ગીત – પ્રફુલ્લ પંડ્યા

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

છપ્પનમા વરસે તો કારમો દુકાળ પડે,
……………… છતાં છપ્પનમું લીલુંછમ્મ જાય છે !
થોડાં પાંદડાં ખરેલાં એક માણસમાં,
……………… આજે પણ કોયલ બેસીને ગીત ગાય છે !

કોયલનાં ગીતોથી પડઘાતું આભ,
.…………….. અને આભ નીચે ચાલવાનું મારું !
રસ્તાઓ એટલું જ જાણે છે:
.…………….. લંબાણ તો પથ ને પથિકનું સહિયારું…

ચાલવાની વાત સાત ડગલાંની હોય તોય,
……………… આખો જન્મારો એમાં જાય છે !
મંઝિલ વિનાના આમ દોડવાના રસ્તાઓ,
……………… લઈને પણ જીવી શકાય છે !

સઘળુંયે તોડફોડ કરતાં-કરાવતાં,
……………… સોયમહીં દોરો પરોવી શકાય છે !
કાચા સૂતરના એક તાંતણેથી પાનબાઈ !
……………… વીજ માફક ચમકી શકાય છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓળખવા દે – સંજુ વાળા
હું વિનષ્ટ નથી – ઉશનસ્ Next »   

2 પ્રતિભાવો : ગીત – પ્રફુલ્લ પંડ્યા

 1. Kinjal Thakkar says:

  ek j word yad aave…..fentastic…starting bahu j saras che…

  છપ્પનમા વરસે તો કારમો દુકાળ પડે,
  ……………… છતાં છપ્પનમું લીલુંછમ્મ જાય છે !
  🙂

 2. gopal says:

  કાચા સુતરના…. કડી ખૂબ ગમી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.