ઝઘડો – જયા મહેતા
[‘કવિતા’ સામાયિકમાંથી સાભાર.]
આ હું કોને પૂછું ?
કેમ હજી આ ચાલ્યા કરે છે
ઝીણેરા ઝાકળબિંદુ ને સૂર્યકિરણનો ઝઘડો
રણની તપેલી રેતી ને ઊંટપગલાંનો તો નહીં કદીયે ઝઘડો
સંધ્યાટાણે અજવાળાં- અંધારા હળમળી જાય, ફેલાવે આભા, કરે ના ઝઘડો
આગ વરસતા ઉનાળુ મધ્યાહ્ને પણ તરણાં લીલેરાં રહે ફરકતાં, નહીં કાંઈ ઝઘડો
તોયે કેમ હજી આ ચાલ્યા કરે છે
સિંહની ત્રાડ અને હરણાંની ચંચળ ખરીઓનો પકડદાવનો નિતનો ઝઘડો
પરોઢિયે જરા હિમ પડે ને ઊભો મોલ બળી જાય આ તે કેવો ઝઘડો
પથ્થર કઠ્ઠણ ભીંતને ફાડે એવો પીપળ- બીજ ઝીણકાનો ઝઘડો
કાંટા કાંટા કાંટા વચ્ચે ખીલે ગુલાબ પાંખડીઓ સુકોમળનો કદી ન ઝઘડો
મન માણસનું તો કૌરવ-પાંડવ નિજ સંગે જ કરતું રહે નિરંતર ઝઘડો
આ હું કોને પૂછું….
Print This Article
·
Save this article As PDF
ક્કાંટા કાંટા કાંટા વચ્ચે ખીલે ગુલાબ પાંખડીઓ સુકોમળનો કદી ન ઝઘડો
મન માણસનું તો કૌરવ-પાંડવ નિજ સંગે જ કરતું રહે નિરંતર ઝઘડો
ખુબજ સરસ
પુજય જયા બહેનની કવિતા ફરી ફરી વાચવી ગમી, બહુ જ સરસ્……….
કાંટા કાંટા કાંટા વચ્ચે ખીલે ગુલાબ પાંખડીઓ સુકોમળનો કદી ન ઝઘડો
મન માણસનું તો કૌરવ-પાંડવ નિજ સંગે જ કરતું રહે નિરંતર ઝઘડો
આ હું કોને પૂછું….
વાત ગમી