ગઝલ – ડૉ. મનોજ એલ. જોશી ‘મન’
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]
કૂંડાળું મિટાવીને લીટી કરી છે,
સફરને અમે સાવ સીધી કરી છે.
વિકટ માર્ગની આબરૂ કાજ થઈને,
અમે ચાલ થોડીક ધીમી કરી છે.
‘નથી છોડાતી માયા….’ કહેવાને બદલે,
અમે પોતે પક્કડને ઢીલી કરી છે.
ગઝલને પરણવાના યત્નોમાં અંતે,
અમે વેદનાઓની પીઠી કરી છે.
અમારું તો સમજ્યા કે આદત પડી છે,
તમે કેમ આંખોને ભીની કરી છે ?
Print This Article
·
Save this article As PDF
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
very nice !! After a long time , i read a nice poetry ……beautiful
ખૂબ જ સરસ ગઝલ્
ખુબ જ સરસ……….. આંખો ભીંજવનારી ગઝલ