સ્વસ્થ સમાજનો પાયો : ઘર – દક્ષા બી. સંઘવી

[‘સુખનું સરનામું’ પુસ્તકમાંથી સાભાર.]

‘ઘર એટલે પૃથ્વી પરનું સ્વર્ગ’ આવું કંઈક આપણે અવાર-નવાર બોલતાં-સાંભળતા રહીએ છીએ; તો એ જ એક સ્વર્ગની અંદર ડોકિયું કરીએ ! મસમોટા સુસજ્જ બંગલાની અંદર એક બાળક પીંજરે પુરાયેલ પોપટની જેમ સાવ એકલું છટપટી રહ્યું છે. મા કદાચ જોબ કરતી હોય કે પછી કિટ્ટી પાર્ટીમાં-શોપિંગમાં મસ્ત હોય, પિતા કમાવામાં વ્યસ્ત હોય, દાદા-દાદી અલગ રહેતાં હોય, ગામડે હોય કે પછી ઘરડાંઘરમાં હોય અને આ બાળક એકલું-હિજરાતું ટીવી, કોમ્પ્યુટર, મોંઘાદાટ રમકડાં કે નેટ સર્ફિંગ દ્વારા સુખનું સરનામું શોધી રહ્યું હોય. પણ શું આ બધાં ઉપકરણો તેની સુખની શોધને સફળ બનાવશે ખરા ? કે પછી નૈરાશ્યનું આકાશ વધુ ને વધુ વિસ્તરતું જશે ? આ બધું જોઈને મીનાક્ષી ચંદારાણાની એક ગઝલ-પંક્તિ સહેજે યાદ આવે :

‘આંગણ ઝૂલે બાગ-બગીચા,
ઘર માંહે સન્નાટા નીકળે.
ઉપરથી રોગાન મજાના,
ભીતર નકરા વાટા નીકળે.’

આ પંક્તિઓ દિવસે દિવસે ખોખલા અને સાવ ઉપરછલ્લા થતા જતા આપણા પારિવારિક સંબંધોને તાદશ્ય કરે છે. આનું પરિણામ શું આવશે ? તરફડતું-છટપટતું લાચાર બાળક પોતાની જાતને સંકોચાવી દેશે. એની ખીલવા-ખૂલવાની, વિકસિત થવાની અનંત સંભાવનાઓ પર ત્યાં જ મોટું પૂર્ણવિરામ આવી જશે. આ પૂર્ણવિરામની અંદર એક મોટો પ્રશ્નાર્થ પણ છુપાયેલો છે કે આમ શા માટે ? અને જવાબ છે ‘તૂટતા જતા સંયુક્ત પરિવારોના કારણે.’

હજી થોડાંક વર્ષો પહેલાંની સ્થિતિ પર નજર નાખીએ તો મોટો સંયુક્ત પરિવાર હોય, એકનું દુઃખ સૌનું દુઃખ, એકની ચિંતા તે સહુની ચિંતા, દુઃખના આવા સહભાજન (sharing)ના કારણે હાયપર ટેન્શન અને એને કારણે ઉદ્દભવતા રોગો તો ઘરના ઉંબરની બહાર જ રહેતા અને ‘ડિપ્રેશન’ જેવા શબ્દથી તો સાવ અજાણ જ. હવે આજના સમયમાં આપણા સમાજની કરુણતા એ છે કે આજે આ બધા મોટા રોગો માટે તગડી ફી ચૂકવીને મોટા ડૉક્ટરોને કન્સલ્ટ કરવા પોસાય છે, દવાઓના નામે શરીરમાં વિષ ઠાલવવાનું સાવ સામાન્ય થઈ ગયું છે. ‘ડિપ્રેશન’ને ટાળવા એકલતાથી બચવા ઘરમાં પ્રોમેરિયન કૂતરું લાવી એની ઊઠવેઠ કરવી પોસાય છે; પણ પોતાનાં જ સ્વજનોની હાજરી પોસાતી નથી.

કુટુમ્બવ્યવસ્થામાં આવેલ આમૂલ પરિવર્તનના કારણે પરિણામોમાં જતાં પહેલાં આપણે એક નજર એના મૂળ પર – આપણી પ્રાકૃત અવસ્થા પર પણ નાખીએ. એકલો રખડતો-ભટકતો ભયભીત આદિમાનવ. આ ભયનું સહભાજન કરવા, ભય સામે રક્ષણ મેળવવા માનવીએ ટોળામાં રહેવાની શરૂઆત કરી. આ ‘ટોળા’માં જ આપણા સુસંસ્કૃત થવા પ્રત્યેની યાત્રાની શરૂઆતનું પગેરું મળે છે. આ ‘ટોળું’ તે આપણી આજની કુટુંબવ્યવસ્થા, સમાજજીવનનું પ્રારંભિક સ્વરૂપ. ટોળાની સલામતીએ આપેલ નિરાંતમાં વિકાસ પામતા માનવે ક્રમેક્રમે નક્કર અનુભવોના આધારે જેના પર આખી સંસ્કૃતિનો પાયો છે તેવી લગ્નસંસ્થા વિકસાવી, જેનો વિકલ્પ હજી સુધી મળ્યો નથી અને કદાચ બીજાં હજારો વર્ષો સુધી મળી શકે તેમ નથી. આ લગ્નસંસ્થામાંથી જ આપણી કુટુંબવ્યવસ્થા અસ્તિત્વમાં આવી જેને આપણે જાણે-અજાણ્યે તોડવા તરફ જઈ રહ્યાં છીએ અને એમાં પડેલાં ભંગાણો આપણી લગ્નસંસ્થાને હચમચાવ્યા વિના રહેશે ખરાં ? વધતા જતા લગ્નવિચ્છેદના કિસ્સાઓ આપણી નજર સમક્ષ જ છે.

સંયુક્ત પરિવાર તૂટવાનાં, પરિવારભાવના ક્ષીણ થવાનાં કારણોમાં એક મુખ્ય પરિબળ આર્થિક પણ ખરું. નોકરી-વ્યવસાય અર્થે થતાં સ્થળાંતરના કારણે કુટુંબવિચ્છેદ ફરજિયાત બને છે. આવાં વિભક્ત કુટુંબો અને સંયુક્ત પરિવાર વચ્ચે રહેણી-કરણીમાં આવતી જબ્બર અસમાનતા સંયુક્ત પરિવારમાં રહેતા લોકોને ચુંબકની જેમ આકર્ષે છે અને આખરે નવા વિભક્ત પરિવારોને જન્મ આપે છે. વર્તમાન સમયમાં પશ્ચિમના અનુકરણથી અસ્તિત્વમાં આવેલ જીવનશૈલીના અનેકવિધ વિકલ્પોના કારણે સંયુક્ત પરિવારમાં રહેનારાઓના મનમાં અસંતોષ ઊભા થતા રહે છે. વિભક્ત પરિવારોની ઉપરછલ્લી ઝાકમઝોળથી અંજાઈ જતી આંખોને સંયુક્ત પરિવારમાં સહજ મળતાં હૂંફ, સલામતી અને પ્રેમ દેખાતાં નથી. વીજળી, પાણી, રાંધણઊર્જા, જગ્યાનો મહત્તમ ઉપયોગ જેવાં ઘરની સાથોસાથ રાષ્ટ્રીય સંપત્તિની પણ બચત કરનારાં પરિબળોનેય તેઓ નજરઅંદાજ કરે છે. સૌથી વિશેષ બાબત તો એ છે કે સંયુક્ત પરિવાર પોતે જ એક નાની સરખી એકેડેમી જેવો હોય છે. વ્યાવહારિક જીવનમાં ડગલે-પગલે ઉપયોગી થનાર કેટલી બધી બાબતોનું શિક્ષણ અહીં સહજપણે જ મળી જાય છે ! સંયુક્ત પરિવારનાં બાળકોને ચેસ, કેરમ, સ્કેટિંગ, બેડમિન્ટન જેવી રમતો શીખવા માટે જીમ જવાની કે કોઈ કલાસીસ કરવાની જરૂર નથી પડતી. ઘરના પરિવેશમાં જ પોતાનાં મોટાં ભાઈબહેનોને જોઈને આ બધું તે જાતે જ શીખી લે છે. આવા પરિવારના સભ્યોને વાતચીતની કળા શીખવા કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સ કરવાની જરૂર નથી હોતી. આ બધું તેમને સહજ હસ્તગત થતું રહે છે. આ પરિવારની છોકરીઓ હોમસાયન્સ ભણ્યા વિના જ ઘર અવેરવામાં, બાળકો ઉછેરવાની કળામાં કે રસોઈકળામાં પારંગત થતી જાય છે. આવા પરિવારોમાં ઊછરતી પ્રજા જરૂર પૂરતું મનોવિજ્ઞાન પણ જાણતી થઈ જાય છે. વડીલોને આદર, અતિથિનો સત્કાર, નાનાંઓની સંભાળ રાખવી, નાના-મોટા મેળાવડાનાં આયોજન-સંચાલન જેવા સમાજજીવનના પાઠો શીખવા માટે તેમને ક્યાંય જવાની જરૂર નથી પડતી. અરે ! સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ શીખવવામાં આવતા એકાઉન્ટ, મૅનેજમેન્ટ, હ્યુમન રીસોર્સીસ, કમ્યુનીકેશન સ્કીલ, કમર્શિયલ કોરસ્પોન્ડન્સ જેવા વિષયોમાં તો પિતા-કાકા-દાદા સાથે પેઢી પર બેસીને અઢાર-ઓગણીસ વર્ષની ઉંમરે જ માસ્ટર થઈ જાય !

સંયુક્ત પરિવારના આવા ફાયદાઓની સામે વિભક્ત કુટુંબના ગેરફાયદાઓ પર પણ એક નજર આવશ્યક. ‘સ્વતંત્રતા’ નામના રૂપાળા શબ્દની બીજી બાજુ ‘જવાબદારી’ પણ રહેલી છે, પણ જેમણે કુટુંબથી સ્વતંત્ર થવાનો નિર્ણય કર્યો હોય છે એ વચલી પેઢી એમ જ માને છે કે ‘અમને કોઈની જરૂર નથી’, ‘અમે અલગ થઈ વધારે સારી રીતે ઘર ચલાવીશું.’, ‘કોઈની દખલ નહિ એટલે છોકરાં પર વધારે ધ્યાન આપી શકીશું.’ પણ મોટા વૃક્ષથી અલગ થતી ડાળીઓ હંમેશાં એક નવા વૃક્ષ તરીકે વિકાસ પામે જ એ જરૂરી નથી. ક્યારેક સમયનંલ તોફાન એને તહસ-નહસ કરી નાખે. એનું અસ્તિત્વ સુદ્ધાં ન રહે એવું પણ બને. આ એક જ કિસ્સો આવી ભ્રમણાઓમાં રાચનારાઓની આંખો ઉઘાડવા પર્યાપ્ત છે.

એક દંપતી સંયુક્ત પરિવારમાંથી અલગ રહેવા ગયું. થોડા દિવસ તો સ્વતંત્રતાની મોજ માણવામાં જ બંને રત રહ્યાં, પણ થોડા મહિના પછી પતિનું બજેટ પર ધ્યાન જતાં ઓવરટાઈમ કરવાના દિવસો આવ્યા. હવે હૂતો-હૂતીને બાળક, કામેય શું હોય ? નવરી બેઠેલ પત્ની એકલતાથી કંટાળે. સતત ઘડિયાળ પર નજર હોય. રોજ રોજ મોડા આવતા પતિ માટે મનોમન શંકા જાગી. કોઈને કહેવાય નહિ અને સહેવાય પણ નહિ, એટલે ભોગ લાગ્યા બાળકના ! સતત મમ્મીના ઊભરાઓનો ભોગ બનનાર બાળક કેટલું સહન કરે ? અત્યાર સુધીનું શાંત-પ્રેમાળ બાળક મમ્મીની સામે થવા લાગ્યું. સ્ત્રી વધુ ને વધુ ઉદ્વેગમાં રહેવા લાગી. મનોમન એવું વિચારે કે પતિ તો હાથથી ગયો અને હવે બાળક પણ મારું નથી રહ્યું, મારું કોઈ નથી. પરિવારની હૂંફના અભાવે એનું માનસિક સંતુલન ખોરવાઈ જતાં સ્ત્રી અસાધ્ય માનસિક રોગનો ભોગ બની અને એક સુખી ગૃહસ્થીમાં આગ લાગી ગઈ. શારીરિક-માનસિક બીમારીઓના મૂળમાં પ્રેમ-હૂંફના અભાવે ઊભો થતો અસુરક્ષાભાવ-ખાલીપો કારણરૂપ હોય છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. ડીન ઓર્નિશ પોતાના પુસ્તક ‘Love and survival’માં કહે છે કે સ્નેહભર્યા નિકટ સંબંધો, ક્ષમાભાવ અને લાગણીસભર કૌટુંબિક વાતાવરણ હૃદયરોગને આવતો રોકે છે અને હૃદયરોગની સારવારમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. નિકટવર્તી પ્રિયજનોની આત્મીયતાભરી હાજરી માત્રથી જ ઘરમાં શાંતિમય વાઈબ્રેશન્સનો અનુભવ થાય છે. ‘પદ્મશ્રી’, ‘સર’ જેવા મોટામોટા ખિતાબો મેળવનાર મહાનુભાવો પણ પોતાનાં માતા-પિતા અને વડીલો તરફથી મળતા વાત્સલ્યપૂર્ણ ‘તુંકાર’નું મૂલ્ય સમજે છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિના આંધળા અનુકરણથી પહેલાં ત્યાંનાં બાળકો-કિશોરો અને યુવાનો દ્વારા થતા માતા-પિતા કે સ્વજનોના ખૂનના, આત્મહત્યાના, ડ્રગ એડીક્શનના કે અન્ય ગુનાખોરીના વધતા જતા આંકડાઓ પર નજર નાખવી જોઈએ. આવા પશ્ચિમી વાયરાના સંસર્ગથી આપણે ત્યાં પણ વધતું જતું ડ્રગ એડીક્શન, આત્મહત્યાના કિસ્સા, લગ્નવિચ્છેદ, અવિચારી લગ્નસંબંધો, અવૈધિક લગ્નેત્તર સંબંધો, ગર્ભપાત કે ઉકરડા પર ફેંકી દેવાતાં નવજાત શિશુઓ, સમલિંગી સંબંધો જેવાં સમાજના મૂળમાં સડો ફેલાવનારાં આ દૂષણોનાં મૂળ તપાસીએ તો પારિવારિક પ્રેમ અને હૂંફનો અભાવ, એકલતાના કારણે ઉદ્દભવતો અસલામતીનો ભાવ મોટો ભાગ ભજવતા દેખાય છે. આવો ખાલીપો-અભાવ સર્જનાર ખતરનાક પરિબળ છે, વિભક્ત કુટુંબો. સાવ નજીવાં કારણોસર કુટુંબવિચ્છેદનું પગલું ભરી પરિવારને છિન્ન-ભિન્ન કરનાર વ્યક્તિ પરિણામોની ગંભીરતાથી બેખબર રહી, પોતાને મળનાર સ્વતંત્રતાની કેટલી મોટી કિંમત ચૂકવવી પડશે તેનો અંદાજ નહિ માંડે તો આ સ્વતંત્રતા એક્ષપ્રેસ ક્યારે સ્વછંદતાની ટ્રેક પર ચડી જઈ તેને પતનની ખાઈમાં ધકેલી દેશે તે કાંઈ કહેવાય નહિ. સ્વતંત્રતા નામના સોનેરી સિક્કાની બીજી બાજુ ‘જવાબદારી’ છે. ઘરથી અલગ થનાર વ્યક્તિને પોતાની જવાબદારીઓનું ભાન ન હોય તો કેવાં કેવાં વિકૃત પરિણામો આવે !

છ વર્ષના એક બાળકે ફળ કાપવાની છરી વડે તેના જ બંગલાના કમ્પાઉન્ડમાં રહેતા કામવાળીના છોકરાની હત્યાનો પ્રયાસ કર્યો. કારણ પૂછતાં બાળકે કહ્યું કે કામવાળીનો છોકરો તેની જ ઉંમરનો છે છતાં એને મમ્મી-પપ્પા સાથે સૂવા મળે છે અને તેને પોતાના બેડરૂમમાં સાવ એકલા સૂવું પડે છે. એટલે ઈર્ષ્યાના કારણે તેણે આવું કૃત્ય કર્યું હતું ! સંયુક્ત પરિવારથી સ્વતંત્ર થનાર બેજવાબદાર સ્વકેન્દ્રી માતા-પિતા પોતાના બાળકથી પણ સ્વતંત્રતા ઈચ્છે, તેને એકલવાયું કરી નાખે પછી પરિણામ તો આ જ મળે ને ! પ્રેમના સતત અભાવથી પીડાતી-શોષાતી આવી એક આખી પેઢી પાસેથી બીજી શી અપેક્ષા રાખી શકાય ?

પરિવાર વિચ્છેદ અને પરિવાર વિસંવાદના કિસ્સામાં મહદંશે વૃદ્ધો અને બાળકોને સહન કરવાનું આવે છે. લાચાર વૃદ્ધો તો પોતાના સંસ્કારોના કારણે કે પછી ‘પોતે હવે કેટલું જીવવાના’ એમ વિચારી બધું સહન કરે, પણ ઘરમાં ઊછરતી નવી પેઢી પર આની કેવી અસર પડે ! પોતાના જ ઘરમાં પોતાનાં ગ્રાન્ડપૅરન્ટસની થતી અવહેલના જોયા પછી શું તેઓ પોતાનાં માતા-પિતાનો આદર કરી શકે ખરી ! ઘણી વાર તો બાળકોના વિકાસના નામે જ પરિવાર તૂટતો હોય છે. સંયુક્ત પરિવારની લીલી વાડીના છોડને વિભક્ત કુટુંબના કૂંડામાં નાખી પછી તેના વિકાસની વાતો કરવાની ! આ છોડની ગમેતેટલાં ખાતર-પાણીથી માવજત કરો, પણ કેળવાયેલ જમીનના રસસ્ત્રોત ગુમાવ્યા પછી તે કેવુંક ફૂલે-ફળે ? આજના તનાવયુક્ત સ્પર્ધાના યુગમાં સ્વસ્થ વૈયક્તિક સામાજિક વિકાસ માટે સંયુક્ત પરિવારના સ્નેહનો બીજો કોઈ જ વિકલ્પ નથી. વિભક્ત કુટુંબની બાહ્ય ઝાકમઝોળના મૃગજળિયા આભાસો પાછળ દોડનારના હાથમાં બળબળતી રેતી સિવાય કશું જ નહિ આવે. આ બધી વાતો તો આસપાસની, પણ આ અંધકારમાંય આશાના કિરણ જેવી મારા પોતાના ઘરની જ વાત અહીં જરૂર કરીશ. મારી પથારીવશ માની અથાકપણે સેવા કરતો આજના યુગના શ્રવણ જેવો મારો નાનો ભાઈ જયેશ કહેતો હોય છે : ‘હું અને બાઈ (મા) કેવા શુભ ઋણાનુબંધથી જોડાયેલાં છીએ કે મને તો એમની ચાકરી કરવામાં આનંદ જ આવે છે, પણ સામે પક્ષે બાઈને પણ ચાકરી લેતી વખતે કશો ઉચાટ કે વલોપાત નથી બલ્કે આનંદ જ છે.’

ઘરના આંતર-બાહ્ય સ્વરૂપની જો થોડા જ શબ્દોમાં વ્યાખ્યા કરવી હોય તો – ‘ગૂંગળામણરહિત બંધન એટલે ઘર.’ આવા આદર્શ ઘર-પરિવારને સુદઢ બનાવવા માટે આજનો આ SMS આપણા સૌના માટે : ‘Relations are like a bird, if you catch tightly, it dies. If you catch it loosely it flies, but if you catch affectionely it remains with you forever.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિચારબિંદુઓ (ભાગ-2) – મૃગેશ શાહ
સુગ્રથિત વ્યક્તિત્વ એટલે શું ? – ભાણદેવ Next »   

14 પ્રતિભાવો : સ્વસ્થ સમાજનો પાયો : ઘર – દક્ષા બી. સંઘવી

 1. raj says:

  Relations are like a bird, if you catch tightly, it dies. If you catch it loosely it flies, but if you catch affectionely it remains with you forever.’

  This is perfect sentence.good article.
  both family way you gain or lose.but joint family we get more benefits,
  might be I am wrong
  any way good article
  raj

 2. pragnaju says:

  ‘Relations are like a bird, if you catch tightly, it dies. If you catch it loosely it flies, but if you catch affectionely it remains with you forever.’
  It means that neglecting relationships or being over protective and possessive is not the correct way to avoid problems; the right was is to have balanced relationships which allow the smooth flow of communication. Effective communication is the key to successful relationships. Lack of communication in relationships only results in unsuccessful human alliances, which causes grief not only to ourselves, but to others as well

 3. Labhshankar Bharad says:

  સાંપ્રત સમય માટે વિચારણીય, આજની પેઢીએ અમલમા મુકવા જેવો સરસ લેખ. લેખિકા દક્ષાબ્હેનને અભિનંદન !

 4. જગત દવે says:

  સમય પ્રમાણે મૂલ્યો અને જીવન-શૈલી બદલાઈ છે. સંયુક્ત કુટુંબ એ આદર્શ વ્યવસ્થા હોવા છતાં તે આજનાં સમયનાં મૂલ્યો અને જીવન-શૈલી શાથે તાલ-મેલ નથી રાખી શકતું માટે આ વ્યવસ્થા તુટી રહી છે.

  આપણે ત્યાં મોટાભાગે અનેક ઝગડાંઓ અને કંકાસ પછી સંયુક્ત કુટુંબમાં તિરાડો પડે છે અને પાછી તે પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. આવું ન થાય તેની જવાબદારી કુટુંબનાં મોભીઓની હોય છે.

  એક અભ્યાસ મુજબ ભારતનાં ન્યાયાલયોમાં પોણાભાગનાં કેઇસ કૌટુંબિક ઝગડાઓ બાબતનાં છે. જે આપણાં સંયુક્ત કુટુંબનાં વખાણ પાછળનાં દંભને છતો કરે છે. આપણી આસપાસ રહેતાં સરેરાશ ૧૦માંથી ૭ કુટુંબો ની કૌટુંબિક વિગતો આવા જ કોઈ કંકાસ સભર હોય છે.

  વિભક્ત કુટુંબનાં પ્રશ્નો એ બદલાયેલા સમય અને જીવન-શૈલીનાં પ્રશ્નો છે તેને આપણે ઈચ્છીએ તો પણ ભુતકાળનાં મૂલ્યો તરફ પાછા નહી વાળી શકાય માટે તેનાં ઊપાયો પણ નવી રીતે જ વિચારવા પડશે.

 5. dhiraj says:

  જગત ભાઈ સાથે સંપૂર્ણ સહમત
  અમદાવાદ શહેર ની જ વાત કરું તો અમદાવાદ ની કોર્ટ માં જ ઘર ઘર ના ઝઘડાઓ ના ૧૫૦૦ કેસ પેન્ડીંગ છે કારણ છે
  ૧. સમજશક્તિ નો અભાવ અને ૨. સહનશક્તિ નો અભાવ.
  કેટલાક મુદ્દાઓમાં મતભેદ હોઈ શકે પણ મતભેદ ને મુદ્દો ના બનાવાય
  તો આવા સંજોગો માં એક પ્રશ્ન થાય કે “મને ક મને સૈયુક્ત કુટુંબ માં રહેવું? કે પ્રેમ થી અલગ થઇ જવું ?”

 6. Bhalchandra says:

  The only thing which is constant is CHANGE. Joint families are disappearing and nuclear families are becoming common. The reasons are freedom and opportunities. Both were not available in the past. The smart couples take advantage of it and make the best of it. I know many nuclear families who have proved it by raising children who are now productive citizens.

 7. Anila Amin says:

  દક્ષાબેને સ્વસ્થ સમાજનાપાયા ઉપર સયુક્ત જીવન ઉપર સમગ્ર વિહન્ગાવલોકન કરી આધૂનિક કુટુમ્બ વ્યવથાને એક

  બહુજ સરસ સન્દેશ આપ્યો છે. સરસ દ્રષ્ટાન્તો આપીને કુટુમ્બોને બચાવવાની વાતો કરી પણ આજના માનવિમા એવી

  સહન શક્તિ જ ક્યા રહીછે કે એ સયુક્ત કુટુમ્બમા જીવી શકે જગતભાઈએ જણાવ્યુ તેમ સમયની માગ પ્રમાણેનુ જીવનજ

  બધાને અનુકૂળ આવેછે પછી એનુ પરિણામ ગમેતે હોય કે આવે એની કોઇનેય પડી નથી.

 8. Veena Dave. USA says:

  સરસ લેખ.
  આર્થિક સ્વાવલંબન અને એકબીજાની સરખામણી મુખ્ય જવાબદાર્ કારણો.
  સમજદારી અને સહનશક્તિ નો અભાવ . ધીરજભાઈ અને જગતભાઈની કોમેન્ટ સાથે સહમત્.

 9. Shailesh Patel says:

  Paschim nu aandhalu anukaran teno rang dekhadi rahyu chhe.

 10. Ami says:

  There are some good points in this article but this is not the 100% truth or reality. The article talks about very ideal joint family showed in Chopra’s movies. We all know that there are such families but the percentage is very low. It needs great management skill and a very big heart from elder generation to tie everyone and keep every single person together. Elders do need to sacrifise to the most and need to be very tolerant before they pass on this message to their next generation or rest of the family. I had seen number of joint family very unhappy and later they stay apart and loose all of their emotions with each other. Rather I know at least some families including in West that they live separate and are very happy and stand by and help in need. This separate family structure give everyone chance to grow and at the same time make them realised they all other realtions are important. Kids who are growing up in separate families are very independent and grow as strong individial to fight with today’s world as today’s world is very competative. Kids in joint family are more pampered and sometime do not get real picture of the world as there are people always with them to protect. I do not agree with the fact that working women’s kids who grew up in a single family spend so much time in front of TV. Actually, all kids including who are growing up in joint families spend more time sitting and watching TV or playing video games as the open playgrounds are disappearing, neighbors do not like noise around their houses etc are main reasons. Parents need to be more vigilant to set child’s routine of watching TV, playing videogames and doing other activities. Ultimatley parents are the leaders. If a parent or grand parent can not miss a match, TV serial or a movie, there is no way kids will drop their shows and go out for a free play or will read a book. Today’s parents whether in a joint family or a seaprate family need to be more focused on what they are giving to their kids. Yes, when a women is working, joint family helps to rasie kids easily but have you ever seen these women rather more stuck to manage her in laws or elders, husbands and kids and work like a 24 hour hourse. She has only that peace of mind that her kids are not with a baby sitter on day care. But the kids growing up with Nanny/Baby Sitter or in day care are not growing bad either. There is always a dark and bright side of everything. We should come out of the ideal life style rather accept the modern world challanges and recostruct better thoughts to pass on for new generation and keep our valures intact. “BADHU NAVU KHARAB NATHI AND BADHU JUNU SONU NATHI”. This is the reason that Indian are known to be highly hypocrytic and we should come out of this as soon as possible. I know many women who are working and remain under guilt because of the phylosophy mentioned in the above article. But if these women they do now work, their kids will not have good fees for their schoold, medicines for their in laws, marraige money for their brother/sister in laws.

  • hardik says:

   kudos ami well said

  • RIya says:

   સહમત છુ તમારિ સાથે અમિબેન. This article only gives good sides of joint family and only bad sides for sinlge family. But we have to remember that every coin has two sides. you raid it very truthfully that “BADHU NAVU KHARAB NATHI AND BADHU JUNU SONU NATHI” we all needs to learn to two sides of coin, not just one.

 11. Jagruti Vaghela(USA) says:

  લેખ સારો છે પરંતુ સિક્કાની બે બાજુ હોય છે. સંયુક્ત અને વિભક્ત કુટુમ્બના, ફાયદા અને ગેરફાયદા બન્ને છે.

 12. Maya says:

  I totally agree with Ami. She has covered almost all the points. Whole article is a one way traffic. As Jagruti said coin has two sides and you have to look at both sides.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.