આવકાર – તંત્રી
પ્રિય વાચકમિત્રો,
છેલ્લા ઘણાં દિવસોથી આપના નિયમિત વાચનમાં ખલેલ પડી હશે. હું સમજી શકું છું કે આપ કેટલી આતુરતાથી નવા લેખોની રાહ જોઈ રહ્યા હશો. અનેક વાચકમિત્રોના ઈ-મેઈલ અને ફોન મળ્યા. ઘણા વાચકમિત્રોએ જણાવ્યું કે વાંચ્યા વગર અમારો દિવસ સારો નથી જતો. મારા મનમાં પણ એમ જ હતું કે હવે જેમ બને તેમ જલદીથી બધું પાછું શરૂ થઈ જાય તો સારું ! પરંતુ અનેક ટેકનિકલ સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવે અને ફરીથી તેનું પુનરાવર્તન ન થાય એ માટે આ લાંબી પ્રતિક્ષા કરવી અનિવાર્ય હતી. શેના કારણે આ સમસ્યા ઉદ્દભવી ? ચાલો, આપ સૌને માંડીને વાત કરું.
‘રીડગુજરાતી’ વેબસાઈટ જેની પર મૂકવામાં આવી છે તેને તકનીકી ભાષામાં ‘સર્વર’ કહે છે. પરંતુ આ સર્વરનો પ્રકાર ‘Shared Hosting’નો છે. એટલે કે સરળ શબ્દોમાં આપણે તેને મુંબઈની ચાલી કહી શકીએ. આ પ્રકારના સર્વર પર સેંકડો વેબસાઈટ એક સાથે હોય છે. બધાને સર્વર પરના સાધનોનો થોડોક ભાગ મળે છે. દરેકનું કાર્યક્ષેત્ર અને જરૂરિયાત મર્યાદિત હોય છે. ખાસ કરીને નાનકડી વેબસાઈટો માટે આ વ્યવસ્થા વધુ અનુકૂળ છે. જ્યારે રીડગુજરાતીની શરૂઆત હતી ત્યારે પ્રમાણમાં લેખો અને પ્રતિભાવો મર્યાદિત હતા. આથી એ સમયે આ વ્યવસ્થા યોગ્ય હતી. એ પછી લેખો અને પ્રતિભાવોનું પ્રમાણ સતત વધતું ગયું અને જ્યારે ત્રણ વર્ષ પછી 2400થી પણ વધુ લેખો થઈ ગયા ત્યારે એક દિવસ વેબસાઈટ અચાનક બંધ થઈ ગઈ. એ સમયે પ્રશ્ન ઊભો થયો હતો કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ શું કરવો ? આથી, કામચલાઉ ધોરણે ‘રીડગુજરાતી’ને બે વિભાગમાં વિભાજીત કરવામાં આવી. જે લેખો અગાઉ પ્રકાશિત થયા હતા તેને ‘સંગ્રહિત લેખો’ એવું નામ આપવામાં આવ્યું. એ ‘સંગ્રહિત લેખો’ના વિભાગમાં પ્રતિભાવો મૂકવાની વ્યવસ્થા બંધ કરવામાં આવી જેથી સર્વરને બહુ તકલીફ ન પહોંચે. નવા પ્રકાશિત થનારા લેખોને ‘નવા લેખો’ એવું નામ આપવામાં આવ્યું. હમણાં સુધી આ ‘નવા લેખો’માં જ આપણે રોજેરોજ નવા લેખો માણતા હતા.
આ ફેબ્રુઆરી માસની શરૂઆતમાં એ નવા લેખોની સંખ્યા પણ 1200ને આંબી ગઈ. આ રીતે રીડગુજરાતી પર કુલ 3600 જેટલા લેખો અને 60,000 જેટલા કુલ પ્રતિભાવો થઈ ગયા. આટલી મોટી વેબસાઈટને ‘Shared Hosting’ ના સર્વર પર ચલાવવું હવે અશક્ય બની ગયું. વળી, સર્વરની સુવિધા આપતી કંપનીએ પોતાના નીતિનિયમોમાં ફેરફાર કર્યો અને તમામ વજનદાર વેબસાઈટોને અન્યત્ર ખસેડવાની કે મોંઘા સર્વર લેવાની સૂચના આપી દીધી. આ બધા કારણોસર, આપે અનુભવ્યું હશે કે ‘રીડગુજરાતી’ થોડોક સમય ખૂલીને પછી તુરંત બંધ થઈ જતી હતી; તથા આ જ કારણોસર ‘This account has been suspended’ એવો સંદેશો આપવામાં આવતો હતો.
હવે જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો હોત તો ‘સંગ્રહિત લેખો’નો એક બીજો જુદો વિભાગ ઊભો કરીને નવા લેખોનું પ્રકાશન કાર્ય શરૂ કરી શકાયું હોત. પરંતુ આમ કરવાથી પ્રકાશિત થતા તમામ લેખો નાના-નાના ટૂકડાઓમાં વહેંચાઈ જાય તેવી શક્યતા હતી. વળી, આ જ સમસ્યાનો બે વર્ષ બાદ ફરીથી સામનો કરવો પડે, એ નફામાં ! આથી, કોઈ ચોક્કસ કાયમી ઉકેલ જરૂરી હતો. આ ઉકેલની શરૂઆત રૂપે સૌપ્રથમ અગાઉ પ્રકાશિત થયેલા તમામ લેખો અને પ્રતિભાવો સહિત પૂરેપૂરી વેબસાઈટનું ‘Backup’ લેવામાં આવ્યું. ત્યારબાદ પ્રોગ્રામિંગની કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને દૂર કરવામાં આવી. એ પછી સર્વર બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો અને આ ચાલીમાંથી નીકળીને એક મોટું ઘર લઈ શકાય એવી કોઈક યોજના વિચારાઈ. પરંતુ આપ સૌ જાણો જ છો કે આજકાલ મકાનના ભાવ કેવા છે ! જેવા મકાનના ભાવ એવા નવા સર્વરના ભાવ ! એટલે ઉપાય શું કરવો ?
ચોવીસ કલાકના સંશોધન બાદ મધ્યમ માર્ગ તરીકે એક નવી કંપનીમાં થોડીક સારા પ્રકારની ચાલી નોંધાવી. અર્થાત, નવા સર્વર પર શ્રીગણેશ કર્યા. આમ કરવામાં બીજા 48 કલાકનો સમય વ્યતિત થયો. આપ હાલમાં આ જે વાંચી રહ્યા છો તે નવા સર્વર પરથી વાંચી રહ્યા છો. પરંતુ આપે નોંધ્યું હશે કે અગાઉના લેખો અને પ્રતિભાવો ગાયબ છે ! એનું કારણ એક જ, કે સમસ્યા તો હજી ત્યાંની ત્યાં જ હતી. 60,000 પ્રતિભાવો અને 3600 લેખોનો સમાવેશ આ નાનકડી ચાલીમાં કરવો કેવી રીતે ? સામાન્ય સર્વર પર મૂકીએ તો બધું એક સામટું પાતાળ ભેગું થઈ જાય ! એ ઉપરાંત, રોજ પ્રકાશિત થતા લેખોની સમસ્યા તો ઊભી જ રહે. થોડીક ક્ષણો માટે એમ થયું કે નવા લેખોનું પ્રકાશન શરૂ કરી દઈએ અને આજ સુધીના જૂના તમામ લેખો PDF ફાઈલ રૂપે ડાઉનલોડ કરી શકાય એવી સુવિધા મૂકીએ. પરંતુ એમાં અનેક સમસ્યાઓ હતી. એમ કરવા જતાં મહિનાવાર PDF ફાઈલો તૈયાર કરવી પડે. વળી, એમાં સળંગ અનુક્રમણિકા બની શકે નહિ. વાચકોને અમુક જ પ્રકારના લેખો જોઈતા હોય તો શોધવામાં ઘણો સમય વ્યતિત થાય. તદુપરાંત તેમાં સ્લાઈડ-શૉ કે ચિત્રો મૂકવાનું કાર્ય ઘણું વિકટ થઈ પડે. આ રીતે, છેલ્લા ઉપાય તરીકે આ વિચારને બાજુએ રાખવામાં આવ્યો.
અંતે થયું કે હવે જુદુ ઘર તો લેવું જ પડશે. એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જે ‘Shared Hosting’ નો વાર્ષિક ખર્ચ રૂ. 5000 હતો, એની સામે જુદું ઘર લેવાનો (Virtual Private Server) રૂ. 15,000 વાર્ષિક ખર્ચ થતો હતો જે થોડોક વધારે હતો પરંતુ જરૂરી હતો. હજુ એનાથી મોટો (Dedicated Servers) રૂ. 30,000નો બંગલો પણ લઈ શકાય, પરંતુ એ જરા વધારે પડતું હતું. આ તમામ શક્યતાઓની યથાયોગ્ય ચકાસણી કરવામાં બીજા ચોવીસ કલાક વ્યતિત થયા. છેવટે ગઈકાલે ‘Virtual Private Server’ લેવાનું નક્કી કર્યું અને એ દિશામાં પહેલું પગલું ભર્યું. હવે આ નવા મકાનનું રંગરોગાન થતાં હજુ બીજા 48 કલાક વીતશે પરંતુ ત્યાં સુધી આપણે અહીં રોજ નવા લેખો માણતા રહીશું. આ રીતે, નવા લેખોનું પ્રકાશન આવતીકાલથી (મંગળવાર) શરૂ કરવામાં આવશે. કદાચ વચ્ચે જ્યારે નવા મકાનમાં સ્થળાંતર કરવાનું થાય ત્યારે આપણે એકાદ-બે દિવસ વિરામ લઈશું. પરંતુ આપણો નિત્યક્રમ આવતીકાલથી રાબેતા મુજબનો રહેશે. (નવા સર્વર પર તમામ ડેટા સ્થળાંતરિત કરવાનો હોવાથી, સાઈટના અન્ય વિભાગો હાલ પૂરતાં ફક્ત બે-ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે.)
ઘણા વાચકમિત્રોને એમ થશે કે આ બધું જાણીને અમને શું ફાયદો ? પરંતુ જે વાચકમિત્રો રીડગુજરાતીને યોગદાન કરી રહ્યા છે તે સૌ મિત્રોને તમામ પરિસ્થિતિથી વાકેફ કરવાની હું મારી ફરજ સમજું છું. તથા જે વાચકમિત્રો આ શુભકાર્યમાં યોગદાન કરવા ઈચ્છતા હોય તેમને પણ હૃદયથી આવકારું છું. રીડગુજરાતીની તમામ પ્રવૃત્તિઓમાં અનેક વાચકોનો સહયોગ રહ્યો છે. આ સૌ વાચકમિત્રો મારા માટે એક પરિવાર સમાન છે. શુભ વાચન માટેની તેમની પિપાસા મારે મન સમય જેટલી જ મૂલ્યવાન છે. આથી, સૌ વાચકમિત્રોને થયેલી અસુવિધા માટે ક્ષમા ચાહીને આપ સૌને પુનઃ રીડગુજરાતી પર આવકારું છું…..
આપ સૌને પ્રણામ.
લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી.
shah_mrugesh@yahoo.com
Print This Article
·
Save this article As PDF
saras information api j ame janta na hoie te amne samjavyu n e pan saral shabd ma… ok nice. gamyu aa janvu pan.
મૃગેશભાઈ,
એકદમ સુંદર માહિતી આપવા બદલ અભિનંદન.
મને ખબર છે કે આ બધી તકલીફ કેવી હોય છે.
u must not say sorry to us……
because u don’t know how much u r helping us ….
ya it’s true….because of u…me and many other who r far 4m Gujarat can able to connect ourselves with our MATRUBHUMI AND MATRUBHASHA…
thanks
and congrates 4 new house 4 our site….may i say our site????????????
વાચકોની આટલી બધી કાળજી લેવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
– Hardik Doshi
માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
આતુરતાથી નવા લેખોની રાહ જોઈ રહ્યા
આ માત્ર અલ્પવિરામ છે પુર્ન વિરમ નથી……………
Carry On………..
આ બધી માહિતી આપી તમારી સમસ્યા અમારી સાથે વિસ્તારપૂર્વક ચર્ચી એ બદલ આપનો ખુબ ખુબ આભાર, મૃગેશભાઈ.
માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
આતુરતાથી નવા લેખોની રાહ જોઈ રહ્યા
આભાર, શ્રી મૃગેશ્ભાઈ, છેવટે, આપ પણ બધી મુશ્કેલીમાથી બહાર આવ્યા અને અમારી જ્ઞાનપિપાસાનો અંત આવ્યો, ફરી વાર આપનો આભાર………….
samjvu saru lagyu .thanks
વકેફ કરવા બદલ આભાર્
ઘણા વરસોથી વેબસાઈટ ઉપર લેખો જોઈએ છીએ અને ઈમેલનો પણ ભરપુર ઉપયોગ કરીએ છીએ, પણ સર્વર એટલે શું તેની પુરી વ્યાખ્યા કે જાણકારી નહોતી, તે તમારા લેખથી જાણવા મળી. તેમાં પણ તમે જે ચાલી અને બંગલાની ઉપમા આપીને જે સમજાવ્યું તેનાથી તો એકદમ બહુ સરસ રીતે બરાબર સમજાઈ ગયું. આવી જાણકારી આપવા બદલ તમારો આભાર અને હવે નવા નવા લેખો આવતા રહેશે તે જાણી વધારે ખુશી થઈ.
Being a teacher, I know the imporatance of INDIRECT way of explanation and It is VERY fruitful…The last man can understand the thing/situaion and at the same time the literate one can have in depth understanding.. This is what YOU have done…..No sorryyy… Only Thanks and Congratess…
સૌ એ લેખ વિશે અભિપ્રાય આપ્યો પણ કોઇએ મુદદાની વાતા ના કરી કે અમે આના માટે કઁઈ યોગદાન જોઈએ તો આપીશુઁ.
નમસ્તે હિઁમતભાઈ,
આપનો આભાર.
ફક્ત આપની જાણ માટે, વર્ષોથી રીડગુજરાતીના સૌ વાચકમિત્રોનો સહકાર હંમેશા મળતો રહ્યો છે અને અત્યારે પણ મળી રહ્યો છે. સ્વાભાવિક છે કે યોગદાન આપનાર મિત્ર પોતાનું નામ જણાવવા ન ઈચ્છતા હોય, માટે તેમ હોઈ શકે છે.
ધન્યવાદ.
લિ.
તંત્રી, રીડગુજરાતી.
આભાર આપનો માહિતિ બદલ.
ફરજનું પાલન કર્યું તે આવકારવાદાયક છે. તે બદલ આભાર. અમુક સમય પહેલાંના પ્રતિભાવો રાખવાનો અર્થ શું.? ભૂલીજા ભૂતકાળ વર્તમાનને સુધાર…..
dear friends,
tanrtee nee nondh aapne vachi, aapane samjavava mate aapene teno aabhar pan manyo. readgujarati.com aapne
badha ne game pan chhe, te pan aapane janvyu,pan tantree no mukhy mudo rs.30000 tene kharch mongho pade chhe, te veeshe aapnai kai FARJ kharee ke nahi? lakho gujaratee vachak mate aa rakam ketli nanee ganay. To aa babte aapne tene paisa nee chinta ma thi mukt karee sakie ta veeshe kaik veechare to saru. PLEASE MAREE VAT KAIK VEECHARSO. ANE PAISA NE KARNE TANTREE HERAN N THAY TEVU KAIK KARIE. tanteeshree upar chokhvat karee chhe,te tenee khandanee chhe.
JAY GARVEE GUJRATEE.
ઓ ગુજરાતીઓ,
રીડ ગુજરાતી વેબસઈટ કાંઈ એકલા મ્રુગેશભાઈનીજ થોડી કહેવાય ? તો શું આપણી વેબસાઈટ કાયમ માટે નાની-મોટી ચાલીઓમાં રહેશે? આ નવું પણ ઘર ખાલી કરવું પડે એ પહેલાં એને બંગલો લઈ આપીએ તો કેવું ? રુ.૩૦૦૦૦/- ની વાત કાંઈ મોટી ના કહેવાય. ચાલો..હું ટહેલ નાખું અને રુ.૫૦૧/- થી શરુઆત પણ કરું.કોણ કોણ જોડાશે મારી સાથે..?
I am with you!
હા ભાઈ હુ પણ તમારા સાથે …….યોગેશ ભાઈ
અમારા ગામમાં એક ધમાકાકા હતા. એ સારા કામ માટે ફંડ-ફાળો ભેગો કરી દેતા પણ એને પુછીયે કે કાકા તમે શું નોંધાવ્યું તો કહેતા “પછી પછી.”
Thank You
I Waiting Everyday For New Story
પ્રિય મૃગેશભાઈ, નમસ્તે.
આપની સેવા અને સૌજન્યતા માટે મારી પાસે યોગ્ય શબ્દો નથી. આ 72 વર્ષની વ્યક્તિ પોતાની જાતને પૂ. પાદ મોરારીબાપુના અનુયાયી તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવે છે. આપની સેવાથી બાપુના અનન્ય પ્રસંગોનો રસાસ્વાદ કરી અને કરાવી શક્યો છું. આપના પ્રગટ થયેલ લેખોમાંથી કેટલાક સ્થાનિક ગાયત્રી પરિવારના પ્રજ્ઞા સંચાલનમાં મૂળભૂત મુદ્દા સરળતાથી સમજાવવામાં સહાયક થઈ પડે છે.
હું તો સ્થાનિક નાગરિક તરીકે વર્ષોથી અહીં વસ્યો છું. આપની આર્થિક તકલીફમાં ભારતમાં રહેતો મારો પુત્ર આપને કઈ રીતે સહાયક થઈ શકે એનો સંકેત મારા ઈમેલ ઉપર (Personally) કરવા તકલીફ લેશો તો આભાર. શક્ય રીતે સહાયક થવાનું અમને ગમશે.
આપના સૂચનની અપેક્ષામાં.
ધનસુખભાઈ પટેલ કૅબ્રિંજ, કૅનેડા
Namaste Dhansukhbhai,
If you or your son wishes to make monetary donation, you may follow the below mentioned link:
http://www.readgujarati.com/donation/
કોઇ પણ મેગેઝીન સબસ્ક્રીપશનનાં રુપિયાનો હિસાબ માંડીએ તો પણ આપણને ખ્યાલ આવે જ કે, રીડગુજરાતીની સેવા કોઇ નાનું કામ તો નથી જ.
જો કે મારું માનવું છે કે રીડગુજરાતીને લગભગ દરેક વાચક મિત્ર, દિલથી અમુક રકમ (ફુલ નંઇ તો ફુલની પાંખડી) આપતાં જ રહેતાં હશે.
અને હજુ વધારે લોકો સહકાર આપવા જોડાશે જ. અહિંની મોટાભાગની કમેન્ટ આવી ટહેલ માટે જ છે. સરસ વાત.
કહેવત છે ને કે ‘આદર્યા કામ અધૂરા રહેતા નથી’.
મૃગેશભાઇ, તમારી બધી તકલીફો જલ્દીથી જલ્દી દૂર થાય એ જ પ્રભુને પ્રાર્થના.
ઘણો લાંબો વિયોગ.. પણ! આપે સાહિત્ય સેવાની જે ધૂણી ધખાવી છે એ અનન્ય છે. સમયની સાથે સાથે આર્થિક ભોગ આપવો પડે એ સમજી શકાય.
આપની સેવાને બિરદાવવા શબ્દો નથી.
બ હુ સ ર સ please send me easy gujrati LIPI
ગુજરાતી લખવા માટે………..
(૧) http://service.monusoft.com/GujaratiTypePad.htm
(૨) http://demo.vishalon.net/GujaratiTypePad.htm
(3) http://www.lipikaar.com/gujarati
ર્રીડ ગુજરાતી વગર મજા નથી આવતી.માત્રુભાષાની આટલી સારી પ્રવ્રુત્તિ ચાલતી જ રહે અને ખુબ પ્રગતિ કરે તેવી ભગવાનને
પ્રાર્થના.
Dear Mrugeshbhai,
thanks for yr clarification. i hope yr. good sevices to gujarti community by providing excellent work will not stop for want of funds. Tame Mago to Malshe Ane nahi mago to nahi male. – & there is nothing wrong for asking for noble cause . -.Govind Shah
નવા ઘર નિ શુભછા
અભિનન્દન્…….કેવુ સરસ તમે સમજાવ્યુ
ખુબ આભાર, મૃગેશભાઈ.
you are doing so nice work…great..keep it up..Best of luck
સર્વર એટલે શુ તે આજે બરાબરનુ સમજાઈ ગયુ. એક સૂચન કરવાનુ મન થાય છે કે કોમ્પ્યુટર દુનીયાની આમ રસપ્રદ રીતે જાણકારી મળે તેવો અલાયદો વિભાગ શરુ કરો તો સ્રારુ.
શ્રી મૃગેશભાઈ આપ કયાંક પ્રગટ થયેલા લેખો જ કેમ મૂકો છો?
ખૂબ સરસ મૃગેશભાઈ,
તમે વેબ પર જે વાચનસામગ્રી પીરસો છો, તેનો માસિક અંક બહાર પાડો.તેવી આશા વ્યકત કરું છું.