ઘરને ઉંબર – ઈલા આરબ મહેતા

[આદરણીય ધીરુબહેન પટેલ દ્વારા સંપાદિત ‘ઈલા આરબ મહેતાનો વાર્તાવૈભવ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’ (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

લીલા ભીના ઘાસમાંથી જાણે સાપ સળવળતો જતો હોય એમ એ વાત અદિતિના મનમાં સળવળે છે. ને આંખે દેખાય, ન સ્પર્શ થાય, માત્ર એના અસ્તિત્વનો તમને ખ્યાલ આવે એટલું જ, પણ એટલું ય તે ઓછું નથી. એ રેશમી સળવળાટ ગળાની આસપાસ ભીંસી રહ્યો છે, એવું અદિતિને લાગ્યા કરે છે. છાતી પર હાથ મૂકી ઘણી વાર અદિતિ ચૂપચાપ બેસી રહે છે. બહુ દિવસોથી એક બોજ જેવું વર્તાય છે. પેટનો ભાર વધી રહ્યો છે ને બીજી બાજુ કશુંક ન ગમે તેવું, પ્રાણ રૂંધાય તેવું છાતી પર ચડી બેઠું છે. રેશમી સુંવાળપનો ભાર….

મખમલ જેવી સપાટી છે અદિતિના જીવનની. રિખવ…. એનો પતિ છે, રિખવની બા છે, સુખ છે, શાંતિ છે. એકાદ વર્ષ પહેલાં પોતાનાં લગ્ન પર પોતાની માએ કહેલું, ‘મારી અદિતિ તો પૂરી ભાગ્યશાળી છે, આવું ઘર તો પૂર્વજન્મનાં પુણ્ય વગર ન મળે હોં !’
મીનાએ મશ્કરી કરતાં કહ્યું : ‘અલી અદિતિ, રિખવને માટે તેં ગયા ભવથી ઑર્ડર બુક કરાવેલો કે ?’
આનંદનો પારાવાર…..
નવી પરણેલી અદિતિએ મધુરજનીની રાત્રે રિખવને ધારીને નીહાળ્યો…. સપ્રમાણ પૌરુષયુક્ત ચહેરો, સુદઢ સ્નાયુઓ અને ટટ્ટાર સીનો….
‘અદિતિ ! દરેક પતિ પત્ની પાસેથી કંઈક તો અપેક્ષા રાખે છે જ. મારી તો એક જ વિનંતી છે, તમે સ્વીકારશો ?’ આશાભર્યા મુખે એ પતિની સામું મીટ માંડી રહી, શું માંગશે આ અપરિચિત ?
‘બા આ ઘરનું સર્વસ્વ છે, મારા જીવનનું પણ, તમારાથી કશું ય એવું ન થાય કે જેથી બાનો જીવ દુખાય, બસ આટલું કરશો ?’ બસ… આટલું જ…. આટલું જ ? અદિતિની આંખો ભોંઠી પડી… પછી ફરી સામેની દીવાલ પર નોંધાઈ.

બા ! હમેશાં પ્રસન્ન, કાર્યદક્ષ, દઢનિશ્ચયી, ખંતીલી બા ! અદિતિને એની ઈર્ષા આવે એ જ નવાઈ હતી. ક્યાં છેંતાળીસ વર્ષે વૃદ્ધ થયેલી બા ને ક્યાં રૂપેરંગે મહોરતી અદિતિ ! સિંહાસને બેઠેલી રાજકુમારી સુખાસને બેઠેલી સાધ્વીની ઈર્ષા કરે ? હા, કદાચ એમ જ હતું, કદાચ એવું જ હોય છે. ઘણી વાર બપોરની વેળાએ બા રિખવના ખમીસોનો ઢગલો કરીને બટન ટાંકવા બેસતાં. સોયના ટાંકે ટાંકે એ વાતનો દોર ગૂંથતાં જતાં.
‘ઓ….! એ દિવસો તો કાંઈ દિવસો હતા ! એક ટંકનું ખાવાનું મળ્યું તો બીજા ટંકનું ક્યાંથી કાઢશું એની ચિંતા હતી મારે.’

બહુ જ સાદું એવું નાનું ઘર, વિધવા બા ને બારેક વર્ષનો નાનો રિખવ ! અદિતિ કલ્પનામાં જોતી, દુઃખના એ દોહ્યલા દિવસોની સામે કમ્મર કસીને લડતાં બા અને રિખવ ત્યારે અદિતિના જીવનથી દૂર, ખૂબ દૂર હતાં. તો ય તેના હૈયામાં ચણચણાટ થતો. જે પ્રિયજન છે તેના સામીપ્યમાં ત્યારે એ નહોતી એની વેદના.
‘શું કહેવું તમને અદિતિ ! તમે તો બેટા, લાડકોડમાં ઊછરેલાં છો. ગરીબીના દુઃખનો તમને ક્યાંથી ખ્યાલ આવે ? બાકી રિખવનો જન્મ થયો ત્યારે મારી ઉંમર અઢાર વર્ષની !’ અત્યારે રિખવને અઠ્ઠાવીસ વર્ષ થયાં… અદિતિ મનમાં વિચારતી : ‘અઢાર ને અઠ્ઠાવીસ છેંતાળીસ વર્ષ, બસ ? છેંતાળીસ જ ? ત્યારે તો હજુ પંદર વીસ વર્ષ બીજાં….

પોતાનાં વિચારોનો પોતાને જ ડંખ વાગતો, બાની વાત આગળ ચાલતી : ‘રિખવના બાપુને સરકારી નોકરી. એક ઠેકાણેથી બીજે ઠેકાણે ભટકવાનું. ગામેગામનાં પાણી પીધાં એમાં દેહ કંતાઈ ગયો. રિખવ આઠ વર્ષનો હતો ત્યારે….’ ખમીસ પર આંસુનું ટીપું ટપકી પડતું. બાની વ્યથા એ માત્ર વ્યથા નથી. કેટલી હિંમત અને શ્રદ્ધાથી બાએ મુસીબતોનો સામનો કર્યો, જાતભાતનાં કામ કરીને દીકરાને મોટો કર્યો, ભણાવ્યો એની ગૌરવગાથા છે. અદિતિ એ જાણે છે. પોતાના ઓરડામાં ડ્રેસિંગ ટેબલ પર રિખવનો એક સુંદર ફોટો અદિતિએ ગોઠવ્યો છે. રિખવ એનો પતિ બાનો દીકરો… અદિતિ તો રિખવના જીવનમાં મહેમાનરૂપે જ આવી છે. પતિને પગલે વનવાસ સેવતી, પતિના દુઃખને ઘોળીને પી જનારી એ આર્યનારીની પુત્રી ઝંખે છે પતિના સુખનો જ સહવાસ નહીં, એના દુઃખના દોહ્યલા દહાડાને હળવા બનાવવા. એના જીવનના નવનીત અનુભવોમાં તાંતણે તાંતણે ગૂંથાઈ જવાને. પણ એ ઝંખના તો હૈયાની ધરતીમાં ઊંડે ઊંડે દટાઈ પડી છે. રિખવના જીવનમાં તો એના તાંતણે તાંતણે ગૂંથાયાં છે બા….!

બા…. રિખવનો ભૂતકાળ…. અદિતિને બાની ઈર્ષા છે. બાની હાજરીનો ભાર કદાચ એની છાતી પર ચડી બેઠો છે. પતિમાં સંપૂર્ણપણે સમાઈ જવા ઈચ્છતી સરિતાની વાટ વચ્ચે એક કોમળ તો ય મજબૂત વ્યક્તિ ખડી છે. રિખવ અદિતિનો થયો નથી, કદાચ થઈ શકે જ નહિ. એ બાના હૈયામાં સ્મૃતિઓના તારે તારે એવો મજબૂત બંધાયો છે. જાણે જશોદાએ શ્રીકૃષ્ણને ઉખળે બાંધ્યા ! વિશ્વંભર વિષ્ણુ માનું બંધન ન કાપી શક્યા તો રિખવ શું કરે ? અદિતિ શું કરે ? રિખવનું ટેબલ ફંફોસતાં એકવાર એની નોંધપોથી એના હાથમાં આવી. કાળી જાડી ચોપડીના પહેલા પાને લખ્યું હતું : ‘રિખવ. ઈ.સ. 1960 થી 1964.’ 1960માં રિખવને પરદેશ જવાની સ્કૉલરશિપ મળી. બે વર્ષનું ભણતર પૂરું કરી એ વધારે અનુભવ મેળવવા યુરોપના જુદા જુદા ભાગોમાં રહ્યો. સાથે બા પણ હતી. અદિતિએ નોંધપોથી ઉઘાડી. એણે પાનાં ઉથલાવવા માંડ્યાં. સ્થળે સ્થળે રિખવે ત્યાં બનેલા નાનામોટા પ્રસંગે લખ્યા હતા. બાને લઈને એ ફરવા જતો, મ્યુઝિયમો અને શૉપિંગ સેન્ટરો બતાવતો. એના ઘણા મિત્રો એને ત્યાં આવતા. બા બધાને ગુજરાતી રસોઈ કરીને જમાડતી. પાડોશીઓ પણ બાની ખબરઅંતર પૂછી જતા. પાને…પાને….પાને…. બા….બા…. એક જગ્યાએ રિખવે લખ્યું હતું : ‘બહુ નાનો હતો ત્યારનું મારું એક જ સ્વપ્ન, મોટો થાઉં, ખૂબ ખૂબ ફરું ને બાને બધે જ હરવા-ફરવા લઈ જાઉં. આજે એ સ્વપ્ન સાકાર બન્યું.’

વધારે વાંચવાનું મન એને થયું નહિ. અદિતિ નોંધપોથી પકડી દીવાલ તરફ જોઈ રહી, એને ક્રોધ ચડ્યો, પોતા પર, રિખવ પર, બા પર. લાચારીનો આ કેવો બોજ ! રિખવ ઉદાર છે, સજ્જન છે, પણ તોય અદિતિને લાગે છે કે એ બંનેની વચ્ચે કોઈ પોતાપણું નથી. ખીચડી અને બટેટાનું રસાદાર શાક ખાતાં ખાતાં કોઈવાર રિખવ કહેતો : ‘બા યાદ છે તું જર્મની આવેલી ને જોડે દાળચોખા લાવેલી તે ? આહાહા….. તે દિવસે જેવો ખીચડીનો સ્વાદ આવ્યો તેવો પછી કોઈ દિવસ આવ્યો નથી.’
‘અરે હા રે ! તારો પેલો દોસ્તાર કોણ ? પેલો જર્મન…. આખું તપેલું સાફ કરી ગયો બેટો ! મારે તો પાઉંના ટુકડા જ ખાવા પડ્યા ! બા હસી પડ્યાં.’
‘ને તે દિવસે આંબલી શોધવા તું જિનીવાની બજારમાં નીકળેલી તે યાદ છે ? કોઈ દુકાનદાર સમજે જ નહિ ને !’ રિખવે હાસ્યમાં સાથ પુરાવ્યો. આવી વાતોની ભરતી ચડતી ત્યારે અદિતિ નીચું જોઈ કોળિયો ગળે ઉતારતી, બા અને રિખવ વાતોએ ચડતાં, રિખવના વાંચવાના ઉજાગરાની વાત, પેરિસમાં બા નાઈટ કલબ જોવા ગયાં ને અર્ધી મિનિટમાં તો ઊઠીને ચાલતાં થયાં એની વાત. રિખવને ભારે પગારની નોકરી મળી એની વાત… વાતો… વાતો…. ભૂતકાળની… વીતી ગયેલા, હસવાના અને રડવાના દિવસોની વાત.

ભૂતકાળ અને ભવિષ્યકાળ. ભવિષ્ય તો નજીક છે, થોડાક મહિનામાં તો અદિતિને ખોળે રમતું થશે, ત્યારે રિખવ શું પોતાનો નહિ થશે ? કોઈ કોઈ વાર એ પ્રયત્ન કરી જુએ છે : ‘આ ખમીસ તો તદ્દન ફાટી ગયું છે. હવે નવું જ કરાવો.’ રિખવ જવાબ આપે તે પહેલાં બા હસી પડ્યાં ને બોલી ઊઠ્યાં : ‘એ તો તું રહેવા જ દે હો અદિતિ ! અમારા રિખવને કરકસરની એવી આદત પડી ગઈ છે કે એના હાથમાં ચીંથરાં નહિ આવે ત્યાં સુધી એ પહેર્યા જ કરશે.’
‘અમારો રિખવ….’ હળવે હાથે ગાલ પર કોઈએ થપાટ મારી જાણે !
‘કાલે આપણે સિનેમા જોવા જઈશું ? મીનાએ આપણી ટિકિટ લઈ રાખી છે.’ ફરી એક વિનંતી.
ફરી એક જવાબ : ‘અમારા રિખવને તો સિનેમાને નામે તાવ ચડે છે. પણ જો ભૂલેચૂકે ભગવાનનું સિનેમા આવ્યું તો તરત જ ટિકિટ લઈ આવશે હો ! પછી ઉપરથી કહેશે કે બા, ભાઈસા’બ ત્યાં ભગવાનને લાંબા થઈ પગે લાગશો નહિ !’ બાનું હાસ્ય પ્રસન્ન છે. સ્મૃતિઓનું મધુ એમાંથી છલકાય છે. અદિતિ મીનાને ના પાડી દે છે.

ક્ષણો કલાકો ને દિવસો પસાર થતા રહે છે. જીવનનો દોર હાથમાંથી જાણે છૂટતો જ જાય છે. લાગે છે કે આશાનો અંત નથી ને નિરાશાય અનંત જ છે ને ? અદિતિને છઠ્ઠો મહિનો પૂરો થઈ સાતમો બેઠો ને રિખવની બદલી થઈ બિહારના એક શહેરમાં. રિખવની ઑફિસની એક બ્રાન્ચ ત્યાં ખુલવાની છે. રિખવ સિવાય ત્યાં પાયાની વ્યવસ્થા કરવા કોણ જઈ શકે ? રિખવની બદલીના સમાચાર જ્યારે અદિતિએ સાંભળ્યા ત્યારે પોતાના ઓરડામાં બેસીને ખૂબ હસી લેવાનું એને મન થયું. બહુ વખતથી ભુલાયેલો ગરબો હોઠે રમતો થયો. નકશામાંથી એ બિહારનું નાનકડું શહેર શોધી કાઢવાનું મન થયું. ઘર મારું… ઘર. અદિતિ મનોમન વિચારતી હતી. મારું ઘર…. રિખવ સાથે હવે એ નવેસરનો સંસાર માંડશે. રિખવના જીવનમાં આ એક નવું પ્રકરણ છે જ્યાં બા નહિ હોય, અદિતિ હશે. ભૂતકાળ પાછળ રહી જશે…. ભવિષ્ય સમીપ આવશે. નવું ગામ, નવાં માણસો, નવું કામ…. અદિતિ પતિના જીવનમાં બસ વિલીન થઈ જશે. એકરૂપ થઈ જશે. એકાદ-બે વર્ષે રિખવ પાછો ફરશે ત્યારે ઠંડી ભીની રાતે એ પણ પતિ જોડે બેસીને કહેશે ‘યાદ છે તમને ?’ ને ઘણી ઘણી વાતો એ કરશે.
****

વેદનાના સાગરના એક પછી એક હિલોળા આવતા જતા હતા. અદિતિ કિનારો શોધવા ફાંફાં મારતી હતી ને ફરી ડૂબતી જતી હતી. એનો પ્રાણ આ યાતનામાંથી નાસી છૂટવા તરફડતો હતો. પ્રસૂતિગૃહની સફેદ ઊંચી દીવાલોમાંથી છટકી જવા અદિતિ તરફડતી હતી. દુઃખ ખૂબ દુઃખ. અસહ્ય તેવી વેદના.
‘જરા રિલેક્ષ થાઓ…. બધું નૉર્મલ થઈ જશે.’ લેડી ડૉક્ટર આશ્વાસન આપતાં હતાં.
‘માતાજી… માતાજી…. કરો છો બેટા ! હમણાં છુટકારો થઈ જશે.’ અદિતિની બા હાથ પંપાળતાં કહેતી હતી. એક પછી એક એવી પીડા ઊપડતી હતી. શમતી હતી.
‘આજે આવું થાય છે પણ કાલે જોજોને ! આ દુઃખની તમને યાદ પણ નહિ રહે. ભગવાને એટલી મહેરબાની કરી છે.’ ડૉક્ટરે હસતાં હસતાં જ કહ્યું.

લેડી ડૉક્ટરના શબ્દોએ અદિતિને સભાનતાની સપાટી પર પાછી મૂકી. કાળની ગતિમાં ગઈ કાલનું દુઃખ વીસરાઈ જાય છે. સ્ત્રીના જીવનના આ યાતના અને સહનશક્તિના ચરમબિંદુએ જ એના સુખનું અંતિમ બિંદુ આવીને મળે છે ને ત્યારે ક્યાં છે એ દુઃખ અને સુખનો ભાગીદાર ? પતિ રિખવ…. અત્યારે એની પાસે નથી. આટલી દેહ ભીંસી નાખતી પીડામાંય અદિતિને કાને બાના શબ્દો બરાબર ગુંજ્યાં.
‘અરે હોય બેટા ? અજાણ્યું ગામ, અજાણ્યા માણસો… એમાં આવે ભારે શરીરે તે કંઈ જવાતું હશે ? તમે તમારે માને ઘેર જજો હો ! હું ને રિખવ તો વરસ દહાડામાં પાછાં આવશું.’ બસ. ત્યારથી અદિતિ સૂનમૂન થઈ ગઈ હતી. ચૂપચાપ એ બાને બિહાર જવાની તૈયારી કરતાં જોઈ રહી. વાસણો અને મસાલાનાં કોથળા અને કપડાં, અને ચાદરો-બાએ જવાની બધી તૈયારી કરવા માંડી. અદિતિને એમાં કંઈ લાગતુંવળગતું ન હતું. બાને કે રિખવને એની મદદની જરૂર ન હતી. ને એ લોકો જવાનાં હતાં એના બે દિવસ પહેલાં અદિતિએ પોતાની બૅગ તૈયાર કરી ને ભાઈ જોડે પિયર ચાલી ગઈ. રિખવનું બાળક એની કૂખમાં હતું. તોય રિખવના જીવનથી એ દસ આંગળ છેટી હતી. અત્યારે એ સર્વનો વિચાર કરતાં એની આંખોમાં પાણી ધસી આવ્યાં. રિખવ એની પાસે નથી. એના દુઃખમાં ભાગીદાર થવા એ કદાચ માગતો નથી.
‘ઓ માડી રે !….’ અદિતિના મુખમાંથી એક ચીસ નીકળી ગઈ.
‘કૉન્ગ્રેચ્યુલેશન્સ !’ ડૉક્ટરે કહ્યું, ‘તમને બેબી આવી છે.’ હાશ ! દેહ પરથી ઘંટીનું પડ જાણે કોઈએ ઊંચકી લીધું. કોઈએ તીણા સૂરે રડવાનું ચાલુ કર્યું. રિખવ હવે બેબીને જોવા આવશે. અદિતિનો થશે.
****

ઓરડામાં એક ખૂણે બેસીને મા ઘસારો વાટતી હતી. નાનકડી મૈત્રેયી પારણામાં ઢબુરાઈને ઊંઘતી હતી.
‘લે અલી, જરા માથું મોઢું તો કર. સાડી પહેરી લે. હમણાં રિખવ અને એની બા આવી પહોંચશે. ટ્રેનનો ટાઈમ તો ક્યારનો ય થયો.’ માનો અવાજ વટાતા ઘસારાના અવાજ જેવો જ કર્કશ અદિતિને લાગ્યો. રિખવ આવવાનો છે. બા આવવાની છે. પણ અદિતિનું હૃદય મૂક છે. મૈત્રેયીની નિદ્રા જેવું સ્વસ્થ છે.
‘ઊઠને અલી ! માએ ફરી ટહુકો કર્યો. મૂંગા મૂંગા ઊઠીને એણે માથું ઓળ્યું, કપડાં બદલ્યાં ને મૈત્રેયીને ખોળામાં લઈને બેઠી. બારણે ખખડાટ થયો. મા ઊઠીને બહાર દોડી. અદિતિએ કાન માંડ્યા. ઘણા બધા અવાજોમાંથી રિખવનો અવાજ ઝીલવા એ મથી રહી, રિખવ આવશે. હમણાં જ અહીં આવશે. મૈત્રેયીને ગોદમાં લેવા. મને એની સાથે લઈ જવા.
‘કેમ છો અદિતિ ?’ અદિતિએ ચમકીને ઉપર જોયું ! બારણામાં રિખવ ઊભો હતો. એનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. એના મોમાંથી કોઈ અવાજ ન નીકળી શક્યો ને ત્યાં એ પ્રસન્નમુખ ને સ્ફૂર્તિલી ચાલવાળાં બા રિખવની પાછળ પાછળ આવીને ઊભાં રહ્યાં. એ તેજસ્વી મુખ ને ઉષ્માભરી આંખો સામે અદિતિ મીટ માંડી ન શકી.

રિખવ આગળ વધ્યો. સહેજ અચકાયો ને પછી મૈત્રેયીને ઊંચકી લીધી.
‘બા, જુઓ તો ખરાં ! બિલકુલ તમારા જેવી જ.’ રિખવે બૂમ પાડી. બા આગળ આવી મૈત્રેયી પર ઝૂક્યાં. ‘મારી દીકરી’ કહીને મીઠડાં લીધાં !
‘જો બા, છે ને તારી દીકરી ?’ કહીને રિખવે મૈત્રેયીના ગળા તરફ આંગળી ચીંધી. બા સાનંદાશ્ચર્યથી અને અદિતિ ભાવહીનતાથી ત્યાં જોઈ રહ્યાં. મૈત્રેયીના ગળા પર લાલ લાખું ઝગઝગતું હતું. બરાબર બાના ગળા પર હતું તેવું જ. અદિતિ નિષ્પલક નેત્રે જોઈ રહી. મૈત્રેયીને એ જોઈ શકતી ન હતી. રિખવ અને બા એને રમાડતાં હતાં, હસાવતાં હતાં, ચુંબનો કરતાં હતાં. મૈત્રેયી બાની દીકરી હતી.

‘લ્યો ચાલો જરા આરામ કરો.’ અદિતિની માએ કહ્યું. બા અદિતિના ખબર પૂછી બહાર ગયાં. રિખવે જવા માટે પગ ઉપાડ્યો ને પછી ખચકાઈને ઊભો રહ્યો.
‘બાએ કહ્યું છે કે તમે નવ-દસ મહિના અહીં જ રહી જજો. ત્યાંની પરિસ્થિતિને તો તમે જાણો છો જ. એટલી વારમાં તો મારી બદલી પણ થઈ જશે.’ એ બારણા સુધી પહોંચ્યો. પાછું ફરી એણે કહ્યું :
‘અમે તો આજે રાત્રે ચાલી જઈશું. બાની ઈચ્છા હતી ખાસ બેબીને જોવા આવવાની એટલે આવી ગયાં.’ સહેજ મલકાઈને એ બહાર ચાલી ગયો. અદિતિએ આંખો બંધ કરી દીધી. એને જાણે કંઈ જોવું ન હતું, સાંભળવું ન હતું.
‘બાની ઈચ્છા હતી ખાસ….’ અદિતિને એમાં કંઈ લાગતુંવળગતું ન હતું. ઘોડિયામાં સૂતી સૂતી મૈત્રેયી હજુ હાથપગ ઉછાળતી હસતી હતી. પણ અદિતિને કોઈ ઉમળકો ન આવ્યો. મૈત્રેયી બાની દીકરી. રિખવનું લોહી. અદિતિ તો એમાં પરાયી હતી. રિખવના હૈયામાં બા હતાં,
અદિતિ એનું કોઈ ન હતી.
વિચારોના ભારથી એણે આંસુઝરતી આંખો બંધ કરી.

બંધ આંખોની સામે એક ઘર ખડું થયું. એ ઘર આગળ આવીને અદિતિ ઊભી હતી. એ ઘરમાં પ્રસન્નમુખ અને સ્ફૂર્તિલી ચાલવાળી એક વ્યક્તિ ફરતી હતી. અદિતિ ત્યાં જ ઊભી રહી. ધીરેધીરે એ વ્યક્તિ ઘરની બહાર નીકળી ગઈ ને અદિતિનો હાથ છોડાવી એક કોમળ મધુર બાલિકા હળવે પગલે ઘરમાં પ્રવેશ કરવા લાગી. અદિતિ તો ઘરને ઉંબરે જ ઊભી હતી.

[કુલ પાન : 272. કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી રોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભય – વસુધા ઈનામદાર
‘નેટ’-લગ્ન અને ભેટ જુદાઈ – ગાર્ગી વૈદ્ય Next »   

28 પ્રતિભાવો : ઘરને ઉંબર – ઈલા આરબ મહેતા

 1. સુંદર વાર્તા….

  જીવનમાં દરેક તબ્બ્કે ‘બેલેન્સ’ જરુરી છે. એક વ્યક્તિને સાચવવા બીજા ને અન્યાય થાય કે ઉપેક્ષા થાય તેવુ બરાબર નથી. . પ્છી એ પ્ત્ની હોય કે બા.

 2. I do agree with Hiral Vyas there must be balance in life.But at the same time this is an imotional story of a wife and mother in law,state the hisbands who always give priority to mother in every matter.A nice story

 3. trupti says:

  મોટે ભાગે ઘરમા કંકાસ આજ કારણો સર થતા હોય છે, બેલેન્સ ન જાળવવા ને કારણે. આમા મરો બિચારા પતિ નો થાય કારણ જો પોતાની માતા ની તરફ ઝુકાવ રાખે તો માવડીયો અને બૈરી ની તરફ રાખે તો વહુઘેલા મા ખપે. પણ જો તે સંબધો મા બેલેન્સ જાળવે તો મન દુઃખ ની નોબત આવેજ નહીં. ઉપક્રુત કથા મા કથા નાયક બેલેન્સ જાળવવા મા અસફળ રહ્યો માટે પત્ની દુઃખી થઈ પણ તેના દુઃખ નો પણ તેને અણસાર નથી. કબુલ્ કે વિધ્વા માએ બહુ આબદા વેઠી ને તેને મોટૉ ક્રર્યો, પણ તેને માટે થઈ ને પત્ની ની અવગણના તો ન જ કરી શકાય, માણસ માત્ર નો સ્વભાવ છે કે જરુરત કરતા વધારે કોઈ બિજી વ્યકતિ ના વખાણ માણસ સહન નથી કરી શકતો તેમા ખાસ કરિ ને જો તે સાસુ ના હોય, પછી એ સાસુ વર નિ હોય કે વહુ નિ હોય. રિકવ પણ સુવાવડ પછી અદિતી ને બિહાર લઈ જઈ શક્યો હોત, અને જો કોઈ કારણસર ન લઈ જવાય એવુ હોય તો આરામ થી શાંતિ થી તેની પાસે બેસી પરિસ્થીતી થી વાકેફ તો કરી જ શક્યો હોત. અવતરનારુ બાળક પતિ અને પત્ની બન્ને નુ હોય છે અને પ્રસવ ટાણે દરેક પત્ની પોતાના પતિ ની હાજરી ઈચ્છે છે અને કોઈ કારણ સર તે હાજર ન રહી શકે તો જ્યારે પણ આવનાર બાળક ને જોવા આવે ત્યારે પુરી ઉષમા સહિત આવે અને ન તો કોઈ ના કહ્યા મા આવી ને આવે, અદિતી નુ સાસુ નુ નહોય તેવી ઈચ્છા રાખવી જાયસ મને તો લાગે છે.લેખિકા બહેને આ ઈચ્છા બહુજ મોઘમ રિતે વાર્તા મા સુંદર રિતે પ્રદશિત કરી છે.

 4. sujata says:

  Very well written….hats off to the writer.

 5. Deval Nakshiwala says:

  સુંદર વાર્તા છે. પત્ની અને માતા બંને એ પોતપોતાની રીતે એડ્જ્સ્ટ કરતાં શીખે તો જ શાંતિ જળવાય.

 6. nayan panchal says:

  અહીં બધા બેલેન્સની વાત કરે છે જે બરાબર છે પણ મને તો આ વાર્તા જ બેલેન્સડ નથી લાગી. આખી વાર્તા વાંચ્યા પછી પણ અદિતિ માટે જોઈએ એટલી સહાનુભૂતિ પ્રગટતી નથી. આખી વાર્તામાં અદિતિએ બાને જીતવાનો પ્રયત્ન કર્યો હોય તેમ લાગતુ જ નથી. જો અદિતિ બાને જીતી લેતે તો રિખવ તો આપોઆપ જીતાઈ જતે. માલિકીપણાની ભાવનાને બદલે અદિતિ જો ત્યાગવૃતિ દર્શાવતે તો તેને બા અને રિખવ, બંને મળી જાત.

  બા અને રિખવનુ પાત્ર પણ બરાબર નથી ઉપસ્યુ. જેમણે આટલી તડકી-છાંયડી જોઈ હો તેમની પાસેથી આવુ વર્તન અપેક્ષિત નથી જ. પોતાના પ્રથમ સંતાન અને દોહિત્ર માટેના ઉમળકાનો જે સદંતર અભાવ દર્શાવ્યો છે, તે પણ ખટકે છે.

  ઈલાબેન પાસેથી ભૂતકાળમાં વધુ સારી રચનાઓ માણી છે. તેમની લેખનશૈલી ઘણી સરસ હોય છે.
  આભાર,
  નયન

 7. Chintan Oza says:

  khub saras

 8. Charulata Desai says:

  દિકરાઘેલી માતાઓ અને માવડિયા દિકરાઓ ઘરમાં આવેલી ત્રીજી વ્યક્તિને પોતાની કરી શકતા નથી.

 9. Kaushal Patel says:

  વાર્તા વાન્ચી ને અદિતિ મને ઘર નો ઉમ્બર કરતા આંગણાં ની તુલસી સાથે વધારે સરખી લાગે છે. કરનકે હુ ઉમ્બર ને સજિવ નથિ ગણતી. જેમ સવારે તુલસી ને સહુ કોઇ પુજે, પાણી પાય અને આદર ભાવ રાખે પન બપોર થતાં કયાંય ભુલાઈ જવય. જેમ તુલસી નું સ્થાન ઘર ની અંદર હોવા છતાં ઘર ની ભીતર નહિ તેમ અહિં અદિતિ નુ પણ એવુ જ છે. અદિતિ રુપિ તુલસી સુકૈ રહ્યાં છે તે ઘરન લોકો ને આટલા વખત પછિ પણ કેમ નહિ દેખાતુ હોય અએ થોડિ નવાઈ ની વાત છે.

 10. Nirav says:

  story could have been better with some positive ending.

 11. Hetal says:

  I do not agree with Nayanbhai’s comment- marriage is between a girl and a guy first and then between 2 families as we all say but it is mostly making the girl accept guy’s family only. I do not read any stories comments ever for guy that does not/ could not accept his wife’s family. Why should Aditi try to WIN her mother-in-law’s heart? she is not doing/saying anything wrong- she never hurt her (which was expected/requested by husband on first night) and still what did she get from him? ignorance-? not knowing how unfair, selfish and unjustified behavior him and his mother are doing to their DIL? I really hate such stories and comments where everyone expects a woman to be “tyagani murti” – most woman who does that “tyag” are not doing it happily – they are forced or they have no other choice but shut up and be a victim of negligence and ignorance. In our society a man values his mother’s dids but not his wife’s. Raising a kid is always difficult for any woman- only the problems differ time to time. It could be that MIL was raising her son, there might be financial difficulties and son thinks that she suffered a lot to raise me, so it is my turn now to make her happy at any cost. Now his own wife could be raising his child and there may not be financial hardship but it could be she is working and managing home, kids, husband, in-laws and her work- she is also doing her best to meet needs for today’s fast pace life. But, nor husband or MIL will be able to see that struggle and appreciate it- its then “eel to carve jab Paden garn street ne” and then when her kids will grow up they might continue doing what father did- oh my mom worked hard for me- she used to work outside and at home – so I must respect that- and he will be also unfair to his wife may be///this is can go on and on and my point is not that you don’t respect your parents for what they did but just to realize that everyone of us have our responsibilities and we all try to do our work- everyone have their own role – so why disrespect or ignore someone else’s to make somebody happy. Like most woman said- there has to be a balance in relationship and life and game to “WIN” something to get something.

  • Namrata says:

   I agree to your point. I think every woman (or daughter in law) thinks like this.

   • nayan panchal says:

    મહેરબાની કરી મને લેખિકાએ મૂકેલુ અદિતિની મનોઃસ્થિતી વર્ણવતુ આ વાક્ય સમજાવવા વિનંતી.

    “અદિતિ મનમાં વિચારતી : ‘અઢાર ને અઠ્ઠાવીસ છેંતાળીસ વર્ષ, બસ ? છેંતાળીસ જ ? ત્યારે તો હજુ પંદર વીસ વર્ષ બીજાં….”

    આભાર,
    નયન

    • Dr.Ekta says:

     લેખિકા ના આ વાક્ય નો છુપો મર્મ એમ કે બા નિ ઉમર તો હજુ છેતળિસ જ થય છે હજુ બા બિજા વિસ વરસ સુધિ જિવે તો ત્યા સુધિ તો મારો પતિ મારો થસે જ નહિ???????????કે પછિ એના હ્દય મા મારુ સ્થાન ક્યારે થાશે??????????????????

     • nayan panchal says:

      એટલે કે અદિતિ મનમાં બાથી છૂટકારો ક્યારે મળશે તેની ગણતરી કરે છે. આ એક જ વાક્યથી અદિતિના પાત્ર વિશે લેખિકાએ ઘણુબધુ કહી દીધુ છે.

  • rachana says:

   I agree with you…..you are rite every one have thr role and responsibilities….a man values his mother’s dids but not his wife’s…… very much true…tyage is only for Bahu….why?????

 12. Vaishali Maheshwari says:

  Nice one. Thanks for sharing.

 13. sdave says:

  The story could have been much better with a little posive ending. ITs a really boring story. The characters of husband and MIL are portrayed in such a manner as if they are having some sadistic pleasure in emotionally torturing the young wife. On the other hand, the wife also does not have enough guts to stand up for herself. If something is hurting her she should have expressed herself. If still things don’t change, she could have walked out of the relationship. If the husband and MIL can do without her, why can’t she do without them?

  • Namrata says:

   Its not about doing without anybody. The problem is not as big that she has to separate from her husband. She is not independent modern woman who stands up for herself and claims her right. Generally normal women will let go little things that are bothering them after marriage. Here auther has portrayed thought process of daughter in law. I tried putting myself in this position and my condition would be equally confusing. At the most telling your point clearly can be one approach, but that may not be the solution because it seems son and MIL don’t want to change.

 14. JyoTS says:

  વિચારતિ રહિ આગલ શુ થસે???પચચ્હઇ ખબર પડિ પતી ગ ઇ વાર્તા……

  but still nice creation….

 15. jeeten says:

  one more good story from ilaben,,,thnks,,

 16. Jigisha says:

  અદીતી જેવી કોડભરી યુવતીનાં લગ્ન પછીનાં સપનાંઓ અને આશાઓ ભરેલ હ્રદય ની વ્યથા તાદ્ર્શ્ય રીતે વર્ણવવામાં આવી છે…. પણ એક વાત ચોક્ક્સ છે કે ગમે તે યુગ નાં હોય, મોટાભાગનાં યુવાનોને / પુરુષોને માત્ર પોતાની અપેક્ષાઓની જ ચિન્તા હોય છે…. બહું ઓછાં પોતાની પત્નીની અપેક્ષાઓ વિષે વિચારતાં હ્શે….

 17. hiral says:

  ?????????
  વાર્તાનો મેસેજ ખબર ના પડી……આમાં એકપણ પાત્રમાંથી કશું જ શીખવા જેવું નહોતું.

  વાર્તાનો નાયક ઈ.સ. 1960 થી 1964=> પરદેશ રહ્યો છે…….એટલે કે વાર્તા બહુ જુના સમયની છે……વધારે જ આઉટ ડેટેડ….

  સાસુ=> સતત ભૂતકાળમાં જીવતું પાત્ર……સતત ગરીબીમાં જ હજુ જીવે છે……વધારે જ ઇંન્ટરફીયરન્સ કરે છે વહુ-દીકરાની વાતોમાં….વાત મુવી જોવા જવાની હોય કે નવું શર્ટ ખરીદ કરવાની……ટક ટક….ભૂતકાળ ચાલુ થઇ જાય છે….

  વહુ=> સતત ભવિષ્યમાં જીવે છે ત્યાં સુધી કે સાસુ ક્યારે મરશે? એવી ગણતરી સુધ્ધાં કરે છે…..કોઇ વાતે એને વર સાથે કે સાસુ સાથે કમ્યુનીકેશનથી પ્રોબલેમ્સ સોલ્વ કરતાં કે પોતાના મનની વાત કરતાં આવડતું નથી….very sad

  દીકરો=> માના પાલવમાં અને માના ભૂતકાળમાં જ જીવે છે….(પોતાના સ્વકેન્દ્રી સ્વપ્ના…અને બા…બા…બા)…ભણ્યો પણ ગણ્યો નંઇ….આવા લોકોના કારણે કહેવત પડી હશે….

  —-
  overall…..વાર્તા વહેંચવા જેવી નહોતી….સમયનો બગાડ…..

  • nayan panchal says:

   હિરલબેન,

   એકદમ સમતોલ અભિપ્રાય. હા, મને લેખનશૈલી ગમી પરંતુ પાત્રાલેખન નબળું છે.

   આભાર,
   નયન

 18. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  બહુધા વાર્તાનું ભાષ્ય કરવાનું હોતું નથી, કારણ કે દરેક વ્યક્તિ પોતાની સમજ પ્રમાણે તેમાંથી અર્થ તારવી લેતા હોય છે. આમ છતાં, કેટલીક વાર્તાઓ એકદમ સરળ રીતે સમજાય તેવી નથી હોતી. ક્યારેક તેનું પુર્નવાચન કરવું પડે છે તો ઘણીવાર તેના પર લાંબા સમય સુધી વિચારવું પડે છે. સ્વાભાવિક છે કે આ બાબતો ઘણો સમય માગી લે છે.

  પ્રસ્તુત વાર્તામાં જે નજાકતથી સુક્ષ્મ બાબત કહેવાઈ છે તે અંગે આપનું ધ્યાન દોરવા પ્રયત્ન કરું છું. વાર્તામાં બાને કારણે થતી પત્નીની ઉપેક્ષાની જ વાત હોત તો આ વાર્તા ચીલાચાલુ બની ગઈ હોત. સર્જક માત્ર એટલું કહીને અટકી જતા નથી. વાર્તાનો વિશિષ્ટ મુદ્દો એ છે કે એવા બાના ગુણોને ધીમે રહીને પુત્રીમાં આરોપિત કરવામાં આવે છે. આથી અદિતિ એમ વિચારતી હતી કે બાના ગયા બાદ તો ‘હું અને મારો પરિવાર’ જ હોઈશું ને…. મારા પતિ ક્યારેક તો મારા બનશે ને… પણ એની એ ધારણા ખોટી પડે છે. બાના ગુણો પુત્રીમાં આરોપિત થતા હવે તેને પુત્રી પણ પોતાની નથી લાગતી. જે પોતાનું જ અંગ છે તેના પ્રત્યે પણ ભાવ જાગતો નથી.

  વાર્તાનો અંતિમ ફકરો ઘણું કહી જાય છે. સમય પસાર થતા બા જતા રહેશે અને ધીમે પગલે પુત્રી ઘરમાં પ્રવેશશે પરંતુ આ બધા વચ્ચે અદિતિનું સ્થાન તો ઘરના ઉંબરે ઊભેલી વ્યક્તિ જેટલું જ રહેશે. ઉંબરે ઊભેલી વ્યક્તિ જતા આવતાને જોઈ રહે છે. એમ અહીં ઉપેક્ષા આગલી પેઢી સુધી વિસ્તરી છે. અદિતિ કેન્દ્રમાં હોવા છતાં ઉપેક્ષિત થતી રહે છે. કદાચ, આ બાબત વાર્તાને કંઈક જુદો રંગ આપે છે.

  લિ.
  તંત્રી, રીડગુજરાતી

  • hiral says:

   મૃગેશભાઇ, મારા ઘરમાં મારા સિવાય કોઇ ગુજરાતી વાંચતું નથી. . (અહિં પ્રકાશિત મારી વાર્તા (જેને બીજું ઇનામ મળ્યું એ પણ કોઇએ નથી વાંચી ઃ( …બધાને વાર્તા માત્ર સાંભળવી ગમે છે…..

   હું ક્યારેક આ વાર્તા સારી હતી એમ કહું તો પણ બધા કહે, ‘તું વાંચ અને તને ગમે તો અમને સાર કહી દેવાનો…’
   હવે થાય એવું કે દરેકને સોલ્યુશનવાળી કે સાહસવાળી કે રમૂજવૃત્તિવાળી વાત હોય તો જાણવામાં રસ પડે…..
   પણ આવી વાર્તા ‘ઘરને ઉંબર’ કોઇને સાંભળવામાં રસ ભાગ્યે જ પડે(સાચું પૂછો તો રસ પડે જ નહિં)…..એટલે મેં એ સંદર્ભમાં કીધું કે વાર્તામાં કોઇ મેસેજ નહોતો.

   સૉરી કે તમને અર્થ સમજાવવા આવવું પડ્યું. અને છતાં પણ…..

 19. yogesh says:

  the moral of the story is, for girls. Do not marry a man whos mother is 46 yrs old. U will have to deal with her for many many yrs. Just joking yaar. 🙂
  thanks
  yogesh.

 20. જય પટેલ says:

  પ્રસ્તુત વાર્તામાં નાયિકાની કશ્મકશ અવ્યકત્તતામાં વ્યકત્ત થઈ છે.

  રિખવની બા યુવાનવયે વિધવા થતાં પુત્ર પ્રત્યે પઝેસીવનેશ વધી જાય તે સ્વાભાવિક છે.
  પુત્ર પરણતાં જે સુખ બાને યુવાન વયે પ્રાપ્ત થયું નથી તે પતિસુખથી પુત્રવધુને વંચિત રાખે છે.
  બાનું આ પઝેસીવનેશ અદિતીની અજાણ નથી.

  કોઈપણ સ્ત્રીને પતિનો સાથ ના મળતો હોય ત્યારે દુનિયા આકરી થઈ પડે. બાનું પુત્રને લઈ બિહાર એકલું જવું અને નાનકડી
  કોમળ બાળકીની જવાબદારી એકલી અદિતી પર ઢોળવી વગેરે અદિતીના મનમાં ઝંઝાવાત પેદા કરે છે અને ત્યાં સુધી કે
  બાળકીમાં પોતાનું લોહી વહેતું હોવા છતાં બાળકીમાં બા ના જ દર્શન થાય છે.
  અદિતીના સ્વભાવમાં આ નકારાત્મક પણું પેદા કરવામાં બાનો પઝેસીવ સ્વભાવ જવાબદાર છે.

  માનવ સ્વભાવના વિવીધ આયામો એકાધિકારવાદ(બા)…ઉપેક્ષા(રિખવ)…નકારાત્મકતા(અદિતી) વગેરે
  વાર્તામાં સારી રીતે વણી લેવાયા છે.
  આભાર.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.