં. બા, બાપુજી હવામાં ઓગળી ગયા ? પોતાને આમ તરફડતો મૂકીને ?

અનિકેતની ધૂંધળી બનેલી નજરની આરપાર દેખાતો હતો બાપુજીનો કરચલીવાળો ચહેરો…. કાનમાં ગૂંજી રહ્યાં હતાં બાપુજીના શબ્દો…. : ‘ગામ વિના મને બધે ઝૂરાપો લાગે….ત્યાં બધા આપણા હોય…’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાર્તારસ – હરિશ્ચંદ્ર
માગો તે જરૂરથી મળશે – ગોવિંદ શાહ Next »   

30 પ્રતિભાવો : ઝૂરાપો એટલે… – નીલમ દોશી

 1. ખુબ સુંદર ને ચોટદાર.

  ઝૂરાપાની વ્યાખ્યા નહિ પણ ઝૂરાપો પોતે જ સમજાવી ગયો ‘ઝૂરાપો’ એટલે શું..

 2. Ankit Shah says:

  ખુબ જ સરસ…જે અનુભવે તે જ સમજિ શકે ઝુરાપો…

 3. Maulik says:

  ખુબજ સરસ …. આ લેખ કદચ પ્રથમ વખત મા સમજ ન આવે ..
  બહુજ લામ્બા સમય પચ્હિ કૈક સારો લેખ વન્ચ્યો.
  ખુબ ખુબ આભર્..

 4. unmesh mistry says:

  Very very good….Now a days, all r becoming selfish…..To care someone is old fashion…..Nice..

 5. જગત દવે says:

  લેખિકા શ્રીમતી નીલમબેને આંધ્રપ્રદેશમાં રહીને તેમનો વતનનો ઝુરાપો કદાચ વાર્તા રૂપે અહીં પ્રગટ કર્યો છે.

  ખરેખર એક ઉતમ વાર્તા.

 6. અશોક જાની 'આનંદ' says:

  સુંદર વાર્તા, નીલમબેનને ખાસ અભિનંદન, ગુજરાતથી દૂર રહીને પણ ગુજરાતી ભાષા સાથેનો નાળ સંબંધ જાળવી રાખવા માટે.

 7. Deval Nakshiwala says:

  સરસ વાર્તા હતી.

  ઝુરાપાનો જાત અનુભવ થયા વગર તેનો અર્થ સમજી શકાય નહી.

 8. Gunjan says:

  nice story… but can anyone plz tell me abt zoorapo… i dont get the proper meanning…

 9. Vipul says:

  ખરેખર ખુબજ સુન્દર વાર્તા..

 10. Parag says:

  I m working in abu dhabi tht’s why i can understand ZURAPO. My family is in porbandar

 11. Good story ! Only way to understand others feelings. Put your feet in to their shoes !!!

  I, think “Lonliness” or ” missing some(thing – body) constantly” might be a closer meaning of ZOORAPO.

 12. Pravin Shah says:

  કોઇ વ્યક્તિ ખરેખર પોતાની લાગે ત્યારે મનને કેટલી શાંતિ મળતી હોયછે !

 13. pratik modi says:

  aa zoorapo ghana ne laagto hoy chhe >>> nice story

 14. Veena Dave. USA says:

  ઝુરાપાના ઉઝરડા કદિ રુઝાતા નથી.
  સ્વપ્નમાં પણ મા-બાપની હાજરી કેટલી મધુર હોય છે.

 15. Anila Amin says:

  કાળજુ કોરાઈ જાય પણ ઝુરાપાની વેદના ઓછી નથી થતી. જેનો ઝુરાપો હોય તે મળે ત્યારેજ એ વેદના ઓછી થાય.

  માતાપિતા વગર સન્તાનોની વેદના કોણ સમજી શકે.માટેતો કવિ પ્રેમાનન્દે કુવરબાઈના મામેરામા કહયુ છેને કે “માત વીના

  સૂનો સન્સાર ગોળ વીના મોળો કન્સાર.” બહુજ સરસ લઘુકથા.

 16. Jagruti Vaghela(USA) says:

  ખૂબજ સરસ વાર્તા.

 17. ખુબજ સરસ, અભીનન્દન, નીલમબેન.
  આવો અનુભવ ઘણા ને થતો હશે.પણ કબુલ કરે તો ક્યાં?

 18. raj says:

  very good
  this thing happen every where ,perticularly in america.
  very touchy for this time
  raj

 19. nilam doshi says:

  thanks to all …i was out of station so couldnt respond …

  thanks to mrugeshbhai too

 20. gopal says:

  આઁખો ભીની થઇ ગઇ વાઁચતા

 21. Rajni Gohil says:

  ઝૂરાપો તો અનુભવથી જ સમજાય. મારા મતે ઝૂરાપો તો ઉત્કટ પ્રેમ જ દર્શાવે છે.

  ખુબજ સરસ લેખ બદલ નીલમબેનને અભિનંદન.

 22. charmi says:

  hi its very touchy story… been in uk for 10 yr still missing india…… special my mum….. lovely and very warm…

 23. nayan panchal says:

  સારી વાર્તા.

  અનિકેતને સ્વ-અનુભવે ઝૂરાપો એટલે શું તે સરસ રીતે સમજાવી દીધુ.

  આભાર,
  નયન

 24. JyoTs says:

  ખરેખર દેસ મા બધુ પોતાનુ લાગે બાકિ પરદેસ મા તો પોતાનાય પારકા લાગે….દેસ મા તો વગર સગ્ પને જ માસિ ,કાકા બનિ જતા હોય્..અહિયા તો બાજુ મા INDIAN હોય તોય ખબર ના પડે…

  • SUNIL PATEL says:

   બિલકુલ સાચિ વાત, આ ભુમિ ની વાત જુદીજ છે.અહિનુ વાતાવરણ અને ભોતિક સાધનો પાછળા પાગલ લોકો સબન્ધ અને સગપણ ભુલિ ગયા છે. આભાર

 25. Vaishali Maheshwari says:

  Heart-touching story. Thank you Ms. Neelam Doshi for sharing this.

  We all need to re-call and remember this:

  “ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
  અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

  પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
  એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ

  કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
  અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

  લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
  એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

  લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
  એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

  સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
  જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

  ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
  એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

  પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
  એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

  ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
  પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ.”

 26. Khushi says:

  oh yes. it is a very touchy story. In the whole story no one explained what does the title means it has been explained to son itself. Really these days people have time for themselves for their families or friends or for some time pass things but never have a little time for their parents. Why don’t they understand that they’ll also be a parent very soon..But this story really explains everything so nicely..Thanks a lot Neelam Didi for this.

 27. Sandhya Bhatt says:

  સમયની ભેળસેળને નીલમબેને સચોટ રીતે બતાવી છે.

 28. Ashish Dave, Sunnyvale, California says:

  Classic…

 29. Chandni Shah says:

  every person’s space fill by one or another person….but no one can fill the space of mummy – pappa…..

  બા બાપૂ જી ની જ્ગ્યા તૉ ખુદ ખુદા પન નથિ લૈ સકતો;

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.