Archive for January, 2011
January 19th, 2011 | પ્રકાર : સત્ય ઘટના | સાહિત્યકાર : ડૉ. કમલેશ આવસત્થી |
43 પ્રતિભાવો »
[જૂના ફિલ્મી ગીતોનાં – ખાસ કરીને મૂકેશનાં ગીતોનાં રસિયાંઓ માટે કમલેશ આવસત્થીનું નામ અજાણ્યું નથી. દેશ-પરદેશમાં એમના કાર્યક્રમો યોજાતા રહે છે. ‘મેરા જીવન સંગીત’ નામના આત્મકથાના પુસ્તકથી તેમણે ગુજરાતી લેખનક્ષેત્રે પણ પ્રવેશ કર્યો છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ તેમનું આ પુસ્તક ‘વન્સ-મૉર’ જીવનમાં મળેલાં પાત્રોની વાતો છે. આ કથાઓ સત્ય ઘટના પર આધારિત છે. રીડગુજરાતીને આ […]
January 18th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : પ્રવીણ દરજી |
9 પ્રતિભાવો »
[તાજેતરમાં પ્રકાશિત થયેલ સુંદર મનનીય નિબંધોના જીવનપ્રેરક પુસ્તક ‘મણિપુષ્પક’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] જીવન જ ઈશ્વર છે…. કબીરે ‘જીવન જ ઈશ્વર છે’ એવું સાદું-સરળ વિધાન રમતું મૂકીને આપણી સામે એક ગહન સત્ય પ્રકટ કર્યું છે. આપણો પ્રયત્ન ઈશ્વરને […]
January 18th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ભૂપત વડોદરિયા |
10 પ્રતિભાવો »
[‘હલચલ’ સામાયિક (કોલકતા)માંથી સાભાર.] [1] નાપાસ થવું પણ નાસીપાસ તો ન જ થવું…. ઈંગ્લેન્ડના સુપ્રસિદ્ધ નાટ્યકાર અને વાર્તાકાર સમરસેટ મોમની એક વાર્તા કંઈક આવી છે : લંડનમાં એક બેંકના વડા આતુરતાથી એક અતિ ધનાઢ્ય ઉદ્યોગપતિની રાહ જોઈ રહ્યાં છે. બેંકના બધા કર્મચારીઓએ ઉદ્યોગપતિનાં ‘દર્શન’ કરવા તત્પર છે. ઉદ્યોગપતિ આવી પહોંચ્યાં. બેંકના સર્વોચ્ચ અધિકારીએ એમની આગતા-સ્વાગતા […]
January 17th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : કિશોરલાલ મશરૂવાળા |
5 પ્રતિભાવો »
[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-2માંથી સાભાર.] 1917માં હું ગાંધીજીની રાષ્ટ્રીય શાળામાં જોડાયો. કાકાસાહેબ (કાલેલકર), મામાસાહેબ (ફડકે), નરહરિભાઈ વગેરે મારી પહેલાં જ જોડાયા હતા. મને થોડા વખતમાં જ ખબર પડી ગઈ કે મારા કામ માટે મને બરાબર અનુકૂળ થઈ પડે એવો જ્ઞાનકોશ શોધવા ક્યાંય ભટકવાની જરૂર નથી. કાકાસાહેબ જીવતોજાગતો જ્ઞાનનિધિ હતા. કોશમાંથીયે જરૂરી માહિતી ક્યાં મળશે તે […]
January 17th, 2011 | પ્રકાર : બાળ સાહિત્ય | સાહિત્યકાર : રમણલાલ સોની |
21 પ્રતિભાવો »
[ શ્રી મધુસૂદન પારેખ દ્વારા સંપાદિત ‘રમણલાલ સોનીની શ્રેષ્ઠ બાલવાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.] [1] શોભા અને સંતોષ રાજકુંવરી શોભા જેવી રૂપાળી તેવી જ ચતુર હતી. કહે કે મારી પરીક્ષામાં પાસ થાય તેને હું પરણું. કેટલાયે રાજકુંવરો એની પાસે આવી ગયા, પણ કોઈ એની પરીક્ષામાં પાસ થયો નહિ. ત્યારે રાજાએ જાહેર કર્યું કે રાજકુંવરીની પરીક્ષામાં પાસ થવા […]
January 16th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : હરેશ તથાગત |
14 પ્રતિભાવો »
કોણ કે’ છે – ‘કોઈ પણ રસ્તો નથી ?’ હામ હો તો પ્હાડ પણ નડતો નથી ! આંગણાનાં ફૂલથી સંતોષ બહુ, આભને અડવા કદી મથતો નથી ! પ્રેમપત્રો ઓળખું છું રોજ હું, એ જુદી છે વાત, મોકલતો નથી ! જોતજોતા આયખું તો ઓગળ્યું, કાં અહમ, સ્હેજેય ઓગળતો નથી ?! કોણ આવીને લખાવી જાય છે ? […]
January 16th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : ડૉ. સિલાસ પટેલિયા |
1 પ્રતિભાવ »
[‘પરબ’ સામાયિકમાંથી સાભાર.] લીલુંછમ્મ અજવાળું ઝાંખું ઝાંખું ઝરમર ઝરમર થાય… જાય ધીમે ધીમે થડ પરથી નીતરતું ઝમતું જળ મૂળ ભણી માટીમાં થઈને ધીમે ધીમે…. વરસાદમાં આમ પલળતું એકલ વૃક્ષ હવે અંધકારમાં ઝૂમે ઝૂમતાં ઝૂમતાં ય ઝમતું રહે જળ માટીમાં ને મૂળમાં રાતભર વરસાદ ને અંધકાર ને પહાડ પર પછડાતો અવાજ ને તણાતાં આવતાં વૃક્ષો ને […]
January 15th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : દર્શક આચાર્ય |
3 પ્રતિભાવો »
સૂરજ વિના અમારે કરવી હતી સવારો, અમથા સમયની માથે કરતા નથી પ્રહારો. કોલાહલો ભલેને લોકો કરે નગરમાં, ટૌકા કરીને પંખી આપે મને સહારો. અસ્તિત્વને તમારા કરવું જો હોય ઝળહળ, ઝાકળ બની સવારે સૂરજને આવકારો. પામી જશો પરમને મિત્રો તમેય પળમાં, જો ભીતરે તમારી ધખતો હશે ધખારો. માણસને શોધવામાં ભૂલી જવાય ખુદને, તારા નગરના એવાં મોટાં […]
January 15th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : વજુભાઈ પુનાણી |
2 પ્રતિભાવો »
[‘નયામાર્ગ’ સામાયિકમાંથી સાભાર.] હજારો હાથ ફેંકે, સાફ બે હાથે અમે કરતા, નથી ગણતા તમે માણસ, જુલમ માથે તમે કરતા. પચાવ્યો ના તમે નરશી, ન ગાંધીને તમે સમજ્યા, અમારા આયખામાં, ઝેરને સાથે તમે ભરતા. હવે વર્તન થકી ક્યાં, વેર રાખો છો અમારાથી, ભીતરમાં ભેદનાં કુપા, ભરી ભાથે તમે ભરતા. નથી ઈશ્વર અજાણ્યો, આ તમારી પાપ-લીલાથી, છતાં […]
January 14th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : ડૉ. હિતેષ બી. શાહ |
14 પ્રતિભાવો »
[વ્યવસાયે તબીબીક્ષેત્રે કાર્યરત એવા ડૉ. હિતેષભાઈના (અમરેલી) સાંપ્રત સમયની સમસ્યાઓ અને જુદી જુદી માનસિકતાઓને અનુલક્ષીને લખાયેલ પુસ્તક ‘ભીનો એક સંબંધ’માંથી સાભાર. તેમનો આ પ્રથમ વાર્તાસંગ્રહ તાજેતરમાં પ્રકાશિત થયો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રી હિતેષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879323478 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના […]
January 14th, 2011 | પ્રકાર : હસો અને હસાવો | સાહિત્યકાર : ડૉ. નલિની ગણાત્રા |
19 પ્રતિભાવો »
[‘લાફિંગ મૉલ’ પુસ્તકમાંથી સાભાર.] ‘…..પર તુમ્હારી ય લાઈન સુન કે હમ ત્રસ્ત હૈ ઈસકા ક્યા…આ….આ…..આ… ?’ રિસિવર ઉપર હાથ મૂકીને કહું છું હોં કે લેન્ડલાઈન ફોનની મોનોપોલી હતી તે સારું હતું. એમાં ફક્ત બે જ સૂરનું સામ્રાજ્ય હતું. કાં તો રિંગ વાગતી (માથામાં !) અથવા તો રિંગ બગડી હોય એવો એંગેજ ટોન સંભળાતો ! અને […]
January 13th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : ડૉ. શરદ ઠાકર |
37 પ્રતિભાવો »
[‘જનકલ્યાણ’ નવે-ડિસે.-2010માંથી સાભાર.] ડૉ. સુકુમાર શાહ સ્વભાવે માખણ જેવો કોમળ માણસ અને જમાદાર રાયસંગ એટલે ચપ્પાની તેજ ધાર જોઈ લો ! એની સામે નજર માંડો તોયે ઘસરકો કરી નાખે. આમ તો આ બંને અલગ વ્યવસાયના માણસો; એક ધોળા એપ્રોનમાં ફરતો દેવદૂત અને બીજો ખાખી વર્દીવાળો જમદૂત ! એકબીજાને મળવા માટેનું કોઈ કારણ ન મળે. ન […]
January 13th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : વર્ષા તન્ના |
18 પ્રતિભાવો »
[‘અખંડ આનંદ’ જાન્યુઆરી-2011માંથી સાભાર. આપ વર્ષાબેનનો આ નંબર પર +91 22 26007540 સંપર્ક કરી શકો છો.] એક વખત સાંજને ફરવા જવાનું મન થયું. તેણે નદી તળાવમાં ઘણી વખત ધુબાકા માર્યા હતા. તેણે દરિયાના ઘુઘવાટને પણ ઘૂંટડે ઘૂંટડે પીધો હતો. તેણે બાવળની સૂકી ડાળ પર લટકતા તડકાને પણ જોયો હતો. અને ઝાડની છાયામાં બેઠેલા લોકોના હાશકારાને […]
January 12th, 2011 | પ્રકાર : પ્રવાસવર્ણન | સાહિત્યકાર : ડંકેશ ઓઝા |
8 પ્રતિભાવો »
[પૂર્વાંચલની સફર પર આધારિત તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘સાતમા આસમાને’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી ડંકેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9725028274 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] હવે સીલ્ચર થઈને ત્રિપુરાની રાજધાની અગરતલા જવાનો ખ્યાલ હતો તેથી આગલી સાંજે જ […]
January 12th, 2011 | પ્રકાર : સત્ય ઘટના | સાહિત્યકાર : ડૉ. પ્રફુલ્લ શાહ |
17 પ્રતિભાવો »
[સાવરકુંડલામાં રહીને પુસ્તકાલય આદિ સેવાપ્રવૃત્તિઓની ધૂણી ધખાવનાર દંપતિ ડૉ. પ્રફુલ્લભાઈ શાહના જીવનપ્રેરક પ્રસંગો પર આધારિત પુસ્તક ‘શબરીનાં બોર’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ‘રંગદ્વાર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] ‘ચારણ કન્યા’ જેવી દીકરી નયનાની ઉંમર 15 વર્ષની. બહાદુરીને ઉંમર સાથે કાંઈ થોડો સંબંધ છે ? […]
January 11th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : કમલેશ કે. જોષી |
90 પ્રતિભાવો »
[ જામનગર સ્થિત નવોદિત યુવાસર્જક શ્રી કમલેશભાઈની આ પ્રથમ વાર્તા જ સાવ અનોખી ભાત પાડે તેવી છે. તેઓ શ્રી એચ.કે.દોશી ઈન્ફર્મેશન ટેકનોલોજી કૉલેજમાં ‘કમ્પ્યુટર પ્રોગ્રામર’ તરીકે ફરજ બજાવે છે. યુવા માનસનો ઊંડો અભ્યાસ તેમની આ કૃતિમાં પ્રગટ થાય છે. રીડગુજરાતીને આ વાર્તા મોકલવા માટે શ્રી કમલેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક […]
January 11th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : જયવતી કાજી |
5 પ્રતિભાવો »
[યાત્રાધામ ડાકોરમાં આવેલ સુપ્રસિદ્ધ ‘અશક્તાશ્રમ’ અનેક વૃદ્ધાશ્રમો કરતાં સાવ અલગ છે. આ અશક્તાશ્રમ શ્રમનો મહિમા કરે છે. અહીં અનેક પ્રવૃત્તિઓ યોજાય છે. વડીલોની વૃદ્ધાવસ્થામાં ગુણાત્મક સુધારો થાય એ માટે સતત પ્રયત્નો થતાં રહે છે. સુપ્રસિદ્ધ સાહિત્યકારોને અહીં વક્તવ્ય માટે નિમંત્રણ અપાય છે. પ્રતિવર્ષ એકાદ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. ચાલુ વર્ષે આ પ્રવૃત્તિઓ અંતર્ગત ‘વૃદ્ધત્વના […]
January 10th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : તારાબહેન મોડક |
2 પ્રતિભાવો »
[‘બાલમૂર્તિ’ સામાયિકમાંથી સાભાર.] દરેક કામ કે વર્તન માટે યોગ્ય સ્થળ-કાળ હોય છે. તે તે વખતે ને તે તે સ્થળે જો તે તે કામ કે તે તે વર્તન ન થાય તો તે થયું ન થયું સરખું થાય છે. ટૂંકમાં કામની આવડત પણ નકામી જાય છે ને થયું કામ પણ નકામું જાય છે. બાળકોનું ઘણી વાર એમ […]
January 10th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત |
5 પ્રતિભાવો »
[1] ત્રણ મુદ્દા – વિનોબા ભાવે કોઈ પણ કામ વ્યવસ્થિતપણે પાર પાડવું હોય તો તે માટે ત્રણ વસ્તુ આવશ્યક છે. પહેલી વસ્તુ એ કે તે કામ અંગેનો સંપૂર્ણ વેગ સાધવો જોઈએ. પરીક્ષામાં જે સવાલો પૂછવામાં આવે છે તેમના જવાબ નક્કી કરેલા સમયની અંદર લખાઈ રહેવા જોઈએ એવો નિયમ હોય છે. તેમાં આ જ મહત્વનો મુદ્દો […]
January 9th, 2011 | પ્રકાર : ગઝલ | સાહિત્યકાર : સંજુવાળા |
5 પ્રતિભાવો »
[‘શબ્દસૃષ્ટિ’ માંથી સાભાર.] રોમાંચ ઓ તરફ છે આ બાજુ કમકમાટી હે સુજ્ઞજન ! આ ક્ષણને આછી કહું કે ઘાટી ? કોની સ્થિતિમાં હલચલ, છે સ્થિર કઈ સપાટી ? આ કઈ દિશાથી આવી પજવે છે હણહણાટી ? જાહેરમાં નહીં તો તું કાનમાં કહી જા – પથ્થર થયો તે પહેલાં પાણી હતો કે માટી ? વેચું દરેક […]
January 9th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : લલિત વર્મા |
3 પ્રતિભાવો »
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] અજબ ગજબનું જંતર કાયા અજબ ગજબનું જંતર, વાદક છેડે તાર તો બોલે, નહીંતર મૂગું મંતર….કાયા… શ્વાસ શ્વાસના તાર ને નાનો હૃદય નામનો ટેકો, અદીઠ નખલી છેડે સૂર તો લયમાં ભળે છે ઠેકો, મંદ્ર, મધ્ય, ને તારમાં વાગે, નખશિખ સૂરિલ નિરંતર ……………………………………………. અજબ ગજબનું જંતર…. તાર ચડે તો ચડત સૂરમાં, તાર ઢીલા તો […]
January 8th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : ગુણવંત શાહ |
21 પ્રતિભાવો »
શેરડીના રસમાં એક ચમચી ખાંડ નાખીને પીવાનો રિવાજ હજી શરૂ થયો નથી, પરંતુ એ દિવસ કદાચ બહુ દૂર નથી. ખાંડ વગરની વાનગીઓ બહુ ઓછી બચી છે. લોકો હવે મરચાંમાં પણ ખાંડ નાખતા થયા છે. કેન્યામાં એક ગુજરાતી પરિવારમાં જમતી વખતે મને સફરજનનું અથાણું પીરસવામાં આવેલું. ઘણી વાર બે પ્રશ્નો મનમાં ઊઠ્યા છે : દુનિયામાં એવો […]
January 8th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : વર્ષા અડાલજા |
16 પ્રતિભાવો »
ગરમીની ઋતુમાં મુંબઈ છોડી જવું ન ગમે. દેવગઢ અને રત્નાગીરીની હાફૂસ બીજે ક્યાં મળે ? ને તો ય બહારગામ જવાનું તો થયું જ અને તે ય મોટરમાં. મનમાં ઉમળકો ન રહ્યો. વહેલી સવારે અમે ચાર-પાંચ મિત્રો નીકળ્યા ત્યારે પ્રકાશ હજી અંધકારને વિદાય આપતો હતો અને રાત્રિએ ધીમે ધીમે અંધકારની બિછાત સંકેલવા માંડી હતી. એના ખોબામાંથી […]
January 7th, 2011 | પ્રકાર : ટૂંકી વાર્તા | સાહિત્યકાર : પૂજા તત્સત |
34 પ્રતિભાવો »
[‘નવનીત સમર્પણ’ જાન્યુઆરી-2011માંથી સાભાર.] ‘છોડો, એને છોડી દો પ્લીઝ, આઈ રિક્વેસ્ટ….’ એના હાથમાં પરસેવો. આખું શરીર રેબઝેબ. હાંફ. હાંફતા શ્વાસ. શબ્દો ગળામાં અટકી ગયેલા. ઘોઘરા સાદે એ બોલવા પ્રયત્ન કરી રહી હતી. આજુબાજુ પણ કોઈ ન હતું જેને સાદ પાડીને એ બોલાવી શકે. એ લોકો નેત્રાને પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા. પણ કોણ હતા […]
January 7th, 2011 | પ્રકાર : સાહિત્ય લેખ | સાહિત્યકાર : સંકલિત |
9 પ્રતિભાવો »
[1] એ બિચારાનો શો વાંક ? – વૃજલાલ દાવડા રોજબરોજ બનતા નાના મોટા પ્રસંગો તરફ આપણે બહુ લક્ષ નથી આપતા. પરંતુ ઘણી વાર આવા પ્રસંગો દ્વારા માનવસ્વભાવમાં રહેલી માનવતા-ઉદારતા આપણને દેખાઈ આવે છે. હું જામનગરથી પોરબંદર બસમાં જઈ રહ્યો હતો. રાણાવાવ બસ સ્ટેન્ડે બસ ઊભી રહી અને 13-14 વર્ષના બે-ત્રણ નાના કિશોરો મજૂરી માટે સામાન […]