પ્રેમ – કુંવર નારાયણ (અનુ. સુરેશ દલાલ)

આ દિવસોમાં હું કોઈ અજબ મુશ્કેલીમાં છું
મારી ચિક્કાર નફરત કરી શકવાની તાકાત
દિન-પ્રતિદિન ક્ષીણ થતી જાય છે.

અંગ્રેજો સાથે નફરત કરવા ઈચ્છું છું
તો શેક્સપિયર આડે આવે છે
જેણે મારા પર ન જાણે કેટલાય ઉપકાર કર્યા છે.

મુસલમાનો સાથે નફરત કરવા ઈચ્છું છું
તો સામે ગાલિબ આવીને ઉભો રહી જાય છે
હવે તમે જ કહો – એની સામે કોનું ચાલે ?

શીખો સાથે નફરત કરવા ચાહું છું
તો ગુરુ નાનક આંખોમાં છવાઈ જાય છે
અને મારું માથું આપમેળે ઝૂકી જાય છે
અને આ કંબન, ત્યાગરાજ, મુટ્ટસ્વામી…..
કેટલુંય સમજાવું છું હું મને પોતાને
કે આ બધા મારા નથી એ તો ઠેઠ છે દૂર દક્ષિણના
પણ કેમે કર્યું મન માનતું નથી એમને સ્વીકાર્યા વિના
પ્રત્યેક સમયે પાગલની જેમ ભટકતો રહું છું
કે કોઈ એવો મળી જાય જેનો ચિક્કાર ધિક્કાર કરીને
મારા જીવનને હળવો કરી શકું
પણ કોઈને કોઈ, ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક
એવા મળી જાય છે
જેમને પ્રેમ કર્યા વિના રહી નથી શકતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝઘડો – જયા મહેતા
મુક્કો – ધીરુ પરીખ Next »   

10 પ્રતિભાવો : પ્રેમ – કુંવર નારાયણ (અનુ. સુરેશ દલાલ)

 1. ખુબ જ સાચુ કહ્યુ…..કોઈને કોઈ, ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક
  એવા મળી જાય છે
  જેમને પ્રેમ કર્યા વિના રહી નથી શકતો.

 2. Very nice !!!!!!
  We must have to have vision to find a good quality.

 3. સુંદર કાવ્ય. અનિષ્ટાપત્તિની રીતે સમજાવ્યું

 4. Ankit Shah says:

  ખુબ જ સુંદર….
  કાશ…દરેક મનુસ્ય આવુજ વિચારિ શકતો હોત….

 5. Vijay Patel says:

  વેલેન્ટઈન પર્વ ટાળે સરસ મજનુ કાવ્ય ,આભાર્

 6. સુભાષ says:

  સુરેશભાઇ દલાલને બધા ઓળખે પણ કુંવર નારાયણનો થોડો પરિચય આપ્યો હોત તો મારા જેવાને થોડી માહિતી મળત.
  હું ઘણા દેશોમાં ફર્યો છું દરેક જગ્યાએ હિંદુઓને નફરત કરવામાં મહાત્મા ગાંધી આડા આવી જાય છે.

 7. pragnaju says:

  મુસલમાનો સાથે નફરત કરવા ઈચ્છું છું
  તો સામે ગાલિબ આવીને ઉભો રહી જાય છે
  હવે તમે જ કહો – એની સામે કોનું ચાલે ?
  સરસ
  ચંદ્રકાન્ત બક્ષી.ની વાત યાદ આવી
  પ્રેમ કરો કે નફરત કરો,જે કરો દિલ ફાડીને કરો.
  દોસ્તી અને દુશ્મની મહત્વનાં નથી.
  મારા માટે મહત્વના શબ્દો છે : દિલ ફાડીને !” –

 8. trupti says:

  One of School collegue had posted this on her wall of FB, which I thought of sharing here. The same is written by her.

  આપણો પ્રેમ એટલે…
  પહેલી નજરે આપેલ વિશ્વાસ,
  જે આજે પણ અકબંધ છે.
  …પહેલા મૌનનો સંવાદ,
  જે આજે પણ અકબંધ છે.
  પહેલા સ્પર્શની હુંફ,
  જે આજે પણ અકબંધ છે.
  પહેલા સાનિધ્યની નિકટતા,
  જે આજે પણ અકબંધ છે.
  આપણો પ્રેમ એટલે,
  પ્રેમની અકબંધ અભિવ્યક્તિ.
  – સોનલ ભરત જાની

 9. dhiraj says:

  કવિ શ્રી ને દરેક માં કૈક પ્રેમ કરવા જેવું મળી જ જાય છે
  ભક્ત કવિ નરસી મહેતા ની જેમ
  અખિલ બ્રમ્હાંડ માં એક તું શ્રી હરી…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.