જરા મુસ્કુરાઈએ ! – મહેન્દ્ર બાબરિયા
[ રીડગુજરાતીને આ રમુજી ટૂચકાઓ મોકલવા માટે શ્રી મહેન્દ્રભાઈનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +97150 4237067 સંપર્ક કરી શકો છો.]
દુકાનદાર : ‘સાહેબ, તમે રોજ અમારી આ વર્તમાનપત્રો-સામાયિકોની દુકાને આવો છો; પણ કદી કંઈ લઈ જતા નથી, એમ કેમ ?’
ગ્રાહક : ‘તમને ખબર ન પડે તો હું શું કરું ?’
************
શિષ્યા : ‘ગુરુદેવ, કોઈ મારા રૂપની પ્રશંસા કરે, અને હું ખુશ થાઉં તો મને પાપ લાગે ?’
ગુરુદેવ : ‘ના બાલિકે ! કોઈ જૂઠું બોલે એમાં તમને પાપ કે પુણ્ય ન લાગે !’
************
અનિકેત નવું નવું ગુજરાતી શીખ્યો હતો, તેથી તે ‘ળ’ની જગ્યાએ ‘ર’ બોલી નાંખતો. એકવાર રસ્તામાં જતાં એને એનો એક મિત્ર મળ્યો. અનિકેતે એને કહ્યું :
‘અરે ! ગઈકાલે હું તારે ત્યાં જ મરવા આવતો હતો; સારું થયું કે તું અહીંયા જ મરી ગયો…. નહીં તો ક્યારે મરતો ?’
************
પતિ : ‘ડાર્લિંગ, તારા માટે એક મસ્ત વાંદરાનું બચ્ચું લાવતો હતો પણ કસ્ટમ ઑફિસરે જ એ લઈ લીધું !!’
પત્ની : ‘કશો વાંધો નહિ ! મારે તો તમે આવી ગયા એટલે બધું જ આવી ગયું !!’
************
એક કબર પર અનિકેત પોક મૂકીને રડતો હતો. એ જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો :
‘અરેરે… તું હોત તો મારી આવી દશા ન હોત ! તું….હોત…. તો….’
મગને પૂછ્યું : ‘પણ આ કબર કોની છે ?’
અનિકેત : ‘મારી પત્નીના પહેલા પતિની !!’
************
કર્મચારી : ‘સાહેબ, રસ્તા પરના બધા જ ખાડા ખોદાઈ ગયા છે, આ માટીનું હવે શું કરીએ ?’
પ્રધાન : ‘અરે એટલી ખબર નથી પડતી, ડફોળો ! બીજા ખાડા ખોદી તેમાં આ બધી માટી નાંખી દો !’
************
પતિ : ‘જો સુનિતા, આ પપ્પુડો વાંદરા પર બેસવાની જીદ કરી રહ્યો છે….’
સુનિતા : ‘તે થોડીવાર તમારા ઉપર બેસાડશો તો કંઈ નાના નહીં થઈ જાઓ….!’
************
બસમાં ચિક્કાર ગીર્દી હતી. છગન બસમાં ચઢીને એક હાથમાં છત્રી અને બીજા હાથમાં બસનો ડંડો પકડીને ઊભો હતો. એટલામાં કંડકટર આવ્યો અને તેને ટિકિટ લેવા જણાવ્યું.
છગને કહ્યું : ‘આ છત્રી પકડો….’
કંટકટરે કહ્યું : ‘હું શું કામ પકડું ?’
છગન કહે : ‘તો મારા ખિસ્સામાંથી હાથ નાંખીને પાકીટ કાઢી લો !’
કંટકટર કહે : ‘હું કોઈના ખિસ્સામાં હાથ ના નાખું…’
છગન કહે : ‘લો ત્યારે એક કામ કરો…. આ ડંડો પકડી રાખો !’
************
આર્ટગેલેરીમાં એક મહિલા એક ચિત્ર બતાવીને ચિત્રકારને કહી રહી હતી : ‘ખરેખર… આ તો જબદજસ્ત ચિત્ર છે…. અદ્દભુત છે….’
ચિત્રકાર : ‘માનવહૃદયની ઊર્મિઓ ઉપર આઘાત લાગે તેવાં સંવેદનોનો પ્રત્યાઘાત આલેખતું આ ચિત્ર છે !’
મહિલા : ‘ઓહ એમ ! હું તો એમ સમજતી હતી કે આ તો જલેબી પર રસગુલ્લો મૂક્યો છે !’ ચિત્રકાર સાંભળતાથી સાથે જ ઢળી પડ્યો….
************
મગન : ‘યાર છગન, તેં સવા લાખ રૂપિયાની જીવનવીમાની પોલિસી રદ કેમ કરાવી દીધી ?’
છગન : ‘તો શું કરું ? જ્યારથી વીમો લીધો ત્યારથી મારી પત્ની બધાને કહેતી ફરતી હતી કે મારા પતિનું તો હાથી જેવું છે….. જીવતો લાખનો અને મરે તો સવાલાખનો !’
************
એક મકાનમાં કબાટ અંદર લઈ જવા માટે બે મજૂરો કબાટને અંદર તરફથી ખેંચતા હતા. એવામાં રસ્તા પરથી છગન-મગન પસાર થયા. તેમણે આ જોયું એટલે તેઓ પણ મદદ કરવા લાગ્યા. સવા કલાકને અંતે ચારેય જણ પરસેવે રેબઝેબ થઈ ગયાં. મજૂરો અકળાઈ ઊઠ્યાં અને બોલ્યા :
‘હદ છે…. આ કબાટ કેમ અંદર જતું નથી ?’
છગન-મગન : ‘હે ભગવાન ! કબાટ અંદર ધકેલવાનું હતું ? અમને તો એમ કે બહાર કાઢવાનું હતું !’
************
સેક્રેટરી : ‘સાહેબ, આ વર્ષે આપણી કંપનીની બેલેન્સ-શીટ નફો દર્શાવે છે….’
સાહેબ : ‘અરે વાહ ! ખૂબ સરસ. તો હવે એક કામ કરો કે આ બેલેન્સ-શીટની દશેક ઝેરોક્ષ કોપી કરાવી રાખો…’
સેક્રેટરી : ‘સોરી સાહેબ ! એમ કરીશું તો તો પાછા ખોટમાં આવી જઈશું !’
************
રેલ્વે સ્ટેશનની પૂછપરછની બારીએ એક અટકી-અટકીને બોલતો માણસ આવ્યો : ‘સા..હે…બ, ગુ..જ…રા…ત…… મે..ઈ…લ… મ…ળી….જ….શે…..ને….. ?’
સાહેબ બોલ્યાં : ‘જો…મ….ને…પૂ..છ..વા…… રો…કા…યા….. ન….. હો…ત…. તો… જ…રૂ…ર.. મ…ળી… ગ…યો…હો….ત !’
************
એક ભાડૂઆતે રાત્રે બાર વાગ્યે મકાનમાલિકનું બારણું ખટખટાવ્યું. મકાનમાલિકે બારણું ખોલ્યું એટલે ભાડૂઆત બોલ્યો :
‘મારી નોકરી છૂટી ગઈ છે, એટલે આવતા માસનું ભાડું તમને નહિ આપી શકું.’
માલિક : ‘પરંતુ આ વાત તો તમે મને આવતીકાલે સવારે પણ કહી શક્યા હોત…’
ભાડૂઆત : ‘હા…. પણ મને થયું કે હું એકલો જ ચિંતા શા માટે કરું ?’
************
કર્મચારી : ‘સાહેબ, તમને મારી જોડે જમવામાં વાંધો છે ?’
સાહેબ : ‘ના…રે, એમાં શું વાંધો હોય, ઉલ્ટાનું એ તો ખુશીની વાત છે.’
કર્મચારી : ‘બસ ત્યારે, ઠીક છે ! કાલે બાર વાગે હું તમારે ત્યાં જમવા આવી જઈશ…..’
************
છગન : ‘હું તો ભાઈ સોમથી શનિ કંઈ જ કામ કરતો નથી.’
મગન : ‘એમ ? તો રવિવારે શું કરો છો ?’
છગન : ‘ભલા માણસ ! રવિવારે તો એક રજા જોઈએ ને !’
************
‘કાં કડકાસિંહ બાપુ, આ મોબાઈલ નવો લીધો કે શું ?’
‘ના..ના… ઈ તો એક દોસ્તારનો છે….’
‘દોસ્તારનો મોબાઈલ તમારી પાસે ક્યાંથી આવ્યો ?’
‘ઈ જ્યારે મળે ત્યારે કહેતો હતો કે બાપુ, તમે મારો ફોન તો ઉપાડતાં જ નથી…. તો આજે ઉપાડી લીધો !’
************
શિક્ષિક : ‘બેબી, તારા પપ્પાનું નામ શું છે ?’
બેબી : ‘હજી નામ નથી પાડ્યું ! હમણાં તો લાડમાં પપ્પા જ કહું છું…..’
************
Print This Article
·
Save this article As PDF
teh padigayo
એકદમ સરસ….. મજ્જા આવિ ગઇ..
કડકાસિંહેતો જલસા કરાવી દીધા.
એકદમ સરસ….. મજ્જા આવિ ગઇ.
ગ્મ્યુ.
KHUB SARAS MORE
Fresh n Humorous!!!!!!!!!
Toooooo much gooooodddddd
I just loved it. Thanks its nice.
નવો ફ્રેશ સ્ટોક. મજા આવી ગઈ.
આભાર,
નયન
વાહ …. અનિકેતના ગુજરાતીએ મઝા કરાવી દીધી….
હાહાહાહા…!!!!!!
પ્રિય મહેન્દ્રભઇ
આવા સરસ જોકસ વાચ્હિ ને ખુબજ મઝા આવિ.
ટેસ્ડો પડિ ગયો…………………..
મિત્રોને નમ્ર વિનંતી કે, YouTube ઉપર દિનકર મેહતાનાં જોક્સ (Search for – Dinkar Mehta Jokes) સાંભળવા. ખુબ મજા આવશે. આભાર.
Good ones 🙂
મજા આવી ગઈ
બધા જોક્સ સરસ. પન ચિત્રકાર વાલો જોક્સ તો …. great sense of humar.. thanks
teacher – student ne 001 dial karavathi su thay
student- police ni jeep reverse ma aave