અંધકારમાં દીવો – અવંતિકા ગુણવંત

[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.]

કંગના એન્જિનિયર થઈ અને ત્રણેક મહિનામાં એના લગ્ન શ્રીરાજ સાથે થયાં. લગ્ન પહેલાં એણે કેટલીક કંપનીઓમાં જોબ માટે અરજી કરી હતી ને એકાદ-બે ઠેકાણે ઈન્ટરવ્યૂ આપી આવી હતી. એમાંથી એક કંપનીનો એપોઈન્ટમેન્ટ લેટર આવ્યો. કંગનાના આનંદનો પાર ના રહ્યો.

સાંજે બધા બેઠા હતા ત્યારે એણે હરખાતા હૈયે પોતાને જોબ મળી છે એમ કહ્યું. એને હતું કે બધા એને અભિનંદન આપશે અને ખુશી વ્યક્ત કરશે પણ કોઈ આનંદથી ઉછળી ના પડ્યું, કોઈએ અભિનંદન આપીને મોં મીઠું કરાવ એવી માગણી ના કરી. એનાં સાસુ-સસરા એકદમ ગંભીર થઈ ગયાં. એના સસરા સુરેનભાઈ બોલ્યા : ‘દીકરી, તારે નોકરી કરવાની શી જરૂર ? ભગવાને આપણને ઘણું આપ્યું છે અને શ્રીરાજ સર્જન ડૉક્ટર છે. અત્યારથી જ એ મબલખ કમાય છે, પછી તારે મહેનત કરવાની શી જરૂર. તું તારે એય જલસા કર ને !’

કંગના સસરાની વાત સાંભળીને સહેજ ઝંખવાઈ ગઈ. એ બોલી : ‘પણ પપ્પાજી, હું મહેનત કરીને ભણી, એન્જિનિયરીંગમાં મને એડમિશન મળ્યું ત્યારે હું કેટલી ખુશ થઈ હતી, મારો ભાઈ એન્જિનિયર, મારા પપ્પા એન્જિનિયર અને હું એન્જિનિયર. હું પણ મારા ભાઈની જેમ કમાઈશ. પપ્પાજી, મારી એક મહત્વાકાંક્ષા હતી. એટલે તો મેં મહેનત કરી. હવે મારી એ મહેનત એળે જશે ?’
‘ઓ બેટી, મહેનત કરેલી ક્યારેય એળે નથી જતી. તું મહેનત કરીને ભણી, એન્જિનિયર થઈ, તારી મહત્વાકાંક્ષા ફળી, તને ડિગ્રી મળી પછી શું ?’ કંગનાનાં સાસુ લતાબેન બોલ્યાં.
‘વળી તારી પાસે ડિગ્રી છે તેથી તું માથું ઊંચુ લઈને ફરી શકે. પાંચ જણ તને માનથી જુએ, અમેય કહી શકીએ છીએ કે અમારો દીકરો સર્જન ડૉક્ટર અને વહુ એન્જિનિયર. સમાજમાં અમારો વટ પડે છે.’
‘તમે કહો છો એ વાત સાચી પણ હું કમાઉં અને મને જે સંતોષ થાય એની તો વાત જ જુદી હોય ને ! મારા હાથમાં મારી કમાણી, મને મારું ભણેલું સાર્થક થતું લાગે.’ અચકાતાં અચકાતાં વિનયભર્યા અવાજે કંગના બોલી. એના ચહેરા પર આજીજી હતી, જોબ કરવાની પરવાનગી સાસુ-સસરા આપે તો જ એ જોબ કરી શકશે એવું એ જાણતી હતી.

સુરેશભાઈ કંગના જોબ કરે એ બિલકુલ ઈચ્છતા ન હતાં. એ મીઠાશથી બોલ્યા : ‘દીકરી, ત્યાં તને કેટલો પગાર મળશે ? તું મહિને જે કમાઈશ એ તારો વર એક જ દિવસમાં માત્ર એક ઑપરેશન કરીને પાડે છે, એના ત્રીસે ત્રીસ દિવસની કમાણીની તું ગણતરી મૂક. એ બધી કમાણીની માલિક તું કહેવાય. પછી આનાથી વધારે તારે શું જોઈએ ?’
‘પણ પપ્પાજી એ પૈસા મારા કમાયેલા તો નહિ ને ! પતિની કમાણીનો મને ગર્વ થાય, આનંદ થાય પણ હું પોતે કમાઉં, મારી યોગ્યતા અને મહેનતથી કમાઉં એનો મને જે આનંદ થાય એના તોલે પેલો આનંદ તો ન જ આવે ને.’
‘પતિની કમાણીને તારી ગણતાં શીખ. એની સફળતા એ તારી સફળતા છે. આપણી સંસ્કૃતિ અને સંસ્કારમાં સ્ત્રીને પુરુષની અર્ધાંગિની કહી છે. સ્ત્રીએ પુરુષમાં સમાઈ જવામાં ગૌરવ માનવાનું હોય.’ સસરાજીએ શિખામણ આપી. કંગનાની જીભે શબ્દો આવી ગયા કે, ‘તમે જે વિચાર કહ્યા એ જૂનવાણી થઈ ગયા. આજની કોઈ યુવતી પતિમાં સમાઈ જવામાં ગૌરવ સમજતી નથી. દરેકને પોતાનું અલગ અસ્તિત્વ છે, અલગ ઓળખ છે. એ પોતાની ઓળખ પોતાની બુદ્ધિ અને કુનેહથી પ્રાપ્ત કરવા ઈચ્છે છે. એને પોતાની સિદ્ધિનું ગૌરવ હોય. દરેક સ્ત્રી પોતાનો અંગત વિકાસ ઈચ્છે અને તે માટે મથે. એ માટે બધાં ક્ષેત્રોનાં દ્વાર એના માટે ખુલ્લાં થયાં છે. દરેકે દરેક ક્ષેત્રે સ્ત્રીની આવડત, મહેનત, બુદ્ધિ, કુનેહની કદર થાય છે. જુઓને એટલે તો મને એપોઈન્ટમેન્ટ મળી છે. આવું બધું ઘણું કહેવું હતું. જોકે એ પ્રગટપણે કંઈ બોલી શકી નહિ. એના સસરાનો પ્રભાવ જ એવો હતો કે, એના મોંમાંથી એક અક્ષરે ના નીકળ્યો. એની આંખોમાં આંસુ ઊભરાયાં.

એણે પતિ સામે જોયું. એના મનમાં હતું કે, શ્રીરાજ પપ્પાજીને કંઈ કહેશે પણ શ્રીરાજમાં પપ્પાની સામે દલીલ કરવાની હિંમત ન હતી. શ્રીરાજે નજર ફેરવી લીધી. કંગનાને થયું આટલું શિક્ષિત પ્રતિષ્ઠિત કુટુંબ આવું જૂનવાણી ? આવા સંકુચિત વિચારનું ? પુત્રવધૂનું મન જાણવાનોય પ્રયત્ન ના કરે ? સ્ત્રી-પુરુષની સમાનતાનો આ સમય છે, બદલાતા સમયની એમની પર કોઈ અસર કેમ નથી ? અરે એમને મારી પર હેત પણ નથી, જો મારા પર સ્નેહ હોય તો મારું મન રાખવાય જોબ કરવાની સ્વતંત્રતા આપત. હું મારી કેરિયર વિકસાવી શકું માટે અનુકૂળતા કરી આપત. કંગના સાવ હતાશ થઈ ગઈ. પોતે ભણતી હતી ત્યારથી જે સ્વપ્નું સેવ્યું હતું એને સાકાર કરવા એ કંઈ નહિ કરી શકે ? એણે એક સામાન્ય સ્ત્રીની જેમ આ ઘરમાં શોભાના પૂતળાની જેમ રહેવાનું અને ઘરના વડીલોની આજ્ઞા માથે ચડાવવાની. પોતાની અંગત ઈચ્છા, આકાંક્ષાનું કંઈ નહિ ? કંગનાનું મ્લાન મુખ એનાં સાસુ-સસરા અને વરે જોયું પણ કોઈનોય વિચાર બદલાયો નહિ. કોઈના હૈયે કંગના માટે સમભાવ ના જાગ્યો. કોઈએ એની દષ્ટિથી આખી વાત જોઈ નહિ. કોઈનાય મોંએથી શબ્દો ના સર્યા કે કંગના તું નોકરી કરજે. વહુની ખુશીની કોઈને દરકાર ન હતી.

શ્રીરાજ સર્જન ડૉક્ટર છે. એ બીજાનાં કહોવાઈ ગયેલાં રુગ્ણ અંગો કાપીને ફેંકી દે છે ને દરદીને રોગમુક્ત કરે છે પણ એના પોતાના ઘરમાંથી જૂનવાણી વિચારો ફેંકી દઈ શકતો નથી. માતા-પિતાને નવા વિચારો પ્રમાણે જીવવા પ્રેરી શકતો નથી. જે સ્ત્રીનો હાથ પકડીને એ પોતાના ઘરમાં લાવ્યો છે એને અન્યાય થાય, એનો વિકાસ રુંધાય તોય એ ચૂપ બેસી રહે છે. કંગનાનું નિસ્તેજ મોં જોઈનેય એના હૈયે વેદનાની એક ટશરે ફૂટતી નથી. જે સ્ત્રી એના પર અસીમ વિશ્વાસ રાખીને એના ઘરમાં પ્રવેશી છે એ સ્ત્રીને નિરાશાથી પીડાતી એ જોઈ રહે છે. કંગનાને આવું પ્રતિષ્ઠિત સ્થિતિસંપન્ન ઘર અને વર મળ્યાં ત્યારે એણે પોતાની જાતને નસીબદાર માની હતી, પણ અત્યારે એને થયું કે આના કરતાં તો કોઈ સામાન્ય સ્થિતિનું ઘર અને સામાન્ય ભણેલો વર મળ્યો હોત તો હું વધારે નસીબદાર હોત. ત્યાં મને મારી મહત્વાકાંક્ષા સિદ્ધિ કરવાનો મોકળો માર્ગ મળ્યો હોત. ત્યાં હું ખીલી શકત. ત્યાં મારા વિકાસના માર્ગે દોડવાની મને સ્વતંત્રતા હોત. ત્યાં હું મારા વિચારો ખુલ્લા મનથી દર્શાવી શકત. ત્યાં પરંપરાગત રીતે જીવનાર વડીલો ને વર ના હોત. ત્યાં લગ્ન પછી મને મારા આકાશમાં ઊડવાની પાંખો મળત. ત્યાં મારી કદર હોત. કંગનાને થયું એનો વર ભલે એની લાઈનમાં નિષ્ણાત ગણાતો હોય પણ માણસ તરીકે તો પામર છે. હું તો માનતી હતી કે આવા સંપત્તિવાન કુટુંબમાં મારો સર્વાંગી વિકાસ થશે, ત્યારે અહીં તો હું ગુંગળાઉં છું.

કંગનાને આવા વર અને ઘર પરથી મન ઊઠી ગયું. એને થયું આવા માણસો સાથે જીવન જોડવાનો શું અર્થ ? આ તો જીવતેજીવત આપઘાત કરવા બરાબર છે, હું મારા જીવનને રુંધાવા નહિ દઉં. હું મારી મુક્તિ ખોળી લઈશ. વ્યથા, ક્રોધ, લાચારીથી એનું હૈયું જાણે વલોવાઈ જવા લાગ્યું. એને થયું મારી પાસે રૂપ છે, ગુણ છે, બુદ્ધિ છે, યૌવન છે, મારો માર્ગ હું ખોળી લઈશ પણ એ જ ક્ષણે એના હૃદયના અજાણ્યા કોઈક ખૂણામાંથી કોઈ એને શાંત પાડી રહ્યું હતું, કહી રહ્યું હતું : ‘તું શાંત પડ, સમતાથી વિચાર કર.’ અને એણે અનેકવાર સાંભળેલી વાત યાદ આવી કે ઘરસંસારમાં ગમે ત્યારે સમસ્યા તો ઉદ્દભવે જ છે. પોતાને નહિ ગમતી વાત સ્વીકારવાની ઘડી આવે છે ત્યારે વ્યક્તિએ બાંધછોડ કરીને ઘરસંસારને સાચવી લેવો જોઈએ. પોતાના જીવનમાં ઘર, દામ્પત્યજીવન પ્રથમ છે. એને થયું, અત્યારે મને શ્રીરાજ પર ગુસ્સો આવે છે પરંતુ તટસ્થ રહીને જોઉં તો શ્રીરાજ એનાં માબાપને નારાજ નથી કરી શકતો તેથી ચૂપ છે. એની એ નિર્બળતાને હું પ્રેમનો અભાવ માની લઉં એ ભૂલ નથી ?

એણે શ્રીરાજ સામું જોયું. એના ચહેરા પર કેટલી ઉદાસી છવાઈ ગઈ છે, એ નીચું જોઈને બેસી જ રહ્યો છે. એ કંગના સામે જોવાની હિંમતેય નથી કરી શકતો. જાણે એક અપરાધી હોય એમ એ તદ્દન ચૂપ છે. એનાં મમ્મી-પપ્પાની વાતમાં એણે સૂર નથી પૂરાવ્યો. એના હૈયે કેટલોય વલોપાત હશે ! શું કરવું એ એને નહિ સૂઝતું હોય. કંગનાને ક્યાંક વાંચેલું યાદ આવ્યું. માનવીના જીવનમાં કેટલીક વખત ખૂબ અંધકાર આવી જાય, ક્યાંય રસ્તો ના સૂઝે, સૂર્યની ચમક કે ચંદ્રની જ્યોત્સનાય એના જીવનમાં શીતળતા કે પ્રકાશ નથી લાવી શકતી ત્યારે એના અંધકારમય જીવનમાં માત્ર નારીનો પ્રેમ જ દીવો પ્રગટાવી શકે છે. તમામ તકલીફોનો ઈલાજ નિર્ભેળ પ્રેમમાં જ છે. હું શ્રીરાજને ચાહું છું ને એનેય મારા માટે પ્રેમ છે એની મને ખાત્રી છે, તો પછી હું શું કામ આટલી બધી હતાશ થઈ જાઉં છું ? પપ્પાજી અત્યારે જોબ કરવાની ના પાડે છે તો નહિ કરવાની, એ મને ભણવાની તો ના નથી પાડતા ને ? હું બીજા કોર્સ કરીને મારા જ્ઞાનમાં, કાબેલિયતમાં વધારો કરીશ. મારું અંતિમ ધ્યેય તો મારો વિકાસ સાધવાનું છે, એ પંથે કોઈ રૂકાવટ નથી. માટે મારે તો ઈશ્વરનો આભાર માનવાનો. હું સમાધાન કરું એ મારી લાચારી નથી, મારી તાકાત છે. હું કોર્સ પણ એવા કરીશ કે મારા બીજા કર્તવ્યોમાં ક્યાંય ચૂક ના આવે. હું બધાની અપેક્ષાઓને સંતોષીશ. ઘરના બધાની ખુશીમાં જ મારી ખુશી છે. એમના હેતપ્રેમ જ મારી સંપદા છે.

કંગાનાએ કોઈનીય સાથે ચર્ચા કર્યા વિના જાતે જ પોતાની સમસ્યા ઉકેલી નાખી. ફરી એકવાર એનો ચહેરો પ્રસન્નતાથી ઝળકી ઊઠ્યો. શ્રીરાજે પત્નીનો હાસ્યમંડિત ચહેરો જોયો ને એના હૈયે હાશ અનુભવી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાકીટની અદલાબદલી – રતિલાલ બોરીસાગર
આધુનિક વિક્રમ-વેતાળ – વિનોદ ભટ્ટ Next »   

37 પ્રતિભાવો : અંધકારમાં દીવો – અવંતિકા ગુણવંત

 1. કલ્પેશ says:

  મા-બાપ હંમેશા પોતાના મોટાપણાનો અધિકાર જમાવે (સાચા હોય તો ઠીક અને ન હોય તો?)
  નવી પેઢીને કેમ બાંધછોડ કરવી પડે? પતિ-પત્ની પોતે કંઇ નક્કી ન કરી શકે, જેમા બધાને અનૂકુળ(?) નિર્ણય હોય.

 2. trupti says:

  વિષય બહુજ ચવાયલો પણ નિરાકરણ અદભુત. કંગના એ જે રિતે પોતાનો સંસાર પોતાના નિર્ણય થી બચાવિ લિધો તે કાબિલે તારિફ છે. તેને તેનૂ ભણતર દિપાવ્યુ.
  જરુરી નથી કે ભણ્યા એટલે તેનો ઉપયોગ ફક્ત કમાવવા માટે જ કરવો ઘણા રસ્તા અને ઉપાયો છે તેનો સદઉપયોગ કરવાના.
  સાથે-સાથે હવે મોટાઓ એ પણ પોતાના વિચારો અને માન્યતાઓ ને બદલવાની જરુર છે, વહુ ને કે તેના ભણતરને ફક્ત સ્ટેટસ સિંબોલ તરિકે જોવાનુ બંધ કરવુ જઈએ.

  • જગત દવે says:

   તૃપ્તિબેન નો અભિપ્રાય ધણો જ સમતોલ.

   વધુ ભણેલ બહેનો જે નોકરી નથી કરતાં અને ભણતરનો ઊપયોગ કરવા માંગે છે તેમનું એક સંગઠન થવું જોઈએ તેવુ મને લાગે છે. આધુનિક ટેકનોલોજીનો ઊપયોગ આપણે માનવ-વિકાસમાં જોઈએ તેટલો નથી કરતાં. ટેલિવીઝનમાં તે તાકાત હતી પણ પૈસા માટે લાળ ટપકાવતી ચેનલો એ ચાલાકીપુર્વક બહેનોની માનસિકતા ને વટાવી લીધી અને તેનો લગભગ બધો જ નવરાશનો સમય પચાવી લીધો.

   ઈન્ટરનેટનું પણ એવું જ થઈ રહ્યું છે. આપણને સોશિયલ નેટવર્કીંગ સાઈટ્સ, ગેઈમ્સ વિ. માં ઊલઝાવી ને ખરેખર પૈસા જ ઉલેચવાની દાનત છે. અને વિડંબના જુઓ…..વીકીપીડીયા ને ફંડ નાં અભાવે દાતાઓ શોધવા પડે છે.

 3. Shyam B. Bhonsle says:

  આ ખૂબ જ સરસ કૃતિ છે. કંગનાએ જે રીતે પોતાના પતિની ભાવના સમજી પોતાનું મન મનાવી લીધુ એ જ રીતે કંગનાના પતિએ પણ કંગનાની ભાવના સમજીને તેને નોકરી કરવાની તક આપવી જોઇએ અથવા તો તેની ડીગ્રી પ્રમાણે કામ કરવા દેવું જોઇએ. કંગનાના મમ્‍મી-પપ્‍પાએ આટલી મહેનત કરીને પોતાની દીકરીને આગળ વધારી છે, તેણીમાં સરસ્‍વતીનું સર્જન કર્યું છે તેનો ખરેખર ઉપયોગ થવો જોઇએ. આર્થિક ઉપાર્જન એ અલગ બાબત છે અને પોતાના જ્ઞાનને ઉપયોગમાં લેવું બંને ભિન્‍ન બાબત છે. કંગનાના પતિ એક સર્જન છે તેઓ પણ પોતાની ડીગ્રીનો ઉપયોગ કરી શકે તો કંગના કેમ નહીં. પરિવર્તન એ સંસારનો નિયમ છે. કંગના અને એના પતિનું લગ્‍ન જીવન સુખરૂપ નિવડે તેવી ભગવાનને પ્રાર્થના છે. પરંતુ કોઇ દિવસ વિપરીત સંજોગો ઉભા થાય અને કંગનાને નોકરી કરવી પડે તો ?

 4. hiral says:

  ખબર નંઇ પણ અવંતિકાબેન, માત્ર દીકરીઓને જ સલાહોનો ડૉઝ કેમ આપ્યાં કરે છે? ગમે તેવી પરિસ્થિતિ કે ગમે તેવા સંજોગો, કે ભલે દીકરી ગમે તેટલી સાચી હોય, એમનાં દરેક લેખનાં અંતે ક્યાં તો દીકરીઓને ‘સલાહોનો ડૉઝ’ હોય છે ક્યાં તો ‘દીકરીઓએ કરેલું સમાધાન’. સારું જ હતું કે ‘ઝાંસીની રાણી’ ને કે કૈકઇની ‘કલ્યાણી’ને આવો એકતરફી પ્રેમનો આફરો નહિં ચઢાવતાં એમનાં ગુરુજનોએ એમને ‘સત્ય, સ્વમાન’ વગેરે વિશે શીખવ્યું. અને આપણને ઇતિહાસમાં , રાષ્ટ્રની રક્ષા કાજે લડી જતી વીરાંગનાઓ મળી.

  અહિં દીકરી માટે ભલે આદર્શ પરિસ્થિતિ હોય. એને ભાઇ છે એટલે કદાચ સાચે જ માતા-પિતાની આર્થિક સહાય (જરુર પડે તો)ચિંતા કરવાની જરુર નથી. . પણ આજે જ્યારે ઘણાં ઘરોમાં ‘એક દીકરી’ કે ‘બે દીકરી’ હોય છે. શું એ લોકોએ આવું સમાધાન કરવું જોઇએ? એ લોકો હંમેશાથી એવાં ફરજપરસ્ત ઘડાય છે કે એમને અહિં બતાવેલું સમાધાન કે સમર્પણ પણ કદાચ એમને પીગળાવી નહિં શકે. અને એ લોકો ખરે જ ‘એમને સમજી શકે’ એવું જ પાત્ર શોધશે.

  • angel says:

   અહીં કંગનાએ લગ્ન પેહલા જ ઘરમાં પોતાની જોબ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હોત તો કદાચ તેને આ પરીસ્થિતનો સામનો ન કરવો પડત. કકંગના કેટલા કોર્ષ કરશે? શ્રી રામની આવક ઓછી હોત કે આર્થિક સહાયની જરૂર હોત તો કંગનાને નોકરી કરવા દેત ને?જો દીકરીઓ ને આવી રીતે મનને માનવી ઘરનાને જ ખુશ કરવાના હોય તો તે શા માટે આટલું બધું ભણે છે? ઘર સંભાળવું અને બધાને રાજી કરવાનું કામ તો અભણ વ્યક્તિ પણ કરી શકે છે. માં-બાપની પણ ઈચ્છા હોય છે કે પોતાની દીકરી પોતાનું નામ બનાવે, જો માત્ર ઘરકામ જ કરવાનું હોય તો શા માટે માં-બાપ સમય અને પૈસા બગાડે છે? આજે પણ છોકરાના ઘરનાને આવી જ છોકરી જોય છે કે પોતાની સાથે હોય તો કઈ શકાય કે તે પણ વકીલ, સી.એ છે પણ ઘરમાં પોતાની બુદ્ધિને બદલે કુટુંબના સભ્યની હા માં હા અને ના માં ના કરી શકે.

   આ જગ્યાએ શ્રી રામને કોઈ સારી ઓફર આવે અને તેને બીજે ગામ કે વિદેશ જવાનું થાય તો? તેના માં-બાપ રાજી થાય ને? કંગના પણ રાજી થાત અને પતિને રાજી-ખુશી થી વધાવત. ભલે પછી થોડા સમય તને શ્રી રામથી દૂર રેહવું પડે. એવું નથી કે નોકરી કરતી નારી ઘર ને ના સાચવે, ઘરના ને ખુશ ન રાખી શકે. તકલીફ એ જ છે કે સ્ત્રી આસાનીથી પરીસ્થિત સ્વીકારી લે છે, સામનો કરતા ડરે છે.

  • Namrata says:

   હિરલ બેન ની વાત બિલકુલ સાચી છે. અવન્તિકાબેન ની ઘણી વાર્તાઓમા દિકરીઓને સલાહ જ વિશેષ હોય છે.

 5. dhiraj says:

  મારા ધર્મ પત્ની ને પણ જોબ કરવાની બહુ ઈચ્છા હતી. મને તેમના સ્વતંત્ર મિજાજ ની ખબર હતી, તેથી હું માનતો હતો કે તે જોબ નહિ કરી શકે. તેમ છતાં મેં તેને જોબ શોધી પણ આપી અને કરવા પણ દીધી. પરિણામ મને ખબરજ હતી દોઢ જ મહિના માં એક વખત તે બોસ ની સાથે ઝઘડી ને આવી અને જોબ કરવાની ઈચ્છા ને અભરાઈ પર ચડાવી દીધી.
  આને શું કહેવાય ?
  ટાઢે પાણીએ ખસ ગઈ .

 6. Pinky says:

  I think our society is such, where parents make their daughter dependent on others, by way of moral values and give in to save one’s marriage. Today we need to teach our future generation to stand up for them. No way I am saying that they should be allowed to do whatever they want to, but point is give them education and teach them morals where they can justify their action and are capable of making right choice and live with self respect.

  Recently I read a story (I think it was a true incident happened in one daughter’s life) in Divya Bhaskar (Gujarati Newspaper) where she was abused very badly by her husband, and her in laws were blaming her. Also expecting her to endure all the pain in the nameof husband and indian culture.

 7. hiral says:

  ‘કંગાનાએ કોઈનીય સાથે ચર્ચા કર્યા વિના જાતે જ પોતાની સમસ્યા ઉકેલી નાખી..’

  શું શ્રીરાજ કોઇને પૂછ્યા વગર, જાતે નિર્ણય લઇને ‘સમસ્યા ના ઉકેલી શકે?’.

  પણ, સલાહ તો દીકરીઓને આપવી શોભે. ઃ)

  • Niyati says:

   I must agree with Hiral, Why always girls have to compromise. I am here in USA and I didn’t expect such stuff from my husband or in-laws. They are still like they came from india in 1990’s . I started and obey what they say in the begining but then it is hard to compromise with many stuff. After 6 years I fed up with all kind of comporomises and I start to tell my husband about my likes and then problems starts. I have to stand up for myself to find my identity. It is really very hard because you are alone. But that what I am thinking that if I stood up in the begining this path is much easier now.
   You are right Hiral. We need to teach our daughters to standup for themselves.

 8. જગત દવે says:

  પુરુષનાં જીવનમાં પણ આવા પ્રસંગો આવતા જ હોય છે તેને પણ નોકરી કે વ્યવસાય દરમ્યાન સમજુતિઓ અને યાતનાઓ સહન કરવી પડતી હોય છે માટે આ વાર્તાને નારી-મુકતિ અભિયાન ન બનાવવું જોઈએ.

  પુરુષને પણ ઘરનાં મોભી તરીકે ઘણો ભાર રહેતો જ હોય છે. શ્રીધિરજભાઈનાં ધર્મ પત્ની જોબ કરવાની ઈચ્છા ને અભરાઈ પર ચડાવી શકે છે પણ સ્વયં ધિરજભાઈ એવું ક્યારેય નહી કરી શકે…ભલે ગમે તેવો મિજાજ હોય પણ પુરુષને નોકરી કે વ્યવસાયતો મન મારી ને પણ કરવો જ પડતો હોય છે અને જો ન કરે તો સમાજીક રીતે ધરને ન ચલાવી શકવા બાબત પુરુષને જ દોષ દેવામાં આવશે. શું એ વાત પર પુરુષ વાંચકો પુરુષ-મુકતિ અભિયાન ચલાવશે?

  • Niyati says:

   This is not ‘Narimukti abhiyan’. If laies are working they do face same issue you guys facing at work…
   Also, Family issues something everyone deals and MAN has to play special role as he is the only bridge between his wife and parents.
   Sameway WOMAN is the only bridge between husband and her parents the only difference here is that here in Indian culutre woman marry and move with husband and his family…

 9. nayan panchal says:

  હિરલબેનની વાત સાથે સહમત. અવંતિકાબેનની વાર્તાઓમાં મોટાભાગે સમાધાનવૃતિ જોવા મળે છે જે ખરાબ બાબત તો નથી જ. આખરે સંસારનુ ગાડું શાંતિથી ગબડે એ જ પ્રયોજન છે ને.

  પણ હું ધારી લઉં છું કે આ લગ્ન અરેન્જેડ મેરેજ છે અને હવે તો આ બધી વાતોની ચોખવટ લગ્ન પહેલા જ કરી લેવામાં આવે છે. છતા પણ ગૂંચવાડો ઉભો થાય તો પછી પ્રાથમિકતા પ્રમાણે પસંદ અપની અપની.

  આભાર,
  નયન

 10. Maya says:

  Look at the whole situation in a positive way. She is married in a wealthy family, instead of working she can do some social work and spare that job for somebody who really needs it. There are so many people in India who needs money and work. At the end name of the game is edjustment.

 11. Harshad Kapadia says:

  I can’t understand that it is okey to move to another job for the son.When the daughter-in-law tries to start job after getting higher education, the in-laws will not permit her.Why the son can’t stand for his wife. I feel that the son must support his wife and tell his parents that what is the use of getting higher education and now she will sit at home.

  In-laws need to change, as the the time has changed.and in-laws should not worry about the daughter-in-law’s salary.Do not compare the salary of daughter-in-law’s with son’s.

  • Niyati says:

   You are right Harsahd if HUSBAND-WIFE have good combination then I don’t think there should be questions for this kind of problems. Just Husband has to talk to his parents for issues and Wife has to talk to her parents for issues.

 12. જય પટેલ says:

  સુશ્રી અવંતિકા ગુણવંતની પ્રસ્તુત વાર્તામાં ૧૮મી સદીની માનસિકતા ડોકાય છે.

  વાર્તાના નાયક દાક્તરબાબુનો પરિવાર અતિશિક્ષીત છે પણ વ્યવહારૂ નથી.
  ઈજનેર પુત્રવધુને પોતાના ક્ષેત્રમાં વિસ્તરવાની તક ઉપલબ્ધ થાય છે ત્યારે તારે પૈસાની શું જરૂર છે જેવી
  ઘટિયા દલીલો સસરાજી કરે છે અને ભીસ્મ પિતામહ દાકતરબાબુ નીચું જોઈને નજરીયું ઢાળી દે છે..!!
  ભારતીય સામાજિક માનસિકતા શિક્ષણને ફક્ત પેટિયું રળવાના ઉપક્રમમાં ઢાળી દેવાઈ છે. એક યુવા સ્ત્રી ઉચ્ચ શિક્ષણ
  પામી રાષ્ટ્રના ઉત્થાનમાં પોતાનું યોગદાન આપવા થનગની રહી હોય ત્યારે તેના ઉત્સાહ પર ઠંડું પાણી નાખવું એક
  રાષ્ટ્રાય અપરાધ ગણાવો જોઈએ.

  નિર્ણાયક ઘડીએ નજરીયું ઢાળી દે તેવા નમાલા નાયકને પડતો મુકવો જોઈએ.
  ઈજનેર વ્યક્તિના મનમાં રાષ્ટ્રનિર્માણની ભાવના હોય તો તેવો વ્યક્તિ મુટ્ઠી ઉચેરો ગણાવો જોઈએ.
  વાર્તાની માનસિકતા નિરાશા ઉપજાવે છે.

  • જય ની વાત સાથે હુ બિલકુલ સહમત છુ.

   આપણા સાહિત્યમા છુપાયેલી આવી કાયરતા પછી કેવા સમાજનુ સર્જન કરી શકે? ૧૯૦ વર્ષની ગુલામ માનસિકતા કદાચ હજુ પણ ગઇ નથી. સમધાનના નામ પર તમારી ભીરુતા છુપાવવાની વાત મને યોગ્ય નથી લાગતી. આપણી આ જ માનસિકતા જવાબદાર છે, દેશની અરાજક પરિસ્થિતિ માટે.

  • hiral says:

   વાહ, જય ભાઇ,
   શ્રીરાજ વિશે આવું ચોખ્ખે ચોખ્ખું લખવાની મારામાં હિંમત નહોતી. . પણ તમારી કમેન્ટ વાંચીને ખુબ આનંદ થયો.
   મહેન્દ્રભાઇ અને વીણાબેનની કમેન્ટ પણ એકદમ સાચી વાત છે.

 13. Veena Dave. USA says:

  મને તો એમ લાગ્યુ કે કોઈક યુવાન એવી કોમેન્ટ લખશે કે એન્જિનિયરીંગ કોલેજની એક સીટ નકામી ગઈ. કોઇનો એક દિકરો આ સીટ પર કમાઈને કુટુંબને ઉપયોગી થઈ શક્યો હોત……..

 14. ઈન્દ્રેશ વદન says:

  અવંતિકાબેન, ભગવાનને ખાતર, Give us a frickin’ break…!!

  WTF??

  નારી ઝુંબેશનો અંત આવે વર્ષો થઈ ગયા.

 15. Rajni Gohil says:

  અતરાત્માનો અવાજ પારખી એ પ્રમાણે વર્તે તેને હંમેશા આનંદ જ મળે. કંગનાએ સાસુ-સસરાના વિચારોને માન આપ્યું અને શ્રીરાજે પિત્તૃભક્તિ પણ નભાવી એ તો આપણી ભારતીય સંસ્કૃતિનું પાલન છે.

  આજના જમાનાને અનુરૂપ સુંદર મઝાનો બોધ આપતા લેખ બદલ અવંતિકાબેનનો આભાર.

 16. Dilip Bhatt says:

  Why an educated duaghter inmlaw can not have her own identity?
  Avantika ben, I have great reagrd for you, but in this story you are WRONG. T
  His is why our Indian socoety has not come up and will not come up in another 100 years. Parenst with their totally wrong and rediculas belifes can ruine the society as a whole. GOD SAVE OUR Gujarati ( Indian ) society.!!

 17. pragnaju says:

  એ પંથે કોઈ રૂકાવટ નથી. માટે મારે તો ઈશ્વરનો આભાર માનવાનો. હું સમાધાન કરું એ મારી લાચારી નથી, મારી તાકાત છે. હું કોર્સ પણ એવા કરીશ કે મારા બીજા કર્તવ્યોમાં ક્યાંય ચૂક ના આવે. હું બધાની અપેક્ષાઓને સંતોષીશ. ઘરના બધાની ખુશીમાં જ મારી ખુશી છે. એમના હેતપ્રેમ જ મારી સંપદા છે.

  કંગાનાએ કોઈનીય સાથે ચર્ચા કર્યા વિના જાતે જ પોતાની સમસ્યા ઉકેલી નાખી. ફરી એકવાર એનો ચહેરો પ્રસન્નતાથી ઝળકી ઊઠ્યો. શ્રીરાજે પત્નીનો હાસ્યમંડિત ચહેરો જોયો ને એના હૈયે હાશ અનુભવી

  પ્રેરણાદાયી વાત

 18. કલ્પેશ says:

  આપણે બધા આપણને જે યોગ્ય લાગે છે તે લખીએ છીએ અને સમય આવે તે પ્રમાણેનો યોગ્ય નિર્ણય (જે આપણા હાલના વિચારોથી અલગ પણ હોઇ શકે) લઇશુ.

  શુ એ શક્ય છે કે લેખક અથવા લેખિકા વાચકોની કોમેંટ વાંચે અને એક સંવાદ કરે, જેથી લેખક/લેખિકા વાચકોના મૂડને સમજે અને વર્તમાન સમય (અને પેઢીના વિચારો, ભણતર) પ્રમાણે તટસ્થતાથી કંઇ કહે?

  એક આડવાતઃ કેમ કોઈને સમાજના http://www.readgujarati.com/2011/01/25/vyakti-samaj/
  ઉપરના લેખમા એમ લખ્યુ છે કે “આપણા દેશમાં આટઆટલી ગરીબી છે, અભાવ છે, અજ્ઞાન છે…..” અને ”
  “કેમ કોઈને સમાજના અજ્ઞાન અને અભાવના ખાડા પૂરવાની પ્રેરણા નથી થતી ?” અને શિર્ષક છે સમાજઋણ

  હું એમ કહીશ કે સમાજઋણ એટલે શુ?
  વસ્તિવધારો કર્યે રાખીએ, જેમતેમ ગંદકી ફેલાવીએ, એક બાજુ ભગવાનના ફોટા લગાવીએ અને બીજી બાજુ કામ કરવાનો સમય ૧૨ વાગ્યાનો હોય અને ૧૨-૧પ એ ચાલુ કરીએ, ગમે ત્યા ખાઇએ અને ગમે ત્યા વિસર્જન, પોતાનુ કામ કઢાવવા પૈસા આપીએ અને પછી કહીએ “કેટલો ભ્રષ્ટાચાર વધી ગયો છે?”. ગઇકાલનો છોડ આજે મોટુ ઝાડ બની ગયુ છે.

  આને રોકવુ એને સમાજઋણ કહેવુ કે નહી?

  જંગલરાજ ચાલે છે, આપણે બધા પ્રાણીઓ છીએ (ફરક એ જ કે આપણે ભગવાનને માનીએ છીએ, ભજન કરીએ વગેરે વગેરે).
  કદી કોઇ પ્રાણીએ બીજા માટે (પોતાના બચ્ચા સિવાય શિકાર કર્યો છે?

 19. Jagruti Vaghela says:

  જો નોકરી કરવી હોય તો તેવી ચોખવટ લગ્ન પહેલાજ કરી લેવી જોઈતી હતી. કંગના એટલી નસીબદાર કે તેના સાસુસસરાને વહુના પૈસાની લાલચ નથી બાકી આજના જમાનામા તો…………..
  પૈસા તો તેનો વર ખૂબ કમાય છે તો ઈજનેરની નોકરી કોઈને જેને ખરેખર જરુર હોય તેને મળે તો બરાબર.
  અને છેલ્લે કંગનાએ જાતેજ જે નિર્ણય લીધો તે પ્રેરણાદાયી.(જો આર્થિક સ્થિતિ સારી હોય અને નોકરી કરવાની જરુરત ના હોય તો)

 20. suman zalodiya says:

  ખરેખર ખુબ જ સરસ કૃતિ છે.આમ પણ મને આવી નાની અને રસદાર કૃતિઓ વાંચવી ગમે છે.અને એમાં પણ આ કૃતિમાં આપણી સંસ્કૃતિના દર્શન થાય છે.જેમ કંગના એ પોતાના પતિનો વિચાર કરીને જે પગલું ભર્યું તે ખરેખર અત્યારના સમાજની છોકરીઓને સમજવા જેવું છે.અને હું બીજું પણ કહીશ કે જેમ કંગના ના સાસુ સસરાએ તેના પર જે દબાણ કર્યું એ બરાબર ના કહેવાય.કારણ કે કોઈ પણ વ્યક્તિ કાંઈ ભણે તો તેની પાછળ તેની કોઈ ના કોઈ મહત્વાકાંક્ષા હોય છે જે પૂરી ના થાય તો તેને જીવન માં કાંઈક બાકી રહી ગયું હોય તેમ લાગતું હોય છે.

 21. Manan says:

  Avantikaben,

  khub j saras vaat kahi chhe tame. Hu pote koi no dikaro chu mane khabar che ke dikari hamesa Adjust kararti rahe che ane rahe che pan e j to emani shakati che, sha mate shtri ne j ‘Maa’ banva nu malyu che?? karan purush e mate yogya nathi. Aapane game etla morden banishu pan aapni sansakruti ne bhulishu nahi.

  Hu Jagruti bahen sathe sahmat chu ke aa badhu lagan pehla clear thai javu joie, nahi to jo aarthik sthiti barabar na hoy to job kari sakay. Degree mali etle badhu j mali gayu e na kahevay, shtri to Ghar banave che ane jaroor pade to ghar banava kaam pan kare che. Degree no use to biji gani rite thai sake che.

  Mara mate aa kruti gani j saras and asarkarak rahi che, ofcourse shtri ne ganu badhu sahan karva nu che pan shtri j kari sake etle bhagvan e tene aa apyu che ane ena ma j shakti che ke Ghar ne banavu ke Ghar ne bagadvu.

  Dhanyavad.

 22. bharat ayer says:

  The present one is not a story but happenings even today, specially in gujarati society. The case is very compicated and we can’t say that someone is right and someone is wrong but there should have scope for innovation and revolution. If the job is not so inovative then it is just waste of time and life and if one can serve the society something different through engineering or other job, it is good otherwise in married life, one should have to remain ready for adjustment. Finally I have full hope that the lady will definately find some way and make bridge between the old-new thoughts and achieve her goal because every problem has its own solution.

 23. Bhalchandra says:

  This story has unnatural and compromised ending. It provides a short term solution. It gives the wrong message that Gujaratis provide engineering education to their daughters to have surgeon husband, and at the end, all girls, educated or illetirate has same future, to be house wife. The bottom line is male superiority in the family and monetory calculation. The story needs to be extended to show how Kangana’s education becomes a resource in a tragey or accident. The author could have done better job. This is not the story I expected from Avantikabahen!

 24. Ashish Dave, Sunnyvale, California says:

  કોઈના પણ નિર્ણય સ્વાતંત્ર પર તરાપ મારવી એ તો અભણતાની નિશાની છે…

  Ashish Dave

 25. Vaishali Maheshwari says:

  Thank you for sharing this interesting story.

  Like many other readers, I also agree that the first and the foremost thing that Kangana and her family should have done is the discussion before marriage itself. If it was so important for Kangana to work after her marriage, then definitely she should have brought this point before marriage itself. But maybe, she assumed that her to-be in-laws are so educated and living in a modern society, so they will easily give her freedom to work after getting married. We should not forget that our assumptions are not always true and things do not work as expected at all times.

  Now after she Kangana is married, her in-laws should obviously allow her to utilize her knowledge, skills, education and most importantly fulfill her wish.

  Kangana should have not lost hopes as soon as everyone in the family denied. She had a lengthy discussion about working one day with her family, but if that was not enough to convince her family, she could have taken step-by-step and tried to convince them in next couple of days.

  I guess this story is giving a good message to compromise and live life peacefully, but on the other hand it is not good to stop trying so soon (Kangana) and even not encouraging educated women to work is also not good (In-laws).

 26. Ankit says:

  Its a good story but not excellent, Most of the people face this problem in their life and they overcome also.

  I would say its just another story which has old fundamental concept.

 27. DHIREN SHAH says:

  The story is absolutely correct and to the point. we have to understand that in indian society lady is worshiped as a DEVI, which is symbol of SHAKTI of PRAKRUTI. AND that is why a lady can adjust in all the circumstances.
  here when her husband has no need of money and need a good care taker then she has adjusted accordingly. if her house might needed money then she may has act accordingly.
  so I always think LADY IS A SOURCE OF ADJUSTABLE POWER.
  may be i am wrong also.

 28. Nishant says:

  The main thing is Our society should not every time expect sacrifice from Women only b’coz Society= MEN+WOMEN.
  this is 2011 and we are talking about women empowerment so this type of story is not accepted by today’s young generation.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.