પતૌડી (પાનથી બનેલી વાનગી) – પૂર્વી મોદી મલકાણ

[અમેરિકા નિવાસી પૂર્વીબેન ‘વાનગીઓ અને મસાલાઓ’ ક્ષેત્રે અનેક વર્ષોથી કાર્યરત છે. તેમણે આ ક્ષેત્રે વિશાળ પાયે કામ કર્યું છે. હાલમાં આ જ વિષયને લઈને તેમનું ‘રસ પરિમલ’નામનું એક પુસ્તક પ્રકાશિત થનાર છે, જેમાં વિવિધ નવી વાનગીઓનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાંથી ‘પતૌડી’ નામની આ વાનગીની રીત રીડગુજરાતીને મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે purvifoods@hotmail.com સંપર્ક કરી શકો છો.]

બનાવવાનો સમય – ૧ કલાક
(ઍપિટાઈઝર તરીકે હોય તો : 3 થી 4 વ્યક્તિ માટે.)

સામગ્રી :

બટેટા બાફેલા 5 થી 6
લીલા મરચાં 6 થી 7
આદુનો ટુકડો
લસણ 4 થી 5
કોથમરી બારીક સમારેલી
બારીક સમારેલા મીઠા લીમડાનાં પાન
હળદર ¼th ચમચી
મીઠું સ્વાદ અનુસાર
આમચૂર પાવડર
રાઈ, જીરું, હિંગ
કોબીનાં આખા પાન 12 થી 13
તેલ 1/4 ચમચી-કોબીનાં પાન માટે
તેલ 1/4 ચમચી મસાલો સાંતળવા માટે
બારીક સમારેલા કાંદા 1/2 કપ
મોટું તપેલું પાણી ગરમ કરવું અને તેમાં થોડું મીઠું અને તેલ નાખવું.
પૅકિંગ માટે લવિંગ અથવા દોરો

રીત :
[1] સૌ પ્રથમ બાફેલા બટેટાનો માવો કરવો.
[2] બારીક સમારેલા કાંદામાંથી અડધા કાંદા તેમાં મિકસ કરવા…અને બાકીના અડધા કાંદાને આદું, મરચાની પેસ્ટ સાથે સાંતળવા.
[3] લીલા મરચા, આદું અને લસણની પેસ્ટ કરવી.
[4] 1/4 ચમચી તેલ ગરમ કરવા મુકવું
[5] તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, જીરું, હિંગ અને હળદર નાખવાં
[6] હળદર નાખ્યા બાદ તરત જ તેમાં વાટેલાં આદું મરચાની પેસ્ટ નાખવી અને થોડી પળો માટે સાંતળવી.
[7] બારીક સમારેલાં મીઠા લીમડાના પાનની સાથે થોડી કોથમરી પણ તેમાં નાખવી અને બારીક સમારેલા અડધા કાંદા નાખવા તથા મિક્સ કરવા અને ફરી થોડી પળો માટે ગેસ પર તે મિશ્રણ ચઢવા દેવું.
[8] બટેટા અને કાંદાના મિશ્રણમાં આ સાંતળેલો મસાલો, મીઠું, આમચૂર પાવડર નાખવા.
[9] સ્વાદ મુજબ મીઠું નાખવું. થોડી કોથમરી નાખવી અને સરસ રીતે મિક્સ કરવું.
[10] હવે કોબીનાં આખા પાન કાઢીને તેમાં પાછળના ભાગમાંથી જાડી એવી ડાળીનો ભાગ આખું પાન ન તૂટે તે રીતે કાઢી નાખવો. (જે રીતે આળુંના પાતરા બનાવતી વખતે ડાળી કાઢી નાખીએ છીએ તે જ રીતે)
[11] મોટું તપેલું પાણી ગરમ કરવું અને તેમાં થોડું મીઠું અને તેલ નાખવું અને પાણીને ઉકાળવું.
[12] કોબીનાં પાનને એ ગરમ પાણીમાં નાખવા અને લગભગ 20 સેકન્ડ માટે ગરમ પાણીમાં ઉકાળી કાઢી લેવા.
[13] કોબીનાં પ્રત્યેક પાનમાં બટેટાનો થોડો માવો ભરવો અને તે પાન ખૂલે નહીં તે રીતેનો રોલ બનાવીને તેને બંધ કરવા માટે લવિંગથી સીલ કરી દેવું .
[14] પાન તેલવાળું અને બોઈલ થઈને નરમ પડી ગયું હોઈ ઘણીવાર સીલ કરવા માટે તકલીફ પડે છે આવા સમયે પાનનો રોલ કરી તેને દોરાથી બાંધી દેવો.

નોંધ :-
[1] પ્રત્યેક પાન એક-એક લેવું. એક પાનના આપ બે ટુકડા કરી શકો છો પણ બે નાના નાના રોલ કરવા આળુંની જેમ ઉપર પાન મૂકીને રોલ ન કરવા કારણ કે આળુંના પાન બાફયા બાદ રોલમાં કાપવાના હોય છે. જ્યારે આ રોલને કાપવા જતાં તેનો બધો જ મસાલો બહાર આવી જવાની શક્યાતા છે. આ રોલ નાના હોવાથી સીધા જ ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે.
[2] મેંદાનો લોટ અને ચોખાનો લોટ લઈ તેમાં મીઠું અને ‘ગ્રીન લીવ્ઝ ઓરેગાનો’ અને પાણી નાખીને તેનું ખીરૂ બનાવી લેવું. તેમાં રોલ નાખીને ખીરાવાળા ભીના કરી ‘બ્રેડ ક્રમ્સ’માં રગદોળી તળી લેવા અથવા ‘શેલો ફ્રાય’ કરી લેવા (કોબીનાં પાન હોવાથી થોડા કથ્થાઈ રંગના થશે.)
[3] રોલને ઍપેટાઈઝર તરીકે પીરસી શકો છો
[4] આપ સૂપમાં નાખી બૅક કરી પણ શકો છો અને ‘સાઈડ ડીશ’ પણ બનાવી શકો છો.
[5] સૂપવાળી ડીશ બનાવવી હોય તો સૂપ અને રોલ ઉપર ગાર્નિશ કરવા માટે કરકરા ‘ફ્રાઈડ ઓનિયન’ છાંટી દેવા. ‘ફ્રાઈડ ઓનિયન’ બજારમાં તૈયાર મળે છે

સૂપ માટેની સામગ્રી :

૬ થી ૭ ટામેટા
લાલમરચાનો પાવડર 1/4 ચમચી
ખાંડ 1/2 ચમચી
ઘી 1/2 ચમચી
1 ચમચી આરારૂટનો લોટ અથવા કોર્ન સ્ટાર્ચ
જીરું આખું 1/2 ચમચી
પાણી 1 ગ્લાસ
હેવી ક્રીમ 1/2 કપ
પાણી (પાણીનો આધાર બનાવનાર પર છે. સૂપ પાતળો કે ઘટ્ટ બનાવી શકાય છે.)

રીત :
[1] ટામેટાંના 6 થી 7 ટુકડા કરી થોડું ક્રીમ અને પાણી મિક્સ કરી મિક્સરમાં વાટી લેવાં.
[2] જરૂર પડતું પાણી નાખવું
[3] મીઠું સ્વાદ મુજબ નાખવું
[4] ટમેટાનો પલ્પ બનાવી લેવો
[5] ઘી ગરમ કરીને તેમાં આખું જીરું નાખવું
[6] આખા જીરા બાદ તેમાં લાલ મરચું નાખવું
[7] ત્યાર બાદ તેમાં ટમેટાનો પલ્પ નાખવો અને ગરમ થવા દેવું.
[8] સ્વાદ મુજબ મીઠું નાખવું, ખાંડ નાખવી
[11] સૂપને ઘટ્ટ બનાવવા માટે કોર્ન સ્ટાર્ચ 1 ચમચી લઈ પાણીમાં મિકસ કરી ઉમેરવો.
[12] જો ફરાળમાં સૂપ વાપરવો હોય તો આરારૂટનો લોટ 1 ચમચી મિક્સ કરી દેવો.
[13] બૅક ડીશમાં સુપ નાખી તેમાં ‘શેલો ફ્રાય’ કરેલી પતૌડી મૂકી દેવી અને ઉપરથી ‘ફ્રેશ ફ્રાઈડ ઑનિયન’ છાંટી દેવા અને 375 ડિગ્રી પર 10 મિનિટ બૅક કરી ઉપયોગમાં લેવું.

નોંધ :
[1] ટમેટાનો સૂપ આપ કેનવાળો પણ લઈ શકો છો અને ઘરે પણ તૈયાર કરી શકો છો.
[2] ઘણાં લોકો ટમેટાંને ફળ માને છે અને ફળ ફરાળમાં ખવાય છે પરંતુ પ્રત્યેક ઘરની અલગ અલગ પદ્ધતિ હોય છે.

ધ્યાન રાખો :
[1] ખાતી વખતે દોરો કાઢી લેવાનું ધ્યાન રાખશો.
[2] કાંદાનો ઉપયોગ કરવો હોય તો તે બનાવનાર પર આધાર રાખે છે. આ વાનગી તીખી વધુ હોય તો વધારે મજેદાર લાગે છે અને કોઈપણ સમયે ઉપયોગમાં લઈ શકાય છે. આ વાનગીની ખાસ બાબત એ છે કે જો તેલ વાપર્યા વગર પણ બનાવવી હોય તો બનાવી શકાય છે. તેલ હોય કે ન હોય, સામગ્રીમાં સ્વાદ અને સુગંધ જાળવાઈ રહે છે.
[3] ખાસ કરીને વિવિધ પાર્ટીઓમાં આ વાનગી ખૂબ પ્રચલિત થઈ શકે છે.
[4] બટેટાના આ જ માવામાંથી આપ બટેટાવડા પણ બનાવી શકો છો અને તેમ છતાં પૂરણ વધી પડે તો આપ આલુ પરોઠા પણ બનાવી શકો છો. જો એમ ન કરવું હોય તો આ જ પૂરણમાં થોડા લીલા વટાણા બાફીને નાંખી દો અને સમોસા અથવા પફ બનાવી લો. એક સ્વાદ…અનેક સ્વાદરૂપ ધરાવતી આ પતૌડી નામની વાનગી ખૂબ મજેદાર અને એક ખાસ વાનગી છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હું વિનષ્ટ નથી – ઉશનસ્
વાંચતાં-વિચારતાં – યશવન્ત મહેતા Next »   

6 પ્રતિભાવો : પતૌડી (પાનથી બનેલી વાનગી) – પૂર્વી મોદી મલકાણ

 1. gadani rashmi says:

  ખુબજ વિગતવાર માહિતિ આપવા માતે આભાર્

 2. Pinky says:

  Ummmm, very tasty!!

 3. yagnesh says:

  આ નાનકડુ appetizer બનાવવા આટલી મહેનત…?

  • Jagruti Vaghela says:

   That’s what I was thinking!

   • trupti says:

    મારો પણ એજ અભિપપ્રાય છે, આટલી કડાકુટ આજ ના જમાના મા કોણ કરે, માટે મેતો અડધેથી જ રેસીપી વાંચવાનુ છોડી દિધુ. વાનગી જેટલી સરળ તેટલી જ લોકોને પ્રિય કારણ સમય નો અને ધિરજ શક્તિ અભાવ.

 4. ઈન્દ્રેશ વદન says:

  પ્રભુ, નવી unusual વાનગીની રેસિપી હોય તો, એનો ફોટો મૂકવો ખૂબ જરુરી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.