રણને ભીંજવતી હેલી – પ્રવીણ શાહ
[રીડગુજરાતીને આ સત્ય ઘટના પર આધારિત વાર્તા મોકલવા માટે ડૉ. પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. ‘એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ’માંથી નિવૃત્ત થયા બાદ હાલમાં ડૉ. પ્રવીણભાઈ ‘સિલ્વરઑક કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી’ (અમદાવાદ) ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર (હાલમાં અમેરિકા) + 1 479 250 4847 સંપર્ક કરી શકો છો.]
‘સર….સર….’
મેં પાછળ વળીને જોયું તો એક છોકરી મને બોલાવી રહી હતી. તે હેલી હતી. હું હમણાં જ મારો ભણાવવાનો પિરિયડ પૂરો કરીને કલાસરૂમમાંથી બહાર આવ્યો હતો અને મારી કેબિન તરફ જઈ રહ્યો હતો, ત્યાં મારી પાછળના કલાસરૂમમાંથી બહાર આવી હેલીએ મને ઊભો રાખ્યો.
‘સર, સૉરી મેં તમને ડિસ્ટર્બ કર્યા.’
‘ભલે, કંઈ વાંધો નહિ, બોલ…’ મેં કહ્યું.
‘સર, મારે જાણવું હતું કે આવતા અઠવાડિયે શરૂ થતી સેશનલ પરીક્ષા માટે તમારા વિષયનાં કેટલાં પ્રકરણ તૈયાર કરવાં ?’
‘ચાલ મારી કેબિનમાં, તને સમજાવી દઉં…’
હેલી મારી સાથે ચાલી. કેબિનમાં જઈ મેં તેને ક્યા પ્રકરણ અને શું તૈયાર કરવું તે બધું સમજાવી દીધું. હેલી ખુશ હતી. મને શ્રદ્ધા હતી કે હેલી હવે વાંચવામાં પડી જશે અને ઘણા સારા માર્ક લાવશે. હેલી અત્યારે અમારી કૉલેજમાં ‘બૅચલર ઑફ એન્જિનિયરીંગ’નું ભણતી હતી. આમ તો હું તેને જ્યારે તે કૉલેજના બીજા વર્ષમાં ભણતી હતી ત્યારનો મારી વિદ્યાર્થીની તરીકે ઓળખતો હતો. એકદમ ડાહી અને હસતી છોકરી. ઊજળી અને દેખાવડી તો ખરી જ. ઘણી છોકરીઓને રૂપનું ગુમાન બહુ હોય અને સાતમા આસમાને વિહરતી હોય. હેલી એક સામાન્ય કુટુંબમાંથી આવતી હતી. તેને જરાય અભિમાન નહીં, બલ્કે સ્વભાવની ખૂબ નમ્ર. મારા લેકચર દરમ્યાન એકચિત્તે સાંભળતી હોય. હોંશિયાર પણ ખૂબ જ. વ્યવસ્થિત નોટ બનાવે, દાખલાઓ જાતે ગણી જાય. ન આવડે તો મારા વિષય પૂરતું મારી કેબિનમાં આવીને મને પૂછી જાય. બોલવામાં ખૂબ જ વિવેકી. મારી સલાહ સામે ક્યારેય દલીલ ન કરે. આવી ડાહી છોકરીને ભણાવવાની પણ મજા આવે. રિસેષમાં એ એની સહેલીઓ સાથે લોબીમાંથી પસાર થતી હોય ત્યારે એના ઘંટડી જેવા રણકારમય અવાજથી કોઈનુંય ધ્યાન ખેંચાયા વગર ન રહે.
હેલીને મૂંઝવતા દાખલા કે અન્ય પ્રશ્નોનો હું ઉકેલ લાવી આપતો. એ માટે પૂરતો સમય ફાળવતો. જો કે મેં બધા વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ રાખી હતી. ગમે તેટલો ટાઈમ આપવો પડે તો પણ વિદ્યાર્થીઓના પ્રશ્નો સુલઝાવતા રહેવું. એથી તો મારી કેબિનમાં વિદ્યાર્થીઓની અવરજવર વધુ રહેતી. હેલીની વાત કરવાની સ્ટાઈલ સરસ હતી. તે કહેતી :
‘સર, તમે શીખવો છો તે બધું તરત જ યાદ રહી જાય છે. વાંચીને સમજવાનું હોય ત્યારે વાર લાગે છે.’ એક શિક્ષકને પોતાની પ્રશંસા થાય તે ઘણું ગમે. હું કહેતો : ‘છતાંય તારે વાંચવાની ટેવ તો રાખવી જ જોઈએ.’
‘યસ સર’ કહીને તે દોડી જતી.
ધીરે ધીરે મને હેલીનો વધુ પરિચય થતો ગયો. મારા વિદ્યાર્થીઓ સારા રસ્તે જ આગળ વધે અને ખોટા રસ્તે ન ચઢી જાય, એવી લાગણી મને હંમેશાં રહેતી. મને જાણવા મળ્યું કે હેલી સુનીલ નામના અમારી જ કૉલેજના એક જુનિયર શિક્ષક સાથે અવારનવાર દેખાય છે. હેલી અમારા મિકેનીકલ ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીની અને સુનીલ કૉમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં હતો, એટલે હેલીને સુનીલનું કામ તો પડે જ નહિ. મારા ડિપાર્ટમેન્ટના બીજા શિક્ષકોએ પણ હેલીની સુનીલ સાથેની મુલાકાતોને સમર્થન આપ્યું. એથી જ્યારે હેલી કંઈક મુંઝવતો પ્રશ્ન લઈને મારી પાસે આવી ત્યારે મેં એને વાતવાતમાં પૂછી લીધું :
‘હેલી, તું પેલા સુનીલ સરને ઓળખે છે ?’
હેલીએ થોડા ગભરાટ અને શરમ, સંકોચ સાથે કહ્યું : ‘હા સર, હું સુનીલને ઓળખું છું.’
‘હેલી, તારી એની સાથે ફક્ત ઓળખાણ જ છે કે કંઈક વધુ…. ?’
‘સર, અમારો પરિચય થયો છે. સુનીલ સર સ્વભાવે ઘણા સારા છે.’ હેલી થોડી શરમાઈને બોલી. મને હેલીના ચહેરાના હાવભાવ જોતાં લાગ્યું કે તે સુનીલ સાથે સંબંધ વધારવા ઈચ્છે છે. મેં કહ્યું, ‘એક શિક્ષક તરીકે સુનીલ બરાબર હશે, પણ તું સમજી વિચારીને તેમનો સંપર્ક રાખજે.’
આપણે જાણીએ છીએ કે ઘણા પૈસાપાત્ર નબીરાઓ કૉલેજમાં છોકરીઓને ભોળવીને તેમની લાગણીઓ જોડે ખેલે અને પછી તેનામાંથી રસ ઊડી જતાં, બીજા શિકાર તરફ તીર તાકે. હેલીની બાબતમાં આવું કંઈ ન બને તેની તકેદારી રાખવાનું હું તેને સૂચવી રહ્યો હતો. પણ હેલી ભોળી છોકરી હતી. રમતિયાળ અને કોઈને પણ ગમી જાય એવી છોકરી હતી. પછી સુનીલને કેમ ન ગમે ? હેલી પણ તેના પર વરસાદની હેલીની જેમ વરસી પડી હતી. મારી જાણકારી મુજબ, સુનીલનો સ્વભાવ એટલો બધો સારો નહિ, પણ હેલી આગળ તે સારું વર્ત્યો હશે. બે વર્ષ સુધી તેઓ સાથે ફરતાં રહ્યાં અને હેલીનું એન્જિનિયરીંગ સ્નાતકનું ભણવાનું પૂરું થયું કે તરત જ તેઓએ લગ્ન કરી લીધાં. હેલીના પપ્પા જયેશભાઈ અને મમ્મી નીતાબેનની પણ તેમાં સંમતિ હતી. લગ્ન પહેલાં વચ્ચે વચ્ચે જ્યારે હેલી મળતી ત્યારે સુનીલનાં વખાણ કરવામાંથી ઊંચી આવતી ન હતી. એ પછી હેલીનું કૉલેજનું ભણવાનું પૂરું થતાં હવે તે કૉલેજ આવતી બંધ થઈ ગઈ. તેને હું વિસારે પાડી ચૂક્યો હતો. સુનીલને પણ બીજી કૉલેજમાં સારી નોકરી મળતાં તેણે અમારી કૉલેજ છોડી દીધી હતી. હેલીના કોઈ સમાચાર હવે મળતા ન હતા.
બરાબર બે વર્ષ પછીના ફેબ્રુઆરી મહિનામાં હેલીએ અચાનક કૉલેજમાં દેખા દીધી. મારી કેબિનમાં તે મને મળવા આવી. તેનું શરીર થોડું વધ્યું હતું પણ તેના ચહેરા પર જે નિર્દોષ સ્મિત રહેતું હતું તે અત્યારે અલોપ થઈ ગયું હતું. ચહેરો વિલાયેલો હતો. મને લાગ્યું કે હેલી કોઈ મૂંઝવણમાં મુકાઈ ગઈ લાગે છે. મેં તેના ખબરઅંતર પૂછ્યા અને તેના ચહેરા સામે જોયું. તેની આંખોના ખૂણામાં આંસુનું ટીપું તગતગી રહ્યું હતું. મેં હળવેથી પૂછ્યું : ‘શું વાત છે હેલી ?’
થોડીવાર સુધી તો તેની આંખોમાંથી અશ્રુધારા વહેતી રહી. મેં તેને રડવા દીધી. થોડું મન હળવું થતાં, મેં ફરી પૂછ્યું : ‘શું વાત છે હેલી ? હું તારો હિતેચ્છું છું. ઉંમરમાં તારા પિતા સમાન છું. મને નહીં કહે ?’ અને હેલીએ તેની વિતકકથા ટૂંકમાં કહી.
‘સર, લગ્ન પછી છ-એક મહિના તો મારો અને સુનીલનો સંસાર સારો ચાલ્યો. પણ પછી ધીરે ધીરે સુનીલનો અસલી ચહેરો મને દેખાવા લાગ્યો. અમારું ઘર નવું નવું હતું. એટલે ઘણી વસ્તુઓ ખરીદવાની અને વસાવવાની થતી. હું કોઈ વસ્તુ ખરીદવાની વાત કરું તો સુનીલ કહે, ‘હાલ, તારા પપ્પાને ત્યાંથી લઈ આવ ને, પછીથી આપણે ખરીદી લઈશું….’ શરૂઆતમાં તો મેં એ પ્રમાણે કર્યું. એમ કરતાં કરતાં કેટલીયે વસ્તુઓ હું મારા પપ્પાને ત્યાંથી લઈ આવી. રસોઈ માટેનાં વાસણ, રસોઈનાં સાધનો, અનાજ ભરવા માટેના નાના-મોટા ડબ્બા, બરણીઓ, ખુરશીઓ, ડાયનિંગ ટેબલ, ગાદલાં, ચાદરો…. કેટકેટલું ગણાઉં ? ટૂંકમાં બધી જ ઘરવખરી. હવે તો એ મારા પપ્પા પાસે મોટી મોટી વસ્તુઓની માગણી કરી રહ્યો છે. ફ્રીઝ, ઘરઘંટી, બાઈક… સર, તેની માંગણીઓનો અંત નથી. પોતે કમાય છે પરંતુ પોતાના પૈસામાંથી કશું જ ખરીદવા નથી માગતો. તેને બધું જ મારા પપ્પા પાસેથી જ જોઈએ છે. મારા પપ્પા પણ બધું પૂરું પાડીને કંટાળી ગયા છે. રોજ ઊઠીને મને મનમાં ફડક રહે છે કે હમણાં કંઈક માગણી મૂકશે અને હુકમ કરશે કે ‘જા, તારા પપ્પાના ઘરેથી લઈ આવ…’ હવે તો ઘરમાં કોઈ વસ્તુ ખૂટે તો હું તેની વાત કે ચર્ચા પણ નથી કરતી. કારણ કે મને તેનો જવાબ ખબર છે. આ સ્થિતિમાં અમારે એકબીજા સાથે બોલવાનો વ્યવહાર પણ ઓછો થઈ ગયો છે. સર, સુનીલ ભલે એન્જિનિયર થયો હોય, પણ સ્વભાવનો વિકૃત છે. બહારથી કોઈને આવું લક્ષણ દેખાય નહીં પણ મારી જેમ નજીક રહ્યા પછી જ તેને ઓળખી શકાય. સર, બે દિવસથી હું મારા પપ્પાને ઘેર આવી છું. આજે મારી કૉલેજ જોવા નીકળી છું કે જેથી મારી કૉલેજની યાદોને તાજી કરી, થોડી હળવી થાઉં. સૉરી, તમારી સાથે આટલી બધી અંગત વાત કરી નાખી અને તમને દુઃખી કરી દીધાં.’
આટલું બોલીને હેલી અટકી. આમાં એની બધી વાત આવી જતી હતી. તેણે તેનાં હૃદયનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં હતાં. આટલી વાત કર્યા પછી તેના મનને થોડી શાતા વળી. તેની કથની સાંભળીને મને ઘણું દુઃખ થયું. એક હસતી-કુદતી નિર્દોષ ફૂલ જેવી છોકરી કેવી મજબૂર પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી ! વરસાદની હેલી ભૂલથી રણમાં વરસી પડી હતી. રણમાં વરસાદ પડે તો ય શું અને ન પડે તો ય શું ? ત્યાં થોડાં ઝાડપાન ઊગવાનાં હતાં ! લગ્ન પછીનાં શરૂઆતનાં વર્ષો તો કેવા સુહાના હોય ! મનમાં ઊઠતા તરંગોને જીવનસાથીના સથવારે સાકાર કરવાના હોય. જિંદગીમાં બસ સુખ જ સુખ હોય, સુખ સિવાય કંઈ જ ન હોય. પણ હેલીના જીવનમાં સુખ સો જોજન દૂર રહી ગયું હતું. રણમાં આંધી ઊઠી હતી.
મારા મનમાં યે ગડમથલ શરૂ થઈ હતી. કઈ રીતે હું હેલીને સાંત્વન આપું, કઈ રીતે મદદરૂપ થઈ શકું તે હું વિચારી રહ્યો હતો. મેં તેને કહ્યું, ‘હેલી, તારા માટે મને પૂરતી સહાનુભૂતિ છે. હું ચોક્કસ કોઈ માર્ગ કાઢવા પ્રયત્ન કરું છું.’ હેલી શાંત થઈ પછી મેં તેને પૂછ્યું :
‘તું અત્યારે ક્યાં જવાની છે ? તારા ઘરે પાછી ક્યારે જવાની છે ? ’
‘સર, અત્યારે તો હું પપ્પાને ઘેર જ જઈશ. મારા ઘેર પાછા જવાનું તો મન જ નથી થતું. ક્યારેક તો એમ થઈ જાય છે કે હું સુનીલથી કાયમ માટે છૂટી થઈ જાઉં. મારાં જિંદગીનાં સ્વપ્નોથી તો હું ક્યાંય દૂર દોઝખમાં સપડાઈ ગઈ છું.’
‘ઠીક છે હેલી, હું એકવાર તારા પપ્પા-મમ્મી જોડે થોડી ચર્ચા કરું. તારા પ્રશ્નમાં રસ લઉં તો તને ગમશે ને ?’
‘સર, મને ગમશે,’ હેલીએ ખુશ થઈને કહ્યું, ‘આપ મારા દુઃખમાં ભાગીદાર થઈ મને રસ્તો સૂઝાડવા તૈયાર થયા છો તે બદલ આપનો…’ હેલી ‘આભાર’ શબ્દ બોલે તે પહેલાં જ મેં તેને કહ્યું, ‘બસ હેલી, તું એક વાર તારા પપ્પા-મમ્મીને મારી પાસે મોકલ…’
‘જી સર.’ કહીને હેલી ગઈ. તેના ચહેરા પર આનંદની લકીર હું જોઈ શક્યો.
હવે હું વિચારમાં પડ્યો. મનમાં અનેક તર્ક-વિતર્ક થતા રહ્યા. માર્ગ ભૂલેલ એક પથિકને મૂળ રસ્તે કઈ રીતે લાવવો તેની રૂપરેખા તૈયાર કરવામાં મનને પરોવ્યું. છેવટે મનમાં કંઈક માર્ગ વિચારીને તેના માતાપિતાને મળવાની રાહ જોઈ. બે દિવસ પછી હેલીના પપ્પા-મમ્મી કૉલેજમાં આવ્યા. થોડી ઔપચારિક વાતો પછી જયેશભાઈએ કહ્યું, ‘સર, તમે હેલીને આશ્વાસન આપ્યું એ ઘણું સારું કર્યું. અમે તો સુનીલનાં નખરાંથી હેરાન-પરેશાન થઈ ગયા છીએ.’
‘જુઓ જયેશભાઈ, વાત સાચી છે પણ આમાંથી કોઈ રસ્તો તો કાઢવો પડશે ને ? તમે કંઈ વિચાર્યું છે ખરું ?’ મેં પૂછ્યું.
‘વિચાર તો એમ થાય છે કે હેલીના ડાયવોર્સ કરી લઈએ, પણ પછી શું ? આ વિચારે હજુ ‘ડાયવોર્સ’ શબ્દ હું ઉચ્ચારતો નથી.’
‘એને બદલે કંઈક સમાધાનનો માર્ગ હું બતાઉં તો તમને ગમશે ?’ મેં કહ્યું અને ઉમેર્યું, ‘હાલ પૂરતું આપણે કંઈ જ કરવાને બદલે હેલી આગળ માસ્ટર ઑફ એન્જિનિયરીંગનું (M.E.) ભણવાનું શરૂ કરે તો કેવું ? તેનો જીવ કોઈ કામમાં પરોવાશે. બે વર્ષનો કોર્સ છે. પછી આગળ જોયું જશે. સમય સમયનું કામ કરશે.’ જયેશભાઈને મારી સલાહ રૂચી. હેલીને પણ ગમ્યું. સુનીલને પણ ગમ્યું. કદાચ એને મનમાં એમ હોય કે હેલી M.E. કરીને નોકરી કરશે તો ઘરમાં આવક વધશે. હેલીને જુલાઈથી શરૂ થતા સત્રમાં પ્રવેશ પણ મળી ગયો અને તે ફરીથી કૉલેજ આવતી થઈ ગઈ.
હેલી ફરીથી તેના અસલી મિજાજમાં આવી ગઈ. હું ખુશ હતો. હવે તેના અભ્યાસને લીધે તેનું તેના પપ્પાને ત્યાં રહેવાનું પ્રમાણ વધવા લાગ્યું. એવે સમયે સુનીલે પોતાનું જમવાનું અને ઘર સંભાળવાનું કામ જાતે કરવું પડતું. આથી તે થોડો ઢીલો પડ્યો. ઘરમાં ખૂટતી વસ્તુઓ વિશે હેલી હવે કશી વાત જ કરતી નહોતી. સુનીલ ક્યારેક પપ્પાને ત્યાંથી કોઈ વસ્તુ લઈ આવવાની માગણી કરે તો એ વાતને સિફત પૂર્વક ઉડાવી દેતી. સુનીલને હવે વિચાર આવ્યો કે હેલી ભણવાનું પૂરું કર્યા પછી નોકરી કરીને કમાતી થાય એ તો સારું કે ઘરમાં આવક વધે પરંતુ પોતે કમાતી થાય એટલે મારી વાત ન સાંભળે તો ? પછી તો એ પોતે જ પગભર થાય અને મારી માંગણીઓ પણ ન સંતોષે. વળી, અત્યારની જેમ તે તેના પપ્પાને ઘેર જતી રહે તો મને પડતી તકલીફોનું શું ? આના કરતાં સંપીને રહેવામાં વધુ લાભ છે. – સુનીલને પોતાના લાભાલાભ સિવાય બીજું કંઈ સૂઝતું નહોતું. આમ વિચારીને પણ છેવટે તે પોતાનો દૂરાગ્રહ ધીમે ધીમે છોડતો થયો. આની અસર એ થઈ કે હેલીએ હવે તેની સાથે પ્રેમપૂર્વક વર્તવા માંડ્યું. આમ થવાથી ધીમે ધીમે સુનીલને પણ એના માટે પ્રેમ જાગૃત થયો. એણે પોતાનો સ્વભાવ સુધાર્યો. હેલીના અભ્યાસનાં બે વર્ષ પૂરાં થયાં ત્યાં સુધીમાં તો એમની સંસારની ગાડી પાટે ચડી ગઈ.
હું ખુશ હતો. હેલી સૌથી વધુ ખુશ હતી. હેલીના પપ્પા-મમ્મી પણ સંતુષ્ટ હતાં અને સુનીલ તો આ ચમત્કાર કઈ રીતે થયો તેની ભાંજગડમાં બહુ પડ્યો જ નહિ !
Print This Article
·
Save this article As PDF
Good one
માણસનો મૂળભુત સ્વભાવ બદલાય ખરો?? હેલીની ગાડી પાટા પર ચડી ગઇ એ સારુ થયું પણ માણસ (સુનિલ) નો સ્વભાવ જે પ્રમાણે લાલચુ છે તે પ્રમાણે હેલી ને ભવિશ્યમાં કોઇ મોટી તકલીફ પડી તો??
એક વારતા તરિકે સારિ છે….but i doubt in real life it’s possible….
people like sunil can never be changed…
અંકિત
મારા મતે પણ આ રીયલ સ્ટોરી જેવુ નથી લાગતુ. કારણ આજ સુધી ખાધુ પિધુ ને મોજ કરી વાળુ તો વાર્તા માજ સાંભળેલુ. બિજુ માણસનો સ્વભાવ આટલી હદે આટલા નાના સમયગાળા મા બદલાય જાય તે જરા અતિશયોક્ત ભરેલુ લાગે છે. હિરલ બહેને કહ્યુ તે પ્રમાણે ભવિષ્ય મા કોઈ પ્રોબલેમ નહિ આવે તેની શુ ગેરેંટી?
મારા મતે આવા લાલચુ માણસ જોડે રહી ને પડ્યુ પાનુ નિભાવવાની મનોવ્રુતિ ઘાતક સાબિત થઈ શકે છે, કારણ પ્રાણ અને પ્રક્રુતિ કાયમ સાથે જ જાય માટે સુનિલ નો પહેલાનો સ્વભાવ ક્યારે ઉથલો મારે તે કહી ના શકાય અને જ્યારે ખરેખરો નિર્ણય લેવાનો આવે ત્યારે ઘણુ મોડુ થઈ ગયુ હોય. અત્યારે જ્યારે પતિ-પત્ની છડે-છડા છે ત્યારે છુટા પડવાનો નિર્ણય આસાની થી લઈ શકાય પણ ભવાવેશ મા આવી ને તેઓ બાળકને અવતરે ત્યારે છુટા પડ્વુ અશક્ય તો નહીં પણ મુશ્કિલ જરુર પડે. સુનિલ ની મનોવ્રુતિ જોતા એમ લાગે છે કે તેને હેલી ને આગળ ભણવાની રજા એટલે આપી કે તેના ભણતર ને કમાઈ નુ સાધન બનાવી શકાય. આગળ જતા પણ તે હેલી ના મા-બાપ આગળ નહિ પણ હેલી નિ આગળ જોઈતિ વસ્તુઓ ની આશા રાખે, અને ન કરે નારાયણ ને કદાચ કોઈ કારણ સર હેલી ને નોકરી છોડવી પડે ત્યારે તેની શું દશા થાય તે કોઈ વિચારી શકે છે? મારા મતે સુનિલ એક માનસિક રોગી કરતા કાંઈ ઓછો ઉતરતો નથી લાગતો.
ટુંક મા આ વાર્તા તરિકે સારી છે પણ…………રિયાલીટી મા નહીં.
આ મારો પર્સનલ ઓપિનીયન છે અને કોઈને બંધનક્રતા નથી.
Darek bahen-dikari mate avu sukhad samadhan kari shakay to ketlu saru???
સત્ય ઘટના પર આધારિત વાર્તાનો મધ્યાંતર સુખમય નિવડ્યો.
સંસારની માયાજાળમાં લોભિયા માણસોએ લોભ ત્યજ્યો હોય તેવું હજુ સુધી જાણમાં આવ્યું નથી.
લોભિયા સુનીલે વધુ લોભની લાલચમાં કાંચિડાની જેમ કલર બદલ્યા છે જે આગળ જતાં પોતાની
મૂળ લોભી પ્રકૃતિ ધારણ કરીને હેલીને રંજાળવાનું શરૂ કરશે..!!
પિતા તરીકે જયેશભાઈના ડિવોર્સના વિચારનું અનુમોદન કરૂ છું.
માસ્ટર ડિગ્રી લઈ હેલી નવી જિંદગી શરૂ કરી શકી હોત.
….ખેર સત્ય ઘટના હોવાથી દંપતિનો સંસાર સુખરૂપ ચાલે તેવી શુભેચ્છાઓ.
કોલેજ માં આભ્યાસ કરતા યુવક યુવતીઓ ને આ સત્ય ઘટના માંથી ઘણી પ્રેરણા મળે તેમ છે
જે ભૂલ હેલી એ કરી કે અભ્યાસ દરમિયાન તે વિજાતીય આકર્ષણ માં સુનીલ તરફ ખેચાઇ તે કરતા પહેલેથીજ અભ્યાસ માં ધ્યાન આપ્યું હોત તો
આવી પરિસ્થિતિ ના થાત
કઠોપનિષધ માં નચિકેતા ની વાર્તા આવે છે
તે જ્ઞાન પ્રાપ્તિ માટે યમરાજ પાસે જાય છે અને યમરાજ તેને જ્ઞાન ને બદલે સોના ચાંદી પૃથ્વી નું રાજ વગેરે પ્રલોભન આપે છે
પણ નચિકેતા જ્ઞાન પ્રાપ્તિ માટે જ અડગ રહે છે
“દરેક વ્યક્તિ એ પોતાના ધ્યેય પ્રત્યે અડગ રહી દરેક પ્રલોભનો પ્રત્યે ઉદાસ રહેવું” તે છે કઠોપનિષધ નો સાર
સરસ
વાર્તા સરસ રીતે લખાઇ છે. પણ આવી ઘટનાઓ માટે શું અભિપ્રાય આપી શકાય? જે તે સમયે એક શિક્ષક તરીકે સાહેબે એક વિધ્યાર્થીને મદદરુપ થવાનો પ્રયત્ન કર્યો. હેલીનું જીવન થાળે પળે એ માટે શક્ય રસ્તાઓ બતાવ્યા એ ભાવનાને સલામ.
—
મને કૉલેજનું મારું બીજું વરસ યાદ આવી ગયું…..ના..ના…હું કોઇ સુનીલના પ્રેમમાં નહોતી પડી.ઃ)
અમે અમદાવાદમાં નવા હતાં અને મારું શિક્ષણ કેવું હોવું જોઇએ એ વિશે ઉંડાણપૂર્વક એક વડીલ (દૂરના સગા) એ સમયના શિક્ષણમંત્રી શ્રી નવલભાઇ શાહે મારા માતા-પિતાને મારી શાળા નક્કી કરતાં પહેલાં ઘણી વાતો કરી હતી અને મારાં એડમિશન વખતે જે તે શાળા વિશે એમણે જ મારા માતા-પિતાને માહિતી આપી હતી.
એટલે હું બહુ આદર સાથે એમને મળવા જતી.
એમણે મને સીધું પૂછ્યું. કોઇના પ્રેમમાં છું? મેં કીધું ‘ના’. તો મને કહે, સમાજસેવાના, દેશના પ્રેમમાં પડ. આ ઉંમર તારા સાચા ઘડતરની ઉંમર છે. માતા-પિતાના પ્રેમમાં પડ અને એમણે તારા માટે અત્યાર સુધી જે કંઇ પણ કર્યું છે એ બધી વાતને યાદ કર. તારા ઉચ્ચશિક્ષણમાં એમના યોગદાનને યાદ કર અને નિયમ લે કે બીજું કંઇ થઇ ના શકે તો પણ ‘એક દીકરી તરીકે ક્યારેય તારા માતા-પિતાને કોઇ રીતે તારા માટે દુઃખ તો ના પડવું જોઇએ’.
મને એમણે એમની આઝાદીની ચળવળ વખતની (કે જ્યારે એ વિધ્યાર્થી હતા) રોજનિશી જેવી ઘણી બધી ચોપડીઓ આપી અને કીધું ‘ધ્યેય વગરનું જીવન નકામું છે’.
—
મને લાગે છે કોલેજ કાળમાં ‘મહાનુભાવોનાં જીવનચરિત્રો’ની બહુ ઉંડી અસર આપણાં જીવનને સુખી કરવામાં ઘણી મદદરુપ થાય છે.
—
(અહિં હેલી શું જોઇને, નાની-મોટી વસ્તુઓ એનાં પિતાને ઘરેથી માંગવા ગયેલી મારી સમજની બહાર છે. મક્કમ થઇને પતિને ‘સાચા રસ્તે લાવવાની જગ્યાએ પોતે પણ બાપના ઘરેથી વસ્તુ લેતાં એની શરમ પણ ના આવી?’)
Hi,
i like the concept and thinking, to chance nature of someone try to change direction. It helps especially in marriage life as it contains in the story. fighting on the same arguement everyday, then change the cource and route to thinking and look from different perspective it will help to prevent future problems. Don’t read the story with the context of reality and not ” ખાધુ પિધુ ને મોજ કરી વાળુ તો વાર્તા ”
Nice story anc concept.
Good story but in real life impossible! !!!!!!!!
Marrige is an adjustment,understanding.mutual respect -care,and commitements.
Older generations do not keep high hopes this generations.
REALLY THE NICE WORK BY NICE MAN,ONE THING I NOTED THAT IF YOU ARE EDUCATED THAT DOSENT MEAN YOU ARE NICE MAN THE “SANSKAR” CAN NOT GET BY MONEY LEARNING EDUCATION IT CAN ONLY ACHIEVE BY PARENTS TREATMENT OR BY GURU OR BY NICE BOOK READING OR BY NICE FRIENDS ETC…..
સત્ય ઘટના સારા અંતવાળી છે બાકી આવુ બનતુ નથી લગભગ તો છુટાછેડા માં જ અંત આવે.
આચાર્ય શ્રી ના સદભાવ અને પ્રયત્ન ફળ્યા એ માટે અભિનંદન.
સત્ય ઘટના નો અંત સારો આવ્યો એટલુ સારુ થયુ.
આ અંત નથી. અંત હજી બાકી છે.
agree with you…
this is real story,but i agree with many people ,it is very hard to change such a greedy nature in short time.
still their is possibility of something can go wrong.
anyway good luck for that couple
raj
મઝાની સત્ય ઘટના
સંસાર સાથે સંબંધ જોડસએ તો દુઃખનો અંત નથી અને ભગવાન સાથે સંબંધ જોડસએ તો સુખનો અંત નથી.
સુખ પામવા ચાહતા હો તો બીજાઓને સુખ આપો. જેવું બીજ રોપશો તેવી જ ખેતી થશે.સુખ પર પ્રત્યેક મનુષ્યનો
જન્મજાત સરખો અધિકાર છે, અને તેમના સુખના બીજ તો તેમની અંત:ચેતનામાં પડેલાં છે. ..
સરસ વાર્તા, સત્ય ઘટના પણ હોઈ શકે, જો કે તવો ઉલ્લેખ ક્યાંય નથી. ‘સુનીલ’ જેવી વ્યક્તિમાં સુધારાની આશા બહુ ઓછી રાખી શકાય. તેની અપેક્ષાઓ ‘હેલી’ પાસે ન સંતોષાય તો અને બાળક થયા પછી છૂટાછેડાના નિર્ણયમાં પણ વધુ મુંઝવણ અનુભવવી પડે. જો કે એક શિક્ષક તરીકે વિદ્યાર્થિનીને લાગણીથી પ્રેરાઈને મદદરૂપ થવાની ભાવના સરાહનિય છે.
સત્ય તો સત્ય જ……………..
sayta dhatna sari che…….
khub sarsa
પ્રવીણભાઈ જેવા શિક્ષકોની સમાજમાં ઘણી જરૂર છે . સાહેબ તમારા પ્રયત્નથી કોઈની જીન્દગી સુધરી ગઈ તે સરસ વાત કહેવાય અને જ્યાં સુધી તમારા જેવા શિક્ષકો સમાજમાં હશે ત્યાં સુધી હેલી જેવી વિદ્યાર્થીઓની ભૂલ સુધારવામાં અને ભૂલ થતી અટકાવામાં મદદ મળશે .
દુનિયામાં કશું જ અશક્ય નથી. ફક્ત હકારાત્મક અભિગમ દ્વારા ધાર્યું પરીણામ મેળવી શકાય છે.
ડૉ. પ્રવીણભઇ જેવા માળી મળે તો હેલી પણ જીવનમાં વ્રુંદાવન સર્જી શકે. એમના જેવી સમજ અને બીજાને મદદ કરવાની વૃત્તિ બીજા શિક્ષકો અને વડીલો કેળવે તો સમાજ ખરી પ્રગતી કરી શકે.
If you think you can, you can. પોતાના પર અને પ્રભુ પર સો (૧૦૦%) ટકા વિશ્વાસ રાખરાનાર ધાર્યું પરીણામ મેળવી શકે છે. પ્રવીણભઇનો આભાર.
સમય ને ઓળખે તે સાચો માનવી
ખુબ સરસ પ્ન …………………………….
પબ્લિક ને અત્યરે કૈક થ્રિલ્લ જોઇએ ચે