છેલછબીલો ગુજરાતી – મીરા આસીફ

[‘ગુજરાત’ સામાયિક, દીપોત્સવી અંકમાંથી સાભાર.]

ઈશ્વરનું વરદાન તમે છો !
કેવું સુંદર ધ્યાન તમે છો !

સગપણના દરવાજા ખોલો,
જન્નતના દરવાન તમે છો !

જોબનવંતી મોસમ છલકે,
લીલીછમ્મ પહેચાન તમે છો !

રંગ રસીલી કુંજ ગલીમાં,
રજવાડી રસપાન તમે છો !

છેલછબીલો ગુજરાતી હું,
મોંઘેરું ગુલતાન તમે છો !

રોજ મઝારે દીપ સળગતો,
મઘમઘતું લોબાન તમે છો !

કેમ તને સમજાવું મીરા ?
મારા સૌ અરમાન તમે છો !

જન્મારો લાજે ના આસિફ,
આખર તો ઈન્સાન તમે છો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – ડૉ. મનોજ એલ. જોશી ‘મન’
કંજૂસ – યશવન્ત મહેતા Next »   

1 પ્રતિભાવ : છેલછબીલો ગુજરાતી – મીરા આસીફ

  1. sudhir patel says:

    ભાવનગરના કવિ-મિત્ર મીરા આસિફની સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.