કોઈ નહીં આવે ? – ચંદ્રકાન્ત શેઠ

તરસ્યું પાણિયારું,
ભૂખ્યું રસોડું,
ટાઢે થરથરતો ચૂલો,
અંધાપામાં અટવાયેલો ગોખલો,
આંખો ફાડી ફાડી રાહ જોઈ જોઈ ઢબી ગયેલી
બારીઓ
અને ઉંબરાયે બારણે બેઠા બેઠા કંટાળેલા-થાકેલા !
ક્યાં સુધી આમ મારે પડ્યા રહેવું પડછાયાના પડદે ?
શું ચણિયારેથી ઊતરી પડેલું બારણું મારે ચડાવવાનું
નહીં ?
ઊખડેલા પગથિયાને ફરી પાછું સરખી રીતે ગોઠવવાનું
નહીં ?
ગાડીને તો ચડાવવી પડશે પાટે !
પગને દોડાવવા પડશે ઊભી વાટે !
હવે આ રીતે બેઠાં-બેઠાં રહેવાય નહીં….
આંગણે તુલસીક્યારાને હિજરાતો રખાય નહીં…
ક્યાં સુધી કોડિયું પડ્યું રહે શગ વિના ?
દેવદિવાળી ઢૂંકડી છે…
કોઈ નહીં આવે અહીં દીવો થઈને ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous માગો તે જરૂરથી મળશે – ગોવિંદ શાહ
સબૂરી કર – સંજુ વાળા Next »   

4 પ્રતિભાવો : કોઈ નહીં આવે ? – ચંદ્રકાન્ત શેઠ

 1. Labhshankar Bharad says:

  ખૂબ જ સરસ રચના !

 2. ખુબ સુંદર…

  હું માનુ છું ત્યાં સુધી…

  કોઇ એકલા પથારીવશ રહેતા માણસની વાત છે…..જેના ઘરમાં ધોળે દિવસે પણ અંધકાર છે….ને ઇચ્છે કે દેવદિવાળી નજીક છે ત્યારે (જો ઇશ્વર હોય તો) કોઇ એ ઘરનો દિવો થઇને અંધકાર દુર કરવા આવે.

 3. આ કાવ્ય મા એકલા રહેતા મોટી ઉમરની વ્યકતીની વાત કરવામા આવિ ચે તેવુ મને લાગે ચે

 4. nayan panchal says:

  સુંદર રચના.

  મને એવુ લાગે છે કે પાટા પરથી ઉતરેલી ગાડીને ફરી પાટા પર ચઢાવવા માટેની રચના છે. કોઈના જતા રહેવાથી આવી જતી એકલતાની વાત હોઈ શકે.

  ખૂબ આભાર,
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.