હાસ્ય ઝરમર – સંકલિત

શિક્ષક : ‘વિદ્યાર્થી મિત્રો ! આજે તમને ચંદ્રગ્રહણ જોવા મળશે.’
વિદ્યાર્થી : ‘એમ સર ? કઈ ચેનલ પર ?’
********

છગન : ‘મારો ભાઈ હજુ તો દોઢ જ વર્ષનો છે, છતાં પોતાનું નામ સવળું અને અવળું બોલતાં તેને આવડી ગયું છે !’
મગન : ‘એમ ? શું નામ છે એનું ?’
છગન : ‘નયન.’
********

છગન : ‘યાદ-બાદ કરો છો કે નહિ ?’
મગન : ‘બંને શક્ય ન બનતું હોવાથી માત્ર બાદ કરું છું.’
********

ભોપો : ‘સાધુ મહારાજ, મારી પત્ની બહુ હેરાન કરે છે, કોઈ ઉપાય બતાવો.’
સાધુ : ‘બેટા, ઉપાય હોત તો હું સાધુ ના બનત.’
********

એકવાર ભોપો સાસરે ગયો. સાસુમાએ આઠ દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી. નવમા દિવસે સાસુમાએ પૂછ્યું : ‘જમાઈરાજ, શું બનાવું ?’
ભોપો : ‘ખેતર બતાવો, હું જાતે ચરી આવીશ.’
********

પત્ની (પતિને) : ‘તમે મને આ વર્ષે જેટલો પ્રેમ કરો છો એટલો જ પ્રેમ આવતા વર્ષે કરશોને ?’
પતિ : ‘એનાથીયે વધારે.’
પત્ની : ‘એ કેવી રીતે ?’
પતિ : ‘આવતા વર્ષે અધિક માસ આવે છે.’
********

છગન (ડૉક્ટર સાહેબને) : ‘મને છેલ્લા 15 દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’
ડૉક્ટર : ‘દસ હજાર.’
થોડા દિવસો પછી ડૉક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.
ડૉક્ટર : ‘છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.’
છગન : ‘સાહેબ 100 રૂ.માં પતી ગયું.’
ડૉક્ટર : ‘કેવી રીતે ?’
છગન : ‘મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !’
********

જયંતીભાઈએ દિવાળીની રાત્રે આખી રાત અગાસીમાં ફટાકડાનો ઘોંઘાટ કર્યો. બીજે દિવસે પડોશીએ પૂછ્યું :
‘જયંતીભાઈ, આ વર્ષે ફટાકડા કેટલા રૂપિયાના ખરીદ્યા છે તે આખી રાત ફોડ્યા ?’
જયંતીભાઈ : ‘ફટાકડા નહીં…..ફટાકડા નહીં…… એ તો ફટાકડાના અવાજવાળી એમ.પી.થ્રી સીડી લઈ આવેલો તે આખી રાત વગાડી….!’
********

એક માણસ વજન અને ભવિષ્ય બતાવતા વજનકાંટા પર ઊભો રહ્યો અને 25 પૈસાનો સિક્કો નાખ્યો. થોડીવારમાં વજન અને ભવિષ્ય બતાવતું કાર્ડ બહાર આવ્યું. તે માણસે તે કાર્ડ તેની પત્નીને બતાવ્યું. કાર્ડમાં લખ્યું હતું : ‘બુદ્ધિશાળી, બળવાન અને મહાન પ્રેમી’
પત્નીએ માથું હલાવી કાર્ડ તરફ આંગળી ચીંધીને કહ્યું : ‘જો, તારું વજન પણ ખોટું છે.’
********

એક બાઈ એક કેમિસ્ટ પાસે ગઈ અને જીવડાં મારવાની દવા પાછી આપતાં કહ્યું : ‘આ તમે જીવડાં મારવાનો પાઉડર કેવો આપ્યો છે ?’
કેમિસ્ટે કહ્યું : ‘કેમ, શું થયું ? જીવડાં ના મર્યાં ?’
બાઈએ ગુસ્સે થઈને કહ્યું : ‘ક્યાંથી મરે ? આ દવામાં જ જીવડાં પડી ગયાં છે.’
********

પતિએ પત્નીને પૂછ્યું : ‘આ હિપ્નોટાઈઝ કરવું એટલે શું ?’
પત્ની : ‘કોઈને પોતાના કાબૂમાં-વશમાં કરી લઈ એની પાસે પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરાવવાને હિપ્નોટાઈઝ કહે છે.’
પતિ : ‘જા રે જૂઠ્ઠી…. મજાક ના કર…. એને તો લગ્ન કહેવાય…..’
********

‘પતિ અને સ્પ્લિટ એ.સી. બંને સરખાં.’
‘એ કેવી રીતે ?’
‘બહાર એનો અવાજ સંભળાય, પણ ઘરમાં ચૂં કે ચાં નહિ.’
********

બંતાએ ચેલેન્ક ફેંકી કે એ કુતુબમિનારને ખભા પર ઊંચકીને છેક મુંબઈ લઈ જશે.
ન્યુઝ ચેનલવાળા ભેગા થઈ ગયા. બધા પૂછવા લાગ્યા : ‘યે આપ કૈસે કરોગે ?’
બંતા બોલ્યો : ‘બસ, આપ મેં સે કોઈ કુતુબમિનાર ઉઠાકર મેરે કંધે પર રખ દો.’
********

કડકાસિંહની પત્ની કહે : ‘આજે તો હું પાંચ રૂપિયામાં ત્રણ ડુંગળી લાવી !’
કડકાસિંહ : ‘શું વાત કર છ ! એ કેવી રીતે ?’
પત્ની : ‘હા, લારીવાળાએ એક ડુંગળીના પાંચ રૂપિયા કીધા. બીજી ડુંગળી હું લઈને ભાગી ! ને ત્રીજી એણે મારા પર છુટ્ટી મારી !’
********

ફોનની ઘંટડી વાગે છે. ટ્રીન….ટ્રીન….ટ્રીન….
‘હલો, પ્રકાશ છે ?’
‘ના. અહીં કોઈ પ્રકાશ નથી.’
‘તો મીણબત્તી સળગાવો ને, પ્રકાશ આવશે !’
********

શિક્ષક : ‘પાણીનું રસાયણિકસૂત્ર બોલો….’
વિદ્યાર્થી : ‘H2mel Nacl Hno3 Caco3 Hcl o…’
શિક્ષક : ‘અલ્યા આ શું છે ?’
વિદ્યાર્થી : ‘સાહેબ, એ પાણીનું જ રાસાયણિક સુત્ર છે….પણ એ પાણી મ્યુનિસિપાલિટીનું છે….’
********

પત્ની : ‘હવે પછીનો એક શબ્દ વાપરીશ તો હું તને છોડી મારી મમ્મી પાસે જતી રહીશ.’
પતિ : ‘ટેક્સી….’
********

પ્રોફેસર : ‘વિદ્યાર્થીઓ, હવે ફાઈનલ પરીક્ષાના ગણ્યાગાંઠ્યા દિવસો બાકી રહ્યા છે. તમારાં પ્રશ્નપત્રો પ્રિન્ટરના હાથમાં છે. છેલ્લે કોઈને કંઈ પૂછવાનું બાકી છે ?’
વિદ્યાર્થી-1 : ‘સર, પ્રશ્નપત્રોમાં કેટલા પ્રશ્નો આવશે ?’
વિદ્યાર્થી-2 : ‘સર, નિબંધ પ્રકારના જવાબો આપવાના રહેશે ?’
વિદ્યાર્થી-3 : ‘સર, પ્રિન્ટર કોણ છે ?’
********

છાપામાં મુખ્ય સમાચાર હતા : ‘ઈન્ડિયન એથ્લેટ લોસ્ટ ગોલ્ડ મેડલ ઈન લોંગ જમ્પ….’
સંતા વાંચતાની સાથે બબડ્યો : ‘તે ખોવાઈ જ જાયને ? કોણે કહ્યું એને કે ઠેકડો મારતી વખતે મેડલ પહેરી રાખે ?’
********

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વહાલથી વાળી લો – કામિની મહેતા
ધીરજ – કાન્તિલાલ કાલાણી Next »   

25 પ્રતિભાવો : હાસ્ય ઝરમર – સંકલિત

 1. ranjan pandya says:

  ંમઝા આવી ગઈ?…..હા…હા….હા……

 2. hardik says:

  ખુબ જ સરસ. આનંદ થયૉ..

 3. nayan panchal says:

  જોક્સનો ફ્રેશ સ્ટોક. મજા આવી ગઈ.

  આભાર,
  નયન

 4. ખુબ સરસ. મજા આવિ.

 5. Deval Nakshiwala says:

  ખુબ જ સરસ રમુજી ટુચકા છે. મજા આવી ગઈ.

  મને સૌથી વધુ આ ગમ્યો….

  છગન (ડૉક્ટર સાહેબને) : ‘મને છેલ્લા 15 દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’
  ડૉક્ટર : ‘દસ હજાર.’
  થોડા દિવસો પછી ડૉક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.
  ડૉક્ટર : ‘છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.’
  છગન : ‘સાહેબ 100 રૂ.માં પતી ગયું.’
  ડૉક્ટર : ‘કેવી રીતે ?’
  છગન : ‘મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !’

 6. ઈન્દ્રેશ વદન says:

  હા હા, હી હી…

 7. NIrav says:

  મજા આવિ ગઇ

 8. gargi viral vora says:

  સરસ્ બહુ જ સારિ ચ્હ્હે..

 9. Dharmraj says:

  વાહ શુ વાત છે!

 10. Ashok says:

  ખુબ સરસ્

 11. JyoTs says:

  wow …very good…all of them are like F5 (refresh) key for mind desktop in the morning…

 12. Bipin Parmar says:

  મજા આવિ ખ રેખ ર ….

 13. om parmar says:

  મજા પડી ભૈ મજા પડી

 14. Bhalchandra says:

  ઍક્ષેલ્લેન્ત્!! Thanks!!

 15. ankit patel says:

  that’s fentastics jokes

 16. darshana says:

  mja avi gai… 🙂

 17. shoaeb sunasara says:

  i Like jok thanks ,,,,,,,,,,,,,,,,,dear everyone……….

 18. satish tayade says:

  મઝા આવિ ગઈ.

 19. DINESH KALOLA says:

  મને ખુબજ ગ્મ્યું. ફરિ આવીરીતે આપતા રહેશો.

 20. Ashish D. Shah says:

  બહુ મજા આવી. સરસ જોક્સ છે.

 21. Hetal daxesh says:

  મજા આવિ ગઇ

 22. Anil says:

  મજા આવિ….

 23. 😆 ખુબ સરસ કલેકશન છે રમુજી ટુચકાઓનું…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.