હરિગીત – રવીન્દ્ર પારેખ
[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]
હરિ, તમે તો જાતે થઈને દીવાસળી ના મૂકો,
અને પવન છો તો મારા પર હમણાં તો ના ઝૂકો !
હરિ, બેઉ આંખોનું મૂકો આંધણ તો શું થાય ?
ઊઠે આછી વરાળ ત્યાં તો ઝળઝળિયાં બંધાય,
એવામાં વરસાદ પડે તો કેમ ન હો એ સૂકો ?
હરિ, તમે દુષ્કાળ થવાનું કહીને બનતા રેલ,
જીવવાનું તો સમજ્યા, મરવાનું તો રાખો સ્હેલ,
હરિ, જેમ બીજું ભૂલો છો તેમ મને પણ ચૂકો-
માણસના સો વાંક હો તો પણ માણસ છે એ સમજો,
તોડફોડનો શોખ જ હો તો બીજી વસ્તુથી રમજો,
પણ, માણસ જો તોડી બેઠા તો ખુદ થાશો ભૂકો…
હરિ, તમે તો જાતે થઈને દીવાસળી ના મૂકો,
અને પવન છો તો મારા પર હમણાં તો ના ઝૂકો !
Print This Article
·
Save this article As PDF
કુદરતના રૌદ્ર સ્વરૂપ ની સામે માનવીની ફરિયાદ ખરેખર વ્યાજબી છે. માનવી આખરે માનવી છે , એની શક્તિ મર્યાદિત છે,
માનવી વિધિના હાથનુ પ્યાદુ છે, ગમેતેટલુ સદ્ગુણનુ જ્ઞાન હોય તોય એની અમર્યાદિત શક્તિ આગળતો માનવીને ઝુકવુજ
પડે છે પણ જગતનુ બેલૅન્સ કરવા માટેતો એને આબધુ કરવુ પડતુ હોય છે. હરિને ફરિયાદતો માનવી કરેછે -પણ માનવી
હરિની ઉપરવટ જવાના પ્રયત્ન કરી રહ્યો છે તેનુ શુ? હરિએતો શ્રુસ્ટિનુ ચક્ર ચલાવવાનુ છે.
સરસ કવિતા અને હરિને વિનવણી કરવાની રજુઆત હ્ર્યસ્પર્શી બની રહે એ સહજ છે….