સબૂરી કર – સંજુ વાળા
તારી વાત હવે તું પૂરી કર
મારે પણ કંઈ કહેવાનું છે.
…………… એ પણ સાંભળ, સ્હેજ સબૂરી કર
…………… ઢોલ-નગારાં પીટવાથી કાંઈ
…………… રચી શકાતા નથી અવિચળ કાંડ
…………… ચપટી તું વગાડે તેથી
…………… કોણ કહે છે ખળભળશે બ્રહ્માંડ
હું એક હું – નો છેડો ઝાલી
…………… ના અમસ્તી ફેલ-ફિતૂરી કર
…………… તારી વાત હવે તું પૂરી કર
…………… કરવા ધારે કંઈક અને
…………… થઈ જાય કંઈક તો કઈ કરામત નવી ?
…………… સૌ ચિતરામણ છોડીને
…………… છેવટે રચવાની પોતાની કઈ છવિ.
ઝૂકી ઝૂકીને ખુદની સામે
…………… નરદમ જૂઠી જી-હજૂરી કર
…………… તારી વાત હવે તું પૂરી કર.
Print This Article
·
Save this article As PDF
અદભુત ગીત…..
સુંદર
“ઝૂકી ઝૂકીને ખુદની સામે
…………… નરદમ જૂઠી જી-હજૂરી કર
…………… તારી વાત હવે તું પૂરી કર”
સુંદર અને અનોખી ભાત પાડતું ગીત!
સુધીર પટેલ.
અનોખી રચના !
It is a wonderful song written in gujarati ever before ! It is a form of pure lyric and also new way of expression instead of TAYALA WEDA. Congrets to Sanju !