લીલા લ્હેર છે – પ્રણવ પંડ્યા
રોજ કોઈ ઝંખના મનને છળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
સૂર્ય ઊગે કે નગર આખુંય તમને,
……………….. હર ક્ષણે રઝળાવવા નીકળી પડે.
ખુદનો પડછાયોય સૌ સાથે ભળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
થાકને પડખામાં રાખી સૂઈ રહો,
……………….. ને સ્વપ્ન ધગધગતા મૂકો આંખો મહીં.
પાંપણો દાઝ્યાના પુરાવા મળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
પૂછનારો પૂછવા ખાતર પૂછે છે,
……………….. ‘કેમ છો’ એ ખૂબ જાણે છે બધું.
પૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
Print This Article
·
Save this article As PDF
વાહ!!!
પ્રણવભાઈ,
સાચેજ આ રચના વાંચી ને દિલ ખુશ થઈ ગયું.
મહાનગરો મા જીવતા લોકો ની સમસ્યાઓ ને ખુબજ સુન્દર રીતે રજુ કરી છે.
અને આખી રચના નો સાર એવી આ પંક્તિઓ ની તો શું વાત કરુ???????????
પૂછનારો પૂછવા ખાતર પૂછે છે,
……………….. ‘કેમ છો’ એ ખૂબ જાણે છે બધું.
પૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
બસ એકજ શબ્દ યાદ આવે છે.
‘આફરીન………..આફરીન……………આફરીન’
આભાર
– અંકિત
fentastic…awsome…..!!! 🙂
“શ્વાસ સાથે સો નિસાસા નીકળે છે,
તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.”
માણસનો બાહ્ય દેખાવ ગમે તે હોય પણ અંદરની વાસ્તવિક સ્થીતિની પરાકાષ્ટા ઉપરોક્ત પંક્તિમાં રજુ થયેલ છે, સરસ કાવ્ય કૃતિ. શ્રી પ્રણવભાઇને સસ્નેહ અભિનંદન !
પૂછનારો પૂછવા ખાતર પૂછે છે,
……………….. ‘કેમ છો’ એ ખૂબ જાણે છે બધું.
પૂછનારો પણ પછી ક્યાં સાંભળે છે,
……………….. તે છતાં કહેવું કે લીલા લ્હેર છે.
સ રસ
કોઈ પણ તારણ કે વિધાનને કેવી રીતે જોરદાર તર્ક વડે દૃઢ કરવું
અથવા નબળું પાડવું.
સુંદર રચના.
કોઈપણ ગુજરાતીને જો પૂછવામાં આવે કે ‘કેમ છો?’ તો ગમે તેટલા ટેન્શન હોવા છતા પણ સ્ટાન્ડર્ડ જવાબ મળશે “મજામાં”.
હર કોઈ લડે છે રોજેરોજ પોતાની લડાઈઓ,
નગ્ન આંસુને હાસ્યના વસ્ત્રો પહેરાવવા પડે છે.
તમાચો મારીને રાખે છે ગાલ લાલ બધા અહીં.
મુખમાંથી શબ્દો સરી પડે, બસ લીલા લ્હેર છે.
આભાર,
નયન
હાસ્યનો મૅ’કપ કરી નીકળી પડું છું, આંખના આંસુ છુપાવી હું ફરું છું,
કોઇ પુછે હાલ, તો એટલું કહું છું, હું મજામાં છું, ‘ને લીલા લ્હેર છે
વાહ મજા પડી ગઈ.
Superb…
Ashish Dave