સમજાવ મન – હર્ષ બ્રહ્મભટ્ટ

જ્યાં અને ત્યાં આમ ના રખડાવ મન,
તારું સરનામું ખરું સમજાવ મન.

કોણ, કોની, ભૂલ કાયમ ભોગવે ?
ક્યાંકથી તો કોઈને અટકાવ મન.

કોઈ સુખથી તું ધરાતું કાં નથી ?
રોજ દુઃખનાં ગીત ના ગવડાવ મન.

કોક દી તો જંપવા દે બે ઘડી,
રૂપ બદલી ના સતત લલચાવ મન.

પ્રાણ ને આ દેહની વચ્ચે રહી,
રોજ અંદર-બ્હાર ના ઝગડાવ મન.

તું જ સંસારી ને સંન્યાસી થતું,
બેઉ બાજુ આમ ના ભટકાવ મન.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મુક્કો – ધીરુ પરીખ
આપણે આપણા બાળકની નજરે – મોહમ્મદ માંકડ Next »   

11 પ્રતિભાવો : સમજાવ મન – હર્ષ બ્રહ્મભટ્ટ

 1. Manisha says:

  Simply Wonderful………….

  • Nikita patel says:

   તું જ સંસારી ને સંન્યાસી થતું,
   બેઉ બાજુ આમ ના ભટકાવ મન. aaj to life ni sachay chhe …..chhata man ne bhatktu atkavi sakatu nahi..,khare khar hrayday sprshi gazal. jay shree krishna.

 2. Sunil Patel says:

  વાહ, શું ગઝલના શબ્દો છે!
  બેત્રણ વખત વાંચતા વાંચતા તો લાગ્યું કે આ ફક્ત ગઝલ નથી પણ ગઝલના રૂપમાં છુપાયેલું તત્વજ્ઞાન કે ભજન કે પછી ફિલસુફી છે. વેદોમાં કહ્યા મુજબ જો આ મન પાસે થોડું આત્મજ્ઞાન (સમજ) આવે તો પછી ધીમે ધીમે એનું ભટકવાનું ઓછું થાય. શાસ્ત્રોમાં એનો ઉકેલ છે જ.

  વાત તો મારે આ ગઝલની જ આગળ કરવી છે. વાંચતા વાંચતા મને તો ગાવાનું મન થયું તો રાગ શોધતાની સાથે જ મળી ગયો. “નિકાહ” ની એ ગઝલ : दिलके अरमां आंसूओमे बह गए નો રાગ લગભગ બેસી ગયો, ફક્ત એક જ શબ્દ પહેલી પંક્તિમાં ઉમેરવાની ગુસ્તાખી કરીને. માફ કરશો ને આ બદલ, હર્ષભાઈ?

  એ શબ્દ છે: “તું”. અને તેને પ્રથમ પંક્તિમાં મુકીએ તો થાય “જ્યાં અને ત્યાં તું આમ ના રખડાવ મન”.

  હવે મારે ગઝલ ગાવી છે તો બસ આપ સૌને જય શ્રીકૃષ્ણ.

 3. નિરવ ભિંડૅ says:

  તત્મે મન શિવ સન્કલ્પમ અસ્તુ ||

 4. તું જ સંસારી ને સંન્યાસી થતું,
  બેઉ બાજુ આમ ના ભટકાવ મન.

  A truth, very well said …

 5. pragnaju says:

  કોક દી તો જંપવા દે બે ઘડી,
  રૂપ બદલી ના સતત લલચાવ મન.

  પ્રાણ ને આ દેહની વચ્ચે રહી,
  રોજ અંદર-બ્હાર ના ઝગડાવ મન.
  ખૂબ સરસ

  મનની શક્તિઓનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરી શકાય તે માટે બસ થોડી જાગૃતિ કેળવવાની છે. થોડાં સતર્ક રહેવાનું છે, થોડાં ક્રિએટિવ ને ઝાઝા બધા સંવેદનશીલ બની જવાનું છે. કેમકે કેટલું જીવીશું તે ભલે ઈશ્વરના હાથમાં હશે પણ કેવું જીવીશું તે તો આપણા મન-વિચાર અને વર્તન થકી આપણા જ હાથમાં છે.

 6. Dipti Trivedi says:

  સરળ છતાં ગહન અર્થ સાથે નિરુપાયેલી ગઝલ.

 7. dhiraj says:

  કોણ, કોની, ભૂલ કાયમ ભોગવે ?
  ક્યાંકથી તો કોઈને અટકાવ મન.

  આ શબ્દો નો અર્થ કવિના મન માં શું હશે તે ખબર નથી પણ હું એવું સમજ્યો કે મન પ્રભુ ની યાદ માં લીન બનતું નથી એટલે આત્મા નો મોક્ષ થતો નથી અને વારંવાર જન્મ ધારણ કરવો પડે છે ભૂલ મન ની અને સજા આત્મા ને થાય છે

 8. anil vyas says:

  ખરેખર બહુ જ સરસ ગઝલ.
  પરિપક્વતા આધ્યાત્મિકતા તરફ ગતિ કરાવે એ સાચુ લાગે.
  આભાર હર્સ સાહેબ.

 9. Jagruti Vaghela(USA) says:

  ખૂબજ સરસ ગઝલ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.