પ્રેમ, મહાન પ્રેમ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
[ ‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ લેખકશ્રીનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો.]
ઘણા વખત પહેલાંની વાત છે. એક અતિ સુંદર ટાપુ પર બધી લાગણીઓ અને ગુણો સરસ મજાનાં ઘર બનાવીને રહેતાં હતાં. સુંદરતા, આનંદ, ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ બાજુમાં રહેતાં હતાં. એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમાં પ્રેમ રહેતો હતો.
એક દિવસ સવારે એક પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યું કે તે દિવસે સાંજ સુધીમાં ટાપુ ડૂબી જશે. દરિયાને તળિયે બેસી જશે. બધી જ લાગણીઓ તેમ જ ગુણોએ પોતપોતાની હોડીઓ લઈને ટાપુ પરથી પ્રયાણ શરૂ કરી દીધું. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો. જાણે એને જવાની કોઈ જ ઉતાવળ ન હોય એમ એ ફરતો હતો. બધાંને નવાઈ લાગી. પણ સૌ પોતપોતાની રીતે ભાગવાની પેરવીમાં હતાં. એટલે પ્રેમની પંચાત કરવા કોણ બેસે ? હકીકતમાં પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વહાલ હતું. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુની જોડે રહેવા માંગતો હતો.
જેમ જેમ સાંજ પડવા લાગી તેમ તેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડૂબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ જ વહાલ કર્યું. એની જમીનના કણે કણને એણે વહાલથી નવડાવી દીધો. આખો ટાપુ પ્રેમ પ્રેમ થઈ ગયો. હવે પાણી વધવા લાગ્યું. જ્યારે પ્રેમના ઘૂંટણ પાણીમાં ડૂબવા લાગ્યા ત્યારે એને થયું કે હવે ટાપુ છોડીને જવાનો સમય આવી ગયો છે. પણ પ્રેમ પાસે તો હોડી પણ નહોતી. મદદ માટે બૂમ પાડવી તો કોને પાડવી ? બસ, તે જ વખતે ત્યાંથી સમૃદ્ધિની હોડી નીકળી. પ્રેમે પૂછ્યું કે, ‘બહેન સમૃદ્ધિ ! તું મને તારી હોડીમાં જોડે લઈ જઈશ ? નહીંતર હમણાં જ હું ડૂબી જઈશ….’ સમૃદ્ધિએ પોતાની હોડીમાં એક નજર નાખીને કહ્યું કે, ‘માફ કરજો પ્રેમ ! મારી આખી હોડી સોના, ચાંદી તેમજ હીરાઝવેરાતથી ભરેલી છે. એમાં તારા માટે ક્યાંય જગ્યા જ નથી !’ આટલું કહીને પ્રેમ તરફ બીજી નજર પણ નાખ્યા વિના સમૃદ્ધિ ચાલી ગઈ.
એની પાછળ પાછળ હોડી લઈને આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી, ‘હે સુંદરતા ! તું મને તારી હોડીમાં લઈ જઈશ ?’ પોતાની જાત પર અને પોતાની હોડી પર મગરૂર એવી સુંદરતાએ કહ્યું, ‘માફ કરજે પ્રેમ ! તું એટલો ભીનો છે કે મારી આ સુંદર હોડીને બગાડી નાખીશ. આમેય મને બધું સુંદર ચોખ્ખું જ ગમે છે તે તું પણ જાણે જ છે !! મને આ રીતે મારી જાતને કે હોડીને ભીની કરવામાં જરા પણ રસ નથી !’ અને એ પણ આગળ ચાલી ગઈ. પાણી હવે કેડ સમાણું થઈ ગયું હતું. ત્યાં જ પ્રેમે ઉદાસીનતાની હોડીને પસાર થતી જોઈ. પ્રેમે બૂમ પાડી કે, ‘અરે ! ઉદાસીનતા, મને તારી જોડે લઈ લે. મહેરબાની કરીને મને બચાવી લે.’ પણ ઉદાસીનતા તો જડસુ હતી. એ કહે, ‘માફી માગું છું તારી ઓ પ્રેમ ! હું એટલી બધી ઉદાસ છું કે તું મને એકલી જ રહેવા દે !’ એ પણ જતી રહી. ત્યાંથી પસાર થઈ રહેલ આનંદ તો નાચગાનમાં એવો મશગૂલ હતો કે એણે પ્રેમને જોયો પણ નહીં અને એનો અવાજ પણ ન સાંભળ્યો !! પાણી ગળા સુધી આવી ગયું હતું. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમને ધ્રાસકો પડી ગયો. એ જોરથી રડવા માંડ્યો. ત્યાં જ એક ખૂબ જ પ્રેમાળ અવાજ આવ્યો : ‘પ્રેમ ! રડ નહીં. ચાલ હું તને મારી હોડીમાં લઈ જાઉં !’
પ્રેમે પાછળ જોયું તો એક ખખડધજ વૃદ્ધ માણસ પોતાની હોડી લઈને ઊભો હતો. એણે પ્રેમનો હાથ પકડીને એને પોતાની હોડી પર લઈ લીધો. પ્રેમ એ વખતે બરાબર ડૂબવાની તૈયારીમાં જ હતો. અચાનક ઊગરી જવાથી પ્રેમ થોડી વાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી જ ન શક્યો. પેલા વૃદ્ધે તેને કિનારે ઉતાર્યો તોપણ એ કંઈ જ ન બોલ્યો. બસ મૂંગા મૂંગા પેલા વૃદ્ધનો તેણે આભાર માન્યો. પેલો વૃદ્ધ માણસ તો પ્રેમને ઉતારીને પોતાના રસ્તે આગળ ચાલી ગયો. અચાનક પ્રેમને યાદ આવ્યું કે ડૂબી જવાની બીકમાં અને બચી જવાની ખુશીમાં પોતે પોતાને બચાવનાર વૃદ્ધનું નામ પૂછવાનું તો ભૂલી જ ગયો ! આટલો નાનકડો શિષ્ટાચાર પણ પોતે ન દાખવી શક્યો એનો એને પારાવાર અફસોસ થવા લાગ્યો. એ દોડતો દોડતો જ્ઞાનના ઘરે ગયો. બારણું ખખડાવ્યું. જ્ઞાન બહાર આવ્યું. પ્રેમે એને બધી વાત કરી. પછી એ વૃદ્ધ માણસ કોણ હોઈ શકે તે પૂછ્યું. જ્ઞાને પોતાની આંખો બંધ કરી. થોડી વારે આંખ ખોલીને જ્ઞાને કહ્યું, ‘તને બચાવનાર સમય હતો !’
પ્રેમને નવાઈ લાગી. એનાથી પુછાઈ ગયું કે, ‘હે જ્ઞાન ! જ્યારે કોઈ કરતાં કોઈ જ મને મદદ કરવા તૈયાર નહોતું ત્યારે ફક્ત સમયે જ મને શા માટે મદદ કરી ?’ જ્ઞાને ગંભીરતાપૂર્વક અને સદીઓના અનુભવના નિચોડ જેવો જવાબ આપ્યો : ‘કારણ કે ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટલો મહાન છે અને એનું મહત્વ શું છે !’
Print This Article
·
Save this article As PDF
ખુબ જ સુન્દર સમય થિ કોઇ મહાન હોય જ ના શકે….. સારુ
ખુબ સુંદર….પ્રેમ અમૂલ્ય છે. આપણી રોજીંદી ઘટમાળમાં આપણે આપણા જ લોકો ને પ્રેમ કરવાનું ભૂલી જઇએ છીએ….ત્યારે આપણી પાસે હોય છે સમય નો અભાવ …પણ આપણો સમય આપણા પ્રેમને બચાવી શકે છે….. એ આપણે ભીલી જઇએ છીએ.
અદભૂત લેખ
વીજળીવાળા સાહેબ નો લેખ હોત એટલે પુછાવુ જ શું ?
પણ શું સમય વૃદ્ધ હોઈ શકે ?
પ્રેમનું મહત્વ સમય-અનુભવના દ્રષ્ટાંતથી ખૂબ સરસ સમજાવ્યું.
અહીં સમય એટલે અનુભવથી પાઠથી જે સિંચીત થયેલો છે તે જ પ્રેમનું મહત્વ શું છે તે સમજાવી શકે.
Educated people change themselves according to situation But
The experienced people can change the situation according to them.
પ્રેમ ને સુન્દરતા કે સમ્રુદ્ધિએ નહિ પરન્તુ સમયે ઉગારી લીધો. સમય થી વધારે પ્રેમ નુ મહત્વ કોણ સમજી શકવાનુ?
હ્રીદય ને સ્પર્શ કરતી એક સુન્દર વાર્તા. ખરેખર અદભુત અનુભુતી કરાવતી વાર્તા.
Nice story!
સાચા પ્રેમથી ચઢિયાતુ તો કંઇ જ નથી. પ્રેમ ઘણીવાર ધીરજની કસોટી કરે છે ખરો.
સુંદર લેખ.
આભાર,
નયન
Excellent .. such best article…
Thanks a lot Doc. sir.
“લાગણીઓના ઘર… !”
વાહ્…! એક નવીનતમ concept…!
અત્યાર લગીની કહાનીઓમા માણસ કે અન્ય જીવોના ઘર વિશે વાચ્યુ ,સાભ્ળ્યુ પણ હવે લાગણીઓ પણ ગ્રુહસ્થ થવા લાગી..?
વાહ સાહેબ ..! આ લેખ textbook મા હોય તો ભણવાની મજા પડી જાય….thanx for dis “hatke”article…!
સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે પ્રેમ કેટલો મહાન છે અને એનું મહત્વ શું છે !’
Excellent… expanation is also excellent.
Excellent ….. very very good artical
સજીવારોપણ અલન્કારનો એક સરસ નમૂનારૂપ લેખ, છેવટે પ્રેમ, લાગણી, સુન્દરતા, સમ્રુદ્ધિ સમય આબધુ એક માનવિમા
વધતા ઓછા પ્રમાણમા જીવન્ત હોયજ છે ને,પણ આપ્ર્શ્રીએ સમયનુ મહ્ત્વ અને સમયજ બળવાન છે એ એક દ્રષ્ટાન્ત કથા રૂપે
બહુજ સરસ રીતે સમજાવ્યુ છે.
Beautiful story. Enjoyed reading. Thanks for sharing.
Love is the only law of life. પ્રેમમાં કેટલી હિંમ્મત છે કે છેલ્લે સુધી ટક્કર લીધી. પ્રેમ અંધ નથી હોતો પણ તે સમયનો સાથ છોડતો નથી તેથી આપણને એવું લાગે છે.
The people who make a difference in your life are NOT the ones with the most credentials, the most money, or the most awards. They are the ones who care.
પ્રેમની મહનતા બતાવતા લેખ બદલ ડૉ. આઈ. કે. વીજળીવાળા નો આભાર.
સમૃધ્ધિ, સુંદરતા, ઉદાસીનતા વિગેરે વધે, ઘટે કે જતા રહે પણ સાચો પ્રેમ હંમેશા રહેતો હોય છે.
સુંદર વાર્તા.
ફક્ત સમય જ જાણે છે, સમજે છે અને સમજાવી શકે છે કે
પ્રેમ કેટલો મહાન છે અને એનું મહત્વ શું છે !’
બહુ સુંદર અભિવ્યક્તી
પ્રેમ ને જ પ્રેમ કરો,
તો ખબર પડે કે પ્રેમ શું ચીજ છે.
સરસ.
અતિ સુન્દર લેખ
it is very good story awerybody has to read this story get lesson of love, knowledge, &time
very good artical
khub j sarash lekh
ખુબ જ સ્રરસ રજુઆત છે.
પ્રેમનો અર્થ સમજાવતી એક ખુબ જ સુંદર રચના છે.
very nice thinking!
excellent story for this………..
very nice….
Dr. saheb , apni aaa varta mane khubaj gami , kharekhar samay j mahan chhe.. samay agal manushya khubajvamno lage chhe….
खुब सरस रचना!! साहेब नी बधी रचनाओ विचारता करी मुके तेवी होय छे!!