સોના ઈંઢોણી રૂપા બેડલું – વર્ષા અડાલજા
‘ફરી તમે દેશમાં ચાલ્યાં ?’ કોઈએ પૂછ્યું. બેગમાં કપડાં ભરતાં મેં ઉલ્લાસથી માત્ર હોંકારો ભણ્યો. એમણે બડબડાટ કર્યો :
‘ઓહો ! આ દેશમાં તે શું દાટ્યું હશે ?’
‘દેશમાં દાટ્યું છે મારું મન.’ મેં હસી પડીને કહ્યું. મન તો સાચે જ દાટીને આવી હતી બાના આંગણાના ઘટાટોપ બીલીના વૃક્ષની નીચે. કહીને આવી હતી બાને કે હવે તો મેઘરાજા તરસી ધરતીને છાકમછોળ ભીંજવી દેશે ત્યારે જ પાછી આવીશ.
દૂર દૂર વતનમાં પહેલા વરસાદના વાવડ મળતાં જ ભીની માટીની સુગંધથી હું તરબતર થઈ ઊઠી. દુકાળમાં પાણી માટે ટળવળતા લોકો અને પશુનાં આંસુથી ઈશ્વર પણ વિચલિત થઈ ગયો હોય એમ મેઘ મન મૂકીને વરસતો હતો. હવે મન ત્યાં જવા ઉપરતળે થયા કરતું હતું. બીલીના વૃક્ષને આપેલું વચન મને સાંભર્યા કરતું હતું. ત્રણ ત્રણ વર્ષના કારમા દુષ્કાળમાં ય બીલીનું વૃક્ષ લીલુંછમ રહ્યું હતું, તો હવે તો અવિરત વરસાદે એ કેવુંય કોળી ઊઠ્યું હશે ! બસ, જવું જ છે. હવે નહીં રહેવાય. બા પાસે જવા કારણની શી જરૂર ? મુંબઈ પરથી મન એકદમ ઊઠી ગયું એટલે નીકળી પડી. ટ્રેનમાંથી જ વરસાદનો સંગાથ થઈ ગયો, તે છેક રાજકોટની આજી નદી દૂરથી દેખાઈ ત્યારે એણે અલવિદા કહ્યું. દૂર દૂર સુધી નજર નાખો ત્યાં સુધી એની લીલી વિજયપતાકા લહેરાતી હતી. ચક્રવર્તી સમ્રાટની જેમ મેઘ અશ્વમેઘ યજ્ઞમાં વિજય મેળવીને ગયો હતો.
ઘર પાસે રીક્ષા ઊભી રહેતાં જ બાએ બારીમાંથી ડોકિયું કર્યું : ‘કોણ છે ?’
નાની બેગ સાથે મને ઊતરેલી જોતાં ઘરના સૌ રાજી થઈ ગયાં. હું બાને ભેટી પડી. કોણ જાણે બાને જ્યારે પણ મળું ત્યારે પગે પડવાનું ભૂલી જવાય છે, છાતી પર માથું મૂકી વળગી પડું છું, કદાચ વીતી ગયેલા બચપણનો એક અંશ ફરી મળી જતો હશે એટલે ! અરે, હું તો ભૂલી જ ગઈ ! હું ફળિયામાં દોડી ગઈ. જાજરમાન બીલીનું વૃક્ષ જોયું. એણે ઓર કાઠું કાઢ્યું હતું. લીલી ઝાંયના બે હથેળીમાં સમાય એવડાં મોટાં ગોળ બીલીનાં ફળ લૂમેઝૂમે લટકતાં હતાં. વૃક્ષની નીચે ઊભી રહી. પવનની લહેરમાં એક ડાળી ઝુલી અને મને હેતભરી સાહેલીનો ગાલ સ્પર્શ કરી ગઈ. ડાળીએ બાંધેલી ચકલાંની પાણીની ઠીબ પણ ઝુલતી હતી. મોટીબેન ત્યાં ચણ લઈને બહાર આવી અને બોલી : ‘અમારે ત્યાં વરસાદ થ્યો ને ધરતીની અમીરાત તો પાછી આવી ને ચકલાં કબૂતરેય પાછાં આવ્યાં. એમના વિના અમને સોરવતું નહોતું.’
ઠીબની કાંગરીએ બેસી ચીં ચીં કરતી ચકલીઓ નિરાંતે હીંચકા ખાઈ રહી હતી, પગ પાસેથી ઝપ દઈને કશુંક દોડી ગયું. ચમકીને બે ડગલાં પાછળ હટી ગઈ. ઓહ, આ તો ખિસકોલી ! પડોશના બંગલાની બારીમાંથી ડોકિયું કરતું કોઈ ભૂલકું ખિલખિલ હસી પડ્યું. ચકલાંને ચણ વેરી અમે ઘરમાં આવ્યાં. અહીં દેશમાં સવાર શાંત હતી. શાળામાં, કામ પર એમ તો સૌને અહીં પણ જવાનું જ હતું, છતાં માસા એકચિત્તે પૂજા કરી શકતા હતા. નાનકડો અપુ ઊંઘરેટી આંખો ચોળતો ઘર પાછળના પાટા પરથી ધડધડાટ દોડી જતી ટ્રેનના મુસાફરોને હાથ હલાવતો હતો. છેવાડેનો ઓરડો બંધ કરી બા એના કનૈયાને નવડાવતી ભજન ગાતી હતી, બે-ત્રણ વખત સવારની ચહા પીવાતી હતી, બહાર શાકભાજીની રેંકડીના સાદ પડતા હતા. પાણીના ધીમા રેલાની જેમ સવાર વહેતી હતી. હજી તાપ સુખકર લાગતો હતો, ત્યાં કશોક ધબ્બ અવાજ થતાં ચણ ચણતાં કબૂતરો પવનની લહેરને ચાંચમાં લઈ ઊડી ગયાં. ખિસકોલીને ખૂબ ગમ્મત પડી. પૂંછડી ઊંચી કરી એણે ફળિયામાં દોડાદોડ કરી મૂકી. ત્યાં કબૂતરોનું સરઘસ ફરી ગૂટરગૂંના બેન્ડવાજા સાથે આવીને ચણવા લાગ્યું. બહેને બહાર આવી પૂજા માટે બે-ચાર તુલસીપાન, બીલીપત્ર ચૂંટ્યાં.
‘જો વસુ….’ એમણે બૂમ પાડી.
પીળચટ્ટી પાંખવાળાં, આછા તપકીરી છાંટનાં બે ત્રણ પતંગિયાં બોગનવેલનાં પીળાં ફૂલની ઉપર ઊડતાં હતાં. હું તો ત્યાં જ નીચે બેસી ગઈ. મસમોટું ફળિયું, ફરતે ઊંચી વંડી. એટલે ફળિયામાં ઘર જ લાગે અને ઘરની બારીમાંથી ડોકાઈએ એટલે ફળિયું ઘરમાં લાગે. ફળિયામાં બેસીએ એટલે જગ્યા સાથે મનનેય કેટલી મોકળાશ લાગે ! બહેન બહાર થાળી લાવી લોટ બાંધતી હતી. ત્યાં વંડી ઠેકીને કાબરચીતરી બિલાડી બહેનની બાજુમાં આવીને લાંબા પગ કરી માથું ઢાળી લોટ બાંધવાની ક્રિયાને રસપૂર્વક જોતી હતી. બહેન એની સાથે વાતો કર્યે જતાં હતાં.
‘સવારે ક્યાં ક્યાં જઈ આવી ? દૂધબૂધ પીધું કે નહીં ? શાંતાબેનની તબિયત આજે સારી છે ને ?’ જવાબમાં એ વધુ નજીક આવી બહેનના પડખામાં ભરાઈ, માથું ઘસવા લાગી.
‘એમ ! તાવ ઊતરી ગયો ?’
‘આ મારો ખેપિયો છે સમજી !’ બહેને દૂરથી બૂમ પાડી : ‘ગયે વખતે તું આવી ત્યારે આની માને બચ્ચાં થ્યાં તાં ને તેં શીરો ખવડાવેલો ને, એ આ જોગમાયા. હા, બાપુ હા. તારી રોટલી ઢાંકી રાખીશ. હવે જા જોઉં….’ ને કાબરચીતરી આજ્ઞાંકિતની જેમ વંડી ઠેકી ગઈ. ધીમે ધીમે તડકો આકરો થતો ગયો. એની ધાર સરાણે ચડી તેજ થતી ગઈ ને હું પરાણે ઘરમાં આવી. જમવા માટે પાટલો ઢાળવા જાઉં છું, ત્યાં પાટલાની નીચેથી દેડકા મહાશય કૂદ્યા. મારાથી તો ચીસ જ પડાઈ ગઈ. અપુ તાળી પાડવા માંડ્યો. હજી બોલતાં શીખ્યો નથી. પણ ભાષાની શી જરૂર ? મને ઈશારો કરી બારણા પાસે લઈ ગયો. બારણું થોડું આઘું કર્યું તો દેડકાનાં નાનાં નાનાં બચ્ચાં !
ગભરાઈને મેં કહ્યું : ‘આમ કેમ રહેવાય ?’
બા કહે : ‘વાહ, કેમ નહીં ! વરસાદ ધોધમાર જોઈએ છીએ તે દેડકા તો આવે જ ને ! બચાડાં જીવ ક્યાં જાય ? ને નડતાં નથી, કશું માંગતા નથી.’
દેડકાભાઈ ઊંચી ડોક કરી સામે જ બેસી ટગર ટગર મને જોતા રહ્યા અને હું માંડ જમીને ઊઠી ત્યાં સામેના ઓરડામાંથી જ્યોતિની બૂમ પડી :
‘બા ! તમારો દીકરો આવ્યો…’
મારી બાને જાતજાતનાં ઘણાંય સંતાનો અને સ્વજનોનો પરિવાર છે. છોડ, વેલ, કૂતરાં, બિલાડી, ગાય, ચકલાં, કાગડા, કબૂતર, રેંકડીવાળા ને રીક્ષાવાળા, ગામડેથી આવતી દૂધવાળી, મંદિરની બહાર ભીખ માગવા બેસતી આંધળી ચંપા, દવા માટે બીલીનું ફળ શોધતાં અમારે ઘરે આવતાં કોઈ અજાણ્યા માંદાસાજાં….. આ કયો દીકરો આવ્યો છે એ જોવા મેં ડોકું ઊંચું કર્યું, તો અધીરાઈથી પૂંછડી હલાવતો કાળિયો ઊભો હતો. બા રોટલી લઈ બહાર આવીને કૂતરાને નીરી. બા ઘરમાં જવા ગઈ, એ પગથિયાં ચડઊતર કરતો બાની આડે ફરવા લાગ્યો. એને ઠપકો આપતી, ચિડાતી બા પાછી ફરી, ઘડીક એની સાથે વાત કરીને પછી ઘરમાં આવી.
‘જોયાં ને લાટસાહેબનાં નખરાં ! મોંએ ચડાવ્યો છે બા, તમે એને. હવે સાંજે તમે મંદિરેથી મોડા આવશો એટલે મારા હાથથી ખાશે નહીં. પાછો ડીનર ટાઈમે હાજર. સારું છે ડીઝર્ટ ને કેક માગતો નથી.’ રસોડું સાફ કરતી બહેન બોલતી હતી.
બપોર રસળતી, આળસ મરડતી પૂરી થઈ. બહેને બહાર પાણી છાંટ્યું અને તપેલું ફળિયું ઠંડું થવા લાગ્યું. હલકો અંધકાર ફેલાવા લાગ્યો. સાઈકલની ઘંટડી વગાડતો મુકુલ ઑફિસેથી આવી ગયો. ગરમ ગાંઠિયા અને જલેબી ખાઈ હું અને બા ફળિયામાં આવીને બેઠાં. બાના ખોળામાં માથું મૂકીને સૂતી હતી. એક અદ્દભૂત શાંતિ અંદર-બહાર પ્રવર્તતી હતી. બા એનો કરચલીવાળો દૂબળો હાથ ધીમે ધીમે મારા વાળમાં પસવારતી હતી. મૂલ્યવાન હીરાકણી જેવી આ નાનકડી ક્ષણને પામવા તો હું દૂરથી અહીં આવી હતી. કાળની સંદૂકમાં પૂરી રાખવા જેવો આટલો સમયખંડ. વર્ષોનાં વર્ષો પછી એ સંદૂક ખોલો એ સાથે લખલખ ઝગારા મારતી આ ક્ષણ ફરી જીવનને ઝાકમઝોળ કરી મૂકે. સમયની રજ કે વિસ્મૃતિનું ધુમ્મસ પણ એને કદી ઝાંખી ન પાડી શકે એવી આ ક્ષણ. ચૂપચાપ એકબીજાનું સાન્નિધ્ય અને હૂંફ અનુભવતાં અમે મા-દીકરી બેઠાં હતાં. માનો દીકરો બનવા કરતાં દીકરી બનીને જન્મવાનું સૌભાગ્ય નોખું છે. દીકરી મોટી થઈ, એક સ્ત્રી બનીનેય માની છેક નજીક આવી જાય છે. દીકરો પુરુષ બનીને થોડો દૂર રહી જાય છે. પુરુષના સંસારનું કેન્દ્ર બીજી સ્ત્રી બને છે, પણ દીકરી તો દૂર રહીને પોતાના સંસારમાં ડૂબેલી રહીને પણ માના આખા જીવનને હવે જુદી રીતે જોઈ શકે છે. એના જીવનનો સંઘર્ષ, સુખદુઃખ, સ્વપ્નો-નિરાશા એ જ માટીના પિંડમાંથી તો ઘડાયેલું અને જિવાયેલું છે દીકરીનું જીવન.
હવે અંધકાર ઘટ્ટ બનતો હતો. નિરભ્ર સ્વચ્છ આકાશગંગામાં સહસ્ત્ર તારાઓનાં કમળ ખીલી ઊઠ્યાં હતાં. એનાં ઝળહળાં તેજનો એક નાનો અંશ મારા મનમાં પ્રતિબિંબિત થતો હું અનુભવી રહી. બા ધીમે ધીમે ગાતી હતી :
સોના ઈંઢોણી, રૂપા બેડલું રે,
ઊભા રો’, રંગવાદળી,
વરસ્યા વિણ શાને, વહી જાવ છો,
એકવાર ઊભા રો’ રંગવાદળી
રૂપાના બેડલામાંથી વરસી પડેલી રંગવાદળીએ ધરતીને લીલીછમ કરી નાંખી હતી અને એના મૃદુ કોમળ તૃણાંકુર મારા મનમાં લહેરાઈ રહ્યા હતા.
Print This Article
·
Save this article As PDF
વતનની ભીની ભીની માટીની મહેંક…માણસને વતન વ્હાલું કરવા મજબૂર કરે છે.
વતનનાં મૂળિયાંમાંથી ઉખડી ગયેલો આજનો માણસ વતનની યાદોને ભુલી શકતો નથી.
ઘર..ફળિયું..પાદર..સીમ અનાયાસે માણસના અનકોન્સયીસ દિમાગ પર છવાયેલું જ રહે છે.
ફળિયામાં માણસોની વસ્તી સાથે ચકલી..કબૂતર..ખિસકોલી…મીનીબેન મિંયાઉ અને ફળિયાની ૨૪ કલાકની
ફ્રી સિક્યોરીટી લાલિયો કૂતરો..કેમ ભૂલાય..!!
વતન છોડી પેટિયું રળવા ગયેલાઓને શ્રી ઈન્દુલાલ ગાંધી રચિત…આંધળી માનો કાગળ ઘણું ઘણું કહે છે….
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત
ગગો એનો મુંબઈ ગામે
ગીગુભાઈ નાગજી નામે…!!
ગગો ગયો ગામ છોડી
ઉતાર્યા નિર્દોષતાના કવચ
પહેર્યા સભ્યાતાનાં જરકસી જામાં
હવે શેઠ ગીગુભાઈ નાગજી નામે.
ખુબ સુંદર..
પોતાનુ ગામ કે શહેર જેટલા પોતીકા લાગે તેલલું બીજુ શહેર કે ગામ ન લાગે. જ્યાં વર્ષો વિતાવ્યા હોય તે ઘર કે ગામ આપણામાં વસે છે ને આપણા લોહીમાં ભળી જાય છે.
દીકરી એટલે તો માની પ્રતિકૃતિ….. એને સમજવા દીકરી થવું પડે.
excellent, i remembered my childhood in porbandar.
only varsha ben can create such vivid picture very very touching.
how life used to be simple and uneventful.
બહુજ સુન્દર્. દેશ, વિદેશ ગમે ત્યાં હોઇએ, બચપન ની મીઠી યાદ હંમેશા અનુભવાય છે.
વર્ષાબેનની કલમની વાત ન્યારી છે. દરેક પળોને મહેશૂશ કરી છે તે અનુભવ છતો થાય છે.
વાંચતા વાચતાં બચપનની એ પળો ફરી ખીલી.ઉઠી.
આભાર .
કીર્તિદા
Mane pan mari mummy ni yaad avi gai
je atyare maro pase nathi
ખુબ જ સુંદર વાર્તા છે. ગામડાના જીવન અને સુખનો પ્રત્યક્ષ અનુભવ થયો.
મને પણ મારા રાજકોટ ના દિવસો યાદ આવી ગયા . . .
રૈયા રોડ ના ઘરે પણ હમેશા આવોજ માહોલ રહેતો. આજથી ૨૦ વરસ પેલા એ રૈયા ગામ તરીકે જ ઓળખાતો . . .
આજે ગુડગાંવ અને દિલ્હી માં પણ રાજકોટ ની એ સવાર અને સાંજ યાદ આવે છે !!!
ચીન મા બેઠા બેઠા દેશની યાદ આવી ગઈ.
જ્યાં બાળપણ વીતાવ્યુ હતુ તે મારુ વતન પણ મને યાદ આવી ગયુ.
વર્ષાબેન તમેતો બધાને વતનમા પહોચાડી દીધા. વતનની ભીનીભીની અને મધુરી યાદોતો માણસ કેટલાય જન્મો સુધી
ભૂલી નશકે એમ કહીએ તોય અતિશયોક્તિ નકહેવાય્ આજે ૬૫ વર્ષ પછી પણ એ વતનની યાદ હજુએ અક્બન્ધ એવીનેએવી તાજી
જાણૅ આજે નજર સામ ખડી થઈ જાય છે. અમારા શાળાએ જવાના રસ્તામા કૉઠાના ઝાડ (બીલીના ઝાડની જેમ્ ) આવતાહતા. ક્યારેક્
અમે કૉઠાના ઝાડ પર ચડી જતાતો ક્યારેક કોઇ છોકરો ઉપર ચડયૉ હોય અને નીચે કૉઠા એના મિત્ર માટે નાખૅઅને અમે લઈને
નાસી જઈએ,અને આવુજ આબાના નાના મરવા માટૅ થતુ પછી છોકરા છોકરીઓઆ ઝઘડા થતા, ક્યારેક વાડોમા બૉર અને
કન્તઠારા ખાવા નાસીજતા, ઘેરથી દીવાસળીના ખોખામા મીઠુમરચુ અને ખાડ ભેગુ કરી લઈ જતાઆ બધુ લઈ જવા માટે બધાના
વારા રાખીએઅને ચૉરી લાવેલા ફળોની જ્યાફત ઉડાવવાની બહુજ મઝઆવતી.આવાતો કેટલાયે સ્મરણો સચવાયેલા છે.
આજે ીડિઓ ગેમ અને કૉમ્પ્યુટર ગેમ રમતા બાળકોને જોઇને દયા આવેછે કે આપણા જેવી મુક્ત્વાતાવરણમા રમવાની રમતો
અને સર્વાન્ગી વિકાસ સાધવાની તકો આબાળકોને ક્યારે મળશે, પકડાપકડી, સન્તાકૂકડી,ભમારડા. લખોટીઓ, ગિલ્લીદન્ડા વગેરે
તો આલોકોને જોવાય નહી મળે અને શહેરોમાતો ક્યારેય નહી . બહુજ અફસોસ થાય છે આજનુ બાળપણ જોઇને.
I dno’t know why ,but today i feel so lonely…..Really there is no place like “Vatan”…
I miss my mom and grandma.They r in India….When i was a school n college girl i was not very close to my mom,but after marriage i feel that why their hearts r so beautiful…..now me n my mom are more like friends….Thank you God for giving me the best family…nd best relations….
“હું અને બા ફળિયામાં આવીને બેઠાં. બાના ખોળામાં માથું મૂકીને સૂતી હતી. એક અદ્દભૂત શાંતિ અંદર-બહાર પ્રવર્તતી હતી. બા એનો કરચલીવાળો દૂબળો હાથ ધીમે ધીમે મારા વાળમાં પસવારતી હતી.” —- મૂલ્યવાન હીરાકણી જેવી આ ક્ષણને મોડુ કર્યા વગર માણી લેજો. કારણ સમયને પકડી રાખી શકાતો નથી.
અમેરિકામા રહેતા હોવા છતા વતન ની યાદ આવી ગઈ..
દેશમાં દાટ્યુ છે મન. વાહ.
મુલ્યવાન હીરાકણી જેવી ક્ષણો જીવવાનુ બળ આપે છે એવુ લાગે. મોટી થતી દિકરી સ્ત્રી બનીને મા ની નજીક આવી જાય એકદમ સાચ્ચી વાત્. છેલ્લી વખત સ્કાઈપ પર મા ના આશિર્વાદ માટે હસતા ચહેરા સાથે ઉંચા થયેલા હાથ જોયા એ મારા માટે મુલ્યવાન હીરાકણી બની ગયા. લેખ વાચતા પાણી ભરાયેલ આંખ, કોમેન્ટ લખતા એ વરસી પડી.
VERY HEART TOUCHING – REALLY IT TOOK ME TO NOSTALGIA. WE HAVE HAVE EXPERIENCE THE SAME BUT BY WORDS SHE TOOK US TO NATIVE PLACE- AND MADE US FEEL AS IF WE ARE THERE.
Now i m living in Abu Dhabi, but now I went to porbandar without ticket for a while :)).
Last time raja upar porbandar gayelo tyare tya mari bhani e mari jode thapo da ramvani jid kari ne ketla varso pacchi hu thapo da ramyo, school yaad aavi gai.
ખૂબ જ સુંદર વર્ણન. વાંચ્યા પછી જો આટલી બધી શાતા મળે છે તો જો આવા વાતાવરણમાં હાજર હોઈએ તો…
અભિનંદન વર્ષાબેન.
નયન
Very beautiful description:
” માનો દીકરો બનવા કરતાં દીકરી બનીને જન્મવાનું સૌભાગ્ય નોખું છે. દીકરી મોટી થઈ, એક સ્ત્રી બનીનેય માની છેક નજીક આવી જાય છે. દીકરો પુરુષ બનીને થોડો દૂર રહી જાય છે. પુરુષના સંસારનું કેન્દ્ર બીજી સ્ત્રી બને છે, પણ દીકરી તો દૂર રહીને પોતાના સંસારમાં ડૂબેલી રહીને પણ માના આખા જીવનને હવે જુદી રીતે જોઈ શકે છે. એના જીવનનો સંઘર્ષ, સુખદુઃખ, સ્વપ્નો-નિરાશા એ જ માટીના પિંડમાંથી તો ઘડાયેલું અને જિવાયેલું છે દીકરીનું જીવન.”
Thank you Ms. Varsha Adalaja for writing this and sharing with us.
કાશ, જો કોઇ વીતેલા એ મધુર દિવસ પાછ્ા લાવી આપે ,કાશ મારું એ બચપણ પાછઉ મળી જાય તો મનભરીને માણી લઊ……એ ક્ષણઓ ને મુઠ્ઈમા બન્ધ કરી લઊ…….ફરીથી નાનકડી બની જાઊ!….પણ સમય સરી ગયો……..
નાનપણમાં એક કવિતા વાંચી હતી તેની બે પંક્તિઓ યાદ આવી ગઈ :
. . . . . . . . . . . . . . પાડે સાદ રે,
ભીની માટીની ગંધ આવે યાદ રે,
હાલો ભેરુ ગામડે, હાલો ભેરુ ગામડે.
કવિ કોણ હશે?
dhanyavad varsha ben,mari rajkot ni bachpan ni yad taji thai gai,,,,,ankh bhini thai gai,,,,,,thanks
વાહ વાહ્….ખૂબ મઝા આવી.
it’s very nice………there is no place like hometown……thank u god 4 give me my best mom & family………
I like it very much.mane mari ma ni yaad aavi gayi. Mana khoda ma suvano anand j kai alag che.It’s Really heart touching story.thanks varshaben thank you so much.
સરસ !
મને અહિયા અમેરિકા મા મારા ગામ ના ઘર ની યાદ આવિ ગયી.. તે નાની નાની ખુશિ સામે બધા સુખ વામણા લાગે.