મુક્કો – ધીરુ પરીખ
મને કોઈએ પૂછ્યું કે
શાને માટે તમે ઉગામ્યો છે મુક્કો ?
હું મૂંગો જ રહ્યો,
પણ તે તો બોલતો જ ગયોઃ
કોઈ મુક્કાબાજને હરાવવા કે પછી
કોઈ રાજકીય સૂત્રોચ્ચાર કરાવવા
કે કોઈ ફૂટપાથ પર રાંધનારનો
ભાંગવા ધાર્યો છે શું રોટલો સુક્કો
કે પછી કોઈ જાગીરદાર સામે
તેને ડરાવવા
કે જે ગડગડાવી રહ્યો છે લાંબી નળીનો હુક્કો ?
હવે મારાથી ન રહેવાતાં કે ન સહેવાતાં
મેં કહ્યું : એ બધો છે તમારો તુક્કો.
મારો આ ઊઠેલો મુક્કો તો મારી સામે છે
કે જેનાથી
મારામાં આથડતા અહમનો કરવા ધાર્યો છે ભુક્કો.
Print This Article
·
Save this article As PDF
” MUKKO” , Short,simple,& streight, Very good !!!!!!
: એ બધો છે તમારો તુક્કો.
મારો આ ઊઠેલો મુક્કો તો મારી સામે છે
કે જેનાથી
મારામાં આથડતા અહમનો કરવા ધાર્યો છે ભુક્કો.
સુંદર
અહમ છે શા માટે ? એ અહમને લીધે આત્મા જગતની કોઈ પણ વસ્તુને મારી કહેવા શા માટે ઈચ્છે છે ? … ત્યારે મારો અહમ ઉપકરણ સંગ્રહ કરી લાવે છે. તે જે કંઈ ભેગું કરે છે તેને મારું કહે છે અને તેને
અહમનો કરવા ધાર્યો છે ભુક્કો……………….વાત ગમી