Archive for January, 2011

પરમ માતૃરૂપને પોકાર – રીના મહેતા

[જાણીતા સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માના દીકરી રીનાબેન મહેતાનો તેમની માતાને અંજલિ રૂપે લખાયેલો આ લેખ છે. પ્રસ્તુત લેખ ‘તારું ચાલી જવું’ પુસ્તકમાંથી સાભાર લેવામાં આવ્યો છે. આ પુસ્તકનું સંપાદન સંધ્યાબેન ભટ્ટે કર્યું છે.] પચ્ચીસ નવ્વાણું બસો સાત…. આ નંબર ઘણી વાર મારી આંગળીઓ આદતવશ જોડી દેતી ને પછી રણકતી રિંગમાં સંભળાયા કરતો ખાલી ઘરનો સૂનકાર. […]

હરિનું ઠામ ચીંધતું કાવ્ય – દર્શના ધોળકિયા

[ચૂંટેલી મધ્યકાલીન રચનાઓનું આકલન અને આસ્વાદ કરાવતા તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘આઠે પહોર આનંદ રે….’માંથી આ કૃતિ સાભાર પ્રસ્તુત છે. શ્રીમતી દર્શનાબેને (ભૂજ) ‘નરસિંહચરિત્ર વિમર્શ’ પર PH.D.કરેલું છે. આપ તેમનો આ નંબર પર +91 2832 224556 અથવા આ સરનામે dr_dholakia@rediffmail.com સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. […]

કાલેલકરના લલિત નિબંધો – સં. ચિમનલાલ ત્રિવેદી

[લલિત નિબંધોમાં કાકાસાહેબ કાલેલકરની શૈલી જાણે કોઈ અન્ય લોકની સફર કરાવે છે. તેમની આંખે જોતાં નાનામાં નાની વસ્તુ સુંદર ભાસે છે. તાજેતરમાં તેમના ચૂંટેલા લલિત નિબંધોનું એક પુસ્તક પ્રકાશિત થયું છે, જેનું નામ છે : ‘કાલેલકરના લલિત નિબંધો’. આજે તેમાંથી બે નિબંધો માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક […]

કર્જા લે કર ખૂબ કમાઓ ! – રતિલાલ બોરીસાગર

[‘ૐ હાસ્યમ’ પુસ્તકમાંથી સાભાર.] મારું જ્યાં સેવિંગ્સ ખાતું છે એવી એક રાષ્ટ્રીયકૃત બૅંકના પ્રવેશદ્વાર પર એક બોર્ડ મૂકેલું છે. બોર્ડમાં હિન્દી ભાષામાં લખ્યું છે : ‘કર્જા લે કર ખૂબ કમાઓ ઔર ચુકા કર ઈજ્જત પાઓ.’ આમાં ‘દેવું કરો’ એ પડકાર છે, ‘ખૂબ કમાઓ’ એ શુભેચ્છાઓ છે અને દેવું ચૂકવીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરો એ શ્રદ્ધા છે […]

એક વિરામ…-તંત્રી

પ્રિય વાચકમિત્રો, અન્ય લેખોનું સમીક્ષા કાર્ય ચાલી રહ્યું હોવાથી, રીડગુજરાતી પર આજે અને આવતીકાલે (તા. 3 અને તા.4) ના રોજ નવા લેખો પ્રકાશિત થઈ શકશે નહીં જેની નોંધ લેવા વિનંતી. તા. 5થી (બુધવાર) રાબેતા મુજબ નવા બે લેખો સાથે મળીશું. પ્રણામ. લિ. મૃગેશ શાહ તંત્રી, રીડગુજરાતી.

ઊંચે નભ ગોખ… – ઊજમશી પરમાર

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] હાલ્ય, આજ એવાં તો હિલ્લોળે ચડીએ કે દરિયાને થકવાડી નાખીએ, મારામાં હોય તું, તારામાં હુંય ઠેઠ તળ લગી જઈ જઈ વિહામીએ. નસનસનું બુંદ બુંદ એટલું તો ઊછળે કે આખાયે આભને ઉતારતું, ભીતરમાં થાવાને ભેળાં, જો સપનું આ પગ એના દિશ દિશ પસવારતું, બારણિયાં રોમ રોમ કેરાં કૈં ખુલ્યાં તો કેમ કરી એને […]

કશુંક – ગઢવી સુરેશ ‘વરસાદ’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] પાંખાળું પૂર એક જોયું, ………. હો રાજ ! મેં તો પાંખાળું પૂર એક જોયું. સમણાંને ઢોલિયાંમાં ખોયું ………. હો રાજ ! મેં તો સમણાંને ઢોલિયામાં ખોયું. અલબેલો રંગ કોઈ આવી મળીને ………. મારા રુદિયામાં પીછાં ઉમેરે, અલ્લડ આ ઓરતાને આઘા ઠેલું ………. ને તોય આવી – આવીને એ જ ઠેરે આજ હૈયું […]

જોવું જોઈએ – ભરત વિંઝુડા

[ સૌ વાચકમિત્રોને નવા વર્ષની શુભકામનાઓ. ‘શબ્દસૃષ્ટિ’ સામાયિક સપ્ટેમ્બર-2008માંથી સાભાર.] સામસામે આવી જોવું જોઈએ, જાતને અટકાવી જોવું જોઈએ ! આંખ પહેલાં કોની ઝૂકી જાય છે, દેખવું અજમાવી જોવું જોઈએ. હું તને ચાહું ને તું ચાહે મને, દિલ હવે બદલાવી જોવું જોઈએ. માણસો સમજે નહીં તો આખરે, મનને પણ સમજાવી જોવું જોઈએ. સ્વપ્ન ઊડી જાય તે […]

વૈશાખી તાપ – મુકેશ જોષી

[‘વિચારવલોણું’ સામાયિક માંથી સાભાર.] ઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ, …….. આવી તે હોય કંઈ મજાક લીલેરા વન જાય ઓચિંતા સળગી ને …….. રણની ફેલાઈ જાય ધાક. ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી …….. ફેફસામાં ભરવી બળતરા કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે …….. એવા તે હોય કંઈ અખતરા ખોબો એક છાંયડાને તરસો તમે ને …….. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.