સસરાજીએ લીધેલ ઈન્ટરવ્યૂ, ભૂલાય ? – નિર્મિશ ઠાકર

[‘હાસ્યથી રુદન સુધી’ પુસ્તકમાંથી સાભાર. આપ નિર્મિશભાઈનો (સુરત) આ સરનામે nirmish1960@yahoo.com અથવા આ નંબર પર +91 9427504245 સંપર્ક કરી શકો છો.]

આજે તો કાંઈ સંતાડવું જ નથી, બસ, બનેલું તે બધું લખી નાખવું છે, જેથી દિલ જરા હળવું થાય. એક સમય એવો હતો કે છોકરી અને નોકરી મેળવવા આપવા પડતા ઈન્ટરવ્યૂથી હું ગળે આવી ગયેલો. અલબત્ત, નોકરી માટેના ઈન્ટરવ્યૂ ઓછા તકલીફદાયક હતા.

કૉલેજમાં ભણતો, ત્યારે મગજ પર હિંદી ફિલ્મોની ઘેરી અસર રહેતી. એવું લાગ્યા કરતું કે કોઈ એક સુંદર ક્ષણે, કોઈ એક સુંદર છોકરી ઉતાવળમાં મારી સાથે ભટકાઈ પડશે અને એની ચોપડીઓ અને નોટો જમીન પર વિખરાઈ જશે. પછી હું એક મોહક સ્મિત સાથે એની એ ચોપડીઓ-નોટો ભેગી કરીને એને આપીશ… અને ત્યાંથી જ અમારું ભવ્ય પ્રેમ પ્રકરણ શરૂ થશે, જે છેવટે લગ્નમાં પરિણમશે ! જીવનના એ યાદગાર વળાંકે જલદી પહોંચી જવા, મેં નિર્દોષપણે છોકરીઓ સાથે ભટકાઈ પડવાના પ્રયત્નો પણ કરેલા. પણ કોણ જાણે, પ્રેમપ્રકરણ ચાલુ થવાને બદલે મને કૉલેજના પ્રિન્સિપાલ સમક્ષ રજૂ કરાયેલો અને કૉલેજ છૂટી જાય, એવી ક્ષણો પણ મારા જીવનમાં આવેલી.

ખેર, ધકેલ પંચા દોઢસો-ને હિસાબે હું માંડ માંડ ગ્રેજ્યુએટ થયેલો. ત્યાર પછી ક્યારેક ક્યારેક મારે માટે માંગા પણ આવતાં. પણ જે માગું લગ્નમાં પરિણમ્યું, એની વાત જ હું તમને કરીશ. મારા સસરાજી શ્રી ત્રંબકલાલ ખૂબ જ ગરમ મિજાજના માણસ છે. કોઈની સાડાબારી રાખ્યા વિના કડક પ્રશ્નો પૂછવા, એ તો એમની હૉબી છે ! અમારાં લગ્ન પહેલાં એમણે મારો ઈન્ટરવ્યૂ લીધેલો, તે આજે પણ હું ભૂલી શકતો નથી.
‘તમારું નામ શું છે ?’ એમણે ઈન્ટરવ્યૂનો આરંભ કરતાં ભાવશૂન્ય અવાજે પૂછેલું.
‘નિર્મિશ…..’ મેં હળવી કંપારી સાથે કહ્યું.
‘અધ્ધર છત તરફ જોઈને કેમ જવાબ આપો છો ? હું કાંઈ વાઘ નથી કે તમને ખાઈ જઈશ !’
‘સ……સૉરી ! હું ન….. નિર્મિશ.’ એમની સામે જોઈને મેં કહ્યું.
‘વિચિત્ર નામ છે તમારું !’ એમણે ભારે અણગમાથી કહ્યું.
‘પણ હું વિચિત્ર નથી. હું એક સારો અને સાચો ઈન્સાન છું.’
‘પોતાની જાતને પોતે જ સર્ટિફિકેટ આપો છો, એ વિચિત્રતા ન કહેવાય ?’ એમણે ડોળા કાઢ્યા.
‘ના, નગ્ન સત્ય એવું જ હોય.’ મેં જરા કડક થઈને કહ્યું.

‘અચ્છા ? શું કરો છો આજકાલ ?’
‘ખાસ કાંઈ નહિ. છોકરીઓ જોઉં છું.’
‘તો તમને છોકરીઓ જોયા કરવાની કુટેવ છે, એમ ? એ માટે ક્યાં ઊભા રહો છો ? કૉલેજના ઝાંપે ?’
‘અ….એમ નહિ ! લ….લગ્ન માટે છોકરી તો જોવી પડે ને ?’
‘હમ્મ…. તો એમ કહો ને ! નોકરી-બોકરી છે, કે પછી…..’
‘નોકરી હતી, પણ ગયા અઠવાડિયે છૂટી ગઈ !’
‘કેમ લાંચ-બાંચ ખાધેલી ?’ એ તાડૂક્યા.
‘ના, હું છાપામાં પણ લખું છું. ચાલુ નોકરીએ લેખ લખી રહેલો, તે મેનેજર જોઈ ગયા, એટલે….’
‘એટલે નોકરી ગઈ, સરસ ! હવે શું વિચાર છે ?’
‘પરણવું છે.’
‘અને નોકરી ?’
‘થઈ પડશે ! એક જ્યોતિષીએ મને કહ્યું છે કે પહેલાં લગ્ન થશે, પછી તરત નોકરી પણ મળી જશે.’
‘એ જ્યોતિષીને છોકરી છે ?’
‘હા, કેમ ?’
‘એમ કરો. એની છોકરી સાથે પરણી જાવ, બાકી નોકરી વિના તો છોકરી ના મળે !’ એમણે સ્પષ્ટતા કરી.

‘ઓ.કે. તો હું રજા લઉં….’ કહી હું ઊઠ્યો.
‘અરે, એમ થોડા જવાય ! ઈન્ટરવ્યૂ પૂરો નથી થયો, બેસી જાવ !’ એ ગરજ્યા.
‘લો, તમે કહો છો તો બેસી જાઉં છું….’ મેં નમ્રભાવે કહ્યું.
‘પપ્પાજી, છોકરો તો આજ્ઞાંકિત છે ! એટલે મારી તો ‘હા’ છે. તમને શું લાગે છે ?’ કન્યાએ પ્રવેશતા વેંત ચા આપી અને પોતાનો અભિપ્રાય જણાવ્યો.
‘પણ દીકરી, એમના ચશ્મા જો ! કેટલા જાડા કાચ છે !’
‘એ તો સારી વાત છે પપ્પાજી, ઓછું દેખે એટલી માથાકૂટ પણ ઓછી ને !’
‘પણ થોડું તો દેખાવું જોઈએ ને ! બોલો, આ કેટલી આંગળી છે ?’ ત્રંબકલાલે મને હથેળી દેખાડી.
‘ચાર.’ મેં કહ્યું.
‘ચાર ? આટલું યે દેખાતું નથી ?’
‘પણ પપ્પાજી, આંગળીઓ તો ચાર જ છે ને ! પાંચમો તો અંગૂઠો છે….!’ કન્યાએ કહ્યું.
‘હું પણ એ જ તો કહું છું ! આપણા વિચારો પણ કેટલા મળતા આવે છે !’ મેં હરખથી જણાવ્યું….. અને કન્યાએ થોડું સ્મિત પણ વેર્યું.
‘ઠીક છે, તમારી બન્નેની ‘હા’ હોય, તો હું આડો નહિ ઉતરું. પણ જ્યાં લગી એમને નોકરી નહિ મળે, ત્યાં લગી લગ્ન નહિ થાય… કહી ત્રંબકલાલ અંદરના રૂમમાં ચાલ્યા ગયા.

પ્રિય વાચકમિત્ર, નોકરી મળ્યા પછી મને છોકરી પણ મળી ગયેલી. એટલે હું કહીશ કે જેવા મારા સસરા મને ફળ્યા, તેવા તમારા સસરા તમને પણ ફળજો !’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમ, મહાન પ્રેમ ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
જાહેરમાં ગુજારાતા અત્યાચાર – ભગવતીકુમાર શર્મા Next »   

20 પ્રતિભાવો : સસરાજીએ લીધેલ ઈન્ટરવ્યૂ, ભૂલાય ? – નિર્મિશ ઠાકર

 1. trupti says:

  ચિલા ચાલુ વાર્તાલાપ થી વધારે કશું ના લાગ્યુ અને હસવુ તો જરાપણ ના આવ્યુ.

 2. Ankit Shah says:

  agree with trupti bahen…
  મજા ના આવી કઇ પણ…

 3. Hetal says:

  Complete nonsense article- I can not imagine his father-in-law asked him what was his name?

  I felt like Mrugeshbhai had wasted a spot for a good article by posting this dumb article. By reading all the postings and comments daily, I sure know that read Guajarati does not have readers who would like to read such a “ idiotic article” ( or hasya lekh if that’s what I should refere it to) then why bother posting it? I know that you must be having tons of other things collected and I really feel that an article like this one is not a place for your site.

  Sorry, if I had said too much and as usual don’t have to post it if you don’t fell it is appropriate.

 4. I, belive that this 0ne not that bad !
  We came across few similar to this one.
  May be it does not deserve the praise but not all 3 comments.
  We should not discourage new writers like this..

 5. Nirav says:

  Nirmish always provides good stuff. May be today is not his day. cheers

 6. Maya says:

  Hetal, Your comments are very harsh. Once in a while you have to learn to deal with not so great articles.( It is easy to make people cry but it is very hard to make people laugh.) If the writer reads your comment, he will surely be discourage to write again or send his articles to read gujarati.

 7. Mamta says:

  I agree with Maya’s comment, don’t be too harsh on people, you won’t do that to your family, then why to the person who works hard for their article.
  If you don’t like then may that is your opinion. next time please be kind to others.

 8. Interview thodo tuko hato. evu thai lagtu?

  he he he.

 9. dhiraj says:

  બહેનોને આ લેખ ના ગમે તે સ્વાભાવિક છે
  કારણ કે આ લેખ તો પુરુષોને સમર્પિત છે
  મને તો ગમ્યો ભાઈ
  હા હા હા

 10. nayan panchal says:

  લેખ અધૂરો લાગ્યો. હજુ વધુ સારો બની શક્યો હોત. નિર્મિશ ભાઈ પાસેથી વધુ સારા લેખની અપેક્ષા તો રાખી જ શકાય.

  બસ વાટ પૂરી!

  નયન

 11. hiral says:

  કોઇ ૧૦ કામ કરે છે. ૭ થી ૮ વાર ખુબ સુંદર રીતે કામ કરે છે તો દરેક વખત આપણે ‘શાબાશી’ નથી આપતાં. ક્યારેક મુક સંમતિ હોય છે. હવે એક વાર ભૂલ કરે તો આપણાથી તરત ‘ભૂલ થી થયેલી ભૂલ -આપણાં દ્રષ્ટિકોણથી’ કેવી રીતે ભૂલ ભરેલો પ્રતિભાવ આપી શકાય?


  આ લેખ આજનાં ટેકનોલોજીનાં યુગને લીધે કે સુંદર શરીર-સૌષ્ઠવ વાળાં લોકોને કદાચ એકદમથી ના ગમે. પણ જ્યારે લેખ લખવામાં આવ્યો હશે કે અહિં મુકવામાં આવ્યો હશે એનો હેતુ ‘શારિરીક ખામી -અહિં ચશ્માના જાડા કાચ’ ને કારણે કે પછી શરુઆતમાં ડરના કારણે કે નોકરી હાથમાં નથી એનાં કારણે આપણે આત્મવિશ્વાસ ગુમાવી દેતાં હોઇએ તો હસતા હસતા લેખકે સમજાવ્યું છે કે ‘પોતાની જાતમાં વિશ્વાસ રાખો’ તમે ગમે તેવા ટફ ઇન્ટવ્યુમાં પાસ થઇ જશો. તમારી બાહ્ય ખામી કે બાહ્ય સંજોગો કરતાં વધુ બળવાન તમારી અંદરનું તેજ છે એનાં પર પ્રકાશ પાડો. કામ થઇ જશે.

  અમુક દવા, અમુક સમયે અને અમુક રોગ દરમ્યાન જ લેવાની હોય છે. જેને અહિંના ટોનિકની જરુર હશે એને આ લેખ પણ ઉપયોગી થશે.

 12. Maya says:

  Hiral, what a beautiful way of finding the positive out of a very simple article.

 13. VANDANA says:

  IT IS QUITE GOOD, I LIKED IT

 14. Milin Patel says:

  મને આ લેખ ગમ્યો. ખુબ સરસ હતો.

 15. Ashish Dave, Sunnyvale, California says:

  નિર્મિશભાઈ એક નીવડેલ હાસ્ય લેખક અને ઘણા ઊંચા દરજ્જાના કાર્ટુનિસ્ટ છે. કયારેક તેમના લેખો દીવ્યભાસ્કરમા વાંચશો તો સ્વઅનુભવ થશે. ક્યારેક સચીન પણ શુન્ય પર આઊટ થતો હોય છે. કન્યા જોવા ગણપત સુરતીને સાથે લઈ ગયા હોત તો જલસો પડી જતે…

  Ashish Dave

 16. Hetal daxesh says:

  બહુ મજા ના આવિ. કઇ હસવાનુ તો હતુ જ નહિ. ખાલિ ચિલાચાલુ વારતા લાગિ.

 17. rishi says:

  good job… writer should be appreciated.. he is not giving pressure to read.. if you want to read, then read… otherwise leave it.. ok guyz…

 18. ભઇ આપણને તો આ લેખ ગમ્યો હોં…
  એકદમ નિર્દોષ હાસ્ય ઉત્પન્ન કર્યુ છે.

 19. NOT TOO MUCH BAD & NOT TOO MUCH GOOD

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.