તોરણ – નાનાભાઈ હ. જેબલિયા
[‘ધક્કો’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
‘ઓહો ! આવો, આવો, ભાભી !’ જશુભાભીને જોઈને હીરાલાલ અરધા અરધા થઈ ગયા, ‘મને ખબર હતી કે જશુભાભી આવશે જ’ હીરાલાલે હાથમાં રાખેલાં સૂડી-સોપારી, ઝૂલા પર રાખેલી ચાંદીની નકશીદાર પાનપેટીમાં મૂકી અને આછું, આત્મીયતાભર્યું હસીને ઝૂલાને પગનો હળવો ઠેલો માર્યો. ઝૂલાની મૂલ્યવાન સાંકળોનાં મોર, પોપટ, હાથી, ઘોડા ખણખણી ઊઠ્યાં.’ હીરાલાલ વળી પ્રસન્ન થયા, ‘બેસો ભાભી !’
જશુબહેનને આનંદ થયો. સૂર્ય ઈન્ડસ્ટ્રીઝના કરોડપતિ એવા હીરાલાલ ખુદ ઊભા થયા અને જશુભાભી માટે પાણીનો ગ્લાસ લઈ આવ્યા. જશુબહેન રળિયાત થઈ ગયાં. એમણે વિચાર્યું કે દુનિયા ગમે તે બોલે, બાકી હીરાલાલ અમારા કુટુંબ માટે હીરો જ છે. આટલો બધો પૈસો છતાં નોકરને બદલે ખુદ પાણી ભરવા ઊભા થયા ! અમારા કુટુંબ માટે કેટલો આદર ! કેવી મમતા ! આટલો વૈભવ હોવા છતાં હજી પણ એમની માયા એવી ને એવી જ છે. નસીબ હશે તો નિલાનાં લગ્ન સુંદર રીતે ઉજવાશે. એના હીરાકાકા છે ને ! નિલાનાં લગ્નનાં કપડાં, દાગીના અને ચીજવસ્તુઓ હીરાભાઈ તરફથી જ થઈ જશે. હું નિલાના લગ્નની વાત કરીશ એટલે હીરાલાલ કુમળાઈ જશે અને કહેશે કે ‘આનંદ કરો ભાભી ! નિલા મારી પુત્રી છે. મારા પરમ મિત્ર રમણભાઈની પુત્રીના લગ્નમાં હું કચાશ રાખીશ ? વાત કરો મા ભાભી ! મારે તો બધો પ્રતાપ મારા એ દિવંગત મિત્રનો. એની સલાહથી હું મુંબઈ આવ્યો. એણે બતાવેલો બિઝનેસ કર્યો અને એની જ ભલામણથી મને મોટા મોટા માણસોનો સાથ મળ્યો. મારી ઈન્ડસ્ટ્રી આજે ધમધમે છે… શું કહું ભાભી ? ભગવાને ઘણો પૈસો આપ્યો છે. અત્યારે કરોડપતિ છું પણ, અફસોસ એ વાતનો છે કે મારા મિત્ર આજે હાજર નથી. જો થોડાં વરસ જીવ્યા હોત તો મારી રખાવટ એ જોઈ શકત પણ…’
‘ચાલ્યા કરે, ભાઈ !’ જશુબહેન મનોમન ગળગળાં થયાં, ‘હરિના હાથની વાત. તમે અમારું આમ તો ખૂબ રાખ્યું છે. આજે મારા બે દીકરા અને દીકરી નિલા, સૌ કૉલેજ સુધી ભણી શક્યાં એમાં તમારી મદદ વગેરે અમને મળ્યાં જ છે ભાઈ !’ પળ અટકીને જશુબહેને ઉમેર્યું, ‘અને હીરાભાઈ ! હવે તો મારું નાવડું ઢબઢબી ને કાંઠે આવ્યું છે. નિલા નોકરી કરે છે. જમાઈ પણ નોકરીમાં છે. મારો આ પ્રથમ પ્રસંગ છે. સૌ હાથ હાથ કરશે તો મારા બે પુત્રોનાં લગ્ન પણ આ પછી થઈ જશે.’
‘બેસો, હું આવ્યો’ કહીને હીરાલાલ જશુભાભીના આગમનના સમાચાર આપવા અંદર ગયા. જશુબહેનની વિચારતંદ્રા તૂટી. તેઓએ હીરાલાલના વૈભવથી ઝળઝળતા આખા ખંડમાં નજર ફેરવી.
‘બા, વૈભવી માણસોને તું ઓળખતી નથી.’ જશુબહેન ઘેરથી નીકળ્યાં ત્યારે પુત્રીએ એને સાવધાન કરેલાં, ‘આપણી પાસે પૈસા નથી એ બરાબર પણ એથી કરીને આપણે કાંઈ ભિખારી નથી…. હીરાકાકા પાસેથી પૈસા વ્યાજે લાવજે. અમે ચૂકવી દઈશું.’
‘એવુંય શું કામ ?’ નિલાનો ભાઈ શ્રેણિક બોલ્યો, ‘બા પાસે આઠ દસ તોલા સોનું છે એ લેતી જાય. ગીરો મૂકીને રૂપિયા લઈ લેવાના. દાગીના હું છોડાવી લઈશ. મારી તો ભલામણ છે કે હીરાકાકાને જ દાગીના પર નાણાં આપવાની ભલામણ કરવી એટલે એમની મૂંઝવણ મટે.’
‘જો શ્રેણિક !’ પુત્રના માથા પર હાથ મૂકીને જશુબહેન બોલ્યાં, ‘હીરાકાકા એવું કરવા ન દીસે. તારા પિતાના પ્રતાપે એ કરોડપતિ બન્યા છે. ભાઈબંધની પુત્રીને એ બધું જ આપશે, એનેય સમાજની વાહ વાહ મળે ને !’
‘ના….બા !’ નિલા બોલી, ‘તને ત્યારે નવા જમાનાની બદલાયેલી હવાની ખબર જ નથી. ઉપકાર, રખાવટ, માયા, મમતાનાં મૂલ્યો બદલાઈ ચૂક્યાં છે. જે માણસ પૈસાદાર થાય છે એ આખેઆખો નક્કર થઈ જાય છે. એનામાં પ્રેમ, દયા, કરુણા, રખાવટ જેવી વસ્તુઓ સમાઈ શકતી નથી. આ બધા માટે માણસમાં થોડુંક પોલાણ જોઈએ. પૈસાદારોમાં આવાં પોલાણ હોતાં જ નથી. માટે સો વાતની એક વાત, તું દાગીના લઈને જ જા. જે વાત કરવાની એ દાગીના ઉપર જ કરવાની.’
‘ઓહ ! દાગીના ગીરો મૂકી દઉં, પછી ?’ અત્યારે હીરાલાલના ખંડમાં બેઠેલાં જશુબહેન મનોમન વલોવાતાં હતાં. હજી તો બંને પુત્રોનાં લગ્ન બાકી છે. બે લગ્નનો સાધારણ ખર્ચ પણ એક લાખ થાય, આ પછી વાલની વીંટી પણ ઘરમાં નથી રહેતી !’
‘બેટા !’ જશુબહેને શ્રેણિકને વાર્યો હતો, ‘તું એક વાર મને હીરાકાકા પાસે તો જવા દે. છેવટે, તારા પિતાના એ મિત્રને નિમંત્રણ આપવા મારે પોતાને જવું જોઈએ.’
‘હા…. જા બા…’ પુત્રી નિલાએ બાને વળી પાછી સાવધાન કરી હતી, ‘પણ હીરાકાકા પાસે આપણી કોઈ ગરીબી ન ગાવી. એમને તારે પ્રથમથી જ કહેવું કે હીરાભાઈ ! મારે તો દાગીના ઉપર જ પૈસા જોઈએ…. અને એક કાંકરે બે પક્ષી મરશે.’ નિલા હસી પડી, ‘જો હીરાકાકા આપણને મદદ કરવા ઈચ્છતા હશે તો દાગીના નહીં માગે. અને જો માગે તો તું સમજી લેજે કે મારા પિતાની ગાઢ મૈત્રીને એમણે એમની ઈન્ડસ્ટ્રીની ભઠ્ઠીમાં નાખીને ઓગાળી નાખી છે. અને એવા માણસ પાસે પછી લાગણીવેડા કરવાની જરૂર નથી.’
‘નિલા કેટલી બુદ્ધિશાળી છોકરી છે !’ જશુબહેન હીરાલાલના ખંડમાં બેઠાં બેઠાં મનોમન ગર્વ લઈ રહ્યાં હતાં, ‘ચતુર પણ કેવી !’
આમ જશુબહેન ઘરેણાંની પોટલી લઈને હીરાલાલને બંગલે પહોંચ્યાં, હીરાલાલે સાચા દિલનો ઉમળકો ભરીને સુંદર આવકાર આપ્યો. અરે, નોકર ચાકર હોવા છતાં ખુદ પાણીનો ગ્લાસ લઈ આવ્યા. એ માણસે મૈત્રીનું ઝરણું હજી પણ ખળખળતું રાખ્યું છે ! હીરાલાલ ખંડમાં આવ્યા એટલે જશુબહેને ખુશી સમાચાર આપ્યા,
‘મારી નિલાનાં લગ્ન છે, હીરાભાઈ.’
‘મને ખબર છે ભાભી’ હીરાલાલ માયાળુ હસ્યા, ‘તમારાં સંતાનોના શુભ પ્રસંગો મારી નજરમાં જ હોય ને !’ જશુબહેન મનોમન ઉલ્લાસી ઊઠ્યાં. આવા હીરાભાઈ મારા દાગીના ગીરે મૂકવા દેશે ? ન જ બને.
‘હીરાભાઈ ! તમારા મિત્રના ગામતરા પછી મારે ત્યાં આ પ્રથમ જ શુભ પ્રસંગ છે.’
‘જુઓ ભાભી ! જરાય ઓશિયાળાં ન બનશો…. નાના…..! હું એવું ઈચ્છું પણ નહીં. મારા મિત્રનાં પત્નીની ખુમારી અને ગૌરવ અકબંધ રહેવાં જોઈએ.’ જશુબહેન ભાવસ્થ બની ગયાં. પતિના એક સાચા મિત્રની ગરવાઈને અહોભાવથી સંવેદી રહ્યાં.
‘જુઓ ભાઈ,’ પળ પછી સ્વસ્થ બનીને જશુબહેન બોલ્યાં, ‘હું શું કામે ઓશિયાળી થાઉં ? દસ તોલા સોનું લઈને આવી છું. એના પર પચ્ચીસ-ત્રીશ હજાર લઈ લેશું. વહેવાર તો કોડીનો હીરાભાઈ !’ અને જશુબહેને દાગીનાની પોટલી હીરાલાલના પગ પાસે મૂકી, ‘આના ઉપર જ.’
‘હા બરાબર….બરાબર !’ દાગીનાની પોટલી હાથમાં લઈને હીરાલાલ બોલ્યા, ‘આના ઉપર આપણને એટલી રકમ તો રમતાં રમતાં મળી જશે.’ પોટલી લઈને હીરાલાલ બાજુના રૂમમાં ફોન કરવા ગયા. દશેક મિનિટમાં વેપારી જેવો લાગતો એક માણસ આવ્યો. દાગીના જોયા-તપાસ્યા અને પચ્ચીસ હજાર આપીને દાગીના લઈ ગયો.
રૂપિયા લઈને જશુબહેન ઘેર આવ્યાં. ત્યારે આંસુથી લગભગ નાહી ઊઠ્યાં. સંતાનોને કહ્યું, ‘બેટા ! હીરાકાકાએ આપણું રજભાર ન રાખ્યું. અરેરે ! મારાં પાલવડાં ગયાં.’
‘બા, રડ નહીં’ શ્રેણિક બોલ્યો, ‘અમે બે ભાઈ, તારા બે લાખના બેરર-ચેક છીએ. પછી મૂંઝાશ શાની ?’ પણ જશુબહેનનાં આંસુ સુકાયાં નહીં. આડોશપડોશ અને સગાં-સંબંધીઓએ જશુબહેન પાસે આક્રોશ ઠાલવ્યો કે, ફટ્ય કહેવાય હીરાલાલને….! રમણભાઈનો જિગરી મિત્ર, એક કાવડિયે પણ કામ ન લાગ્યો. દાગીના ઉપર પૈસા આપ્યા…..?!
જાન આવી ગઈ. ઉતારો અપાઈ ગયો. વરઘોડો પણ માંડવે આવી ગયો અને ‘કન્યા પધરાવો સાવધાન’નો ગોર મહારાજનો આદેશ સંભળાયો કે એ જ વેળા ચોકલેટ કલરની એક કાર જશુબહેનને દરવાજે આવીને ઊભી રહી. ઝડપથી બારી ખૂલી અને એટલી જ ઝડપથી હીરાલાલ બહાર આવ્યા.
‘ભાભી !’ ઓશરીમાં પગ મૂકીને હીરાલાલે જશુબહેનને કહ્યું, ‘નિલાને બોલાવતાં આવો એક મિનિટ !’ અને હીરાલાલ અંદરના રૂમના એકાંતમાં જઈને ઊભા રહ્યા, નિલાની વાટે. લગ્નોહ્યતા નિલાએ ભારે મને કાકાને નમસ્કાર કર્યા. હીરાલાલે દાગીનાની પોટલી નિલાને આપી.
‘લે બેટા ! તારી બાને આ પાછી આપી દે.’
‘શા માટે કાકા ?’ નિલાના ગળામાં રોષના ત્રસકા હતા, ‘અમે કોઈનાં ઓશિયાળાં બનવા નથી માગતાં કાકા !’
‘નિલા, બેટા ! તું મને શીખવીશ ?’ હીરાલાલ ભાવ છલકતા અંતરે બોલ્યા, ‘તમે કોઈનાં ઓશિયાળાં નથી એ હું જ સિદ્ધ કરવા માગતો હતો. અને સમાજને પણ એ બતાવવા માગતો હતો. તે બતાવાઈ ગયું.’
નિલા આશ્ચર્યથી કાકાને જોઈ રહી.
‘નિલા ! એ વેળાએ મેં પૈસા આપીને મદદ કરી હોત તો તમે સૌ ઓશિયાળાં દેખાત. લોકો વાત કરત કે, હીરાલાલના પૈસાથી રમણલાલની દીકરી પરણી ! બિચ્ચારાંની કેવી હાલત ! પણ નિલા ! હું મારા દિવંગત મિત્રને ગરીબ દેખાડવા માગતો નહોતો. હું બેઠો છું અને તમે સૌ ઓશિયાળાં સાબિત થાઓ ! મારે તો સમાજ પાસે એ જ બોલાવવું હતું કે રમણલાલનો જિગરી ભાઈબંધ હીરાલાલ, પાણીમાં બેસી ગયો અને એક પાઈની મદદ કરી નહીં. ફટ્ય છે હીરાલાલને. બસ, મારે એ જ કામ હતું. મારી કીર્તિ માટે, મારા મિત્રના કુટુંબની ખુમારી મારે આંચકવી નહોતી.’
જશુબહેન રડી પડ્યાં, ‘ભાઈ, મેં તો તમને નગુણા ધારી લીધા’તા.’
‘ભાભી, મારે નગુણા જ દેખાવું હતું.’ ખડખડાટ હસીને હીરાલાલે પગ ઉપાડ્યો અને ઉમેર્યું, ‘સમાજની નજરે મને એવો જ રહેવા દેજ્યો ભાભી ! આ વાત ખાનગી ન રાખો તો તમને તમારા આ દિયરના સોગંદ છે.’ અને નિલાએ પ્રફુલ્લ ચહેરે માંડવામાં પગ મૂક્યો ત્યારે માંડવા પક્ષની છોકરીઓ ગાતી હતી :
‘વાદલડી વરસી રે….
સરોવર છલ્લી વળ્યાં….’
[ કુલ પાન : 210. કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]
Print This Article
·
Save this article As PDF
their are very few people like Hiralal
very good story Nanabhai
thanks
સુંદર વાર્તા.
વાહ મજા આવી ગઈ..
ખુબ જ simple and touching…
અતિ સુંદર, શબ્દો નથી express કરવા……awsome
વાહ
ખુબ જ મજા આવી..
Hridaya Sparshi Prasang
વાહ!!!
indeed a nice emotional story as shri Nanabhai always gives.
હીરાલાલ ખરેખર હીરા જેવા જ
‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામં વહ્યા કરે’………..બસ આજ કડી યાદ કરવી પડે.
‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે’………..બસ આજ કડી યાદ કરવી પડે.
ક્યાં છે આવા હિરાલાલ આજે ?
નાનાભાઈ ની દરેક વાર્તાઓ હૃદય સ્પર્શી હોય છે…
Very nice. Enjoyed reading this story. It teaches that we should wait for a while before reaching to a conclusion in judging people.
Thanks for sharing.
સુંદર વાર્તા છે.
હૃદય સ્પર્શી સુંદર વાર્તા…
માનનીય નાન્હાલાલ,
આપની ટુકી વાર્તા ખુબજ ગમી, આવા પાત્રો અત્યારે મળવા ખરેખર મુશ્કેલ.
ખુબજ સરસ.
ખુબ જ સરસ વાર્તા હતી.
આ વાર્તા વાંચીને મને ફિલ્મ The Dark Knight નો અંત યાદ આવી ગયો, જેમા બેટમેન પોતાના શહેરના લોકો માટે અન્યનો ગુનો પોતાના શિરે લઈ લે છે.
I am whatever Gotham needs me to be.
ખૂબ જ સુંદર વાર્તા. અભિનંદન.
નયન
માનવતાની મ્હેંક પ્રસરાવતી વાર્તા.
હીરાલાલ સ્ટ્રેસ ટેસ્ટમાં પાસ થઈ ગયા. સ્વર્ગવાસી મિત્રના પરિવારની સંકટની ઘડીમાં પરિવારનું ખમીર
તૂટે નહિ તેની કાળજી રાખી. જો કે આજના યુગમાં અશક્ય નહિ તો પણ આવા વિરલાઓ જ જુજ મળે.
આભાર.
વાચઈને આન્ખમા આસુ આવિ ગયા ખુબજ સારુ લાગયુ
their are very few people like Hiralal થી લઇને આવા વિરલાઓ જ જુજ મળે.
આપણને બધાને કેમ કોઇ બીજો હીરો બને એ ગમે છે. હું પોતે કેમ આવુ ન કરી શકુ? એવો ફેરફાર પોતાનામા લઇ આવીએ તો જૂજ/few વિરલાઓમાથી ઘણા/many વિરલાઓ બની શકે.
નાનાબાપુ ને પ્રણામ,
આપનિ વાર્તા વાચિ .
ખુબ જ ગમી.
મારુ નામ વાઘેલા ઉદય ,
ખાલપર ગામમા રહુ છુ.
Very touching story with twisted end.The style of story telling is superb.Congratulation Nanabhai.Good job.
બહુ જ સરસ….
સરસ વાર્તા
દમદાર વાર્તા.
ટૂંકી વાર્તાઓ લખવી અઘરી હોય અને નાનાભાઈ એમાં બહુ ‘મોટા’ છે.
khub sundar varta aankh ma aansu aavi gaya..bhaavvibhor thai javay tevee varta…thanks..
હૃદય સ્પર્શી સુંદર વાર્તા…બહુ જ સરસ….
Reply